Monday, January 9, 2023

Kanjhawala Girl Dragged Case : Police Claim 6 New CCTV Footage Recovered

Delhi Girl Dragged Case: કાંઝાવાલા કેસમાં આજે તમામ 6 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તમામ આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતાં. કોર્ટે દિલ્હી પોલીસનો બરાબરનો ઉધડો લીધો હતો. સાથે જ આરોપીઓ અકસ્માત બાદ ઘટેલી ઘટનાનો પણ ખુલાસો થયો હતો. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે તેને આ કેસ સાથે સંબંધિત 6 નવા CCTV ફૂટેજ મળ્યા છે.

પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે, “સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે, અકસ્માત બાદ કાર થોડા અંતરે ઉભી રહે છે અને 2 લોકો તેમાંથી નીચે ઉતરે છે. તેઓ કારની નીચે જુએ છે અને પછી કારમાં બેસી જાય છે. આરોપીએ કાર ચલાવી હતી. 

‘2 લોકોએ કારમાંથી નીચે ઉતરીને જોયું’

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓને અકસ્માતના 200-300 મીટરની અંદર કારમાં અંજલિ ફસાયેલી હોવાનું જાણવા મળ્યું હતું. તેમ છતાંયે તેઓ અંજલિને 12 કિમીથી વધુ સુધી ઢસડી ગયા હતા. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે, કારમાંથી નીચે ઉતર્યા બાદ જે બે લોકોને જોયા હતા તેમની પણ ઓળખ થઈ ગઈ છે. જોકે પોલીસે કોર્ટમાં બંનેના નામ જાહેર કર્યા નહોતા. જ્યારે ન્યાયાધીશે તેમના નામ પૂછ્યા તો પોલીસે કહ્યું હતું કે, “અમે તેમને ઓળખી લીધા છે પરંતુ ખુલ્લેઆમ તેમના નામ જણાવવા એ યોગ્ય નથી.”

live reels News Reels

‘બધા સીસીટીવી ફૂટેજ કેમ ના જપ્તે કર્યા?’

પોલીસે કોર્ટને કહ્યું હતું કે, તેને સામસામે બેસીને પૂછપરછ કરવામાં આવી. તેની પૂછપરછ દરમિયાન અન્ય એક સાક્ષી સામે આવ્યો. આ સાક્ષીએ તેને ઘટનાના 100 મીટર પહેલા જોયો હતો. જેને લઈ કોર્ટે કહ્યું હતું કે, તેની ટીપ થવાની હજુ બાકી છે, તેથી તેની ઓળખ ગુપ્ત રાખવામાં આવે. જેને લઈને કોર્ટે પોલીસનો ઉધડો લેતા પૂછ્યું હતું કે, આ કેસમાં અત્યાર સુધીમાં કેટલા સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે? જેનો જવાબ આપતાર પોલીસે કહ્યું હતું કે, 14. તો કોર્ટે વેધક સવાલ કર્યો હતો કે, તો પછી એક જ વારમાં તમામ સીસીટીવી ફૂટેજ કેમ જપ્ત કરવામાં નથી આવ્યા?

કોર્ટે પૂછ્યું- સમગ્ર રૂટ પર કેટલા સીસીટીવી છે?

કોર્ટે કહ્યું કે, “આખરે એક જ વારમાં તમામ સીસીટીવી ફૂટેજ કેમ ઉપલબ્ધ નથી? આટલા દિવસો પછી પણ સીસીટીવી ફૂટેજ આવી રહ્યા છે, તે એક જ વારમાં કેમ પ્રાપ્ત ન થઈ શક્યું?” કોર્ટે પૂછ્યું, “સમગ્ર રૂટ પર કેટલા સરકારી સીસીટીવી કેમેરા હતા? શું તમામના ફૂટેજ લેવામાં આવ્યા હતા?” કોર્ટે આ કેસમાં દીપક નામના આરોપીની ભૂમિકા અંગે પોલીસનો જવાબ પણ માંગ્યો હતો. કોર્ટે પૂછ્યું કે, દીપકની ભૂમિકા શું છે?

આશુતોષના વકીલે જામીન માંગ્યા

આશુતોષના વકીલે કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. તેણે કહ્યું હતું કે, મારો વાંક એટલો જ છે કે મેં પોલીસને જાણ કર્યા વિના કાર પાર્ક કરી. બીજી તરફ પોલીસે જામીનનો વિરોધ કર્યો હતો. પોલીસે કહ્યું હતું કે, તેની ભૂમિકાની તપાસ હજી ચાલુ છે. જો જરૂર પડશે તો આગામી થોડા દિવસોમાં તેને ફરીથી કસ્ટડીમાં લેવામાં આવી શકે છે. પોલીસે તમામ આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાની માંગ કરી હતી. જેના મંજુર કરતા કોર્ટે તમામને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતાં.

 

ખેતરો પર નમેલા વીજતારને DGVCLએ સીધા કર્યા નહીં, અનિચ્છનીય ઘટના બની તો જવાબદાર કોણ?

તાપીઃ જિલ્લામાં DGVCLની ગંભીર બેદરકારી આવી રહી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં લટકતાં વીજ તાર પ્રજા માટે જોખમી બનવા પામ્યાં છે. વ્યારાના સરૈયા ગામે એક નહીં પણ બે-બે જગ્યાએ જીવંત વીજતાર લટકી રહ્યાં છે અને તેમાંથી વીજ પ્રવાહ પણ ચાલુ જ હોય આસપાસથી પસાર થતાં લોકો માટે જીવનું જોખમ ઉભું થયું છે. ખંભાતના લૂણેજ ગામે ગતરોજ વીજ કંપનીની બેદરકારીથી એક કિશોરનું મોત નીપજ્યું હતું. ત્યારે તાપી જિલ્લામાં આવી કોઈ બેદરકારીથી કોઈ મોતના મુખમાં ન ધકેલાઈ તે માટે DGVCL દ્વારા તાપી જિલ્લામાં વીજ કંપનીની બેદરકારીથી પ્રજા પર તોળાઈ રહેલા જીવના જોખમને દૂર કરવું રહ્યું.

તંત્ર દ્વારા કોઈપણ કાર્યવાહી નહીં

મળતી માહિતી પ્રમાણે, વ્યારાના સરૈયા ગામે બંધારપાડા જતાં રોડ ઉપર ઘર વપરાશ માટે પસાર થતી વીજ લાઈન તો ખેતરને અડી જવામાં માત્ર એક ફૂટ પણ બાકી નથી. છેલ્લાં પંદરેક દિવસ પહેલાં આ જીવંત વીજતાર જમીન પર ઢળી પડ્યો છે. જે અહીં રહેતા એક આદિવાસી પરિવારના કાચા મકાનનાં નાળિયા સાથે પણ અડી ગયો છે. તેમજ સાગના ઝાડ પરથી આ વીજ તાર પસાર થતો હોવાથી એક માત્ર વાંસના ટેકાના સહારે વીજ લાઈન ટકી રહી છે. જો ઝડપથી આ ઢળી પડેલી વીજ લાઈનને સીધી કરવામાં નહીં આવે તો કોઈ અનિચ્છનીય બનાવ બને તો નવાઈ નહીં!

વીજલાઇન સીધી કરવાની તસ્દી લેવાઈ નથી

તો બીજી તરફ, વ્યારાના સરૈયા ગામે રહેતા નંદુભાઈ ગામીતના ખેતરમાં જતી વીજ લાઈન પણ છેલ્લા દોઢ વર્ષથી ખેતરમાં નીચે નમી રહી છે. જેને લઇને ખેતરમાં ટ્રેક્ટરને ખેડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ ખેડૂતને માથે સતત અકસ્માતનો ભય છે. ખેડૂત દ્વારા અનેક વખત આ નમી પડેલી વીજ લાઇન સીધી કરવા રજૂઆત કરી હોવા છતાં આજદિન સુધી વીજ તંત્ર નમી પડેલી વીજ લાઈનને સીધી કરવામાં કોઈ જ તસ્દી લેવાઈ નથી. ત્યારે ખેડૂતોના માથે તોળાઈ રહેલા જોખમને દૂર કરવાની માગ ઊઠી છે.

આ પણ વાંચોઃ GCMMFના ચેરમેન આર.એસ. સોઢીની અમૂલના MD પદેથી હકાલપટ્ટી

ખેતરોમાં ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય

તાપી જિલ્લામાં ખાસ કરીને દરેક તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ કંપની દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગના ટ્રાન્સફોર્મરની ફરતે કોઈ જ પ્રકારની સુરક્ષાવાડ પણ જોવા મળતી નથી. તેમજ ખેતરોમાં મૂકાયેલી ડીપી પર તો ઝાડી-ઝાખરાંનું સામ્રાજ્ય જોવા મળે છ. જેને દૂર કરવામાં પણ તંત્ર આળસ કરી રહ્યું હોવાથી ખેતરોમાં કામ કરતા ખેડૂતોને માથે હંમેશા જીવનું જોખમ રહે છે.

Published by:Vivek Chudasma

First published:

Tags: Electric ઇલેક્ટ્રિક, Tapi

Gandhinagar: પરીક્ષાની તૈયારી કરતા યુવકે સરકારી નોકરીની લાલચમાં લાખો રુપિયા ગુમાવ્યા

Gandhinagar: પરીક્ષાની તૈયારી કરતા યુવકે સરકારી નોકરીની લાલચમાં લાખો રુપિયા ગુમાવ્યા

અમદાવાદઃ બાપુનગરમાં નજીવી બાબતે વિવાદ થતા એક વ્યક્તિની છરીના ઘા ઝીંકી હત્યા

અમદાવાદઃ શહેરના બાપુનગર વિસ્તારમાં નજીવી બાબતમાં એક વ્યક્તિને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો છે. આરોપી ચાલતા ચાલતા વિજય ઠાકોર નામના વ્યક્તિને અથડાયો હતો. જેથી વિજયે તેને જોઇને ચાલવાનું કહેતા જ તે ઉશ્કેરાઇ ગયો હતો અને બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. જેથી વિજયે ગાળો બોલવાની ના પાડતાં જ આરોપી રાહુલે ‘હું ચંદુલાલની ચાલીનો માથાભારે ડોન રાહુલ ઉર્ફે ચડ્ડી..મારા બાપનું નામ રમેશભાઇ છે.’ તેમ કહીને બોલાચાલી ઝઘડો કરીને છરીના ઘા મારી દીધા હતાં. જેમાં વિજય ઠાકોરને ગંભીર ઇજા પહોચતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બાપુનગરમાં બની ઘટના

મળતી માહિતી પ્રમાણે, પ્રેમ દરવાજા વિસ્તારમાં રહેતા ભીખાભાઇ ઠાકોરે બાપુનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, ગઇકાલે સાંજના સમયે તેઓ ઘરેથી બાપુનગર ભીડભંજનમાં આવેલા ગંગાનગરમાં તેમના સસરાના ઘરે ગયા હતાં. જો કે. તેમના સાઢુના દીકરાના ઘરે પુત્રનો જન્મ થયો હોવાથી તેમના સાળા વિજય ઠાકોર સાથે બાપુનગર ચંદુલાલની ચાલીમાં થઇને ખાડાવાળી ચાલીમાં જઇ રહ્યા હતાં. સાંજના સાડા સાતેક વાગ્યાની આસપાસ તેઓ ચંદુલાલની ચાલીમાં ખુલ્લા મેદાનમાં ચાલતા ચાલતા જઇ રહ્યા હતાં. ત્યારે અચાનક જ એક અજાણ્યો વ્યક્તિ આવીને વિજય ઠાકોરને અથડાયો હતો.

ધડાધડ છરીના ઘા ઝીંકતા મોત

આ દરમિયાન વિજય ઠાકોરે તેને જોઇને ચાલવાનું કહેતા જ તે ઉશ્કેરાઇ ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે, ‘હું ચંદુલાલની ચાલીનો માથાભારે ડોન રાહુલ ઉર્ફે ચડ્ડી… મારા બાપનું નામ રમેશભાઇ છે. તારે જે થાય એ કરી લેવાનું મને કાંઇ કહેવાનું નહીં.’ એમ કહીને બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યો હતો. વિજય ઠાકોરે તેને ગાળો બોલવાની ના પાડતાં જ આરોપી ઉશ્કેરાઇ ગયો હતો અને તમે બંને આ ચાલીમાં પહેલી વખત જોવા મળ્યા છો, તમને આ રાહુલ ચડીના કારનામાની ખબર નથી. તેમ કહીને છરી કાઢી વિજય ઠાકોરને છરીના ઘા મારી દીધા હતાં. જેમાં ગંભીર રીતે ઇજા પહોંચતા વિજય ઠાકોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ મામલે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જો કે, બીજી તરફ ઘટનાની જાણ થતાં જે મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ ઉમટી પડ્યાં હતાં.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vivek Chudasma

First published:

Tags: Ahmedabad crime news, Ahmedabad news, Ahmedabad police

A Man Tried To Commit Suicide By Drinking Poison In Banaskantha

Banaskantha: સમગ્ર રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. ગૃહ વિભાગ અને પોલીસ હવે વ્યાજખોરો સામે કડકાઈ કરી રહી છે છતાં પણ વ્યાજખોરોનો ત્રાસ ઓછો થતો નથી. પાલનપુરના કુંભાસણ ગામના કારીયાણાના વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાની કોશિશ કરતાં તેમને ગંભીર હાલતમાં સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જેને લઈને તેનો પરિવાર ચિંતિત બન્યો છે અને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યો છે.

પાલનપુરના કુંભાસણ ગામમાં રહેતા અને કરીયાણાની દુકાન ચલાવતા શંકરજી ઠાકોરે પોતાની દીકરીના લગ્ન માટે ચંડીસર ગામના વ્યાજખોર પોપટજી ઠાકોર પાસેથી 30 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. જેના બદલામાં વ્યાજખોર પોપટજી ઠાકોરે પીડિત પાસેથી કોરા ચેક પર સહી કરાવીને લીધા હતા અને જ્યાર સુધી પૈસા ચૂકતે ન થાય ત્યાર સુધી દર મહીને 1500 રૂપિયા વ્યાજ આપવાનું કહ્યું હતું. જેને લઈને શંકરજીએ 1500 રૂપિયાના 9 હપ્તાનું વ્યાજ પોપટજી ઠાકોરને ચૂક્વ્યુ હતું. છતાં પણ વ્યાજખોરનો ત્રાસ સતત વધતો જતો હતો અને આખરે પીડિતે આપેલા કોરા ચેકમાં વ્યાજખોરે 50 હજારની રકમ ભરીને ચેક બાઉન્સ કરાવીને કોર્ટમાં કેસ કરી દીધો હતો.

 જે બાદ કોર્ટમાં 7 ડિસેમ્બરના મુદત હોઈ પીડિત શંકરજી ઠાકોરે 20 હજાર રૂપિયા વ્યાજખોરને આપ્યા હતા અને તે બાદ બીજા પૈસા આપવા વ્યાજખોર સતત દબાણ કરતો હતો અને શંકરજીની દુકાને તેમજ તેમના ઘરે જઈને ધમકીઓ આપતો હતો અને ત્રાસ ગુજારતો. જેથી પીડિત શંકરજી સતત માનસિક ટેન્શનમાં રહેતા અને અને કોર્ટમાં 7 જાન્યુઆરીએ મુદત હોઈ અને પૈસાની સગવડ ન થતાં તેમજ વ્યાજખોરોની ધમકીઓના કારણે તેમણે ઉધઈ મારવાની દવા પી લેતા તેમની હાલત લથડતાં તેમના પરિવારજનો દ્વારા તેમને સારવાર માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલમાં ડોકટરોએ તેમને બચાવી લીધા છે અને તેમની હાલત સ્થિર છે. જોકે વ્યાજખોરના કારણે પીડિતનો પરિવાર માનસિક દબાણ અને ડરમાં છે. જેને લઈને પીડિત પરિવાર વ્યાજખોરને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. ગઢ પોલીસે આરોપી પોપટજી ઠાકોર સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં યુવકે 20 હજારના 4.30 લાખ પરત કર્યા

રાજકોટ:

live reels News Reels

  શહેર પોલીસે વધુ એક વ્યાજખોરીનો ગુનો નોંધ્યો છે, જંક્શન પ્લોટ વિસ્તારમાં રહેતા યુવકે હોસ્પિટલના ખર્ચને પહોંચી વળવા કટકે કટકે 20 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સામે 4.30 લાખ રુપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરે તારે કિડની વેચીને પણ વધુ પૈસા આપવા પડશે નહિતર ઉપાડી જઇશ તેવી ધમકી આપી હતી. એટલું જ નહિ વ્યાજખોરનો હવાલો લઇ અન્ય બે વ્યક્તિએ પણ ધમકી આપવાની શરૂ કરી હતી.

મળતી માહિતી મુજબ , જંક્શન પ્લોટના લોહાણાચાલ વિસ્તારમાં રહેતા અને નોકરી કરતાં રાજ અરવિંદ કારિયાએ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે માધાપર ચોકડી નજીકના ગોલ્ડન પોર્ટિકોટ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રશાંત સુભાષ પૂજારા, જામનગર રોડ રેલવે કોલોનીમાં રહેતા મિતેષ કિશોર કડીવાર અને નૈમિષ મહેન્દ્ર દવેના નામ આપ્યા હતા. રાજ કારિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 2 નવેમ્બર 2021થી 13 જુલાઇ 2022 સુધીમાં તેને અને તેની માતાને કોરોના થતા હોસ્પિટલના ખર્ચ અને અન્ય ખર્ચ માટે પ્રશાંત પૂજારા પાસેથી 20,000 રુપિયા વ્યાજે લીધા હતા અને તેને નિયમિત વ્યાજ પણ ચૂકવતો હતો. કુલ 2 લાખ 30 હજાર વ્યાજ ચૂકવવાનું થતું હતું.

રાજની માતાએ પણ તે જ્યાં કામ કરે છે ત્યાંથી ઉપાડ લઇને વ્યાજખોરના નાણાં ચૂકવ્યા હતા, અત્યાર સુધીમાં 4,30,500 ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરે વધુ 1.70 લાખની ઉઘરાણી શરૂ કરી હતી અને ધમકી આપી હતી કે, કિડની વેચીને પણ પૈસા તો આપવા જ પડશે નહિતર તને ઉપાડી જઇને ટાટિયા ભાંગી નાખીશ. ત્યારબાદ મિતેષ કડીવાર અને નૈમિષ દવેએ વ્યાજખોર પ્રશાંત પૂજારાનો હવાલો લઇને રાજ પાસેથી ઉઘરાણી શરૂ કરી હતી અને અપહરણ કરી જવાની ધમકી આપતા હતા. પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. વ્યાજખોરો 15 થી 20 ટકા વ્યાજ લગાવતા હતા અને દરરોજની 5 હજાર સુધીની પેનલ્ટી લગાવતા હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું.

Gautam Sanghania's 1934 Packard 1107 Coupe Roadster won the Best of Show trophy.vnd – News18 Gujarati

Nidhi Dave, Vadodara: નૃત્ય, કળા, સંસ્કૃતિ અને શ્રેણી પુરસ્કારોની સાથે એક ભવ્ય ઉત્સવ, પોતાની ચરમ પર પહોંચવાની સાથે સમાપ્ત થયો. વિન્ટેજ કારોની ઉપસ્થિતિ અને ભારત તેમજ વિદેશથી એક બહુ વ્યાપક જ્યુરી પેનલે આ કાર્યક્રમને ભારતની સૌથી પ્રતિષ્ઠિત વિન્ટેજ કાર ઉત્સવ બનાવી દીધો. 21 ગન સેલ્યૂટ કોનકોર્સ ડી’ એલિગંસની 10મી આવૃત્તિમાં સૌથી દુર્લભ અને સૌથી સુંદર વિન્ટેજ કારો વચ્ચે એક જબરજસ્ત લડાઇ બાદ 1934 પેકોર્ડ 1107 કૂપે રોડસ્ટરે બેસ્ટ ઑફ શો જીત્યો.

બીજો અને ત્રીજો ક્રમ કોને વિજેતા બન્યા

સુંદર, શાનદાર અને આશ્ચર્યજનક વેન્ટેજ બ્યૂટીઝે વડોદરાવાસીઓનું ધ્યાન આકર્ષિત કર્યું અને જ્યૂરીનું પણ હૃદય જીતી લીધુ. ગૌતમ સિંઘાનિયા, સીએમડી, મેન્ડ ગ્રુપે આ વિન્ટેજ બ્યૂટીના ગૌરવ શાળી માલિક તરીકે હંમેશા પોતાથી આ કારથી લઇ ઉત્સાહથી ભરપુર રહ્યાં છે અને કાર માટે તેમનો પ્રેમ સમયની સાથે વધતો જ ગયો છે,

પરંતુ તેઓ વિશે, રૂપથી તેની સુંદરતાના દિવાની છે. ત્યારબાદ 2જો સ્થાન યૌહાન પૂનાવાલાની 1949 રોલ્સ-રોયસ સિલ્વર રેથ યૌહાન પૂનાવાલાએ જીત્યો અને ત્રીજું સ્થાન દિલજીત ટાઇટ્સની 1936 નૈસ એંમ્બેસેડર સીરીઝ 1920 સેડાને પ્રાપ્ત કરી. આ ત્રણેય કારો પોતાની રીતે શાનદાર શાહકાર છે.

તમારા શહેરમાંથી (વડોદરા)

બાઇક કેટેગરીમાં ધ બેસ્ટ ઑફ શોનો એવોર્ડ કોને મળ્યો

બાઇક કેટેગરીમાં ધ બેસ્ટ ઑફ શોનો એવોર્ડ 1958 વેલકોટ વેનમ 500 સિંગલે જીત્યો, જેના માલિક પુણેના રૂબેન સોલોમેન છે. તેમણે જણાવ્યું હતું કે, આટલા બધાં વર્ગો વચ્ચે આ પ્રકારની જોરદાર પ્રતિસ્પર્ધામાં બેસ્ટ કારનો ખિતાબ જીતવો આ પળો સાથે વળગી રહેવાની અને ઉજવણી કરવાની ક્ષણ છે.

એડવર્ડિયન, પ્રી પોસ્ટ વોરની અમેરિકી અને પ્રી વોર યૂરોપીય કારો, એમજી, રોલ્સ-રોયસ, બેંટલે, પ્રિઝર્વેશન, જગુઆર અને ડેમલર જેવી વિભિન્ન નામોને સમ્માનિત જ્યૂરી પેનલ દ્વારા આંકવામાં આવી હતી, જેનું નેતૃત્વ ચીફ જજ ક્રિસ્ટિયન ક્રેમરે કર્યો હતો.

કોના દ્વારા આયોજન કરવામાં આવે છે

21 ગન સેલ્યૂટ કોનકોર્સ ડી’એલિગેન્સની 10મીં આવૃત્તિ એશિયાની સૌથી પ્રતિક્ષીત, પ્રશંસિત અને આંતરરાષ્ટ્રીય સ્તર પુરસ્કૃત મોટરિંગ ઇવેન્ટ છે. તેનું આયોજન 21 ગન સેલ્યૂટ હેરિટેજ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટ દ્વારા પર્યટન મંત્રાલય, ભારત સરકારના સહયોગથી અને અતુલ્ય ભારત અભિયાનને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત પર્યટનના મજબૂત સમર્થન સાથે આયોજિત કરવામાં આવે છે.

દુર્લભ અને શ્રેષ્ઠત્તમ માસ્ટરપીસીસથી અત્યાધિત પ્રભાવિત થયો

ક્રિસ્ટિયન ક્રેમર, ચીફ જજ, કોનકોર્સે જણાવ્યું હતું કે, 21 ગન સેલ્યૂટ કોનકોર્સમાં જ્યૂરી પેનલનું નેતૃત્વ કરવું હંમેશા એક શાનદાર અનુભવ હોય છે અને દર વર્ષે 21 ગન સેલ્યૂટ કોનકોર્સ આઈસીજીએજી જજિંગ અને ચોક્કસ પુનઃસંગ્રહ પર ભાર આપવા સાથે વિશાળ અને શ્રેષ્ઠ હોય છે. હું કોનકોર્સ ઓર્ગેનાઇઝેશન અને ઉપસ્થિતિમાં દુર્લભ અને શ્રેષ્ઠત્તમ માસ્ટરપીસીસથી અત્યાધિત પ્રભાવિત થયો છું.

 

આ આયોજન તમામ માટે યાદગાર રહ્યું

વડોદરાનું સોલ્ટી અને ઠંડી ઋતુની સાથે અદ્વિતીય અને અનેક શાનદાર ઑટોમોબાઇલની સાથે હંમેશા શાનદાર કહાણીનીઓનો મેળ થયો. આ આયોજન તમામ માટે યાદગાર રહ્યું અને આ વર્ષના શોની પસંદગીમાં અને જાણીતી કારો અને બાઇક્સે પણ રજૂ કરવામાં આવી હતી, જે 21 ગન સેલ્યૂટ કોન્કોર્સ એક્સટેંસિવ ગેલેરીમાં પ્રદર્શિત કરવામાં આવી હતી.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Car News, Local 18, Vadodara, Vintage, Winner

Sachin Tendulkar Century Records Still Unbreakable Virat Kohli Steve Smith Joe Root

Sachin Tendulkar’s Century Record: સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 100 સદી ફટકારી છે. આ એક એવો રેકોર્ડ છે, જેને 2019 સુધી તોડવું અશક્ય માનવામાં આવતું હતું. જો કે, તે વર્ષે જ્યારે વિરાટ કોહલીએ તેની 70મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી, ત્યારે ક્રિકેટ નિષ્ણાતોએ સચિનનો મહાન રેકોર્ડ ખતરામાં હોવાનું કહેવાનું શરૂ કર્યું. પરંતુ આ પછી, આગામી ત્રણ વર્ષમાં વિરાટના બેટમાંથી એક પણ સદી ન નીકળી અને સચિનના આ મહાન રેકોર્ડને તોડવાની અટકળોનો પણ અંત આવ્યો.

જો કે, આ પ્રશ્ન ફરી એક વખત ઉભો થઈ રહ્યો છે કારણ કે વિરાટ કોહલી ફરી એકવાર લયમાં આવી ગયો છે. એશિયા કપ 2022 માં, તેણે ત્રણ વર્ષના સદીના દુષ્કાળનો અંત લાવ્યો અને પછી ગયા મહિને બાંગ્લાદેશ સામેની ODIમાં બીજી સદી ફટકારી, જે દર્શાવે છે કે તેની પાસે હજુ પણ સચિનના સદીના રેકોર્ડને તોડવાની શક્તિ છે.

વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં કુલ 72 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાના મામલે તે બીજા સ્થાને છે. તેના પછી સક્રિય ક્રિકેટર ડેવિડ વોર્નર (45), જો રૂટ (44) અને સ્ટીવ સ્મિથનો નંબર આવે છે, જેમના માટે સચિનનો રેકોર્ડ તોડવો અશક્ય છે. વાસ્તવમાં આ તમામ ક્રિકેટરો 33+ વયના છે અને વધુમાં વધુ ત્રણ કે ચાર વર્ષ સુધી ક્રિકેટ રમી શકે છે. સચિનના મહાન રેકોર્ડને તોડવા માટે આ ખેલાડીઓ માટે આ સમય પૂરતો નથી.

શું કોહલી સચિનનો રેકોર્ડ તોડી શકશે?

live reels News Reels

અત્યારે વિરાટ કોહલી એકમાત્ર એવો બેટ્સમેન છે જે સચિનના 100 સદીના રેકોર્ડને તોડી શકે છે, પરંતુ શું વિરાટ આવું કરી શકશે, તો તાજેતરની સ્થિતિને ધ્યાનમાં રાખીને જવાબ ‘ના’ હશે. વિરાટ અત્યારે સચિન કરતા 28 સદી પાછળ છે. તે 34 વર્ષનો છે અને હવે તેની T20 ક્રિકેટ રમવાની શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે. વાસ્તવમાં, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે બીસીસીઆઈ હવે ભવિષ્યની ટી-20 ટીમમાં વિરાટ અને રોહિત જેવા સિનિયર ખેલાડીઓને જોઈ રહી નથી. આવી સ્થિતિમાં વિરાટે ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં વધુ સારું રમીને જ સચિનને ​​હરાવવો પડશે.

એ જ રીતે વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં એટલો સફળ રહ્યો નથી. ટેસ્ટમાં રનના મામલે તે જો રૂટ અને સ્ટીવ સ્મિથથી પાછળ છે અને અન્ય ફેબ-4 ખેલાડી કેન વિલિયમસન પણ તેને પાછળ છોડી દેવાનો છે. વિરાટ અત્યાર સુધી ટેસ્ટમાં માત્ર 27 સદી ફટકારી શક્યો છે. બીજું, ODI ક્રિકેટ આજકાલ ભાગ્યે જ રમાય છે. આ વર્ષે, ODI વર્લ્ડ કપ સુધી, મેચોની સંખ્યા ચોક્કસપણે વધુ થવાની છે, પરંતુ તે પછી ODI મેચોની સંખ્યા ફરીથી ઘટશે. આવી સ્થિતિમાં વિરાટ માટે સચિનનો રેકોર્ડ તોડવો અશક્ય લાગે છે.

વિરાટ કોહલી જ્યારે પોતાની જબરદસ્ત લયમાં હતો ત્યારે તેણે એક વર્ષમાં 11 સદી ફટકારી છે. જો તે ફરીથી તેના રંગમાં પાછો ફરે છે તો સચિનના રેકોર્ડને તોડવાની  આશા રાખી શકાય છે. પરંતુ અત્યારે તો સચિનનો સદીનો રેકોર્ડ સંપૂર્ણપણે સુરક્ષિત જણાય છે. જણાવી દઈએ કે એક વર્ષમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પણ સચિન તેંડુલકરના નામે છે. 1998માં સચિને એક વર્ષમાં 12 સદી ફટકારી હતી.   

cng price hike 1 rupee by adani total gas in gujarat latest rate is 79 34 sb – News18 Gujarati

નવી દિલ્હી: અદાણી ટોટલ ગેસ લિમિટેડે (Adani Total Gas Limited) ગુજરાતમાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં પ્રતિ કિલો રૂપિયા 1નો વધારો કર્યો છે. નવી કિંમતો સોમવાર એટલે કે 9 જાન્યુઆરી, 2023થી અમલમાં આવી છે. ન્યૂઝ એજન્સી PTIને આપેલા ઈન્ટરવ્યુમાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે કહ્યું કે, હવે ગેસની કિંમત 79.34 રૂપિયાથી વધીને 80.34 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ ગુજરાત ગેસે પાઇપ દ્વારા ઘરો સુધી પહોંચતા CNG અને LPG (PNG)ની કિંમતમાં 3.5 રૂપિયાનો વધારો કર્યો હતો. 1 કિલો ગુજરાત ગેસ CNGની કિંમત હવે રૂપિયા 78.52 છે. આ ઉપરાંત, તેના PNGની કિંમત વધીને રૂપિયા 50.43 SCM (સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર) થઈ ગઈ છે.

આ પણ વાંચો: CNGના ભાવમાં વધારો ઝીંકાયોઃ નવો ભાવ ₹80ને પાર થઈ ગયો, રિક્ષાચાલકો નારાજ

શેરમાં તેજી જોવા મળી

આજે અદાણી ટોટલ ગેસના શેરમાં પણ તેજી જોવા મળી હતી. સોમવારે શેરની શરૂઆત સારી રીતે થઈ હતી, પરંતુ બપોર સુધીમાં તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, બજારના છેલ્લા કેટલાક કલાકોમાં અદાણી ટોટલ ગેસના શેરમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો અને 2.07 ટકા અથવા રૂ. 73.60ના વધારા સાથે રૂ. 3629 પર બંધ થયો હતો. આજના કારોબારમાં આ સ્ટોક રૂ.3666ની ​​સપાટીએ પહોંચ્યો હતો.

ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન

તાજેતરમાં અદાણી ટોટલ ગેસને આઠ શહેરોમાં ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન (EV charging station) સ્થાપવાના ઓર્ડર મળ્યા હતા. આ શહેરોમાં દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, અમદાવાદ, ચેન્નાઈ, કોલકાતા, પુણે અને સુરતનો સમાવેશ કરવામાં આવ્યા છે. આ શહેરોમાં EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપવાની સાથે, કંપની ટેસ્ટિંગ, કમિશનિંગ, ઑપરેશન અને મેન્ટેનન્સ પણ હાથ ધરશે. કંપનીએ અમદાવાદમાં તેનું પ્રથમ EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપીને આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. કંપનીનું કહેવું છે કે, તેનો હેતુ દેશમાં 1500 EV ચાર્જિંગ સ્ટેશનનું નેટવર્ક સ્થાપિત કરવાનો છે.

આ પણ વાંચો: Petrol Diesel Price: ક્રૂડ 80 ડૉલરની નીચે પહોંચ્યું, ઘણા શહેરોમાં પેટ્રોલ-ડીઝલ થયું સસ્તું, જુઓ તમારા શહેરના રેટ

અદાણી ટોટલ ગેસ વિશે

આ અદાણી ગ્રુપની કંપની છે. અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી છે, જે વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ છે. અદાણી ગેસની સ્થાપના 2005માં થઈ હતી અને 2021માં તેનું નામ બદલીને અદાણી ટોટલ ગેસ કરવામાં આવ્યું હતું. 2019 માં ઇન્ટરનેશનલ એનર્જી કંપની ટોટલએ અદાણી ગેસમાં 37 ટકા શેર ખરીદ્યા હતા. અદાણી ગેસ દેશના ઘણા રાજ્યોમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) સપ્લાય કરે છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Samrat Bauddh

First published:

Tags: CNG Gas, Cooking gas

Supreme Court : ગુજરાતની ભુપેન્દ્ર પટેલ સરકારના આ નિર્ણય પર 'સુપ્રીમ' મ્હોર, લાગુ થશે આકરો કાયદો

Uniform Civil Code : સુપ્રીમ કોર્ટે ગુજરાત અને ઉત્તરાખંડ દ્વારા સમાન નાગરિક સંહિતાની તપાસ કરવા સમિતિને લીલી ઝંડી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે મહત્વની ટિપ્પણી કરી છે. યુનિફોર્મ સિવિલ કોડની તપાસ કરવા માટે રાજ્ય સરકારના નેજા હેઠળ સમિતિની રચના કરવી જોઈએ. સમિતિની રચના જ તેને કોર્ટમાં પડકારવાનો આધાર નથી તેમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. 

સુપ્રીમ કોર્ટે ગુજરાત અને ઉત્તરાખંડ અને ગુજરાતની સરકાર દ્વારા UCCના અમલીકરણની તપાસ કરવા માટે સમિતિની રચના સામેની અરજી પર સુનાવણી કરવાનો પણ ઇનકાર કરી દીધો હતો.

આ સુનાવણી CJI ડીવાય ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હાની બેંચે હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન CJI ડીવાય ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હાની બેંચે કહ્યું હતું કે, બંધારણની કલમ 162 હેઠળ કાર્યકારી સત્તા હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી છે. તો તેમાં શું ખોટું છે? જેથી કાં તો તમે પિટિશન પાછી ખેંચી લો અથવા અમે તેને ફગાવી દઈશું આ પ્રકારની આકરી ટિપ્પણી પણ દેશની વડી અદાલતે અરજીકર્તાઓને કરી હતી. માત્ર સમિતિની રચના પર બંધારણની વિરુદ્ધ હોવાનું કહીને અરજી દાખલ કરી શકાતી નથી. આ કેસમાં અરજદારે અરજી પાછી ખેંચી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત સરકાર અને તે અગાઉ ઉત્તરાખંડની સરકારે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જાહેરાત કરી હતી. જેના વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અરજદારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે ગુજરાત અને ઉત્તરાખંડમાં સમિતિઓની રચના કરવાના નિર્ણયને પડકાર્યો હતો. આ મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે યુનિફોર્મ સિવિલ કોડને લગતી અરજીને ફગાવી દીધી છે. અરજીને ફગાવી દેતા CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું હતું કે, તેમાં શું ખોટું છે (યુનિફોર્મ સિવિલ કોડ માટે કમિટી બનાવવી)? યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરતા પહેલા તેની સાથે સંબંધિત દરેક પાસાઓ પર વિચારણા કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે.

બેચે કહ્યું હતું કે, બંધારણની કલમ 162 હેઠળ રાજ્યોને સમિતિઓ બનાવવાનો અધિકાર છે. તેને પડકારી શકાય નહીં. આ ટીપ્પણી સાથે સુપ્રીમ કોર્ટે ગુજરાત અને ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાના દરેક પાસાઓ પર વિચારણા કરવા માટે રચાયેલી સમિતિ સામે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી.

જાહેર છે કે, ઘણા સમયથી ભાજપના મુખ્ય ચૂંટણી મુદ્દાઓમાં રામજન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરનું નિર્માણ, જમ્મુ અને કાશ્મીરમાં કલમ-370 નાબૂદ અને દેશમાં સમાન નાગરિક સંહિતાના અમલીકરણનો સમાવેશ થાય છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવામાં આવી છે. હવે માત્ર UCCનો મુદ્દો જ બચ્યો છે. ભાજપ એ તરફેણમાં છે કે દેશના તમામ નાગરિકો માટે સમાન કાયદો હોવો જોઈએ. ધર્મના આધારે કોઈ અલગ વ્યવસ્થા ન હોવી જોઈએ. લગ્ન, છૂટાછેડા અને મિલકત જેવા મુદ્દાઓ પર એક સમાન વ્યવસ્થા હોવી જોઈએ.

મૂળભૂત ફરજો હેઠળ બંધારણની કલમ 44 ઉલ્લેખ કરે છે કે રાજ્ય ભારતના સમગ્ર પ્રદેશમાં નાગરિકો માટે એક સમાન નાગરિક સંહિતા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે. ગોવા દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં UCC લાગુ કરવામાં આવ્યું છે. સર્વોચ્ચ અદાલત પોતે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તરફેણમાં ઘણા નિર્ણયો દરમિયાન સંકેત આપી ચુકી છે.

- virat kohli rohit shamra 12th pass know their wife anushka ritika sanjana ganesan and other players wives educational qualification News18 Gujarati

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની ગણતરી દુનિયાના સૌથી ખતરનાક બેટ્સમેનોમાં થાય છે. તેણે ક્રિકેટના મેદાનમાં મોટા બોલરોના સિક્સર છોડ્યા છે. પરંતુ, ક્રિકેટના કારણે તે પણ પોતાનો અભ્યાસ પૂરો કરી શક્યો ન હતો. રોહિતે મુંબઈની સ્વામી ઈન્ટરનેશનલ સ્કૂલ અને રિઝવી કોલેજ ઓફ આર્ટસ, સાયન્સ એન્ડ કોમર્સમાં અભ્યાસ કર્યો છે. તે 12મું પાસ છે. જ્યારે તેની પત્ની રિતિકા સજદે ગ્રેજ્યુએટ છે. પ્રોફેશનલ ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી, તેણે તેના ભાઈ બંટી સજદેની સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની સાથે સ્પોર્ટ્સ ઇવેન્ટ મેનેજર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.  (Rohit Sharma instagram)

Uttarayan 2023 માટે પતંગ રસીકોને હવામાન વિભાગે આપ્યા સારા સમાચાર

Uttarayan 2023 માટે પતંગ રસીકોને હવામાન વિભાગે આપ્યા સારા સમાચાર

ભાજપ હાઈકમાન્ડ દ્વારા 6 સાંસદ સભ્યોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ઉધડ લેવાયા

ભારતીય જનતા પાર્ટી હંમેશા દરેક પરિણામોનું વિશ્લેષણ કરતી હોય છે અને ચૂંટણી દરમિયાન જો પાર્ટીના જ કોઈ હોદ્દેદારે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોય તો પાર્ટીના મહુડી મંડળ દ્વારા આ હોદ્દેદારોને ઠપકો પણ આપવામાં આવતો હોય છે.

Pathaan Trailer Releasing Tomorrow Shah Rukh Khan Deepika Padukone Pathaan Movie

Shah Rukh Khan Pathaan Trailer: હિન્દી સિનેમાના મેગા-સુપરસ્ટાર શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પઠાણ’ આ દિવસોમાં ચર્ચાનો વિષય છે. તાજેતરમાં, નિર્માતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે કિંગ ખાનની ‘પઠાણ’નું ટ્રેલર 10 જાન્યુઆરીએ એટલે કે આવતીકાલે સવારે 11 વાગ્યે રિલીઝ કરવામાં આવશે. આવી સ્થિતિમાં ચાહકો ‘પઠાણ’ના આ ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન, અમે તમને આ લેખમાં જણાવવા જઈ રહ્યા છીએ કે શાહરૂખ ખાનની ફિલ્મમાં શું ખાસ છે.

‘પઠાણ’ એક ફુલ એક્શન પેકેજ ફિલ્મ છે

સુપરસ્ટાર રિતિક રોશન અને ટાઈગર શ્રોફની બ્લોકબસ્ટર ફિલ્મ ‘વોર’ બનાવનાર ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે ‘પઠાણ’નું નિર્દેશન કર્યું છે. આવી સ્થિતિમાં, ફિલ્મ ‘યુદ્ધ’ની જેમ જ તમને ‘પઠાણ’માં પણ ફૂલ ઓન એક્શન જોવા મળશે, જેની ઝલક તમે ‘પઠાણ’ના ટીઝરમાં જોઈ જ હશે. તમને જણાવી દઈએ કે 2 નવેમ્બરે શાહરૂખ ખાનના જન્મદિવસના અવસર પર મેકર્સ દ્વારા ‘પઠાણ’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું.

જેમાં બતાવવામાં આવ્યું છે કે આ ફિલ્મમાં શાહરૂખ અને સુપરસ્ટાર જોન અબ્રાહમ વચ્ચે જોરદાર એક્શન સીન્સ જોવા મળશે. આ સાથે અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ આ ફિલ્મમાં એક્શન અવતારમાં જોવા મળશે.

live reels News Reels

 

શાહરૂખ ખાન 5 વર્ષ બાદ પરત ફરે છે

વર્ષ 2018માં ફિલ્મ ‘ઝીરો’ ફ્લોપ થયા બાદ શાહરૂખ ખાન 5 વર્ષની લાંબી રાહ જોયા બાદ ફિલ્મ ‘પઠાણ’ દ્વારા કમબેક કરવા જઈ રહ્યો છે. ચાહકો મોટા પડદા પર દરેકના ફેવરિટ કિંગ ખાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, ફિલ્મ ‘પઠાણ’ શાહરૂખ માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે કારણ કે ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’ પછી શાહરૂખ બોક્સ ઓફિસ પર કોઈ બ્લોકબસ્ટર ફિલ્મ આપી શક્યો નથી. ખબર છે કે શાહરૂખ ખાનની ‘પઠાણ’ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.