Thursday, November 9, 2023

There is a shortage of government doctors, don't get sick or else 2 thousand posts of paramedical staff are not filled, 546 doctors quit government jobs | સરકારી ડૉક્ટરની અછત છે, બીમાર પડશો નહીંચ પેરામેડિકલ સ્ટાફની 2 હજાર પોસ્ટ ભરાઈ નહીં, 546 ડૉક્ટરોએ સરકારી નોકરી છોડી

અમદાવાદ18 કલાક પેહલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસ્વીર

  • સરકારી હૉસ્પિટલોમાં 1327 ડૉક્ટરોની જગ્યા ખાલી
  • રાજકોટમાં સૌથી વધુ 29 ડૉક્ટરની જગ્યા ખાલી, સુરતની સિવિલમાં 11, અમદાવાદ સિવિલમાં 12 પોસ્ટ ભરાઈ નથી
  • વર્ગ-1 ડૉક્ટરની 637 અને તબીબી અધિકારી વર્ગ-2ની 630 જગ્યા ખાલી, દાહોદમાં સૌથી વધુ 95 તબીબની ઘટ
  • સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સૌથી વધુ 448 જગ્યા ખાલી, PHCમાં 273, સિવિલમાં 60 જગ્યાઓ હજુ ભરાઈ નથી

ગુજરાતની વિવિધ સરકારી હોસ્પિટલોમાં 1327 ડૉક્ટર્સની જગ્યાઓ ખાલી છે. તેમાં પ્રાથમિક-સામૂહિક આરોગ્ય કેન્દ્રોથી લઇ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, મેડિકલ કોલેજ સાથે સંલગ્ન હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ અને અન્ય સરકારી હોસ્પિટલોમાં ડૉક્ટર્સની ખાલી જગ્યાઓનો સમાવેશ થાય છે. સપ્ટેમ્બરમાં યોજાયેલા વિધાનસભાના સત્રમાં આ વિગતો બહાર આવી હતી. રાજ્યમાં 6,346ના મંજૂર મહેકમ સામે 5,019 ડૉક્ટર્સની જગ્યાઓ ભરાયેલી છે. જ્યારે વર્ગ-1ના ડૉક્ટર્સની 637 અને તબીબી અધિકારી વર્ગ-2ની 630 જગ્યાઓ ખાલી પડી રહી છે.

આ ઉપરાંત સરકારી સિવિલ હોસ્પિટલોમાં 60 ડૉક્ટર્સની ઘટ છે.