Sunday, April 14, 2024

Sayaji Shinde underwent angioplasty | સયાજી શિંદે હોસ્પિટલમાં દાખલ: છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, એક્ટરે વીડિયો શેર કરીને આપી માહિતી

5 કલાક પેહલા

  • કૉપી લિંક

એક્ટર સયાજી શિંદેની હાલમાં એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. સયાજી છેલ્લાં ઘણાં દિવસોથી બીમાર હતા. 11 એપ્રિલના રોજ અચાનક છાતીમાં દુખાવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સર્જરી કરવામાં આવી હતી. આ સમાચાર સામે આવતા જ સયાજીના ફેન્સમાં નારાજગી છવાઈ ગઈ હતી.

સર્જરી બાદ સયાજીએ પોતે ગત શુક્રવારે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો હતો અને ફેન્સને જણાવ્યું હતું કે હવે તેમની તબિયત સ્થિર છે.

વીડિયો શેર કરીને આપ્યું હેલ્થ અપડેટ
વીડિયોમાં સયાજીએ મરાઠી ભાષામાં હેલ્થ અપડેટ આપ્યું છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે- હેલો, હું હવે ઠીક છું. બધા ફેન્સ જે મને પ્રેમ કરે છે, ફેન્સ જે મારી સાથે છે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું ટૂંક સમયમાં સ્ક્રીન પર તમારું મનોરંજન કરવા આવીશ. આભાર.

સયાજીને 2-3 દિવસમાં રજા આપવામાં આવશે

એક રિપોર્ટ અનુસાર, જ્યારે સયાજીએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરી તો તેના પરિવારના સભ્યો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. જ્યાં તબીબોએ તેને તાત્કાલિક સારવાર આપી હતી. તપાસ રિપોર્ટમાં સયાજીના હૃદયમાં 99% બ્લોકેજ જોવા મળ્યું હતું. જોકે, સયાજી હવે એકદમ સ્વસ્થ છે. ડૉક્ટરોએ કહ્યું છે કે આગામી 2-3 દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

સયાજી શિંદેએ શૂલ, સિંઘમ, લાસ્ટ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે છેલ્લે વેબ સિરીઝ કિલર સૂપમાં જોવા મળ્યો હતો. આ સિરીઝમાં મનોજ બાજપેયી અને કોંકણા સેન શર્મા મુખ્ય ભૂમિકામાં હતા. સયાજીના આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તેની પાસે 60 અવર્સ, સ્ટ્રગલર 2023, વાયરલ ગર્લ્સ, સત્યમ જેવી ફિલ્મો છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.