ભાવનગર7 મિનિટ પેહલા
- કૉપી લિંક

ભાવનગરના ગારિયાધારમાં રેંકડીઓમાં વેંચાતા ફટાકડામાં આજે આગ ફાટી નીકળતા કાળી ચૌદશે જ દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. ફટાકડાની એક લારીમાં લાગેલી આગે આસપાસની અન્ય ત્રણ લારીઓને પણ ચપેટમાં લેતા રસ્તા પર અફરાતફરી મચી હતી. લારીઓમાં લાગેલી આગના કારણે આસપાસના વેપારીઓના જીવ પડીકે બંધાયા હતા. ફટાકડાના વેચાણ માટે લાયસન્સ લેવું પડતું હોય છે પરંતુ, લારીઓમાં લાયસન્સ વગર ગેરકાયદે વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે.

ગારીયાધારના રસ્તા પર યુદ્ધ જેવા દ્રશ્યો સર્જાયા દિવાળીની