Thursday, January 12, 2023

ભાવનગર: તળાજા પંથક વિદેશી પક્ષીઓ માટે હુંફાળું ઘર

ભાવનગર જિલ્લા ના તળાજા વિસ્તાર માં આવેલું નિકોલ બંધારો પક્ષી અભ્યારણ્યમાં હજારો માઇલ દૂરથી ઉડીને અવનવા પક્ષીઓ આવી રહ્યાં છે. આ અભ્યારણ્યમાં 630 હેક્ટર વિસ્તારરમાં ફેલાયેલુ એક તળાવ છે. જ્યાં 135 જેટલી જાતિના વિવિધ પક્ષીઓ જોવા મળે છે

crime news: પરીણિતાને મુસ્લિમ યુવક સાથે બંધાયા સંંબધ, પતિ ફોનમાં બંનેના ફોટા જોઈ ગયો ને............

અમદાવાદઃ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પરિણીતાએ પરપુરુષ સાથેના આડા સંબંધોમાં પતિની હત્યાનું કાવતરું રચીને હત્યાને અંજામ આપ્યો છે. પરિણીતાએ પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરું રચીને તેને મોતને ઘાટ ઉતારીને કૂવામાં ફેંકી દીધો હતો. અમરેલીમાં રહેતા ગોબરભાઇ પટેલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમનો નાનો દીકરો મહેશ ઉર્ફ મયૂર છેલ્લા કેટલાક દિવસથી ગુમ છે. પોલીસે તેની પત્ની અને તેની મિત્ર સહિત પ્રેમીની પૂછપરછ કરતા મહેશની હત્યાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે પત્ની મીરા, તેના પ્રેમી અનશ અને તેની બહેનપણી ખુશી સતવારાને ઝડપી પાડી હતી.

ગોબરભાઇએ જણાવ્યું હતું કે તેઓ ખેતી કામ કરે છે. સંતાનમાં બે દીકરા અને દીકરી છે. જેમાં નાનો દીકરો મહેશ ઉર્ફે મયુરના લગ્ન આઠ વર્ષ પહેલાં મિરલ ઉર્ફે મીરા સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. છેલ્લા એકાદ વર્ષથી તેઓનો દીકરો કામ ધંધા માટે અમદાવાદ ખાતે તેના સસરાના ઘરે રહેતો હતો અને રીક્ષા ડ્રાઇવિંગ કરતો હતો.

2 જાન્યુઆરી 2023ના રોજ મહેશ ઉર્ફે મયુરે પિતાને જણાવ્યું હતું કે, તેની પત્નીના અનશ સાથે અનૈતિક સંબંધ છે અને આ સંબંધે મેં સવાલ કરતા મારી પત્ની મિરલ તથા તેની બહેનપણી ખુશી તથા અનસ ઉર્ફે ઉર્ફે લાલો મનસૂરીએ તેને રાજસ્થાન ખાતે ધમકાવી દીધો હતો. આ સંબંધોની વાત બીજા કોઈ સગા-સંબંધીઓને કરીશ તો તને જાનથી મરાવી નાખીશ તે પ્રકારની ધમકી આપી હોવાનું જણાવ્યું હતું.

ગોબરભાઇએ કહ્યું હતું કે મેં પુત્રવધૂ મીરાને મારી દીકરી કરતાં પણ સવાઇ રાખી હતી. તો પણ એણે આવું કર્યું? મારો છોકરો મહેશ ભોળો હતો. તેઓ મારા છોકરાને વિધર્મી બનાવવા માંગતા હતા. ગોબરભાઈ કહે છે કે મહેશને ફોનમાં બધું જોતાં આવડતું. એણે ચેક કર્યું તો ફોનમાં પુત્રવધૂ મીરા અને અનશ મનસૂરીના સાથે ફોટા હતા. હું મહેશને કહેતો કે પુત્રવધૂ મીરા દબાવતી હોય તો તું ગામડે આવતો રહે. જેથી 5મી તારીખે મહેશે મને ફોન કરીને કહ્યું કે હું સામાન ભરું છું. તમે ટ્રેક્ટર લઈને સવારે આવીને લઈ જજો.

નિકોલ પોલીસ સ્ટેશનના પી આઈ અને તપાસ અધિકારી કેડી જાટે કહ્યું કે આરોપી અનસ અને મહેશની પત્ની વચ્ચે પ્રેમ સંબંધ હતો. આ બંનેની મિત્ર ખુશીએ અનસને ચઢાવ્યો કે તું ગમે તેમ કરીને આનો નિકાલ કરી દે. 5 તારીખે અનસ મહેશને ઘરે લઇ ગયો હતો. એના ઘરની પાછળ આવેલા ખેતરમાં બંને બેઠા. ત્યાં અનસે પાછળથી તેને પકડીને છરી મારી દીધી હતી. અનસે ખેંચીને મહેશનો મૃતદેહ કૂવામાં નાખી દીધો.

પોલીસ અધિકારીએ ઉમેર્યું હતું કે અનસ છૂટક ડ્રાઇવિંગ કરતો હતો. મીરા-અનસના પ્રેમસંબંધને એક મહિના જેટલો સમય થયો હતો. ખુશી અને અનસ છેલ્લાં 4 વર્ષથી મિત્ર હતાં.

 

Junagadh: ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે મનપાએ ફેરવ્યું JCB, જુઓ મનપાની કાર્યવાહી

Junagadh: ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે મનપાએ ફેરવ્યું JCB, જુઓ મનપાની કાર્યવાહી 

Jammu Kashmir Election: Election Can Be Held In Jammu-Kashmir This Year, BJP Tightens Its Belt

Jammu Kashmir Election: જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે યોજાઈ શકે છે ચૂંટણી, ભાજપના સ્થાનિક એકમોનું Action Mode On.

Jammu Kashmir Election: બીએલ સંતોષે પાર્ટીના નેતાઓને કહ્યું, “એક નેતા ત્યારે જન્મે છે જ્યારે તે અન્ય અને સંગઠનની જીત માટે નિઃસ્વાર્થપણે કામ કરે છે. તેથી તમે તમારી જાતને તમામ સંગઠનાત્મક ફરજો માટે સમર્પિત કરો છો”

BJP Ready for Jammu Kashmir Election: ભારતીય જનતા પાર્ટી (BJP)એ જમ્મુ-કાશ્મીરમાં આગમી સમયમાં સંભવિત ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી. એલ. સંતોષે બુધવારે પાર્ટીના જમ્મુ અને કાશ્મીર યુનિટને વિધાનસભા ચૂંટણી માટે તૈયારી કરવા કહ્યું.

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરનામાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથેની બેઠક દરમિયાન તેમણે બૂથ અને વિધાનસભા મતવિસ્તાર સ્તરે પાર્ટીના એકમોને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે પાર્ટીના પ્રભારીઓને પોતપોતાના વિસ્તારોમાં ચૂંટણી જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું.

live reels News Reels

હાલમાં જ અમિત શાહે યોજી હતી બેઠક :
 
થોડા દિવસો પહેલા જ પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હીમાં જમ્મુ-કાશ્મીર યુનિટના પદાધિકારીઓ સાથે ચૂંટણીને લઈને ચર્ચા કરી હતી. જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

કાર્યકર્તાઓને કહ્યું- “પાર્ટીની જીત માટે સમર્પિત રહો”

બુધવારે એક બેઠકમાં પાર્ટીના નેતાઓને સંબોધતા સંતોષે કહ્યું, “એક નેતાનો જન્મ ત્યારે થાય છે જ્યારે તે અન્ય લોકો અને સંગઠનની જીત માટે નિઃસ્વાર્થપણે કામ કરે છે. એટલા માટે તમારે બધાએ તમારી જાતને સંગઠનાત્મક ફરજો માટે સમર્પિત કરવી જોઈએ.” તેમણે પાર્ટીના જમ્મુ અને કાશ્મીર યુનિટને ચૂંટણીની તૈયારી કરવા કહ્યું.

આ બેઠકમાં મોટા નેતાઓ રહ્યા હતા હાજર :

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને જમ્મુ-કાશ્મીરના પ્રભારી તરુણ ચુગ અને જમ્મુ-કાશ્મીર ભાજપના અધ્યક્ષ રવિન્દર રૈના પણ બેઠકમાં હાજર રહ્યા હતા. જિતેન્દ્ર સિંહે પોતાના સંબોધનમાં કહ્યું, “જમ્મુ-કાશ્મીરમાં ઐતિહાસિક ફેરફારો પછી આ પહેલું મોટું ચૂંટણી અભિયાન છે અને તેથી આપણે સાથે મળીને આ ચૂંટણી લડવાની જરૂર છે.”

જમ્મુ-કાશ્મીરને 2019માં કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું હતું :

જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર બંધારણની કલમ 370 નાબૂદ કરવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે “આનાથી દરેક સમુદાયના વિકાસ અને સશક્તિકરણનો માર્ગ મોકળો થયો છે”. જણાવી દઈએ કે, ઓગસ્ટ 2019માં કેન્દ્રએ 370ની કલમને નાબૂદ કરીને જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યું હતું.

પાનોલી GIDC કંપનીમાં આગ બાદનાં પ્રદૂષણને કારણે આખું સંજાલી ગામ ખાલી

Panoli GIDC Fire update: સંજોલી ગામ આશરે 1500 જેટલી વસ્તી ધરાવે છે. તે તમામ લોકોને સ્થળાંતર કરીને બીજી જગ્યાએ જતા રહેવાની ફરજ પડી છે.

Attack On Vande Bharat Train: Stones Were Pelted On The Train Before PM Modi Gave The Green Signal To The Train

Acid Attack: પત્નીએ પતિ સામે છૂટાછેડા અને ભરણપોષણનો કર્યો હતો કેસ, કોર્ટમાંથી પત્ની ઘરે જતી હતી ત્યારે પતિએ કર્યુ એવું કે…..

Crime News: 68 વર્ષીય ઉદ્યોગપતિ યુવતી સાથે રંગરેલીયા કરવાના ચક્કરમાં હનીટ્રેપમા ફસાયો, ઠગ ટોળકીએ 2.70 કરોડ રૂપિયા પડાવ્યા

અમદાવાદઃ અમદાવાદના નવરંગપુરામાં ઉદ્યોગપતિ હનીટ્રેપમાં ફસાયો હતો. મળતી જાણકારી અનુસાર, 68 વર્ષીય ઉદ્યોગપતિને પોર્ન વીડિયો વાયરલ કરવાની, પોલીસ કેસ, સીબીઆઈ કેસ અને કોર્ટ મેટરની વિવિધ ધમકીઓ આપી જૂદા જૂદા અધિકારીઓના નામે ફોન કરી સાયબર ઠગ ટોળકીએ ૨.૭૦ કરોડ રૂપિયા ઓનલાઈન પડાવી લીધા હતા.

ઉદ્યોગપતિની ફરિયાદ મુજબ રાત્રિના સમયે તેમના મોબાઈલમાં એક યુવતીનો વ્હોટ્સએપ મેસેજ આવ્યો. જેથી તેમણે મેસેજનો રિપ્લાય આપતાં યુવતીએ મોરબીથી વાત કરતી હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ તેણે વીડિયો કોલ કર્યો હતો. આ કોલમાં તેણે બિઝનેસમેનને વર્ચ્યુઅલ સેક્સ કરવાની ઓફર કરી હતી. યુવતી સાથે ફોન પર રંગરેલીયા મનાવવાના ચક્કરમાં વીડિયો કોલ પર વર્ચ્યુઅલી સેક્સ કરનાર ઉદ્યોગપતિનો ટોળકીએ વીડિયો બનાવી લીધો હતો.

બાદમાં આ વીડિયોના આધારે વૃદ્ધને બ્લેકમેઇલિંગ કરવાનું શરૂ કરાયુ હતું. આરોપીઓએ ઉદ્યોગપતિને કહ્યુ હતું કે વીડિયો વાયરલ થવાના ડરથી યુવતીએ સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતી મરી ગઈ છે. યુવતીના પરિવારજનોએ કેસ કર્યાની તેમજ કોર્ટમાં વકીલે કેસ કર્યાની વિવિધ ધમકી આપી ધરપકડનો ડર બતાવી ચાર મહિનામાં ટુકડે ટુકડે 2 કરોડ 70 લાખની રકમ પડાવી હતી. બનાવને પગલે સાયબર સેલે ઉદ્યોગપતિની ફરિયાદ આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Mehsana: મહેસાણાના કડીમાં પતિએ પત્ની પર કર્યો એસિડ અટેક

કડીઃ મહેસાણાના કડીમાં પતિએ પત્ની પર એસિડ અટેક કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી જાણકારી કડીમાં પતિએ પત્ની પર એસિડ અટેક કર્યો હતો. વાસ્તવમાં પત્નીએ પતિથી છૂટાછેડા અને ભરણપોષણની માંગ કરતા કોર્ટમાં કેસ કર્યો છે. આ કેસની મુદ્દત હોવાથી પત્ની ભાઈ સાથે કોર્ટમાં આવી હતી. બાદમાં કોર્ટમાંથી ઘર તરફ જતા સમયે રસ્તામાં પતિએ પત્ની પર એસિડ અટેક કર્યો હતો. જેમાં મહિલાને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ આ કેસમાં પોલીસ તપાસ ચલાવી રહી છે.

Valsad: પૈસાના વરસાદની લાલચમાં બાળકની ચઢાવી હતી બલિ, ત્રણ આરોપીઓની ધરપકડ

વલસાડ જિલ્લાના કરવડ ગામમાં કેનાલમાંથી બાળકનું ધડ મળી આવ્યું હતું. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો હતો.  9 વર્ષીય આ બાળકની બલિ ચઢાવવામાં આવી હતી. પોલીસે સગીર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી હતી. વાસ્તવમાં  સેલવાસના સાયલી ગામનો 9 વર્ષીય ચૈતા નામનો બાળક ઘરની પાસે રમી રહ્યો હતો. અચાનક તે ગુમ થઈ જતાં તેના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ તરફ કેનાલમાંથી એક બાળકનું ધડ મળી આવ્યું હતું. પોલીસે તપાસ કરતાં ખુલ્યું હતું કે, મૃતદેહ ચૈતાનો જ છે.  એટલું જ નહીં, મુખ્ય આરોપી સગીર છે. તે ચિકનની દુકાન પર ખાટકીનું કામ કરતો. પૈસાનો વરસાદ થશે અને અસીમ શક્તિ મળશે તેવી મેલી મુરાદથી ચૈતાનું અપહરણ કર્યું હતું. બાદમાં તેની બલિ ચઢાવવામાં આવી હતી. બાદમાં ધડનો ભાગ કેનાલમાં ફેંક્યો હતો. જ્યારે મૃતદેહનો બાકીનો ભાગ સાયલીના સ્મશાન નજીકથી મળી આવ્યો હતો

City bus travel will be free in Bharuch on Saturdays amb – News18 Gujarati

Aarti Machhi, Bharuch: ઉત્તરાયણના દિવસે કાતીલ દોરીથી અનેક અકસ્માતો સર્જાય છે અને કેટલાયના જીવ જાય છે. આ દિવસે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ઉત્તરાયણ પર્વ નિમિતે ભરૂચ નગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભરૂચ સિટી બસ સેવા બે વર્ષ પહેલા વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ હતી.

ત્યારથી જ શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ ઝોક વધી રહ્યો છે. દરમિયાન રક્ષાબંધન પર્વે બે વખત ભરૂચ સિટી બસ સેવા બહેનો માટે મફત મુસાફરીની ભેટ લઈને આવતા મહિલાઓનો બસમાં મુસાફરી માટે તડાકો પડી ગયો હતો. જેનો 14 હજારથી વધુ બહેનોએ લાભ લીધો હતો. હવે ઉત્તરાયણ પર્વે 14 જાન્યુઆરી શનિવારે સવારથી શહેરના 12 રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવામાં મફત મુસાફરીની જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી છે.

શું કહ્યુ નગર પાલિકાનાં પ્રમુખે?


ભરૂચ પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ઉત્તરાયણ પર્વે ખરીદી, કામકાજ, મિત્રો, સગા સંબંધી, પર્વની ઉજવણી કરવા નીકળતા શહેરીજનોની સુવિધા તેમજ સલામતી માટે સિટી બસમાં દિવસભર મફત મુસાફરીનો નિર્ણય લેવાયો છે. જેથી કરી મોપેડ, બાઇક ઉપર જતા આવતા વાહન ચાલકો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની નિઃશુલ્ક સર્વિસનો મહત્તમ લાભ લે.

તમારા શહેરમાંથી (સુરત)

 

નિઃશુલ્ક લાભ લેવા ભરૂચ પાલિકાની અપીલ

મકર સંક્રાંતિએ વાહનચાલકો પતંગના જીવલેણ દોરા, અકસ્માતનો ભોગ બની શકે છે. જેનાથી બચવા તેઓ સિટી બસની મુસાફરી કરી સલામત રહી શકે છે. શનિવારે ઉત્તરાયણએ સવારથી જ તમામ 12 રૂટ પર દોડતી બસમાં ભરૂચની પ્રજા અને લોકો દિવસભર મફત મુસાફરી કરી શકશે. પોતાના વાહનોનો ઉપેયોગ ટાળી વધુમાં વધુ સિટી બસ સેવાનો નિઃશુલ્ક લાભ લેવા ભરૂચ પાલિકા દ્વારા શહેરની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Bharuch, City bus, Local 18, Uttrayan

Gautam Adani: PTC India's Stock Became A Rocket As Soon As Gautam Adani's Name Was Added, 15% Jump In 3 Days

PTC India Share Price: દેશની પાવર ટ્રેડિંગ કંપની પીટીસી ઇન્ડિયા લિમિટેડ (PTC India Ltd) છેલ્લા 1 વર્ષથી ભારે દબાણનો સામનો કરી રહી હતી. પરંતુ દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના આ કંપનીમાં જોડાવાના સમાચાર સામે આવતા જ આ કંપનીનો શેર 3 દિવસમાં 15 ટકાના ઉછાળા સાથે અપર સર્કિટને સ્પર્શી ગયો હતો. જાણો શું છે ખાસ..

ત્રીજા દિવસે 5 ટકા અપર સર્કિટ

પીટીસી ઇન્ડિયા લિમિટેડ (PTC India Ltd Stock) નો શેર ગઈકાલે સતત ત્રીજા દિવસે 5 ટકાની ઉપલી સર્કિટને સ્પર્શ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં એવી ચર્ચા છે કે ગૌતમ અદાણી તેમાં હિસ્સો ખરીદી શકે છે. તે પછી જ આ સ્ટોક 3 દિવસમાં 15 ટકા જેટલો વધી ગયો છે. સરકારી વીજ કંપનીઓ પણ આ કંપનીમાં રોકાણ ધરાવે છે. અદાણીની સાથે અન્ય ઘણી કંપનીઓ તેમાં હિસ્સો ખરીદવાની યોજના બનાવી રહી છે.

4 ટકા હિસ્સો વેચવા તૈયાર છે

live reels News Reels

અદાણી ગ્રુપ પીટીસી ઈન્ડિયામાં તેનો હિસ્સો ખરીદે તેવી અપેક્ષા છે. પીટીસી ઈન્ડિયાની પ્રમોટર કંપનીઓમાં એનટીપીસી લિમિટેડ, એનએચપીસી લિમિટેડ, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને પાવર ફાઈનાન્સ કોર્પોરેશનનો સમાવેશ થાય છે. આ તમામ કંપનીઓ તેમનો 4 ટકા હિસ્સો વેચવા તૈયાર છે.

જાણો સ્ટોકમાં કેટલો વધારો થયો છે

પીટીસી ઈન્ડિયાનો શેર બુધવારે 3.38 ટકાના વધારા સાથે રૂ. 94.90 પર ખૂલ્યો હતો અને પછી 4.96 ટકા વધીને રૂ. 96.35 પર પહોંચ્યો હતો. શેર તેની 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા 1 વર્ષમાં PTC ઈન્ડિયાના શેરમાં 11.12 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ વર્ષે તેમાં 18.8 ટકાનો વધારો થયો છે. આ કંપનીનું માર્કેટ કેપ 2,852.04 કરોડ રૂપિયા છે.

ગઈકાલે ભારતીય શેરબજાર સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું. સેક્ટરમાં મેટલ ઈન્ડેક્સ 1 ટકા જ્યારે એફએમસીજી, ફાર્મા અને ઓટો દરેક 0.5 ટકા ઘટાડા સાથે બંધ થયા. આજે સેન્સેક્સ સપાટ સ્તરે બંધ થયો. વોલેટાલિટીના કારણે આજે સેન્સેક્સ 29.21 પોઇન્ટના ઘટાડા સાથે 60,086.27 પોઇન્ટ પર બંધ થયો. નિફ્ટી 23.95 પોઇન્ટના ઘટાડા સાથે 17,890.20 પર બંધ થઈ. માર્કેટ કેપ 2,80,23,777 થયું છે.

બીએસઈની સાઈટ પ્રમાણે બજાજા હિન્દ, ટાટા કોમ્યુનિકેશન, ટાટા ઈન્વેસ્ટ, લોયડ એસએમઈ, ગ્રેવેસ્કોટ વધ્યા હતા. જ્યારે ગોડફ્રે ફિલિપ, એમઆરએફ, સુપ્રીમ ઈન્ડ, સિંધુ ટ્રેડ ઘટ્યા હતા.

હવામાન વિભાગનું એલર્ટઃ ઉત્તર ભારતના આ રાજ્યોમાં કૂલફી બનાવી દે તેવી ઠંડી પડશે

Weather Forecast Today: નવી દિલ્હીઃ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દેશના ઘણાં રાજ્યોમાં હવામાનનો મિજાજ બદલાવાનો છે. પશ્ચિમ ઉત્તરપ્રદેશની સાથે હિમાચલપ્રદેશ, લદ્દાખ અને કાશ્મીરમાં પણ આજે તથા આવતીકાલે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશમાં હિમવર્ષાનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ રીતે હવામાનનો ડબલ અટેક લોકો પર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે વાતાવરણમાં પલ્ટો આવતા ગુજરાતમાં પણ ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે લઘુત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસની વૃદ્ધિ થઈ શકે છે. જ્યારે મહત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે ઉત્તર ભારતમાં કોલ્ડ વેવનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીએ તો પંજાબથી લઈને રાજસ્થાન સહિત ઉત્તર ભારતમાં કડાકા સાથે ઠંડી પડવાની આગાહી કરાઈ છે.

આ પણ વાંચોઃ હવામાન વિભાગનું એલર્ટઃ ઉત્તર ભારતના આ રાજ્યોમાં કૂલફી બનાવી દે તેવી ઠંડી પડશે

હવામાન વિભાગે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાની આગાહી પણ કરી છે. ઉત્તર અને મધ્યપ્રદેશના વિસ્તારમાં કડાકા સાથે ઠંડી પડશે. લોકોના જનજીવન પર પણ તેની ખરાબ અસર પડી રહી છે. ધૂમ્મસના કારણે પણ લોકો પરેશાન થઈ રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દેશના ઘણાં રાજ્યોમાં હવામાનનો મિજાજ બદલાશે. પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તરપ્રદેશથી લઈને હિમાચલપ્રદેશમાં વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ આપવામાં આવ્યુું છે. રાજધાની દિલ્હી સહિત ઘણાં રાજ્યોમાં કોલ્ડ વેવની અસર રહેવાની આગાહી કરવામાં આવી છે. ધૂમ્મસના કારણે રોડ, રેલવે અને હવાઈ વ્યવહાર પર તેની અસર પડશે.

” isDesktop=”true” id=”1318426″ >

હિમાચલમાં હિમવર્ષાથી ઠંડીનો ચમકારો વધશે

હિમાચલપ્રદેશમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવવાની આગાહી કરાઈ છે, અહીં ઘણાં જિલ્લામાં હિમવર્ષા થવાની આગાહી કરવામાં આવી છે. લાહૌલ સ્પીતિ, કુલ્લૂથી લઈને ચંબા અને હિમાચલની ઊંચાઈવાળા વિસ્તારમાં હિમવર્ષા થવાની આગાહી છે. રાજ્યની રાજધાની શિમલામાં પણ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.

Published by:Tejas Jingar

First published:

Tags: Ahmedabad Weather Forecast, India Weather Updates, Snowfall, Weather update

‘વિરોધ પક્ષના નેતા એક વર્ષ થઈ ગ્યું એના પછી શું....’ Congressમાં વિપક્ષના નેતા બદલવાની માંગ

‘વિરોધ પક્ષના નેતા એક વર્ષ થઈ ગ્યું એના પછી શું….’ Congressમાં વિપક્ષના નેતા બદલવાની માંગ 

National Youth Day Celebrations On Swami Vivekananda’s Birth Anniversary

Swami Vivekananda: સ્વામી વિવેકાનંદને આપણે એક સંત, તત્વચિંતક, સમાજ સુધારક તરીકે જાણીએ છીએ. તેમના વ્યક્તિત્વના દરેક પાસાઓનો વિકાસ તેમને તેમના પરિવારમાંથી મળેલા મૂલ્યોથી શરૂ થયો. વિશ્વને ભારતીય સનાતન ધર્મનો પરિચય કરાવનાર સ્વામી વિવેકાનંદ બાળપણથી જ સંશોધનાત્મક સ્વભાવના હતા. તેમણે ગરીબોની સેવાને ભગવાનની સેવા ગણાવી અને તેને જીવનભર અપનાવી. સ્વામી વિવેકાનંદ ભારતીય સંસ્કૃતિના મહાન નાયક હતા અને હંમેશા રહેશે.

સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરીએ થયો હતો અને તેમના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1985 થી, દર વર્ષે 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદની જન્મજયંતિને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તે દિવસથી શરૂ થતા સપ્તાહને રાષ્ટ્રીય યુવા સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ જેમણે ‘ઊઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો’ આ મંત્ર આપ્યો. તેમને ભારતના યુવા આઇકોન કહેવામાં આવે છે.

ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણનો પ્રભાવ

સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ કલકત્તામાં પ્રખ્યાત વકીલ વિશ્વનાથ દત્તના ઘરે થયો હતો. માતા ભુવનેશ્વરી દેવી તેમને પ્રેમથી વીરેશ્વર કહેતા હતા, પરંતુ નામકરણ વિધિ દરમિયાન તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત રાખવામાં આવ્યું હતું. બંગાળી પરિવારમાં જન્મેલા નરેન્દ્રને બાળપણથી જ આધ્યાત્મિક ઝંખના હતી. તીક્ષ્ણ બુદ્ધિ ધરાવતા નરેન્દ્ર સાથી બાળકો તેમજ શિક્ષકો પર ટીખળ કરવાનું ચૂકતા ન હતા. પરિવારના ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણના પ્રભાવને કારણે બાળક નરેન્દ્રના મનમાં નાનપણથી જ ધર્મ અને આધ્યાત્મિકતાના ઊંડા મૂલ્યો હતા. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી નરેન્દ્રને કલકત્તાની મેટ્રોપોલિટન સંસ્થામાં દાખલ કરવામાં આવ્યા. અભ્યાસની સાથે સાથે તેને રમવામાં, સંગીત શીખવામાં, ઘોડેસવારી કરવામાં રસ હતો. નરેન્દ્રની યાદશક્તિ અદ્ભૂત હતી. આખું લખાણ એકવાર વાંચ્યા પછી તેમને યાદ રહેતું. તેમણે સમગ્ર સંસ્કૃત વ્યાકરણ, રામાયણ અને મહાભારતના પ્રકરણો કંઠસ્થ કરી લીધા હતા.

live reels News Reels

નાનપણથી જ સમજદારી પર ભાર મૂક્યો હતો

શરૂઆતમાં નરેન્દ્ર અંગ્રેજી શીખવા માંગતા ન હતા. તેઓ માનતા હતા કે તે તે લોકોની ભાષા છે જેમણે તેમની માતૃભૂમિ પર કબજો કર્યો હતો. પરંતુ બાદમાં તેમણે અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું અને તેમાં નિપુણતા મેળવી. તેમનામાં બાળપણથી જ નેતૃત્વનો ગુણ હતો. તેમણે માત્ર કહીને કંઈ સ્વીકાર્યું નહીં, પણ તેની તર્કસંગતતા પણ ચકાસવાનો પ્રયત્ન કર્યો. બાળકના મનમાં પણ સાધુ બનવાનો વિચાર ચાલતો રહ્યો. 14 વર્ષની ઉંમરે જ્યારે તે બીમાર પડ્યા ત્યારે પિતા વિશ્વનાથ દત્તે નરેન્દ્રને મધ્યપ્રદેશના રાયપુર બોલાવ્યા. રાયપુરમાં જ નરેન્દ્ર જીવનની વિવિધતાને સમજતા હતા. આસપાસની ટેકરીઓ અને ગાઢ જંગલોમાં ભટકીને નરેન્દ્રની આંતરિક ચેતનાનો વિકાસ થયો. રાયપુરમાં બે વર્ષ રહ્યા પછી તેઓ કલકત્તા પાછા આવ્યા. 18 વર્ષની ઉંમરે તેમણે કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં પ્રવેશ મેળવ્યો. કોલેજના દિવસોમાં તેમની જ્ઞાનની તરસ વધી ગઈ. વિશ્વના સત્ય અને સત્યની શોધ જેવા પ્રશ્નો તેને વિદ્રોહી બનાવવા લાગ્યા. તેઓ પરંપરાઓ અને સંસ્કારોથી પણ સહજ ન હતો. તેઓ ઈશ્વરના માન્ય ખ્યાલના રહસ્યને ઉકેલવામાં બેચેન થવા લાગ્યા.

દરમિયાન 1881માં તેઓ સ્વામી રામકૃષ્ણ પરમહંસને મળ્યા. રામકૃષ્ણ પરમહંસ કલકત્તાના દક્ષિણેશ્વર કાલી મંદિરના પૂજારી હતા. પરમહંસને મળ્યા પછી નરેન્દ્રના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. શરૂઆતમાં, તેમણે પરમહંસની વાત પર પણ શંકા કરી, પરંતુ મૂંઝવણ અને વિરોધ પછી વિવેકાનંદે પરમહંસને પોતાના ગુરુ અને માર્ગદર્શક બનાવ્યા. 1886 માં રામકૃષ્ણ પરમહંસના મૃત્યુ પછી વિવેકાનંદના જીવન અને કાર્યમાં નવો વળાંક આવ્યો. દેહ છોડતા પહેલા પરમહંસએ નરેન્દ્રને તેમના તમામ શિષ્યોના વડા તરીકે જાહેર કર્યા હતા. આ પછી તેમણે સન્યાસી વિવેકાનંદનું નામ ધારણ કરીને બરાહનગર મઠની સ્થાપના કરી અને અહીં પોતાના આધ્યાત્મિક પ્રયોગો કરવા લાગ્યા. ભારતીય મઠની પરંપરાને અનુસરીને વિવેકાનંદે ઘણા વર્ષો સુધી ભારતીય ઉપખંડના વિવિધ ભાગોમાં પ્રવાસ કર્યો. સાધુના રૂપમાં ભગવા વસ્ત્રો પહેરીને તેમણે લાકડી અને કમંડળ સાથે પગપાળા દેશભરમાં પ્રવાસ કર્યો. આખું ભારત તેમનું ઘર બની ગયું હતું અને તમામ ભારતીયો તેમના ભાઈ-બહેન બની ગયા હતા.

શિકાગોની ધર્મ સંસદ આખી દુનિયામાં પ્રખ્યાત થઈ

1893 માં શિકાગોમાં વિશ્વ ધર્મ સંસદ, સ્વામી વિવેકાનંદના જીવનમાં એક નવો વળાંક સાબિત થયો. સ્વામી વિવેકાનંદે રાજસ્થાનમાં ખેતડીના રાજા અજીત સિંહની આર્થિક સહાયથી શિકાગોમાં ધર્મ સંસદમાં હાજરી આપી હતી. અહીં તેમણે ભારત વતી સનાતન ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું. 11 સપ્ટેમ્બર, 1893 ના રોજ ધર્મ સંસદમાં વિવેકાનંદના ઉત્કૃષ્ટ ભાષણે સમગ્ર વિશ્વમાં ભારતનું સન્માન વધાર્યું. સ્વામી વિવેકાનંદે 11 સપ્ટેમ્બર 1893 ના રોજ વિશ્વ ધર્મ સંસદમાં તેમના ભાષણ દ્વારા વિશ્વને જે સંદેશ આપ્યો તે આજે પણ તેટલો જ સુસંગત છે. આ ભાષણથી સ્વામી વિવેકાનંદે સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિને સન્માન આપવાનું કામ કર્યું.

વિદેશમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કર્યો

સ્વામી વિવેકાનંદે લગભગ ચાર વર્ષ સુધી અમેરિકા, લંડન અને પેરિસના ઘણા શહેરોમાં પ્રવચનો આપ્યા. તેમણે જર્મની, રશિયા અને પૂર્વ યુરોપનો પ્રવાસ પણ કર્યો. દરેક જગ્યાએ તેમણે વેદાંતનો સંદેશો આપ્યો. દરેક જગ્યાએ તેમણે સમર્પિત શિષ્યોનું જૂથ બનાવ્યું. વિવેકાનંદ ચાર વર્ષના તીવ્ર ઉપદેશ પછી ભારત પાછા ફર્યા. સ્વામી વિવેકાનંદે 1 મે, 1897ના રોજ કલકત્તાના બેલુરમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. આ દ્વારા રામકૃષ્ણ પરમહંસના વિચારોની સાથે વેદાંત જ્ઞાનનો અભ્યાસ અને પ્રચાર સુનિશ્ચિત કરવામાં આવ્યો.

સ્વામી વિવેકાનંદે ગરીબોની સેવાને સૌથી મોટો ધર્મ ગણાવ્યો હતો. વિવેકાનંદે તેમના સાથીઓ અને શિષ્યોને કહ્યું કે જો તેઓ ભગવાનની સેવા કરવા માંગતા હોય તો ગરીબો અને જરૂરિયાતમંદોની સેવા કરો. વિવેકાનંદ માનતા હતા કે ભગવાન ગરીબો અને જરૂરિયાતમંદોમાં વસે છે. જો કે, અથાક મહેનતને કારણે સ્વામી વિવેકાનંદની તબિયત સતત લથડી રહી હતી. ડિસેમ્બર 1898 માં, તેઓ ફરીથી અમેરિકા અને યુરોપિયન દેશોમાં ધાર્મિક પરિષદોમાં ભાગ લેવા ગયા. ત્યાંથી ભારત પાછા ફર્યા પછી વિવેકાનંદનું 4 જુલાઈ, 1902ના રોજ બેલુર મઠમાં અવસાન થયું. 39 વર્ષની નાની ઉંમરે તેમણે સમગ્ર વિશ્વમાં આધ્યાત્મિકતાની ભાવના જગાડી. 

વિવેકાનંદ એવા મહાન ચિંતકોમાંના એક છે જેમણે ભારતીય યુવાનોમાં આધ્યાત્મિકતાની ભાવના પ્રજ્વલિત કરી અને તેમની પ્રેરણાનો પ્રકાશ ભારતનો સંદેશ વિશ્વ સુધી પહોંચાડે છે. તેમણે વિશ્વભરના લોકોમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને ફેલાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

ગુજરાતનાં ખેડૂતની કમાલ! દ્વારકામાં જમીનમાં નહીં પણ વેલ પર ઉગે છે બટાકાં

મુકુંદ મોકરીયા, દેવભૂમિ દ્વારકા: ખંભાળિયા તાલુકાના ભાણ ખોખરી ગામે વ્રજલાલ સુરેલીયાએ નવતર પ્રયોગ કરીને એર પોટેટોનું વાવેતર કર્યું છે. ખેતી તરફ વળેલા વ્રજલાલભાઈ હાલ એર પોટેટોની ખેતી કરી ચર્ચામાં આવ્યા છે. હાલ તેઓ પોતાના ખેતરમાં એર પોટેટોની ખેતી કરી રહ્યા છે. શું છે આ એર પોટેટો અને કેમ વ્રજલાલ સુરેલીયા ચર્ચામાં આવ્યા તો તેનું કારણ પણ રસપ્રદ છે.