Sunday, January 8, 2023

સૂર્યકુમાર યાદવે રાજકોટની મેચ પછી તેની બેટિંગ કળા અંગેનું રહસ્યા ખોલ્યું

રાજકોટમાં 112 રનની શાનદાર T20 સદી કરનારા સૂર્યકુમાર યાદવની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે. દુનિયાભરમાં ક્રિકેટ રસીકો હવે તેના વિશે નવી-નવી વાતો જાણવા માટે તેના ઈન્ટરવ્યુ અને સોશિયલ મીડિયા પર તેને ફોલો કરવાનું શરુ કરી રહ્યા છે. મેચ પત્યા પછી સૂર્યાએ પોતાની તાકાત અને અથાગ મહેનત અંગે ખુલાસો કર્યો છે. સૂર્યા જણાવે છે કે મેચ પહેલા જ્યારે તે ટ્રેનિંગ કરતો હોય ત્યારે પોતાની જાતને અંડર પ્રેસર મોડમાં રાખીને પરસેવો પાડે છે. સૂર્યાની 360 સ્કીલ વિશે પણ ઘણી ચર્ચાઓ થઈ રહી છે.

શનિવારે રાજકોટમાં રમાયેલી મેચમાં સૂર્યકુમાર યાદવે પીચ પર ઉતર્યા પછી શ્રીલંકાના બોલર્સના છોંતરા કાઢી નાખ્યા હતા, તે મેદાનમાં ચારે તરફ ફરી વળ્યો હતો અને આસાનીથી પોતાની સેન્ચ્યૂરી પૂર્ણ કરી દીધી હતી. સૂર્યાએ માત્ર 51 બોલમાં 112 રન કરીને અણનમ રહ્યો હતો. ભારતે શ્રીલંકા સામે આ મેચ 91 રનથી જીતી લીધી છે.

સૂર્યકુમાર યાદવે મેચ પત્યા પછી જણાવ્યું કે, “જ્યારે તમે મેચ માટે તૈયારી કરી રહ્યા હોવ ત્યારે તમારી જાતને તમે પ્રશરમાં મૂકો તે ઘણું જ મહત્વનું છે. તમે જેટલું તમારી જાત પર દબાણ કરશો તેટલું સારું રમી શકશો. આ સાથે ઘણી મહેનત પણ છે. સારું રમવા માટે કેટલીક ક્વોલિટી પ્રેક્ટિસ પણ જરુરી છે.”

Published by:Tejas Jingar

First published:

Tags: 3rd T20I, India vs Sri Lanka, India vs sri lanka 3rd t20i, Rajkot News, Suryakumar yadav, રાહુલ દ્રવિડ


Ahmedabad: પાટીદાર પરિવાર ટ્રસ્ટ દ્વારા મેડિકલ-પેરામેડિકલ સ્નેહમિલનનું કરાયું આયોજન

Ahmedabad: પાટીદાર પરિવાર ટ્રસ્ટ દ્વારા મેડિકલ-પેરામેડિકલ સ્નેહમિલનનું કરાયું આયોજન

બાંગ્લાદેશના વિમાનમાં પેસેન્જરો વચ્ચે મારામારી, શર્ટ વગરના વ્યક્તિએ કરી મુક્કાવાળી

ફ્લાઇટમાં મુસાફરો ગેરવર્તન (misbehave by passengers on a flight) કરે છે ત્યારે શું થાય છે? મુસાફરને સીટ પર ટેપ કરવામાં આવી શકે છે. પાઇલટ સાથે ગેરવર્તન (misbehave with pilot on a flight) કરવામાં આવે ત્યારે શું થાય છે? આવા કિસ્સામાં ગેરવર્તન કરનારને ફ્લાઇટમાંથી બહાર કરી દેવામાં આવી શકે. તાજેતરમાં જ ફ્લાઇટની એક ઘટના વીડિયો (Viral Video) સામે આવ્યો છે, જે વર્જિન ઓસ્ટ્રેલિયાની ફ્લાઇટમાં બની હોવાનું કહેવાય રહ્યું છે. જેમાં ગુસ્સે ભરાયેલા ટિકટોકર @_benmckaycaught ને સ્ટાફ સાથે ઝપાઝપી કરવા બદલ ફ્લાઇટમાંથી બહાર કરી દેવામાં (gets kicked off flight ) આવ્યો હોવાનું જોવા મળે છે. આ ક્લિપ હાલ સોશ્યલ મીડિયામાં મિલિયન્સ વ્યૂઝ સાથે ખૂબ વાયરલ થઇ રહી છે. જેમાં તે રોષે ભરાયેલા પેસેન્જર અને ક્રૂ વચ્ચે ચાલી રહેલી દલીલ (argument between the passenger and the crew)ને જોઈને અન્ય મુસાફરો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે.

તો બીજો આ પ્રકારનો કિસ્સો બાંગલાદેશની ફ્લાઇટમાં જોવા મળ્યો હતો જેમાં શર્ટ કાઢેલો એક વ્યક્તિ ફ્લાઇટમાં મુક્કાબાજી કરવા લાગ્યો હતો.

Published by:Mayur Solanki

First published:

Tags: Ajab Gajab, Fight, Flights, Viral videos, અજબ ગજબ


Ahmedabad: ભાગવત વિદ્યાપીઠ ખાતે બ્રહ્મ ચોર્યાસીનું આયોજન, 11 હજાર બ્રાહ્મણોએ લીધું ભોજન

Ahmedabad: ભાગવત વિદ્યાપીઠ ખાતે બ્રહ્મ ચોર્યાસીનું આયોજન, 11 હજાર બ્રાહ્મણોએ લીધું ભોજન

Rajkot Body of girl missing for three days found under mysterious circumstances, father missing; The suspect was caught

રાજકોટ: શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. રહસ્યમય સંજોગોમાં એક અઢી વર્ષની બાળકીની લાશ મળી આવી છે. આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કોઠારીયા નજીક બાવળની જાડી જાખરામાંથી એક માસુમ બાળકીની લાશ મળી આવી છે. છેલ્લા ત્રણ દિવસથી બાળકી અને તેના પિતા રહસ્યમય રીતે ગુમ હતા, ત્યારે ત્રણ દિવસ બાદ પિતા હજુ પણ ગુમ છે અને બાળકીની લાશ રહસ્યમય સંજોગોમાં મળી આવતા અનેક તર્કવિતર્કો શરૂ થયા છે.

પીએમ બાદ બાળકીની લાશ પરિવારજનોને સોંપવામાં આવી

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કોઠારીયા નજીક બાવળના જાડી જાખરામાંથી અઢી વર્ષની બાળકીની લાશ રહસ્યમય સંજોગોમાં મળી આવી છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક અસરથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમજ જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ બાકીની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલા પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. બાળકીનું પીએમ પૂર્ણ થયા બાદ બાળકીની લાશને તેના પરિવારજનોને સોંપવામાં આવી છે. પીએમ રિપોર્ટમાં બાળકીના મૃત્યુ મામલે શું કારણ સામે આવે છે, તે જોવું અતિ મહત્વનું બની રહેશે.

શકમંદ આરોપીને ગાંધીનગર તરફથી ઝડપી પાડ્યો

ડીસીપી સજ્જન સિંહ પરમારની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમના પીએસઆઇ ભરત બોરીસાગર અને તેમની ટીમ દ્વારા શકમંદ આરોપીને ગાંધીનગર તરફથી ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. શકમંદ આરોપીની પૂછપરછમાં શા માટે તેને આ પ્રકારનું ગુનાહિત કૃત્ય આચર્યું હતું, તે સહિતની તમામ વિગતો મેળવવામાં આવશે. તેમજ પોલીસને યોગ્ય પુરાવા મળતા સમગ્ર મામલે આરોપીની ધરપકડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે. જાણવા મળતી વિગતો અનુસાર, મૃતક બાળકીનું નામ અનન્યા અમિતકુમાર ગોંડા હોવાનું સામે આવ્યું છે. તેમજ બાળકીનો પિતા શાપર વેરાવળ ખાતે મજુરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું પણ સામે આવ્યું છે. આ પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો છે અને અમિતકુમાર ગોંડા બાળકીનો સાવકો પિતા હોવાનું પણ સામે આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે જામનગરમાં એક પિતાએ જ પોતાની પત્ની અને પુત્રીની હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું હતું. પત્ની અને પુત્રીની હત્યા કર્યા બાદ હત્યારો આરોપી રાજકોટ નાસી આવ્યો હતો. જોકે, અહીં એ ડિવિઝન પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી.

તમારા શહેરમાંથી (રાજકોટ)

Published by:Azhar Patangwala

First published:

Tags: Crime news, Gujarat News, Rajkot News

Maruti Suzuki Offering Heavy Discounts On Their Some Cars

Maruti Cars Discount Offers in January 2023: કાર નિર્માતા કંપનીઓ નવા વર્ષ નિમિત્તે આ જાન્યુઆરીમાં પોતાની કાર પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. જેના કારણે ગ્રાહકો વાહનોની ખરીદી પર ₹38,000 સુધીની બચત કરી શકે છે. આ કારોમાં Alto K10, S Presso, Maruti WagonR, Maruti Celerio, Alto 800, Dzire અને Maruti Swift જેવા મોડલનો સમાવેશ થાય છે. ગ્રાહકો સમગ્ર જાન્યુઆરી દરમિયાન આ ઓફરનો લાભ લઈ શકે છે.

મારુતિ અલ્ટો 800

મારુતિ આ મહિને આ એન્ટ્રી-લેવલ હેચબેક કાર પર ₹31,000 સુધીનું ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. ગ્રાહકો આ વાહનના ટોપ અને CNG મોડલની ખરીદી પર આ ઓફરનો લાભ લઈ શકે છે. જ્યારે કંપની આ કારના બેઝ મોડલ પર 11,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

મારુતિ અલ્ટો K10

live reels News Reels

મારુતિ અલ્ટો K10 હેચબેકને તાજેતરમાં નવા અવતારમાં લોન્ચ કરવામાં આવી છે. મારુતિ આ મહિને આ કાર પર 38,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. તેના CNG વેરિઅન્ટની ખરીદી પર ગ્રાહકો 38 હજાર રૂપિયા સુધીની બચત કરી શકે છે. જેમાં રૂ. 15,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 15,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 8,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.

મારુતિ સુઝુકી સેલેરિયો

મારુતિ વેરિઅન્ટના આધારે Celerio હેચબેક પર ₹21,000 થી ₹31,000નું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. તેના મેન્યુઅલ વેરિઅન્ટની ખરીદી પર 31,000 રૂપિયા અને ઓટોમેટિક વેરિઅન્ટ પર 21,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.

મારુતિ વેગન આર

મારુતિ વેગન આરની ખરીદી પર તમે 33 હજાર રૂપિયા સુધીની બચત કરી શકો છો. ઓફરમાં ₹10,000નું રોકડ ડિસ્કાઉન્ટ, ₹15,000નું એક્સચેન્જ બોનસ અને ₹8,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ શામેલ છે. જ્યારે WagonR CNG પર 31,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

મારુતિ એસ પ્રેસો

મારુતિ આ મહિને તેની S-Presso કાર પર રૂ. 36,000 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. તેના CNG વેરિઅન્ટની ખરીદી પર ગ્રાહકો 35,100 રૂપિયા સુધીની બચત કરી શકે છે. જેમાં રૂ. 15,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 15,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 6,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.

મારુતિ સુઝુકી સ્વિફ્ટ

તમે મારુતિની સ્પોર્ટી ડિઝાઇન સાથે પ્રીમિયમ હેચબેક સ્વિફ્ટની ખરીદી પર રૂ. 27,000 સુધીની બચત કરી શકો છો. આ ઑફરમાં ₹5,000નું રોકડ ડિસ્કાઉન્ટ, ₹15,000નું એક્સચેન્જ બોનસ અને ₹7,000નું કૉર્પોરેટ ડિસ્કાઉન્ટ શામેલ છે. જ્યારે સ્વિફ્ટ CNG પર 10,100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

મારુતિ સુઝુકી ડિઝાયર

મારુતિ સુઝુકી ડિઝાયરના તમામ વેરિઅન્ટની ખરીદી પર તમે 17,000 રૂપિયા સુધીની બચત કરી શકો છો. જેમાં ₹10,000 નું એક્સચેન્જ બોનસ અને ₹7,000 નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.

Car loan Information:
Calculate Car Loan EMI

Joshimath Land Subsidence: PM Modi Speaks To CM Dhami

Joshimath Sinking: ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલનની વાત પીએમઓ સુધી પહોંચી છે. વડા પ્રધાન મોદીના મુખ્ય સચિવ ડૉ. પીકે મિશ્રાની અધ્યક્ષતામાં રવિવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવા જઈ રહી છે. તેમાં પીએમઓમાં કેબિનેટ સચિવ અને ભારત સરકારના અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. આ સિવાય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્યો પણ પરિસ્થિતિની સમીક્ષા કરશે. માહિતી અનુસાર, જોશીમઠ જિલ્લાના પદાધિકારીઓ અને ઉત્તરાખંડ સરકારના વરિષ્ઠ અધિકારીઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ બેઠકમાં જોડાશે.

પીએમ મોદીએ સીએમ ધામીને ફોન કર્યો

જોશીમઠમાં સંકટને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીને ફોન કર્યો અને પરિસ્થિતિ વિશે પૂછ્યું હતું. તેમણે ધામીને ખાતરી આપી છે કે કેન્દ્ર સરકાર જોશીમઠને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરશે. વડાપ્રધાન મોદીએ લોકોની સુરક્ષા અને રાહત પ્રયાસો વિશે પૂછપરછ કરી હતી. તમને જણાવી દઈએ કે જોશીમઠમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે.

જમીન પર પડી રહી છે સતત તિરાડો 

live reels News Reels

જોશીમઠ હિન્દુઓ માટે પણ પવિત્ર ધાર્મિક સ્થળ છે. અહીં બદ્રીનાથનું મંદિર આવેલું છે. કેટલાક દિવસોથી લોકોના ઘરો અને રસ્તાઓમાં તિરાડો જોવા મળી રહી છે, જે સતત વધી રહી છે. બીજી તરફ મારવાડી વિસ્તારમાં જમીનમાંથી પાણી નીકળવા લાગ્યું છે. એવું માનવામાં આવે છે કે જોશીમઠ શહેર ડૂબી રહ્યું છે અને આ બધી વસ્તુઓ કોઈ મોટી દુર્ઘટનાના સંકેત છે. આવી સ્થિતિમાં અહીં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે.

લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે

ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે નિષ્ણાતોની એક પેનલ જોશીમઠને મોકલી હતી, જેણે રાજ્ય સરકારને પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ દુર્ઘટનાગ્રસ્ત મકાનોને તોડી પાડવામાં આવે અને અહીં રહેતા લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ પરિસ્થિતિનો તાગ મેળવવા જોશીમઠ પહોંચ્યા હતા.

તમને જણાવી દઈએ કે ચમોલીના જોશીમઠથી શરૂ થયેલ ભૂસ્ખલનની અસર કર્ણપ્રયાગ સુધી જોવા મળી રહી છે. અહેવાલો કહે છે કે કર્ણપ્રયાગમાં લગભગ પચાસ ઘરોમાં પણ તિરાડો દેખાઈ રહી છે. અહીંના લોકોએ પણ સરકારને મદદની અપીલ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનાનું મુખ્ય કારણ ગંદુ પાણી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર વધુ પડતા બાંધકામને કારણે પર્વતની ટોચ પરથી આવતા પાણીનો રસ્તો બંધ થઈ ગયો હતો. વરસાદનું ઘણું પાણી જમીનની અંદર એકઠું થયું છે, જે તેને ખોખલું બનાવી રહ્યું છે.


HCના તમામ ફોજદારી કેસોની માહિતી માટે પોલીસ સ્ટેશનનું કામ થયું સરળ, જાણો શું કરાઈ વ્યવસ્થા?

HCના તમામ ફોજદારી કેસોની માહિતી માટે પોલીસ સ્ટેશનનું કામ થયું સરળ, જાણો શું કરાઈ વ્યવસ્થા?

GATE Admit Card 2023 : To Release Tomorrow 09 January

GATE 2023 Admit Card To Release Tomorrow: GATE 2023 એડમિટ કાર્ડ રિલીઝ કરવાનો સમય આવી ગયો છે. જે ઉમેદવારોએ આ વર્ષની GATE પરીક્ષા માટે અરજી કરી છે તેઓ આવતીકાલથી એટલે કે 09 જાન્યુઆરી 2023, સોમવારથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. જાહેર છે કે, એડમિટ કાર્ડ જાહેર કરવાની તારીખ એકવાર લંબાવવામાં આવી ચુકી છે. અગાઉ એડમિટ કાર્ડ 03 જાન્યુઆરીએ જારી થવાના હતા પરંતુ કેટલાક કારણોસર તે થઈ શક્યું ન હતું. હવે એડમિટ કાર્ડ નવી તારીખે બહાર પાડવામાં આવશે. એડમિટ કાર્ડ IIT કાનપુર દ્વારા બહાર પાડવામાં આવશે.

આ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરો

જે ઉમેદવારોએ GATE પરીક્ષા 2023 માટે અરજી કરી છે તેઓ IIT કાનપુરની અધિકૃત વેબસાઇટ પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આ કરવા માટે સત્તાવાર વેબસાઇટનું સરનામું છે – gate.iitk.ac.in.

તારીખો અહીં ચકાશો

live reels News Reels

ગેટ પરીક્ષા 2023 4, 5, 11 અને 12 ફેબ્રુઆરીના રોજ લેવામાં આવશે.

આગામી તબક્કામાં ઉમેદવારોના પ્રતિભાવ 15 ફેબ્રુઆરી 2023 ના રોજ એપ્લિકેશન પોર્ટલ પર પ્રકાશિત કરવામાં આવશે.

ત્યાર બાદ આન્સર કી 21 ફેબ્રુઆરી 2023ના રોજ રિલીઝ થશે.

આ આન્સર કી પર વાંધો 22 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી 2023 સુધી લઈ શકાશે.

પરિણામો 16 માર્ચ 2023 ના રોજ જાહેર કરવામાં આવશે.

સ્કોરકાર્ડ 21 માર્ચ 2023થી ઉપલબ્ધ થશે.

રિલીઝ થયા બાદ એડમિટ કાર્ડ આ રીતે ડાઉનલોડ કરો

એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ એટલે કે gate.iitk.ac.in પર જાઓ.

અહીં હોમપેજ પર, GATE 2023 એડમિટ કાર્ડ નામની લિંક આપવામાં આવશે, તેના પર ક્લિક કરો.

આમ કરવાથી, એક નવું પૃષ્ઠ ખુલશે જેના પર તમારે તમારી લોગિન વિગતો દાખલ કરવાની રહેશે.

વિગતો દાખલ કરો અને સબમિટ બટન દબાવો.

આમ કરવાથી તમારું એડમિટ કાર્ડ કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાશે.

તેને અહીંથી તપાસો, તેને ડાઉનલોડ કરો અને જો તમે ઇચ્છો તો, તમે પ્રિન્ટ આઉટ પણ લઈ શકો છો.

પરીક્ષા સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી માટે, ફક્ત સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.

Education Loan Information:
Calculate Education Loan EMI

સૂર્યા તુસ્સી ગ્રેટ હો! સદીની સાથે એટલા રેકોર્ડ્સ બનાવ્યા કે ગણીને થાકી જશો

Suryakumar Yadav Century: ભારતીય ક્રિકેટ ટીમને સૂર્યકુમાર યાદવના સ્વરૂપે એક દિગ્ગજ ખેલાડી મળી ગયો છે જે અનેક રેકોર્ડ તોડી ચૂક્યો છે. શાનદાર સદી બાદ જાણો એના રેકોર્ડ્સનું લિસ્ટ

Ahmedabad: Youth Congressના સંગઠનમાં થયું મોટું ભંગાણ, જાણો કેટલા કાર્યકર્તાઓએ આપ્યા રાજીનામા

Ahmedabad: Youth Congressના સંગઠનમાં થયું મોટું ભંગાણ, જાણો કેટલા કાર્યકર્તાઓએ આપ્યા રાજીનામા 

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં જીરુ બાદ આ જણસના ભાવમાં થયો વધારો.. ખેડૂતોમાં આનંદો

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં જીરુ બાદ આ જણસના ભાવમાં થયો વધારો.. ખેડૂતોમાં આનંદો 

છ મહિનાના બાળકને માતાએ પાવડા મારીને હત્યા કરી નાખી

સુલ્તાનપુર: ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરમાં રવિવારે એક માએ પોતાના જ 6 મહિનાના બાળકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. શંકા છે કે, અંધવિશ્વાસમાં ડૂબેલી મહિલાએ આ ઘટનાને અંજામ આપ્યો છે. હત્યાની સૂચના મળતા જ પોલીસે આરોપી મહિલાની અટકાયત કરી છે અને આ મામલે આગળની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: Surendranagar Murder: સુરેન્દ્રનગરમાં મોડી રાત્રે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને યુવકની હત્યા કરીને બેથી ત્રણ શખ્સો ફરાર

હકીકતમાં જોઈએ તો, આ સમગ્ર મામલો ગોસાઈગંજ પોલીસ ચોકી વિસ્તાર ઘનઉડીહ કુટિયા ગામનો છે. આ ગામના શિવકુમારની પત્ની મંજૂ ઉર્ફ રાધાએ પોતાના 6 મહિનાના બાળકને લઈને ગામની બહાર આવેલા મંદિરે પહોંચી અને મંજૂરી પોતાના બાળકને પાવડા મારીને કાપી નાખ્યો. આ ઘટનાની જાણ તતાં સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. શંકા છે કે, અંધવિશ્વાસના કારણે મંજૂએ આ ઘટનાને અંજામ આપ્યો છે.

તો વળી સૂચના મળતા પોલીસે આરોપી માતા મંજૂની ધરપકડ કરી લીધી છે. સાથે જ આ મામલામાં તપાસ શરુ કરી દીધી છે. પ્રથમ દ્રષ્ટિએ પોલીસને આ મામલો અંધવિશ્વાસનો હોવાનું કહી રહી છે. પોલીસ અધિકારી સોમેન વર્માએ જણાવ્યું છે કે, આજે ગોસાઈગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલા દ્વારા પોતાના જ બાળકને પાવડાથી કાપી નાખીને તેની હત્યા કરી દીધી હતી. જે બાદ પોલીસે આ મામલામાં કેસ નોંધીને આગળની કાર્યવાહીમાં લાગી ગઈ છે.

Published by:Pravin Makwana

First published:

Tags: Crime news