Thursday, January 12, 2023

અમીરોની યાદીમાં ગૌતમ અદાણી નીચે ઉતરીને ચોથા નંબરે પહોંચ્યા, જાણો મુકેશ અંબાણી કયો નંબર છે

Bloomberg Billionaires Index: એશિયાના સૌથી ધનિક વ્યક્તિત્વ ગૌતમ અદાણી મીડિયાને ઈન્ટરવ્યુ આપ્યા બાદ ખૂબ ચર્ચામાં છે. હવે તેને નવા વર્ષમાં ઝટકો લાગ્યો છે અને તે વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ચોથા નંબરે સરકી ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સમાં તેમની નેટવર્થમાં $912 મિલિયનનો ઘટાડો થયો છે અને તે ઘટીને $118 બિલિયન પર આવી ગઈ છે. વર્ષ 2022માં અદાણીની નેટવર્થમાં $44 બિલિયનનો વધારો થયો હતો. અદાણીની નેટવર્થ વાર્ષિક ધોરણે $2.44 બિલિયન ઘટી છે.

પ્રથમ ક્રમે બર્નાર્ડ આર્નોલ્ટ

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે ધનકુબર્સની યાદીમાં ગૌતમ અદાણીને પાછળ છોડી દીધા છે. જેફ બેઝોસની સંપત્તિ $5.23 બિલિયનના વધારા સાથે $118 બિલિયન પર પહોંચી ગઈ છે. બ્લૂમબર્ગ દ્વારા જાહેર કરાયેલ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ફ્રાન્સના ઉદ્યોગપતિ બર્નાર્ડ આર્નોલ્ટ $182 બિલિયન સાથે પ્રથમ ક્રમે છે. વર્ષ 2022માં તેમની સંપત્તિમાં 20 બિલિયન ડોલરનો જબરદસ્ત વધારો થયો છે.

બીજા નંબર પર ઇલોન મસ્ક

ટ્વિટર અને ટેસ્લાના માલિક ઇલોન મસ્ક 132 બિલિયન ડોલર સાથે બીજા ક્રમે છે. ઇલોન મસ્ક સંપત્તિના મામલામાં બર્નાર્ડ આર્નોલ્ટથી ઘણા પાછળ છે. ઇલોન મસ્કની સંપત્તિમાં એક દિવસ અગાઉ 2.78 અબજ ડોલરનો વધારો થયો છે. પરંતુ આખા વર્ષ દરમિયાન મસ્કની નેટવર્થમાં $4.84 બિલિયનનો ઘટાડો થયો છે. જેફ બેઝોસ $118 બિલિયન સાથે ત્રીજા નંબર પર છે. બુધવારે ગૌતમ અદાણીની સંપત્તિમાં $2.44 બિલિયનનો ઘટાડો થયો અને તેઓ ચોથા નંબરે પહોંચ્યા.

અમેરિકાના મોટા રોકાણકાર વોરેન બફેટ $111 બિલિયન સાથે આ યાદીમાં પાંચમા, માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ છઠ્ઠા અને લેરી એલિસન $98 બિલિયન સાથે સાતમા સ્થાને છે. આ સિવાય મુકેશ અંબાણી $87.6 બિલિયનની સંપત્તિ સાથે આઠમા નંબર પર છે.

હાલમાં અદાણી જૂથે ઈઝરાયેલમાં મોટી ખરીદી કરીને પોર્ટ બિઝનેસમાં મોટી છલાંગ લગાવી છે. અદાણી ગ્રુપના એક કન્સોર્ટિયમે ઉત્તરી ઈઝરાયેલમાં હાઈફા પોર્ટ ખરીદ્યું છે. આ માટે, અદાણી જૂથની આગેવાની હેઠળના કન્સોર્ટિયમે 4 બિલિયન ઇઝરાયેલી શેકેલ (ઇઝરાયેલી ચલણ)ના સોદા પર હસ્તાક્ષર કર્યા છે, જેની કિંમત $1.15 બિલિયન છે. ઈઝરાયેલના નાણા મંત્રાલયે આ માહિતી આપી છે.

વર્ષ 2018માં ઈઝરાયેલ સરકારે આ હાઈફા પોર્ટને ખાનગી હાથમાં આપવાનો નિર્ણય લીધો હતો. તેની પાછળ સરકારનો ઉદ્દેશ્ય એ હતો કે તે બંદરોનું ખાનગીકરણ કરીને મહત્તમ આવક મેળવી શકે. આ ઉપરાંત, ઇઝરાયેલ સરકાર પોર્ટ બિઝનેસ માટે નિષ્ણાત કંપનીઓ અથવા સલાહકારોની મદદ લઈને આ ક્ષેત્રમાં વધુ કાર્યક્ષમતા હાંસલ કરવાનો પણ હેતુ ધરાવે છે.

In Anand, the team of 108 returned jewelery worth 1.50 lakhs to the injured sca – News18 Gujarati

Salim chauhan,Anand: 108નાં કર્મચારીઓ લોકોની આરોગ્ય સેવા સાથે ઇમાનદારીનું પણ ઉદાહરણ પુરુ પડી રહ્યાં છે. અનેક ઘટનામાં અકસ્માતમ બાદ લોકોને તેનો કિંમતી સામાન પરત કરતા હોય છે. ત્યારે આવી વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બોરસદનાં ડાલી રોડ પર રાત્રિનાં રીક્ષા, ટ્રક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાદ અકસ્માતનાં ઘાયલનાં પરિવારજનોએ રોકડ રકમ, દાગી મળી રૂપિયા દોઢ લાખનો મુદામાલ પર કર્યો હતો.

બોરસદના ડાલી રોડ ઉપર રાત્રિના સમયે કસારી ગામ પાસે બાઈક અને મારૂતિ સિયાજ ગાડી વચ્ચે ગખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાં સ્થળે ફરી એક વાર થ્રી વ્હીલ લોડીંગ રીક્ષા ટ્રક અને ટ્રેકટર વચ્ચે ગખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની જાણ એક રાહદારીએ 108 માં કરી હતી.

જેના પગલે ગણતરીના સમયમાં 108ની ટીમ ઘટનાં સ્થળ પહોચી ગઇ હતી અને ઘાયલ નરેન્દ્રભાઇ પટેલને નજીકની શ્રધ્ધા હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયાં હતાં. જોકે, હોસ્પિટલમાં લઇ જતા પહેલા નરેન્દ્રભાઇના ગળામાં સોનાની બે ચેઈન, હાથની બે વિંટી, જમણા હાથે કડું ઘડિયાળ તથા 2930 રૂપિયા રોકડા મોબાઇલ અને ઓરીજનલ ડોક્યુમેન્ટ 108ની ટીમે સાચવીને મૂકી દીધા હતાં.

તમારા શહેરમાંથી (વડોદરા)

બાદ નરેન્દ્રભાઈના પરિવારજનો સાથે ટેલીફોનીક જાણ કર્યા બાદ 108 નાં કર્મચારી ઇએમટી અશોક રોહિત તથા પોઈલોટ જયેશ પરમારએ હોસ્પિટલમાં જમાં કરાવ્યા હતાં. આ આભૂષણોની કિંમત અંદાજીત દોઢ લાખથી વધુ હોય અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત અવસ્થાનો લાભ લઇને કોઈપણ વ્યક્તિ ચોરી કરી શકે તેમ હતું.

 

ઇએમટી અશોક રોહિત તથા પોઈલોટ જયેશ પરમારની કામગરીને 108 એમ્બ્યુલન્સના આણંદ જિલ્લા અઘિકારી રવિ પ્રજાપતિ અને ઉપરી અધિકારી બિપીન ભટેરિયા દ્વારા બિરદાવવામાં આવી હતી. તેમજ નરેન્દ્રભાઇના પરીવારે પણ ઘરેણા પરત મળતાં અંતરપૂર્વકથી આભાર વ્યક્ત કર્યો હતો

Published by:Santosh Kanojiya

First published:

Tags: 108 ambulance, Anand, Local 18, Patients

Vijay Rupani, The Former Chief Minister Of Education, Made This Big Announcement, Watch The Video


Jamnagar: 12 વર્ષના બાળકની હત્યાનો ભેદ ઉકેલાયો, બાળકને યુવતીના પ્રેમસંબંધની જાણ થતા પ્રેમીના પિતાએ કરી હત્યા

જામનગરઃ જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામે એક મહિના પૂર્વે થયેલા 12 વર્ષના બાળકની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. બાળકને તેની પરીવારની યુવતીના પ્રેમસંબંધની જાણ થઇ જતા પ્રેમીના પિતાએ તેની હત્યા કર્યાનો ખુલાસો થયો હતો.  હેમત અપુભાઇ વાખલા નામના શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. હેમત વાખલાએ ધાર્યા વડે હુમલો કરી બાળકની હત્યા કરી હતી. બાદમાં ત્યાંથી નીકળી ગયો હતો

 એલસીબીએ આરોપીને શોધી કાઢ્યો છે. આરોપી હેમત વિરુદ્ધ અગાઉ પણ હત્યા લૂંટ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલ છે.

પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે હત્યા કર્યા બાદ બાળકનું લીંગ કાપી નાખવામાં આવ્યું હતું. બાળકને આરોપીના પરિવારની યુવતીના પ્રેમસંબંધની જાણ થઇ જતાં પ્રેમીના પિતાએ તેની હત્યા કર્યાનો ખુલાસો થયો હતો.

Ahmedabad: વહેલી સવારથી ધુમ્મસ છવાતા વાહનચાલકોને પડી હાલાકી, જુઓ દ્રશ્યો

Ahmedabad: વહેલી સવારથી ધુમ્મસ છવાતા વાહનચાલકોને પડી હાલાકી, જુઓ દ્રશ્યો 

Research done on sea urchin; Alginate was invented.apj – News18 Gujarati

Ashish Parmar, Junagadh: જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં સમયાંતરે જૂદા જુદા સંશોધન થતાં રહે છે. વિદેશનાં કેટલાક દેશમાં શેવાળનો સલાડમાં ઉપયોગ કરવામાં આવે છે. આ શેવાળ ઉપર સંશોધન કરવામાં આવ્યું છે. વેરાવળ આસપાસનાં દરિયા કાંઠા પર 80 થી 82 પ્રકારના શેવાળ જોવા મળે છે. શેવાળ કે લીલીને વૈજ્ઞાનિક ભાષામાં સી વીડી પણ કહે છે.

આ સંશોધનને મળી આંતરાષ્ટ્રીય પ્રસિદ્ધિ

તેમાંથી 4 જાતિના શેવાળને એકત્ર કરી તેમાંથી આલ્જીનેટ જનરેટ કરવામાં સફળતા મળી છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.ના લાઈફ સાયન્સ વિભાગના હેડ ડો. સુહાસ વ્યાસ અને પીએચડી કરતા કિરણ ડાંગરે આ સંશોધન કર્યું છે.તેને આંતરરાષ્ટ્રીય જ્ગર્લ્સ પ્લાન્ટ ટુડેમાં પ્રસિદ્ધિ મળી છે.આજ સુધી માત્ર બે જાતના શેવાળમાંથી આલ્જીનેટ જનરેટ કરવામાં ભાવનગર મરીનને સફળતા મળી છે.

શું હોય છે આલજીનેટ અને તેનો ક્યાં ઉપયોગ થાય છે

સીવીડમાંથી મળતા આલ્જીનેટ નામના સત્વની માર્કેટમાં ખુબ ડિમાન્ડ છે. તેનો ઉપયોગ કોસ્મેટિક વસ્તુ બનાવવામાં અને દવાઓમાં થાય છે. આ પ્રોડક્ટ કોસ્મેટિક વસ્તુઓ બનાવવામાં ખુબ જ વપરાય છે.આ ઉપરાંત દવા બનાવતી વખતે તેનો ઉપયોગ થાય છે. સીવીડ બાયો ફર્ટિલાઇઝર પણ છે. એટલું જ નહીં તેમાં ભરપૂર પોષક તત્વો હોવાથી તેના અન્ય ઉપયોગ પણ થાય છે.

વિદેશીઓ કરે છે સલાડમાં ઉપયોગ

ચાઇના, જાપાન અને કોરિયા જેવા વિક્સિત દેશોમાં શેવાળનો ઉપયોગ ખોરાક તરીકે કરવામાં આવે છે. કુદરતે આ ખજાનો સોરઠના સાગર કાંઠા ઉપર ભરપૂર માત્રામાં વેર્યો છે. અહીં જે 82 પ્રકારના શેવાળ થાય છે.

તેમાંથી અલગ અલગ પોષક તત્વો શોધવામાં આવે તો આવનારા સમયમાં માનવ જાતને ટકાવી રાખવા માટે પણ તે મહત્વની પુરવાર થશે. સીવીડમાં કાર્બોહાઇડ્રેડ અને પ્રોટીન ઉંચી માત્રામાં હોય છે. આથી તેના જુદા જુદા ઉપયોગ શું થઇ શકે તેમાં વિજ્ઞાનનો સહારો લઈને આગળ કામ કરવામાં આવશે.

આ રીતે કરવામાં આવી પ્રક્રિયા

દરિયાઈ લીલના રંગોમાં વિવિધતા એ તેમાં રહેલા રંજકદ્રવ્યોને આભારી છે. જે પૈકી ભૂખરી (કથ્થઈ) રંગની લીલએ આજીનેટ ઉત્પન્ન કરવા માટે સક્ષમ એક માત્ર જૂથ છે. આલ્જીનેટએ એક પ્રકારના પોલીસેકેરાઇડ્સ છે. જે ભૂખરી (કથ્થઈ) લીલની કોષદિવાલ અને અંતરકોષીય મ્યુસિલેજમાંથી ઉત્પન્ન થાય છે. જેમાંથી ઉંચા તાપમાને પણ ઓગળે નહીં અને સ્થિર રહી શકે તેવી જેલી બને છે. જેનો ઉપયોગ ફૂડ ઇન્ડ્રસ્ટીઝ, ટેક્સટાઇલ ઇન્ડ્રસ્ટીઝ તથા મેડિકલ ક્ષેત્રે ડ્રગ ડીલીવરી સિસ્ટમમાં થાય છે.

હજુ પણ સંશોધન ચાલુ છે

આ સંશોધન હજુ પણ ચાલુ છે. જેમાં શેવાળની અન્ય પ્રજાતિમાંથી પોષકતત્વો શોધવામાં આવશે. સંશોધનકર્તાઓના સંશોધનના ભાગરૂપે વેરાવળના દરિયાકિનારેથી અલ્જીનેટ ઉત્પન્ન કરતી ભૂખરી કથ્થઈ લીલમાંથી સરગાસમ ટેનેરિયમ, ટિકિટઓટા, ટાયકોટોમાં, સ્પેટોગલોસમ, એસ્પરમ અને આયગારીયા સ્ટેલાટા નામની 4 પ્રજાતિઓ લઇ તેના શુષ્કવજનના 15-20% જેટલા સોડિયમ આલજીનેટનું નિષ્કર્ષણ કરી તેમાં રહેલ પ્રોટીન અને કાર્બોદિતોનો અભ્યાસ કર્યો. જેમાં પ્રોટીનનું પ્રમાણ 15% અને કર્બોદિતનું પ્રમાણ 30-60% જેટલું હોવાનું નોંધાયું હતું.

 

phD ના વિદ્યાર્થીઓને મળતું ભથ્થું મદદરૂપ

હાલમાં પીએચડીમાં સંશોધન કરતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા દર મહિને નિયત કરેલ મર્યાદામાં ભથ્થું આપવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓને સંશોધનમાં ખૂબ જ મદદ મળી રહે છે. જેનાથી તે પોતાનું સંશોધન નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરી લે છે.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો ? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે ? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઇચ્છો છો ? તો અમને જાણ કરો,આ રહ્યું અમારું મેઇલ આઇડી : ashish.parmar@news18.in , મો. : 7048367314.જેમાં તમારી વિગત, સંપર્ક નંબર મોકલી આપો, અમારા રિપોર્ટર તમારો સંપર્ક કરશે.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Local 18, Reserch, Science, University

J&K હિમ વર્ષા અપડેટ્સઃ ક્યાંક રસ્તાઓ થયા બ્લોક તો ક્યાંક વાહનો પણ ઢંકાયા બરફની ચાદર નીચે

J&K હિમ વર્ષા અપડેટ્સઃ ક્યાંક રસ્તાઓ થયા બ્લોક તો ક્યાંક વાહનો પણ ઢંકાયા બરફની ચાદર નીચે 

Dharmaj will celebrate 17th Dharmaj Day with tricolor theme and cuisine from Miletus – News18 Gujarati

Salim chauhan, Anand: પેટલાદ તાલુકાના ધર્મજ ગામે છેલ્લા 16 વર્ષથી યોજાતા ધર્મજ ડેના આ પ્રસંગે મોટી સંખ્યામાં એનઆરઆઈઓ આવતા હોય છે. આ વર્ષે 17 મો ધર્મજ ડે ઉજવવાઈ રહ્યા છે ત્યારે એનઆરઆઈમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ધર્મજ ગામનાં લોકો મોટી સંખ્યામાં વિદેશમાં વસવાટ કરે છે અને દર વર્ષે  ધર્મજ ડેના દિવસે ભેગા થતાં હોય છે.

2007થી ધર્મજ ડેની ઉજવણી કરાય છે. ચરોતરના પેરિસ ગણાતા ધર્મજ ગામમાં 2007થી ધર્મજ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં હજારો લોકો જોડાયાં છે. આ પ્રસંગની સફળતા માટે દુનિયાભરમાંથી ધર્મજીયનો સહભાગી બને છે. વધુમાં સ્થાનિક રહેતા વતનીઓ તો સમયદાન પણ આપી આ અભિનવ પ્રયોગને વધુ અર્થપુર્ણ બનાવવા સતત પ્રયત્નશીલ રહે છે.

આજે યોજાનાર ધર્મજ ડે માં તિરંગા રંગની થીમ સાથે ઉજવણી કરવામાં આવશે. આ અંગે રાજેશ પટેલે જણાવ્યું હતું કે, 12મી જાન્યુઆરી 2023 ગુરુવારે સાંજે 5 વાગ્યાનાં સમયે ધર્મજ ડે ની ઉજવણી જલારામ મંદિરનાં ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી છે. જેમાં એક હજારથી વધુ વિદેશમાં વસતા ધર્મજનાં લોકો આવશે જેમાં પ્રધાનમંત્રીના અનુરોધ મુજબ યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્ષ 2023ને “ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટસ” તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. જેથી“ધર્મજ ડે”માં પધારનારા મહેમાનોને રાત્રી ભોજનમાં મિલેટસની વાનગીઓ પીરસવામાં આવશે.

આ દિવસે ધર્મજ ખાતે આર્થિક સમૃદ્ધિ વધવા સાથે લોકોની સ્વાસ્થ્ય સંપદા પણ જળવાય માટે મિલેટસની વાનગીઓ પીરસવામાં આવશે.મિલેટ્સ એટલે કે આપણા પરંપરાગત જાડા ધાન્યમાં આયર્ન તથા અન્ય ફાયદાકારક તત્વો વધારે હોઈ તેના ઉપયોગથી વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ભારત દેશ જાડા ધાન્યનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. જેની નિકાસ વધે તો દેશના ધરતીપુત્રો પણ ફરી એક વખત બાજરી,બાવટો,જુવાર,રાગી અને કોદરી જેવા પાકો તરફ પાછા વળ્યાં છે.

જેના કારણે ખેડૂતની આર્થિક સમૃદ્ધિ વધવા સાથે લોકોની સ્વાસ્થ્ય સંપદા પણ જળવાય. આ કાર્યક્રમની સાથે સાથે વલ્લભ વિદ્યાનગરની એસ.એમ.પટેલ કોલેજ ઓફ હોમસાયન્સના સહયોગથી મિલેટસ અંગે પુન: જાગૃતિ આવે તથા તેની પોષણક્ષમતા વિશે લોકો જાણતા થાય તે માટે એક સેમિનારનું આયોજન પણ થઇ રહ્યું છે.આ પ્રસંગ માં મુખ્ય વક્તા તરીકે નરેશભાઈ વૈદ ને બોલાવશે જેમાં ડો. નરેશભાઈ વેદ–પૂર્વ કુલપતિ વતનનો ઝુરાપો વિષય પર વ્યક્તવ્ય આપશે.

વિવિધ ધર્મજીયોને એવોર્ડ આપી સન્માન કરવામાં આવશેઆ વર્ષે ધર્મજ ગૌરવથી સન્માનિત થનારા મહાનુભાવોમાં વલ્લભ વિદ્યાનગરના કુશળ વહીવટકર્તા ધર્મજીયન મહેન્દ્રભાઈ જશભાઈ પટેલ (બાબાકાકા) તથા લંડન સ્થિત કેતનભાઈ વિનુભાઈ પટેલ કે જેઓ આફ્રિકા અને બ્રિટન ખાતે મોટા ગજાના ઉદ્યોગપતિ હોવા સાથે સમયે સમયે વતન માટે દાનની સરવાણી વહેડાવતા રહે છે. યુવા પ્રતિભાને અપાતા ધર્મજ જ્યોત સન્માન માટે રિશી કેતનભાઈ બીન ભુપેન્દ્રભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે. મૂળ ધર્મજના વતની એવા રિશી પટેલ ઉગતી પ્રતિભા સમા ઈંગ્લેંડમાં કાઉન્ટી ક્રિકેટ પ્લેયર છે.જેવો ને સન્માનીત કરવામાં આવશે.

આ દિવસે દાતાઓના સહયોગથી મુક્તિરથનું લોકાર્પણ કરાશેધર્મજ ગામ માટે જરૂરી અદ્યતન “મુક્તિરથ” (શબવાહિની)નું લોકાપર્ણ થશે. જે ધર્મજ ગામના તમામ નાગરિકોને ઉપલબ્ધ બનશે. છ ગામ પાટીદાર સમાજ તથા ધરોહર ફાઉન્ડેશનના સહિયારા પ્રયાસો થકી અંદાજિત રૂપિયા સાડા સાત લાખના ખર્ચે આ વાહન તૈયાર થઇ રહ્યું છે. જેના માટે નાઈસોલ મેન્યુંફેક્ચરીંગ કંપની તથા અન્ય વતનપ્રેમી એન. આર. ડી. (નોન રેસિડેન્સ ધર્મજીયન) દાતા દ્વારા આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે.

આજે  ધર્મજ ડે માં તિરંગા રંગની થીમને અનુરૂપ સુશોભન કરાયું છે સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ સોશ્યલ મિડિયા પર થશે. જેથી પ્રત્યક્ષ ઉપસ્થિત રહેનારા મહેમાનો ઉપરાંત દેશ અને દુનિયાભરમાંથી હજારોની સંખ્યામાં લોકો ઓન લાઈન પણ જોડાશે. જલારામ મંદિર ખાતે ધર્મજ ડે નાં દિવસે અલગ અલગ સ્ટોલ માં પ્રદર્શન પણ જોવા મળશે જેમાં જવેરાત જ્વેલર્સ, અને આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટ જેવા સ્ટોલ એન આર આઇ નિહાળે તે માટે મૂકવામાં આવશે

આજે યોજાનાર કાર્યક્રમમાં 4:30 સાંજે બધા ધર્મજ નાં લોકો નું ગેટ ટુ ગેધર થશે ત્યાર બાદ એવોર્ડ થી ત્રણ લોકો ને સન્માનિત કરશે અને તે પછી મીલેટ્સ ની વાનગી પીરસવામાં આવશે ફરી પારિવારિક મનોરંજન માટે ગોર પાપડી નું નાટક યોજાશે આમ આ કાર્યક્રમ પૂર્ણ થશે.

તમારા શહેરમાંથી (વડોદરા)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Anand, Local 18, Tricolour

West Bengal: Snake Found In Mid-day Meal At A School In Birbhum

Snake In Mid-Day Meal: પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાની એક શાળામાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં એક મૃત સાપ મળી આવ્યો. આ ખોરાકથી 30 થી વધુ બાળકો બીમાર પડ્યા છે. બાળકોને અચાનક ઉલ્ટી થવા લાગી. આ પછી તેને રામપુરહાટ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા. ખોરાક બનાવનાર શાળાના કર્મચારીએ દાવો કર્યો હતો કે દાળથી ભરેલા કન્ટેનરમાં સાપ જોવા મળ્યો હતો.

બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર દીપાંજન જાનાએ જણાવ્યું હતું કે મધ્યાહન ભોજન લીધા પછી ઘણા ગ્રામજનો બીમાર પડવાની ફરિયાદો મળી હતી. તેમણે આ માહિતી પ્રાથમિક શાળાઓના જિલ્લા નિરીક્ષકને આપી છે. અધિકારીએ જણાવ્યું કે એક બાળક સિવાય તમામ બાળકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તે ખતરાની બહાર છે.

વાલીઓએ મુખ્ય શિક્ષકનો ઘેરાવ કર્યો

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે માતા-પિતાએ શાળાનો ઘેરાવ કર્યો અને મુખ્ય શિક્ષકની કારમાં તોડફોડ કરી. જોકે, બાદમાં મામલો થાળે પડ્યો હતો. આ મામલે તપાસ ચાલી રહી છે. જોકે, રાહતની વાત એ છે કે બાળકો હવે ખતરામાંથી બહાર છે. હવે માત્ર એક જ બાળક હોસ્પિટલમાં દાખલ છે.

live reels News Reels

CMએ મધ્યાહન ભોજનમાં માંસ આપવાની જાહેરાત કરી હતી

પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મધ્યાહન ભોજનમાં માંસ અને ઈંડાનો સમાવેશ કરવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે ફળો અને ચિકન મીટ આપવા માટે રૂ. 372 કરોડ ફાળવ્યા છે. હવે આ બધાની વચ્ચે ખોરાકમાં સાપ મળી આવવાની ઘટનાએ રાજ્ય સરકાર પર અનેક પ્રશ્નો ઉભા કર્યા છે


ઉત્તરાયણ પર પવન કેવો રહેશે? હવામાન વિભાગે કરી છે મોટી આગાહી

Gujarat Uttrayan Wind Prediction: ઉત્તરાયણ દરમિયાન પતંગ રસિયાઓને સૌથી વધારે ચિંતા પવનની રહેતી હોય છે. આ અંગે હવામાન વિભાગ દ્વારા સારી આગાહી કરવામાં આવી છે. ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેવાની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ ઉત્તરાયણના દિવસે પવનની ગતિ કેવી રહેશે તે વિશે જણાવ્યું છે. ઉત્તર ભારતના હવામાનમાં ફરી એકવાર મોટો પલટો આવ્યો છે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ઉત્તરાયણના દિવસે પવન સારો રહેવાનો છે તેની સાથે પતંગ રસિયાઓને ગરમીથી પણ રાહત મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

મનોરમા મોહતીએ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેવાની સંભાવના વ્યક્ત કરીને જણાવ્યું છે કે, “તારીખ 14 અને 15 જાન્યુઆરીએ પવન મોટાભાગે 25-30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે ફૂંકાશે, જ્યારે કેટલાક સમય માટે પવનની ગતિ વધીને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ ફૂંકાઈ શકે છે.”

આ પણ વાંચોઃ 13 જાન્યુઆરીએ અમદાવાદમાં રોજગાર ભરતી મેળોઃ મોટી કંપનીઓમાં નોકરીની તક

ઉત્તરાયણ પર ગરમી ઓછી લાગશે!

ઉત્તરાયણના તહેવારમાં પવનની ગતિ સારી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને તેની સાથે ગરમી પણ આકરી નહીં રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચાલુ વર્ષે શિયાળો ડિસેમ્બર દરમિયાન હુંફાળો રહ્યા બાદ જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જેની અસર ઉત્તરાયણ દરમિયાન પણ રહેશે.

ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે ત્યારે તેની અસર ઉત્તરપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન સહિત ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે. રાજ્યમાં પાછલા દિવસોમાં ઠંડીનું જોર ઘટ્યા પછી ફરી એકવાર ચમકારો અનુભવાઈ રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દેશના ઘણાં રાજ્યોમાં હવામાનનો મિજાજ બદલાશે. પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તરપ્રદેશથી લઈને હિમાચલપ્રદેશમાં વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ આપવામાં આવ્યુું છે. રાજધાની દિલ્હી સહિત ઘણાં રાજ્યોમાં કોલ્ડ વેવની અસર રહેવાની આગાહી કરવામાં આવી છે. ધૂમ્મસના કારણે રોડ, રેલવે અને હવાઈ વ્યવહાર પર તેની અસર પડશે.

” isDesktop=”true” id=”1318520″ >

હિમાચલમાં હિમવર્ષાથી ઠંડીનો ચમકારો વધશે

હિમાચલપ્રદેશમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવવાની આગાહી કરાઈ છે, અહીં ઘણાં જિલ્લામાં હિમવર્ષા થવાની આગાહી કરવામાં આવી છે. લાહૌલ સ્પીતિ, કુલ્લૂથી લઈને ચંબા અને હિમાચલની ઊંચાઈવાળા વિસ્તારમાં હિમવર્ષા થવાની આગાહી છે. રાજ્યની રાજધાની શિમલામાં પણ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Tejas Jingar

First published:

Tags: Gujarat Weather, Gujarat Weather Forecast, Makar sankranti, Uttarayan, ઉત્તરાયણ

Sah Polymers Debuts On The Bourses With 30% Premium

Sah Polymers shares list: સાહ પોલિમર્સે 12 જાન્યુઆરીના રોજ ઇશ્યૂ પ્રાઇસ કરતાં 30.7 ટકા પ્રીમિયમ સાથે ડેબ્યૂ કર્યું છે. ગયા મહિને લોન્ચ કરાયેલ IPO વચ્ચે આ છેલ્લું લિસ્ટિંગ હતું. બલ્ક પેકેજિંગ સોલ્યુશન્સ પ્રદાતાએ ઈક્વિટી માર્કેટમાં વોલેટિલિટી હોવા છતાં શેર દીઠ રૂ. 65ની ઈશ્યૂ કિંમત સામે પ્રથમ દિવસનો વેપાર રૂ. 85 પર શરૂ કર્યો હતો. કંપનીનો શેર BSE અને NSE બંને પર રૂ. 65ની ઇશ્યૂ કિંમતની સરખામણીમાં રૂ. 85 પર ડેબ્યૂ થયો હતો.

IPO સબ્સ્ક્રિપ્શન વિગતો

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર ઉપલબ્ધ ડેટા મુજબ, IPO હેઠળ 56,10,000 શેરની ઓફર સામે 9,79,44,810 શેર માટે બિડ મળી હતી. રિટેલ વ્યક્તિગત રોકાણકારો (RII) કેટેગરી 39.78 વખત સબસ્ક્રાઇબ થઈ હતી જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકાર સેગમેન્ટ 32.69 વખત સબસ્ક્રાઇબ થયું હતું. તે જ સમયે, પાત્ર સંસ્થાકીય ખરીદદાર (QIB) નો શેર 2.40 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. તમને જણાવી દઈએ કે, કંપનીના IPOની પ્રાઇસ બેન્ડ 61 થી 65 રૂપિયા હતી.

આ કંપની કામ કરે છે

સાહ પોલિમર્સ દેશમાં પ્લાસ્ટિક બેગ બનાવવાનું કામ કરે છે. તેનો ઉપયોગ કૃષિ જંતુનાશકો, દવા, સિમેન્ટ, રસાયણ, ખાતર, ખાદ્ય ઉત્પાદનો, કપડાં, ટાઇલ્સ અને સ્ટીલ ઉદ્યોગોમાં થાય છે. તેનો વ્યવસાય આફ્રિકા, મધ્ય પૂર્વ, યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેરેબિયન સહિત દેશના કુલ 7 રાજ્યોમાં છે. નાણાકીય વર્ષ 2022 માં, તેણે વાર્ષિક ધોરણે તેના વ્યવસાયમાંથી રૂ. 4.38 કરોડનો 244 ટકા વધુ નફો મેળવ્યો. તેની આવક 46.2 ટકા વધીને રૂ. 80.5 કરોડ થઈ છે.


IND vs SL 2nd ODI Score Live: આજે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વન-ડે મેચ, ભારત સીરિઝ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે  સીરીઝની બીજી વનડે મેચ રમાશે, આ મેચ કોલકત્તાના ઇડન ગાર્ડનમાં રમાશે. આ મેચમાં શ્રીલંકા માટે કરો યા મરોની સ્થિતિ સર્જાઇ છે. તો બીજીબાજુ રોહિત એન્ડ કંપની જીત સાથે સીરીઝ પર કબજો જમાવવાનો પ્રયાસ કરશે. ભારત અને શ્રીલંકાની વનડે સીરીઝની આ મહત્વની બીજી વનડે મેચ 12 જાન્યુઆરીએ બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે, મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર કરવામાં આવશે. આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝ્ની+ હૉટસ્ટાર એપ પર ઉપલબ્ધ રહેશે.

ભારતનો રેકોર્ડ છે દમદાર 
કોલકત્તામાં ભારતનો રેકોર્ડ ખુબ શાનદાર અને સારો રહ્યો છે. ટીમ ઇન્ડિયાએ ઇડન ગાર્ડન મેદાનમાં ઓવર ઓલ 21 વનડે મેચો રમી ચૂકી છે. આમાં ભારતીય ટીમને 12 મેચોમાં જીત હાંસલ થઇ છે, તો 10 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. આમ તો ભારત કોલકત્તામાં કુલ 23 વાર વનડે મેચો રમવા ઉતર્યુ છે, પરંતુ વેસ્ટ ઇન્ડિઝ અને સાઉથ આફ્રિકા વિરુદ્ધ મેચમાં એકપણ બૉલ ન હતો ફેંકાઇ શક્યો. ખરાબ હવામાન અને વરસાદના કારણે આ બે મેચો કેન્સલ થઇ થઇ હતી. 

શ્રીલંકા પર ભારે છે ટીમ ઇન્ડિયા – 
કોલકત્તામા ભારત અને શ્રીલંકાની વચ્ચે અત્યાર સુધી પાંચ વનડે મેચો રમાઇ છે. આ મેદાનમાં ટીમ ઇન્ડિયાનુ પલડુ લંકા સામે ભારે રહ્યું છે. આ પાંચ મેચોમાંથી ત્રણમાં ભારતીય ટીમે જીત મેળવી છે, જ્યારે એક મેચનુ પરિણામ ન હતુ આવી શક્યુ. શ્રીલંકા વિરુ્દ્ધ ઇડન ગાર્ડન પર છેલ્લે વર્ષ 1996 માં વનડે મેચ જીતી હતી. તે પછી કોલકત્તામાં જ્યારેય ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે મેચ રમાઇ છે, ત્યારે શ્રીલંકા ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. આ મેદાન પર ફેબ્રુઆરી, 2007માં રમાયેલી વનડેનું પરિણામ ન હતુ આવ્યુ.

Cabinet Decision On Land Resurvey: જે વિસ્તારમાં રિ સર્વેની કામગીરીમાં ક્ષતિઓ હતી તે અંગે સરકારે શું કર્યો નિર્ણય?

Cabinet Decision On Land Resurvey: જે વિસ્તારમાં રિ સર્વેની કામગીરીમાં ક્ષતિઓ હતી તે અંગે સરકારે શું કર્યો નિર્ણય?