Monday, November 6, 2023

The health department destroyed 2 thousand kilos of mouthwash in Rajkot's Parabazar | રાજકોટની પરાબજારમાં આરોગ્ય વિભાગનો સપાટો, 2 હજાર કિલો ભેળસેળયુક્ત મુખવાસનો નાશ કર્યો

રાજકોટ40 મિનિટ પેહલા

  • કૉપી લિંક

રાજકોટ શહેરમાં અખાદ્ય પદાર્થોનું વેચાણ અટકાવવા મનપાનાં ફૂડ અને આરોગ્ય વિભાગ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે સાંજે શહેરનાં પરાબજાર વિસ્તારમાં આવેલી મુખવાસની બે દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુખવાસમાં કલરની ભેળસેળ હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે અંદાજે 2000 કિલો કરતા વધુ અખાદ્ય મુખવાસ કબ્જે કરવામાં આવ્યો હતો અને મનપાની ટીમો દ્વારા સ્થળ પર આ તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ તકે અધિકારીઓએ મીડિયા સમક્ષ મુખવાસ પાણીમાં નાખી તે કલર છોડતો હોવાનો ડેમો પણ દર્શાવ્યો હતો.

ભેળસેળયુક્ત મુખવાસ

ભેળસેળયુક્ત મુખવાસ

મુખવાસના પેકેટ પર એક્સપાયરી ડેટ જોવા ન મળી મનપાનાં નાયબ