Monday, January 9, 2023

Dharmaj Day will be celebrated on January 12 sca – News18 Gujarati

Salim chauhan, Anand: ધર્મજ ગામે છેલ્લા 17 વર્ષ ધર્મજ ડેની ઉજવણી કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં વિદેશમાં વસતા ધર્મજનાં લોકો આ દિવસે અહી આવે છે. કોરોના કાળ બાદ ચાલુ વર્ષે ધર્મજ ખાતે તિરંગા રંગની થીમ અને મિલેટસની વાનગીઓ સાથે 17માં ધર્મજ ડેની ઉજવણી કરવામાં આવશે. આ પ્રંસગે એક હજારથી વધુ NRI આવશે.

ધર્મજ ડેની ઉજવણીની થીમ જાણો

મિલેટસ એટલે કે આપણા પરંપરાગત જાડા ધાન્યમાં આયર્ન તથા અન્ય ફાયદાકારક તત્વો વધારે હોઈ તેના ઉપયોગથી વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ભારત દેશ જાડા ધાન્યનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. જેની નિકાસ વધે તો દેશના ધરતીપુત્રો ફરી એક વખત બાજરી, બાવટો, જુવાર, રાગી અને કોદરી જેવા પાકો તરફ પાછા વળે.

જેના કારણે ખેડૂતની આર્થિક સમૃદ્ધિ વધવા સાથે લોકોની સ્વાસ્થ્ય પણ જળવાય. કાર્યક્રમની સાથે સાથે વલ્લભ વિદ્યાનગરની એસ. એમ. પટેલ કોલેજ ઓફ હોમસાયન્સના સહયોગથી મિલેટસ અંગે પુન: જાગૃતિ આવે તથા તેની પોષણક્ષમતા વિશે લોકો જાણતા થાય તે માટે સેમિનારનું આયોજન પણ થઇ રાખવામાં આવ્યું છે.

તમારા શહેરમાંથી (આણંદ)

કોનું કોનું સન્માન થશે ?

ચાલુ વર્ષે ધર્મજમાં ગૌરવથી સન્માનિત થનાર મહાનુભાવોમાં વલ્લભ વિદ્યાનગરના કુશળ વહીવટકર્તા ધર્મજીયન મહેન્દ્રભાઈ જશભાઈ પટેલ (બાબાકાકા) તથા લંડન સ્થિત કેતનભાઈ વિનુભાઈ પટેલ કે જેઓ આફ્રિકા અને બ્રિટન ખાતે મોટા ગજાના ઉદ્યોગપતિ હોવા સાથે સમયે સમયે વતન માટે દાનની સરવાણી વહેડાવતા રહે છે. યુવા પ્રતિભાને અપાતા ધર્મજ જ્યોત સન્માન માટે રિશી કેતનભાઈ બી. ભુપેન્દ્રભાઈ પટેલ પસંદ થઇ છે. મૂળ ધર્મજના વતની એવા રિશી પટેલ ઉગતી પ્રતિભા સમા ઈંગ્લેંડમાં કાઉન્ટી ક્રિકેટ પ્લેયર છે.

મોટી સંખ્યામાં એનઆરઆઇ હાજર રહેશે જાણો કારણ

ઉજવણી અંગે માહિતી આપતા રાજેશ પટેલે જણાવ્યું હતું કે, આગામી 12 જાન્યુઆરી 2023,પોષ વદ પાંચમ વિક્રમ સંવત 2, 979ને ગુરૂવાર સ્વામી વિવેકાનંદ જયંતિના રોજ આ કાર્યક્રમ સંપન્ન થશે. જેના માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. પૂર્વ તૈયારી અને પૂર્ણ તૈયારીની નેમ સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

છ ગામ પાટીદાર સમાજ તથા ધરોહર ફાઉન્ડેશનના નેજા હેઠળ ઉજવાતા આ પ્રસંગે ચાલુ વર્ષે મોટી સંખ્યામાં ધર્મજીયનો પધારશે. જેમાં બે મુખ્ય કારણો છે. એક તો કોરોનાકાળમાંથી ભારતને મળેલ મુક્તિ અને બીજું હાલ ચાલી રહેલ પ.પુ. પ્રમુખ સ્વામી મહારાજશ્રીની જન્મ શતાબ્દી ઉત્સવની ભક્તિસભર ઉજવણી.

મુકિતરથનું લોકાર્પ્ણ થશે

ધર્મજ ગામ માટે જરૂરી અદ્યતન “મુક્તિરથ” (શબવાહિની)નું લોકાપર્ણ થશે. જે ધર્મજ ગામના તમામ નાગરિકોને ઉપલબ્ધ બનશે. છ ગામ પાટીદાર સમાજ તથા ધરોહર ફાઉન્ડેશનના સહિયારા પ્રયાસો થકી અંદાજિત રૂપિયા સાડા સાત લાખના ખર્ચે મુક્તિરથ તૈયાર થયો છે. નાઈસોલ મેન્યુંફેક્ચરીંગ કંપની તથા અન્ય વતનપ્રેમી એન. આર. ડી. (નોન રેસિડેન્સ ધર્મજીયન) દાતાઓ દ્વારા આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે. આમ સમગ્ર તૈયારીઓ સાથે છ ગામ પાટીદાર સમાજ ધર્મજના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ ઉર્ફે ટીનુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ટીમ ધર્મજના સૌ કર્મઠ કાર્યકર ભાઈ-બહેનો કામે લાગ્યા છે.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Anand, Celebrations, Local 18

Four Incidents Of Hit And Run In The Last 24 Hours Across The State, Four Dead; Watch The Video


For the first time in the history of Gujarat, Lung Transplant at Sims performed lung surgery AGP – News18 Gujarati

Parth Patel, Ahmedabad: ગુજરાતમાં સૌપ્રથમ વખત કોઈ દર્દીમાં ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં છે. આ મિરેકલ કહી શકાય તેવી ઘટના છે. અમદાવાદની સિમ્સ હોસ્પિટલે ગણતરીના કલાકોમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરી વિદેશી નાગરિકને નવજીવન આપ્યું છે. જેમાં વ્યક્તિ પથારીમાંથી ઊભો પણ નહોતો થઈ શકતો. જેને સતત ઓક્સિજનની જરૂર પડતી હતી. તેવા દર્દીમાં બે ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરી સિમ્સના ડોક્ટરોએ નવજીવન આપ્યું છે.સિમ્સ હોસ્પિટલ પાસે ફેફસાં ટ્રાન્સફરનું લાઇસન્સ છે 

ગુજરાતમાં એક માત્ર સિમ્સ હોસ્પિટલ પાસે ફેફસાં ટ્રાન્સફરનું લાઇસન્સ છે અને આગામી સમયમાં એક જ જગ્યાએ મલ્ટિપલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે તેવું સિમ્સ હોસ્પિટલમાં સાચું સાબિત થશે તેમ હોસ્પિટલના ચેરમેન ડોક્ટર કેયૂર પરીખે જણાવ્યું હતું.ત્યારબાદ ડોક્ટર ધીરેન શાહે જણાવ્યું હતું કે ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું સિમ્સ હોસ્પિટલના ડોક્ટરોએ નક્કી કર્યું હતું. પરંતુ તે અત્યાર સુધી ગુજરાતમાં ક્યાંય પણ થયું ન હતું. કઈ રીતે કરવું, ક્યાંથી ડોનર મળશે, શું થઈ શકશે તે દરેક પાસાઓ ચકાસાઈ રહ્યાં હતાં.

ફેફસાં ટ્રાન્સપ્લાન્ટનું ડોક્ટરોએ નક્કી કર્યું

છેલ્લા એક મહિનાથી સિમ્સ હોસ્પિટલમાં સીરિયાનો એક દર્દી દાખલ હતો. જેનાં ફેફસાં નકામાં થઈ ગયાં હતાં. તેને એક મિનિટમાં 40 લિટર ઓક્સિજન આપવો પડતો હતો અને તે પથારીમાંથી બેઠો પણ થઈ શકતો નહોતો. ફેફસાંની બીમારીથી પીડાતા 41 વર્ષના સીરિયાના દર્દીની બે બહેનોને પણ આ જ બીમારીને કારણે નાની ઉંમરમાં જ મૃત્યુ થઈ ચૂક્યાં હતાં. આ બધાની વચ્ચે તેમનાં ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું સિમ્સ હોસ્પિટલના ડોક્ટરોએ નક્કી કર્યું.

ડોનર ક્યાંથી મળશે તે ખૂબ જ મોટી ચેલેન્જ હતી

સીરિયાથી આવેલા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને તેમનાં ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે સિમ્સના ડોક્ટરો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ ડોનર ક્યાંથી મળશે તે જાણવું અને તે મેળવવું ખૂબ જ મોટી ચેલેન્જ હતી. આ દરમિયાન સિમ્સ હોસ્પિટલના ચેરમેન ડોક્ટર કેયૂર પરીખે પોતાની ટીમ સાથે વાત કરી અને કહ્યું કે આપણે આ દર્દીને નવજીવન આપીશું જ. તેના માટે દરેક લોકો પ્રયાસ કરશે.

આ બધાની વચ્ચે કિસ્મતે પણ સાથ આપ્યો અને રાજકોટના એક વ્યક્તિનાં પરિવારજનો અંગદાન કરવા તૈયાર થયાં. પરંતુ રાજકોટથી અમદાવાદ લાવવા માટે ગ્રીન કોરિડોરમાં વાર લાગી શકે તેમ હતી. જેથી ચાર્ટર પ્લેનની મદદથી રાજકોટથી હાર્ટ અને ફેફસાં અમદાવાદ લાવવામાં આવ્યાં હતાં.

બંને ઓર્ગન ટ્રાન્સપ્લાન કરવાં જરૂરી હતાં

આ ઓપરેશન અને ટ્રાન્સપ્લાન્ટ એકદમ ફાસ્ટ સર્જરી હતી. એટલે કે આમાં જો એકપણ ચૂક થાય તો આખી સર્જરી પર પાણી ફરી વડે તેમ હતું. પણ એક્સપર્ટની ટીમ બંને તરફ કામ કરી રહી હતી. બે ડોક્ટરની ટીમ રાજકોટમાં મૃતકનાં ડોનેશન મળેલાં અંગો ટ્રાન્સપ્લાન્ટ કરવાની પ્રક્રિયા કરવા માટે સર્જરી કરી રહી હતી.

ત્યારે સિમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીને જે ઓર્ગન મળવાનાં હતાં તે માટે અહીંયા બીજા ડોક્ટરોની ટીમ બીજા ઓપરેશન થિયેટરમાં કામ કરી રહી હતી. ગણતરીના કલાકોમાં આ બંને ઓર્ગન ટ્રાન્સપ્લાન કરવાં જરૂરી હતાં. એટલે કે સતત એક પણ પળની રાહ જોયા વગર તેમણે આ ઓર્ગન ડોનેશન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ગણતરીના કલાકોમાં પૂરું કર્યું હતું.

હૃદય બિલિમારોના 41 વર્ષના દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું

રાજકોટના 47 વર્ષીય વ્યક્તિનું બ્રેન હેમરેજ થતા વોકહાર્ડમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ રિકવરી ન થતાં તેમને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. જેને પગલે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન (રાજકોટ) ના ડો. દિવ્યેશ વિરોજા અને ડો. સંકલ્પ વણઝારાએ બ્રેનડેડ વ્યક્તિનાં સગાઓને અંગદાન કરવા માટે સમજાવ્યા હતા.

ઓર્ગન ડોનેશન માટે તૈયાર થતા તેમનું હાર્ટ, લંગ્સ, લિવર, કિડની અને આંખનું દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાંથી હૃદયનું બિલિમારોના 41 વર્ષના દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જ્યારે ફેફસાં સીરિયાના વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતાં.

ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરાતા દર્દીને નવજીવન મળ્યું

ડોક્ટર કેયૂર પરીખે જણાવ્યું હતું કે અમારે ત્યાં દાખલ દર્દીને સમયસર ઓર્ગન મળી જાય તે માટે તમામ પ્રયાસો કરવાની સૂચના આપી દેવામાં આવી હતી. અમારી ટીમ પણ રાહ જોયા વગર પહેલી વખત ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરી રહ્યા હતા. તેને સફળ સર્જરી બનાવી છે. આજે ટ્રાન્સપ્લાન્ટ કરેલા દર્દીને નવજીવન મળ્યું છે. આ સિમ્સની સફળતા છે.

ફેફસાં રાજકોટથી અમદાવાદ લાવ્યાં

ડૉ. ધવલ નાઈકે જણાવ્યું હતું કે આ ટ્રાન્સપ્લાન્ટ અમારા માટે અઘરું હતું. અમારા સામે ચેલેન્જ હતી. છતાં ટીમ રાજકોટ પહોંચી હતી અને એકસાથે અલગ અલગ સર્જરી કરવામાં આવી હતી. 6 થી 8 કલાક સુધી સર્જરી કરવામાં આવી હતી. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે તો હાર્ટ મૂકવાનું એક બોક્સ હોય છે. તે જ રીતે ફેફસાં માટે પણ અમે એક બોક્સ સાથે લઇ ગયા હતા.

જેમાં ફેફસાં રાખવામાં આવ્યાં હતાં. તે પણ એક માણસની જગ્યા રોકે તેટલું મોટું બોક્સ હતું. જે દર્દીનાં ફેફસાં કાઢ્યાં હતાં તેના અગાઉથી જ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. તે યોગ્ય આવતા જ અમે આગળ પ્રોસેસ કરી હતી. ફેફસાંને સોલ્યુશનથી સાફ કરીને તેને અમે ફુલાવીને જ રાજકોટથી અમદાવાદ લાવ્યા હતાં.

ટાઈમિંગ સાથે ઝીરો એરરમાં ટ્રાન્સપ્લાન્ટ પૂરું કર્યું

કેયૂર પરીખે વધુમાં જણાવ્યું હતું કે આજે ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ થયું તે સૌથી અઘરું છે. બે ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ કરવું તે અઘરું છે. જે ગુજરાતમાં કોઈએ નથી કર્યું. ગત મહિને ફેફસાં, લીવર અને કિડની સાથે જુદા જુદા દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યાં હતાં. હવે એક જ દર્દીને અલગ અલગ હાર્ટ અને ફેફસાં જરૂરી હોય તે પણ બદલવામાં આવશે.

દુનિયામાં આંતરડાના ટ્રાન્સપ્લાન્ટ શરૂ થયાં છે તે પણ હવે અમે કરીશું. તે કર્યા પછી બધા ટ્રાન્સપ્લાન્ટ સિમ્સ હોસ્પિટલમાં થશે. ફેફસાં અને હાર્ટ બંને કરવા માટે ચેલેન્જ એ હતી કે એક જ દર્દીમાં હાર્ટ અને ફેફસાં કાઢતાં હતાં. જે દર્દીને જરૂર હતી તેમના પણ હાર્ટ અને ફેફસાં કાઢ્યાં હતાં. હવે તે દર્દીને બીજા હાર્ટ અને ફેફસાં આપવાનાં હતાં. તે માટે ચાર્ટડ પ્લેનમાં લઈને આવી રહ્યા હતા.

ટાઈમિંગ સાથે ઝીરો એરરમાં એક્સપર્ટ ડોક્ટરની ટીમે ટ્રાન્સપ્લાન્ટ પૂરું કર્યું હતું. જૂના કેસ પણ સ્ટડી કરીને અનુભવ લીધો હતો. આ ઉપરાંત વિશ્વ પ્રખ્યાત ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડૉ. કુમુદ ધીતલ 3 વર્ષથી સિમ્સમાં જોડાયા છે. તેમના નેતૃત્વમાં આ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Ahmeadabad News, Hospitals, Local 18, Surgery

SBS: શાંતિ બિઝનેસ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની પ્રીમિયર લીગ યોજાઈ

Ahmedabad: શાંતિ બિઝનેસ સ્કૂલ (SBS) દ્વારા  કોલેજ કક્ષાએ ક્રિકેટને પ્રોત્સાહન આપવા અને સ્ટુડન્ટ મેનેજર્સને સ્પોર્ટ્સ મેનેજમેન્ટ શીખવાની તક પૂરી પાડવા માટે SBS પ્રીમિયર લીગનું (SPL) આયોજન કરવામાં આવ્યું હતું.

ટુર્નામેન્ટમાં નોર્ધન નાઈટ્સ, સધર્ન સ્લેયર્સ, વેસ્ટર્ન વોરિયર્સ અને ઈસ્ટર્ન ઈગલ્સ નામની ચાર ટીમો હતી. ટીમોની રચના હરાજી પ્રક્રિયા દ્વારા કરવામાં આવી હતી જેમાં સ્ટુડન્ટ્સ મેનેજર્સે ટીમના માલિક, ટીમ મેનેજર, ટીમ સ્ટાફ વગેરેની વિવિધ ભૂમિકાઓ ભજવી હતી.

ટીમોએ પ્લેઓફમાં રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં સ્પર્ધા કરી હતી, લીગમાં ટોચની બે ટીમોએ ફાઈનલ રમી હતી. પ્રફુલ્લ પાંડેની આગેવાની હેઠળના સધર્ન સ્લેયર્સ ટુર્નામેન્ટના વિજેતા તરીકે ઉભરી આવ્યા હતા, જ્યારે સિંધોરુ ભાસ્કરની આગેવાની હેઠળના ઈસ્ટર્ન ઈગલ્સ રનર અપ રહ્યા હતા.પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ અને ઓરેન્જ કેપ પ્રફુલ્લ પાંડેને એનાયત કરવામાં આવી હતી જ્યારે પર્પલ કેપના વિજેતા  અભિનવ સિંહ દયાલ જાહેર થયા હતા.

આ પ્રસંગે SBSના ડિરેક્ટર “ડો. નેહા શર્મા”એ જણાવ્યું કે પ્રીમિયર લીગનું આયોજન કરવા બદલ અમને આનંદ છે, રમતમાં લાગણીઓ, ઉતાર-ચઢાવ, રોમાંચ અનુભવવા મળે છે તેમજ મેનેજમેન્ટ સ્કિલની પણ કસોટી થાય છે. એસબીએસ પ્રીમિયર લીગમાં શાંતિ બિઝનેસ સ્કૂલના સ્ટુડન્ટ્સ મેસેજર્સે માત્ર રમતમાં જ નહીં પરંતુ રમતના સંચાલનમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

ભાવનગરમાં મોરબીના વેપારી યુવતીના ઘરે નાસ્તો કરવા ગયા અને દાવ થયો

ભાવનગરઃ ભાવનગરમાં વેપાર અર્થે આવતા વેપારીને હનીટ્રેપમાં ફસાવવાની ઘટના બની છે. વેપારીનો અશ્લીલ વીડિયો ઉતાર્યા બાદ 2.50 કરોડની ખંડણી માંગનારા બન્ટી-બબલીની પોલીસે ધરપકડ કરી લીધી છે. વેપારીને લલચાવીને યુવતી પોતાના મળતિયા સાથે પ્લાન બનાવીને ઘરે લઈ ગઈ હતી, આ પછી પ્લાન પ્રમાણે વેપારીનો કઢંગી વીડિયો ઉતારીને કરોડો રૂપિયાની માગણી શરુ કરી હતી.

મળતી વિગતો પ્રમાણે મોરબીના વાંકાનેરના 50 વર્ષના વેપારી ધંધાના કામ માટે ભાવનગર આવતા હતા અને આ દરમિયાન તેમની પાંચ વર્ષ અગાઉ દિવ્યા નામની યુવતી સાથે ઓળખાણ થઈ હતી. જેની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તે વેપારી પાસે વારંવાર રૂપિયા લઈ જતી હતી. પાછલા મહિને 31 ડિસેમ્બરે દિવ્યાએ વેપારીને ફોન કરીને પૂછ્યું હતું હતું કે તમે ભાવનગર ક્યારે આવવાના છો. મારે તમારું કામ છે.

આ પણ વાંચોઃ ભાવનગરમાં મોરબીના વેપારી યુવતીના ઘરે નાસ્તો કરવા ગયા અને દાવ થયો

વેપારીને ઘરે બોલાવીને નગ્ન કરીને ફસાવ્યા

વેપારી 2 જાન્યુઆરીએ ભાવનગરના ઘોઘા સર્કલ પર આવ્યા હતા, જ્યાંથી દિવ્યા તેમને પોતાના અકવાડામાં આવેલા ઘરે લઈ ગઈ હતી. અહીં દિવ્યાએ 50 વર્ષના વેપારીને શરીર સુખની લાલચ આપતા વેપારી લપસી પડ્યા હતા અને પોતાનો વીડિયો ઉતારવામાં આવી રહ્યો હોવાની વાતથી પણ તેઓ અજાણ હતા.

દિવ્યાએ તેના મળતિયા સાથે પ્લાન પ્રમાણે શરીર સુખની લાલચમાં વેપારીને ફસાવવીને રૂપિયા પડાવવાનું નક્કી કર્યું હતું. યુવતીએ વેપારીને બાથમાં ભીડી લઈને તેમના કપડાં ઉતરાવીને કઢંગી હાલતમાં અશ્લીલ વીડિયો ઉતારી લીધો હતો. આ પછી દિવ્યાના સાગરિતે વેપારીને વીડિયો મોકલ્યો હતો અને પોતાને દિવ્યાનો પતિ ગણાવીને ધમકી આપી હતી. દિવ્યા સાથેનો પોતાનો વીડિયો જોઈને વેપારીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. વેપારી આમાં શું કરવું તેવું કંઈ સમજે તે પહેલા જ તેમની પાસેથી રૂપિયા અઢી કરોડની માગણી કરવામાં આવી હતી. આ સાથે જો રૂપિયા ના મળ્યા તો વેપારીને બદનામ કરવાની પણ ધમકી આપવામાં આવી હતી. પોતાની સાથે બનેલી ઘટના અને કરોડો રૂપિયાની માગણી કરતા વેપારી પોલીસની મદદ લેવા માટે પહોંચ્યા હતા.

” isDesktop=”true” id=”1316558″ >

પોલીસને ગણતરીના કલાકોમાં સફળતા મળી

વેપારીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં દિવ્યા અને તેના સાગરિત ભરત ઉર્ફે ભોલાની ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે, “ભરત અને દિવ્યાએ મેળાપ કરીને વેપારીનો અશ્લીલ વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો વાયરલ ના થવા દેવો હોય તો 2.50 કરોડ રૂપિયા આપવા પડશે. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે બન્નેની ધરપકડ કરી લીધી છે.”

તમારા શહેરમાંથી (ભાવનગર)

Published by:Tejas Jingar

First published:

Tags: Bhavnagar news, Bhavnagar police, Gujarat Crime, ભાવનગર

FFPA: અમદાવાદમાં બે દિવસીય ફેમિલી ફિઝિશિયન્સની નેશનલ કોન્ફરન્સ યોજાઈ

FFPA: ફેડરેશન ઓફ ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા(એફએફપીએ)નાં અમદાવાદ યુનિટ દ્વારા તા.7 અને 8 જાન્યુઆરીનાં રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ફેમિલી ફિઝિશિયન્સની બે દિવસની નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંગે માહિતી આપતાં કોન્ફરન્સનાં ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ડો.પ્રજ્ઞેશ વછરાજાનીએ જણાવ્યું હતું કે સમાજ માટે સ્વાસ્થ્ય સેવાનાં સંદર્ભમાં ફેમિલી ફિઝિશિયન આધાર સ્તંભ છે. કોવિડના સમયગાળાએ તે પૂરવાર કર્યું છે કે પ્રાયમરી કેર માટે સમાજમાં ફેમિલી ફિઝિશિયન કેટલા મહત્વના છે. દરેક દેશમાં અસાધારણ પ્રાયમરી કેરની આવશ્યકતા હોય છે.

800થી પણ વધુ ડેલિગેટસે ભાગ લીધો

તેમણે વધુમાં જણાવ્યું હતું કે બે દિવસની આ નેશનલ કોન્ફરન્સમાં 800થી પણ વધુ ડેલિગેટસ ભાગ લીધો અને 80 થી વધુ નિષ્ણાતો પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ આપ્યો. આ કોન્ફરન્સમાં નેશનલ ફેમિલી ફિઝિશિયન ડાયલોગ-પેનલ ડિસ્કશન યોજાઈ હતી. જેમાં માધ્યમો, જાહેરસેવા, સરકાર, મેડિકલ કાઉન્સિલ અને દેશનાં ટોચના ફેમિલી ફિઝિશિયન્સ આ ચર્ચામાં ભાગ લીધો અને ફેમિલી ફિઝિશિયન્સને જોવા મળતાં પડકારો અને તેના નિરાકરણ અંગે ચર્ચા કરી.

ડો.વછરાજાનીએ વધુમાં જણાવ્યું હતું કે નેશનલ ફેમિલી ફિઝિશિયન ડાયલોગમાં કાર્ડિયોલોજી, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, કેન્સર, ઓર્થોપેડિક્સ વગેરેની પણ ચર્ચા કરી. તા, 7 જાન્યુઆરીનાં રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનનાં સહયોગમાં લાઈફ સ્ટાઈલ ડિસીઝ પ્રિવેન્શન કાર્યક્રમ પણ યોજાયો હતો.

Uttrayan 2023: Good News For Kite Lovers Know What Predict By Imd

Uttrayan 2023: મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના પર્વને હવે થોડા દિવસો બાકી છે.  આ દરમિયાન હવામાન વિભાગે પતંગ રસિયાઓને મોજ પડી જાય તેવી આગાહી કરી છે. હવામાન વિભાગ મુડબ ઉત્તરાયણ પર સારો પવન રહેશે. હાલ રાજયમાં ઠંડીનું જોર યથાવત રહેશે. ત્રણ દિવસ બાદ ઠંડીમાં વધારો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ધૂમ્મસમય વાતાવરણ રહેશે.

મકરસંક્રાંતિનું દાન 14ના બદલે કઈ તારીખે કરવું વધારે શુભ રહેશે ? રાશિ મુજબ કરો દાન

મકરસંક્રાંતિના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. નાના બાળકોથી લઈ વયોવૃદ્ધ લોકો ઉત્સાહથી ઉજવે છે. આ તહેવારને લોકો ઉત્તરાયણ તરીકે ઓળખે છે. ઉત્તરાયણ અને મકર સંક્રાંતિ બંને અલગ ઘટના છે. ઉત્તરાયણ 22મી ડિસેમ્બરની આજુબાજુ થાય છે જ્યારે મકર સંક્રાંતિ એટલે સૂર્યનું મકર રાશિમાં સંક્રમણ જે હાલમાં 14મી જાન્યુઆરીના દિવસે થાય છે.

શું છે મહત્વ

live reels News Reels

વર્ષો પહેલા આ ખગોળીય ઘટના એક જ દિવસે થતી હતી. લગભગ દર 72 વર્ષે આમાં એક દિવસનો ફેરફાર થાય છે.  જેથી આજે આપણે 14મી જાન્યુઆરીની આસપાસ મકરસંક્રાંતિ થાય છે . ઉત્તરાયણ એટલે પરમ દક્ષિણમાંથી સૂર્યનું ઉત્તર તરફનું અયન.  ઉત્તરાયણ પછીની પેહલી સૂર્ય સંક્રાંતિ હોય છે એટલે પણ એનું વિશેષ મહત્વ છે.

દિવસ લાંબો અને રાત ટૂંકી થતી જાય છે

સૂર્ય છ મહિના દક્ષિણ  ગોળાર્ધમાં અને છ મહિના ઉત્તર ગોળાર્ધમાં રહે છે.  ઉતારાયણમાં સૂર્ય હોવાથી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય ના કિરણો ખૂબ જ ઉર્જાવાન હોય છે. ભારત દેશ ઉત્તર ગોળાર્ધ માં આવેલો છે. તે દિવસથી દિવસ લાંબો અને રાત ટૂંકી થતી જાય છે. અંધકારથી ઉજાસ તરફનો આ એક શુભ અવસર છે. 

સૂર્ય જે દક્ષિણાયનમાં હોય છે. 6 મહિના દેવોની  રાત્રિ અને ઉત્તરાયણથી છ મહિના દેવોનો દિવસ હોય છે. તેથી આ દિવસોમાં દેવો જાગૃત અવસ્થામાં હોવાથી આ સમય પર દાનનું મહત્વ વધી જાય છે .

મકરસંક્રાંતિનું દાન કઈ તારીખે કરવું વધારે શુભ રહેશે

એક માન્યતા એ  પણ છે કે ઉત્તરાયણ પછી સૂર્ય દેવ શનિની રાશિ, શનિનું  ઘર મકર રાશિને ત્યાં જાય છે. પિતા એના પુત્રના ઘેર જાય છે. તેથી જ આ દિવસનું મહત્વ વધી જાય છે. સૂર્ય વર્ષ 2023માં  14મી જાન્યુઆરીના રોજ રાત્રે  8 વાગ્યે અને 46 મિનિટ પર પ્રવેશ કરશે. એટલે મકર સંક્રાંતિ નિમિત્તનું દાન 15 મી જાન્યુઆરી પર કરવું વધારે શુભ રેહશે .

તલ , ગોળ , ઘી, શિંગનું, ગરમ વસ્ત્રનું દાન થાય છે. તેનું  વૈજ્ઞાનિક  દ્રષ્ટિકોણથી પણ મહત્વ છે.  આ સમયે શિયાળાની ઋતુ ચાલતી હોય છે તો આ સમય ગરમ, ઉર્જા આપે તેવા પદાર્થનું સેવન અને તેનો ઉપયોગ કરવાથી શરીરમાં ગરમી અને ઉર્જા જળવાય રહે છે. આરોગ્યની દ્રષ્ટિએ લાભદાયી છે .

Rajkot: 2 લાખથી લઈને 10 લાખ સુધીના ડોગ, એકથી એક કડિયાતા, પહેલી નજરે જ ગમી જશે!

આ ડોગ-શોમાં વિવિધ પ્રજાતીના શ્વાનોમાં ગ્રટડેન, ડોબરમેન ગોલ્ડન રીટીવર, સ્ટિંસુ, લાસા, પોમેરેનીયન, જર્મન શેફર્ડ, લેબ્રાડોર, ગ્રટડેન, ડોબરમેન ગોલ્ડન રીટીવર, સ્ટિંસુ, લાસા, પીટબુલ, ડાલમેશીયન, ચાઉ-ચાઉ, મેસ્ટી, શેનબનાર્ડ જેવા લાખોની કિંમતના વિદેશી બ્રિડોના શ્વાન જોવા મળ્યા હતાં.

Pravasi Bharatiya Divas 2023 NRI Day Significance History Theme Venue Details PM Mod

Pravasi Bharatiya Divas 2023: પ્રવાસી ભારતીય દિવસ 2023ને સંબોધતા વડાપ્રધાને પરદેશમાં રહેતા ભારતીયોને, વિદેશની ધરતી પર ભારતના રાજદૂત ગણાવ્યા હતા. પીએમએ કહ્યું કે ઈન્દોર માત્ર શહેર નથી તે એક જમાનો છે.

Pravasi Bhartiya Divas Convention: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્દોરમાં ચાલી રહેલા 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2023માં પોતાની હાજરી આપી હતી. કોન્ફરન્સમાં પહોંચેલા વિશ્વભરના ભારતીયોને સંબોધતા વડાપ્રધાને તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને વિદેશમાં રહેતા ભારતીયોને તે દેશોમાં ભારતના રાજદૂત ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે તમામ પરપ્રાંતીયો પોતાની માટીને નમન કરવા આવ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે, લોકો માટે ઈન્દોર એક શહેર છે,  પરંતુ હું કહું છું કે ઈન્દોર એક સમયગાળો છે, જે પોતાની ધરોહર રાખે છે. કેટલાક લોકો ઇન્દોરને સ્વચ્છતાની સાથે સ્વાદની રાજધાની પણ કહે છે.

PM એ કહ્યું કે લગભગ 4 વર્ષ પછી પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ફરીથી તેના મૂળ સ્વરૂપમાં યોજાઈ રહ્યું છે. દેશનું હૃદય કહેવાતા મધ્યપ્રદેશની ધરતી પર આ સંમેલન યોજાઈ રહ્યું છે.

live reels News Reels

પ્રવાસી દીવસને ગણાવ્યો ખાસ: 

તેમણે વધુમાં કહ્યું કે આ પ્રવાસી ભારતીય દિવસ ઘણી રીતે વિશેષ છે. થોડા મહિના પહેલા જ આપણે ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી છે. અહીં સ્વતંત્રતા સંગ્રામની પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ અમૃતકાળમાં પ્રવેશી ચૂક્યો છે. ભારતનું વૈશ્વિક વિઝન વધુ મજબૂત બનશે.

વિશ્વના ઘણા બધા દેશોમાં જ્યારે ભારતના લોકોમાં એક સામાન્ય પરિબળ છે, તેઓમાં વસુધૈવ કુટુંબકમની ભાવના દેખાય છે. જ્યારે ભારતના વિવિધ પ્રાંતો અને પ્રદેશોના લોકો વિશ્વના કોઈ એક દેશમાં મળે છે ત્યારે એક ભારત, શ્રેષ્ઠ ભારતની સુખદ અનુભૂતિ થાય છે.

G20 વિશે ઉલ્લેખ કર્યો:

પીએમ મોદીએ જી-20માં ભારતની ઉપલબ્ધિનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આ વર્ષે ભારત વિશ્વના G20 જૂથની અધ્યક્ષતા પણ કરી રહ્યું છે. ભારત આ જવાબદારીને એક મોટી તક તરીકે જોઈ રહ્યું છે. આ આપણા માટે વિશ્વને ભારત વિશે જણાવવાની તક છે.

પીએમએ કહ્યું કે આખી દુનિયા આપણા વિદેશી ભારતીયોના યોગદાનનું મૂલ્યાંકન કરે છે. તેના દ્વારા મજબૂત અને સક્ષમ ભારતનો અવાજ પણ સંભળાય છે.

 

 

AHMEDABAD Trafficking for children due to immoral relationships, 3 people arrested

અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચ અને હ્યુમન ટ્રફિકિંગ દ્વારા એક મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, 3 આરોપીઓમાંથી 2 આરોપીઓ ગુજરાત બહારના અને એક આરોપી ગુજરાતનો હોવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદમાંથી માનવ તસ્કરી કરતા દંપતીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

અનૈતિક સંબંધોના કારણે થયેલા બાળકોના નિકાલ માટે તસ્કરી

મળતી માહિતી પ્રમાણે, આ રેકેટનું એપી સેન્ટર બનાસકાંઠા અને સાબરકાંઠા હોવાનું સામે આવી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, તે વિસ્તારમાં લગ્ન પેહલા જે અનૈતિક સંબંધોના કારણે બાળકો થાય તેના નિકાલ માટે આ તસ્કરીની વાત સામે આવી રહી છે. મહત્વનું છે કે, લગ્નમાં તકલીફ ના પડે તેને લઈને બાળકોનું નિકાલ કરવામાં આવતું હતું. હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે, આ ગેંગ કેટલા સમયથી સક્રિય છે અને આ ગેંગમાં કેટલા લોકો સામેલ છે તથા કેટલા રાજ્યોમાં આ લોકો આ રીતે બાળકોની તસ્કરી કરતા હતા? જોકે, વાત કરીએ તો બાળકને દત્તક લેવા મટે અનેક નિયમો છે.

આ પણ વાંચો: સુરતમાં શિકારી શ્વાનનો આતંક: નાની બાળકીને ગાલ પર બચકું ભરી રસ્તા પર ઢસડી

1 માસનું બાળક ઈડરથી લઈને હૈદરાબાદ વેચવાના હતા

અમદાવાદમાંથી માનવ તસ્કરી કરતા દંપતીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોનિકા અને બિપિનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ 1 માસનું બાળક ઈડરથી લઈને હૈદરાબાદ વેચવાના હતા. હૈદરાબાદની ઉમા નામની એજન્ટને બાળક પહોંચાડવાનું હતું. 2.10 લાખમાં બાળક વેચાય તે પહેલા એજન્ટો ઝડપાયા છે. જ્યારે ઈડરથી બાળક આપનાર રેસ્મા રાઠોડ નામનો યુવક હજુ ફરાર છે. કાલુપુરમાં ચોરાયેલા બાળકની તપાસમાં વધુ એક માનવ તસ્કરીનો ખુલાસો થયો છે. આ મામલે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ફરિયાદ નોંધાવી છે. આ મામલે ઇન્ટ્રોગેટીવ યુનિટ ચાઈલ્ડ એન્ડ વિમેન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Azhar Patangwala

First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

Surat: Dog Bites Girl On Chick Incedent Capture In CCTV

 Surat: સુરતના ફૂલપાડા અશ્વિનીકુમાર વિસ્તારની હંસ સોસાયટીમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો. હંસ સોસાયટીમાં રખડતા શ્વાને એક નાની બાળકી પર હુમલો કર્યો હતો. શ્વાને બાળકીને ગાલના ભાગે શ્વાને બચકુ ભરી લીધું હતું. શ્વાનના આતંકની આ ઘટના ત્યાં નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. શ્વાનના હુમલાની ઘટના બનતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો.

સ્થાનિકોએ તાત્કાલિક આતંક મચાવનારા શ્વાનને પકડવા મનપાને રજૂઆત કરી હતી. મહાપાલિકાની ટીમે શ્વાન અન્ય કોઈ પર હુમલો કરે તે પહેલા જ તેને ઝડપી લીધો હતો. જેને લઈ આ વિસ્તારના લોકો દ્વારા અધિકારી અને તેમની ટીમનો આભાર માન્યો હતો.

સ્પાની આડમાં ચાલતું હતું કૂટણખાનું, પોલીસને જોતા જ રૂપલલનાઓ….

live reels News Reels

સુરતમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયો છે. વરાછા પોલીસે સ્પામાં ચાલતાં કુટણખાના પર દરોડા પાડ્યા હતા. બોમ્બે માર્કેટ પાસે આવેલી તાપ્તિ ગંગા માર્કેટમાં સ્પાના નામે ગોરખધંધા થતા હોવાની મળેલી બાતમી બાદ પોલીસે રેઇડ કરી હતી. જેમાં દેહ વ્યાપાર સાથે સંકળાયેલી 5 લલનાઓ પકડાઈ હતી. આ ઉપરાંત 10 જેટલા ગ્રાહકો અને એક સંચાલકની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ટ્રાફિક ઇમોરલ એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આરોપી પાસેથી રોકડા રૂપિયા 17650 અને 12 જેટલા મોબાઈલ કબ્જે કરવામાં આવ્યા હતા.

15 દિવસ પહેલા પણ સુરતમાંથી ઝડપાયું હતું કૂટણખાનું

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની એન્ટી હ્યુમન્સ સ્કોડ દ્વારા સગરામપુરા હીરા મોદીની શેરીમાં સ્પાની આડમાં ચાલી રહેલા કુટણખાના પર 22 ડિસેમ્બર,2022 ના રોજ રેડની કામગીરી કરી હતી.  રેડમાં પોલીસે એક મહિલા મેનેજર અને 7 ગ્રાહકો મળી કુલ 8 શખ્સોની અટકાયત કરી હતી. પોલીસ તપાસના સામે આવ્યું હતું કે જયેશભાઈ ચૌહાણ દ્વારા હીરા મોદીની શેરીમાં બે દુકાનોની ભાડે આપવામાં આવી હતી. જેમાં દુકાન ભાડે રાખનાર બંને શખ્સો દ્વારા સ્પાની આડમાં કુટણખાનું શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય મૂળની મહિલાઓ દ્વારા સ્પાની આડમાં દેહ વ્યાપાર કરવામાં આવતો હતો. જ્યારે કમિશન એજન્ટ દ્વારા ગ્રાહકોને અહીં લાવવામાં આવતા હતા. પકડાયેલી મહિલા મેનેજર સહિત કુલ આઠની સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

Ahmedabad: SG હાઈવે પર કારમાં લાગી ભીષણ આગ, સદનસીબે ટળી જાનહાની

Ahmedabad: SG હાઈવે પર કારમાં લાગી ભીષણ આગ, સદનસીબે ટળી જાનહાની 

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવમાં થયો વધારો, જાણો પ્રતિ મણ કેટલા મળી રહ્યા છે ભાવ?

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવમાં થયો વધારો, જાણો પ્રતિ મણ કેટલા મળી રહ્યા છે ભાવ?