Wednesday, November 8, 2023

Third Phase of Summer Placement Completed at IIM Ahmedabad, Tata Consultancy Services Becomes Top Placement Recruiter of 19 Students | IIM અમદાવાદમાં સમર પ્લેસમેન્ટનો ત્રીજો તબક્કો પૂર્ણ, 19 વિદ્યાર્થીઓની ભરતી કરનાર ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ ટોચની કંપની બની

અમદાવાદ4 કલાક પેહલા

  • કૉપી લિંક

IIM અમદાવાદ ખાતે પ્લેસમેન્ટનો ત્રીજો તબક્કો પૂર્ણ થયો છે. વર્ષ 2025ના PGPના વિદ્યાર્થીઓ માટે સમર પ્લેસમેન્ટ પ્રક્રિયાનું ત્રીજું ક્લસ્ટર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ ખાતે યોજાયું હતું. ક્લસ્ટર 3માં ભાગ લેનાર કંપનીઓમાં બાર અલગ અલગ જૂથનો સમાવેશ થાય છે. જેમાં બેંકિંગ-નાણાકીય સેવાઓ અને વીમો, કસ્ટમર ટેક્નોલોજી, કોર મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એજ્યુકેશન ટેક, એન્ટરપ્રાઈઝ ટેક, ફાઈનાન્સિયલ ટેક, ગેમિંગ અને સ્પોર્ટ્સ, આઇટી કન્સલ્ટિંગ અને એનાલિટિક્સ, રિન્યુએબલ એનર્જી અને ગ્રીન ટેક, સોશિયલ એન્ટરપ્રાઈઝ અને એનજીઓ, સરકારી સાહસો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમાવેશ થયા છે.

ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ ભરતી કરનાર ટોચની કંપની