Thursday, January 12, 2023

Jamnagar :  પ્રેમસંબંધની બાળકને જાણ થઈ જતાં યુવકે કરી નાંખી હત્યા, ઉકેલાયો ભેદ

Jamnagar :  પ્રેમસંબંધની બાળકને જાણ થઈ જતાં યુવકે કરી નાંખી હત્યા, ઉકેલાયો ભેદ

સુરતમાં પતંગરસિયાઓ નારાજ, આ વર્ષે તમામ વસ્તુનો ભાવ વધતા બજેટ ખોરવાયું

સુરતઃ સુરતી લોકો દરેક તહેવાર રંગેચંગે ઉજવતા હોય છે. ત્યારે ઉત્તરાયણને લઈને પણ સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આ વર્ષે મોંઘવારીને કારણે આ તહેવાર પર પણ અસર જોવા મળી છે. તમામ વસ્તુ મોંઘી થતાં તહેવારની અસર જોવા મળી રહી છે. પતંગ-દોરીથી માંડી તમામ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. તેને લઈને પતંગરસિયાઓમાં નારાજગી જોવા મળી રહી છે.

પતંગની લાકડી-કાગળના ભાવમાં વધારો

પતંગ બનાવવાની લાકડી અને કાગળ પણ મોંઘો થતા પગંતનો ભાવ 30 ટકા જેટલો વધ્યો છે. જેની સીધી અસર જોવા મળી રહી છે. જો કે, ઉત્તરાયણનો તહેવાર વર્ષમાં એકવાર આવતો હોવાથી પતંગરસિયાઓ મનમૂકીને ખર્ચો કરી રહ્યા છે. બજાર આ સમયે લોકોથી ઉભરાતું હોય છે, ત્યારે અહીંયા માત્ર 40% લોકો જ બજારમાં જોવા મળી રહ્યા છે.

તમામ વસ્તુઓ મોંઘી થઈ

છેલ્લા 40 વર્ષથી દોરી પર રંગ સાથે કાચ ચડાવવાનું કામ કરતા બહેન જણાવે છે કે, ‘આ વર્ષે દોરીના ભાવમાં, તેના બોબીનમાં પણ વધારો થયો છે. સાથે સાથે દોરી ઘસવાનો ખર્ચ અને બ્લેબલ મોંઘું થવાને લઈને તમામ વસ્તુઓ મોંઘી થઈ છે. તેની સીધી અસર તેમના વેપાર પર જોવા મળી રહી છે. જે પતંગ રશિયાઓ 5000 વાર દોરી ઘસાવતા હતા તે હવે માત્ર 3000થી 4000 વાર દોરી ઘસાવે છે. તેને લઇને તેમની ગ્રાહકી પર ફરક જોવા મળી રહ્યો છે.’

આ પણ વાંચોઃ ઉત્તરાયણને લઈને હવામાન વિભાગની મોટી આગાહી

પતંગરસિયાઓનું બજેટ ખોરવાયું

સામાન્ય રીતે પતંગરસિકો એક બજેટ બનાવીને માર્કેટમાં આવતા હોય છે. જેને લઇને હાલ મોંઘવારીને લઈને તમામ પતંગરસિયાઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. જે લોકો 5000 વાર દોરી અને 1000 પતંગ લેતા હતા, તેમનું બજેટ પાંચથી સાત હજાર રૂપિયા હતું. ત્યારે હવે લોકો માત્ર 200 પતંગ લે છે અને તેની સામે 4000 વાર જેટલી દોરી ઘસાવે છે. મનગમતો તહેવારો હોવા છતાં તેમણે બજેટને લઈને પોતાના શોખને થોડે ઘણે અંશે ઓછો કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

તમારા શહેરમાંથી (સુરત)

Published by:Vivek Chudasma

First published:

Tags: Kite Festival, Surat news, Uttarayan

Gujarat : વિધાનસભામાં હાર પછી ફરી કોંગ્રેસ એક્શન મોડમાં, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મળી બેઠક

Gujarat : વિધાનસભામાં હાર પછી ફરી કોંગ્રેસ એક્શન મોડમાં, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મળી બેઠક

Daman: આ જિલ્લા પંચાયતના પ્રમુખની ધરપકડ થતા રાજકારણ ગરમાયું, વેપારી પાસે માગી હતી ખંડણી

દમણ: સંઘપ્રદેશ દમણના જિલ્લા પંચાયત પ્રમુખ નવીન પટેલને આજરોજ દમણ પોલીસ દ્વારા ખંડણી માંગવાના કેસમાં ધરપકડ કરતા પ્રદેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. નવીન પટેલ અને અન્ય તેમના ભાઈ અશોક પટેલ દ્વારા ખંડણી માંગવાના લઈને દમણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

સંઘપ્રદેશ દમણના દલવાડામાં આવેલ એક કંપનીમાંથી ફરિયાદી દ્વારા ભંગારનો માલ ખરીદી કરી સ્ક્રેપનો વેપાર કરતા હતા. જેને લઈને 3 મહિના પહેલા વેપારીને દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ નવીન પટેલ અને તેમના ભાઈ અશોક પટેલ દ્વારા વેપાર કરવો હોય તો અમને હપ્તો આપવો પડશે તેવી ધમકી આપવામાં આવી હતી. જેને લઈને ફરિયાદી દ્વારા તેમને દર મહિને હપ્તા પેટે પૈસા આપવામાં આવતા હતા. આ સમગ્ર મામલે ફરિયાદી દ્વારા પૈસા ન આપવા માંગતા હોય જેને લઈને દમણ સ્થિત કડૈયા પોલીસ સ્ટેશન ખાતે આવી જિલ્લા પંચાયતના પ્રમુખ નવીન પટેલ અને તેમના ભાઈ અશોક પટેલ વિરુદ્ધમાં ફરિયાદ આપતા દમણ પોલીસ દ્વારા કલમ 384 506 R/W ,34 આઇપીસી મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ સમગ્ર મામલે ટેક્નિકલ સર્વેલન્સ અને અન્ય બાતમીદારોના આધારે દમણ પોલીસ દ્વારા દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ નવીન પટેલ અને તેમના ભાઈ અશોક પટેલને દલવાડા ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. કડૈયા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

સુરતમાં વ્યાજખોરના ત્રાસથી યુવકે કર્યો આપઘાત

સુરતના ઉધના વિસ્તારમાં વ્યાજખોરના ત્રાસથી 28 વર્ષીય યુવકે આપઘાત કરી લીધો છે. જે બાદ ઉધના પોલીસ મથકમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગત 22 ડિસેમ્બરે દીનારામ ઉમારામ જાટ નામના યુવકે આપઘાત કર્યો હતો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર દીનારામે 15 હજાર રુપિયા વ્યાજે લીધા હતા. જો કે, વ્યાજ સહિત 75 હજાર આપી દીધા હતા. તેમ છતા વ્યાજખોરો હજી દોઢ લાખ માંગી રહ્યા હતા. ત્યાર બાદ વ્યાજખોરોએ વ્યાજ વધારી 8 લાખની માંગ કરવા લાગ્યા હતા.

વ્યાજખોર

1.અમરચંદ બકશારામ જાટ
2. મુન્નારામ રૂપારામ જાટ
3. રામ રતન પુનારામ જાટ
4. ધર્મેન્દ્ર જાટ સહિત 4 વિરુદ્ધ પોલીસ ફરિયાદ

મૃતક યુવકના આપઘાત બાદ માતા મેનાદેવી ઉમારામ જાટએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મૃતક દીનારામના જીજા અમરચંદ જાટ આરોપી છે જ્યારે આરોપી રામ રતન પારિવારિક ભાઈ છે. સામે આવેલી વિગતો અનુસાર મૃતક ફર્નિચરનું કામ કરતો હતો. તો બીજી તરફ યુવકની આત્મહત્યા પહેલાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં રાજસ્થાની ભાષામાં તે પરિવારની માફી માંગી રહ્યો છે. લોકોએ રૂપિયા માટે અસહ્ય ત્રાસ આપ્યો તેથી આ પગલું ભર્યું. આ ઉપરાંત મૃતકે એક સુસાઇડ નોટ પણ લખી હતી. સુસાઇડ નોટમાં 5% વ્યાજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરી છે. મૃતકના બનેવીએ રૂપિયા માટે ત્રાસ આપ્યો હતો.

મોરબીમાં યુવાનોએ સ્વામી વિવેકાનંદની પ્રતીમાને ફૂલહાર કરી યુવા દિવસની ઉજવણી કરી; યંગ ઇન્ડિયા રન મેરેથોન દોડ યોજાઈ | Youth in Morbi celebrated Youth Day by garlanding Swami Vivekananda's statue; Young India Run Marathon was held

મોરબી7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આજે 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નિમિત્તે યુવા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સંસ્થાના અગ્રણીઓએ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ફૂલહાર કરીને યુવા દિવસની ઉજવણી કરી હતી. 12 જાન્યુ, 1863 ભારતમાં એક યુગ પુરુષનો જન્મ થયો હતો. જે યુગપુરુષ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિને ભારતદેશ રાષ્ટ્ર યુવાદિવસ તરીકે મનાવે છે. ત્યારે તેમનું જીવન પણ આજના યુવા માતે અત્યંત પ્રેરણાદાયક છે.

આવા યુગ પુરુષથી પ્રેરિત થઈને મોરબી અને રાજકોટમાં યુવાશક્તિ ફાઉન્ડેશન દ્વારા રક્તદાનનું કાર્ય ચાલી રહ્યુ છે. જે દિવસ-રાત લોકોની બ્લડની ઈમરજન્સી જરૂરિયાત પુરી પાડતું હોય છે. ત્યારે આજે યુવા દિવસ નિમિત્તે યુવા આર્મી ગ્રુપ મોરબીના યુવાનો દ્વારા આજે મોરબીમાં દરબાર ગઢ પાસે આવેલ સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુને સ્વચ્છ કરીને ફુલહાર કરી યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

તો આજે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિત્તે મોરબી શહેર યુવા ભાજપ દ્વારા યંગ ઇન્ડિયા રન મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતુ. સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિતે રાષ્ટ્રીય યુવા દિવસ અંતર્ગત મોરબી શહેર ભાજપ અધ્યક્ષ લાખાભાઈ જારીયાના માર્ગદર્શન હેઠળ યુવા ભાજપ દ્વારા યંગ ઇન્ડિયા રન મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિવિધ સ્કૂલ કોલેજના યુવાનો અને શહેર યુવા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દોડ બાદ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Tuvar Chana and Raida purchases From 1 February 2022 Minimum Support Price in Gujarat sb – News18 Gujarati

ગાંધીનગર: ગુજરાત સરકારે આજે ખેડૂતોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકાર દ્વારા ખેડૂતોને તેમના પાકનું પૂરતા પ્રમાણમાં સમયસર વળતર મળી રહે તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો પાસેથી ચાલુ વર્ષે તુવેર, ચણા અને રાયડાના પાકને ટેકાના ભાવે ખરીદી કરવાની ઓનલાઇન નોંધણી પ્રક્રિયાનો આગામી તારીખ 1 ફેબ્રુઆરીના રોજથી રાજ્યભરમાં એક માસ માટે પ્રારંભ કરવામાં આવશે.

જણાવી દઈએ કે, કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને ચાલુ વર્ષે વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદીના આયોજન માટે ગાંધીનગર ખાતે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. કૃષિમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઓનલાઇન નોંધણી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ, રાજ્યભરમાં તુવેરના 135 ખરીદ કેન્દ્રો, ચણાના 187 ખરીદ કેન્દ્રો તેમજ રાયડાના 103 ખરીદ કેન્દ્રો પરથી ખેડૂતો પાસેથી આગામી 10 માર્ચથી 90 દિવસ માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ખેડુતો પાસેથી પ્રતિદિન 125 મણ સુધીની ખરીદી કરવામાં આવશે. આ ખરીદી માટે રાજ્ય સરકારે રાજ્ય નોડલ એજન્સીની નિમણૂક પ્રક્રિયા પણ હાથ ધરી છે.

આ પણ વાંચો:  13,000થી વધુ મૃતકો સ્વર્ગમાંથી મેળવે છે પેન્શન, ખુલાસા બાદ વહીવટીતંત્રે લીધો આ નિર્ણય

કૃષિમંત્રીએ કહ્યું હતું કે, ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી માટે સમગ્ર રાજ્યમાં ગ્રામ્યકક્ષાએ વિનામૂલ્યે નોંધણી તેના ઇ-ગ્રામ કેન્દ્રો પર VCE દ્વારા 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. ખેડૂતો આ નોંધણી વિનામૂલ્યે કરાવી શકશે જે માટે VCEના મહેનતાણાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

આ ઉપરાંત કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ચાલુ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા તુવેર પાક માટે પ્રતિ ક્વિન્ટલ 6,600 એટલે કે પ્રતિ મણ1,320 ચણા માટે પ્રતિ ક્વિન્ટલ 5,335 એટલે કે પ્રતિ મણ 1,067 તેમજ રાયડાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ 5,450 એટલે કે પ્રતિ મણ 1,090 ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

તમારા શહેરમાંથી (ગાંધીનગર)

Published by:Samrat Bauddh

First published:

Tags: Agriculture minister Raghavji Patel, Gujarat farmer, Gujarat Government, MSP

IND vs SL 3rd ODI: ભારતની ધારદાર બૉલિંગ, બીજી વનડે જીતવા શ્રીલંકાએ જીતવા આપ્યો 216 રનોનો ટાર્ગેટ

IND vs SL 3rd ODI: કોલકત્તાના ઇડન ગાર્ડન ખાતે રમાઇ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વનડેની પ્રથમ ઇનિંગ પૂર્ણ થઇ ચૂકી છે. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકન ટીમે ભારતીય ટીમને જીત માટે 216 રનોનો ટાર્ગેટ આપ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા ટીમના કેપ્ટન દાસુન શનાકાએ ટૉસ જીતીને કોલકત્તા વનડેમાં પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યુ હતુ, પહેલા બેટિંગ માટે ઉતરેલી શ્રીલંકાની ટીમ નિર્ધારિત 50 ઓવર પણ પુરી ન હતી રમી શકી. શ્રીલંકા ટીમ 39.4 ઓવર રમીને માત્ર 215 રનોમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી, આ સાથે જ ભારતીય ટીમને બીજી વનડે જીતવા માટે 216 રનોનો ટાર્ગેટ મળ્યો હતો.

મેચની વાત કરીએ તો, પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકા ટીમ તરફથી નુવાન્દુ ફર્નાન્ડો સૌથી વધુ રન 50 રન બનાવી શક્યો હતો, આ સિવાય કોઇપણ બેટ્સમેન ક્રિઝી પર લાંબો સમય સુધી ટકી શક્યા ન હતા. ફર્નાન્ડોએ 63 બૉલમાં 6 ચોગ્ગા સાથે અર્ધશતકીય 50 રનોની ઉપયોગી ઇનિંગ રમી હતી. 

આ ઉપરાંત શ્રીલંકા તરફથી કુસલ મેન્ડિસ 34 રન, દુનીથ વેલાલેગે 32 રન, અને આવિષ્કા ફર્નાન્ડો 20 રન અને વાનિન્દુ હસરંગાએ 21 રનની ઇનિંગ રમી હતી.

ભારતીયી ટીમે ફરી એકવાર શાનદાર બૉલિંગનું પ્રદર્શન કર્યુ હતુ. ભારત તરફથી સિરાજ અને કુલદીપ યાદવનો તરખાટ જોવા મળ્યો હતો, બન્નેએ 3-3 વિકેટો ઝડપી હતી, આ ઉપરાંત ઉમરાન મલિક 2 અને અક્ષર પટેલ 1 વિકેટ લેવામાં સફળ રહ્યાં હતા. 

ભારતીય ટીમ પહેલીથી સીરીઝ પર 1-0થી લીડ બનાવી ચૂકી છે – 
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઇ રહેલી હાલમાં ત્રણ મેચોની વનડે સીરીઝમાં ટીમ ઇન્ડિઆએ રોહિત શર્માની આગેવાનીમાં પ્રથમ વનડે મેચ જીતી લીધી હતી, આ સાથે જ સીરીઝમાં પહેલાથી ભારતીય ટીમ 1-0થી લીડ બનીવી ચૂકી છે, આજની મેચ જીતીને ટીમ ઇન્ડિયા સીરીઝ પર કબજો કરવા પ્રયાસ કરશે. 


ઉત્તરાયણને લઈને હવામાન વિભાગની મોટી જાહેરાત, જાણો શું કહ્યું

તો બીજી તરફ, હવામાન વિભાગે કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં કોલ્ડવેવની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન પણ કચ્છ જિલ્લાના નલિયા ગામે નોંધાતું હોય છે.

Big Lapse In PM Modi's Security In Karnataka

PM Modi Security Breach: કર્ણાટકમાં પીએમ મોદીની સુરક્ષામાં મોટી ચૂંક સામે આવી છે. અહીં એક યુવકે PM મોદીને હાર પહેરાવવા માટે સુરક્ષા કવચ તોડીને પીએમ મોદીની કાર સુધી પહોંચી ગયો હતો. જો કે ત્યાર બાદ સુરક્ષા કર્મચારીઓ તાત્કાવિક આ યુવકને દૂર ખસેડી દીધો હતો. આ ઘટના હુબલ્લી પીએમ મોદીના રોડ-શો દરમિયાન બની હતી.

 

કર્ણાટકના હુબલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન એક વ્યક્તિ તેમની ખૂબ નજીક આવી ગયો. તે વ્યક્તિની નજીક આવ્યા બાદ સુરક્ષાકર્મીઓ સક્રિય થઈ ગયા અને તેઓએ તેને તરત જ હટાવી દીધો હતો. હાલ માટે, પોલીસ કમિશનરે કહ્યું છે કે, પીએમની સુરક્ષામાં કોઈ ક્ષતિ રહી નથી.

કર્ણાટકના હુબલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકની મોટી ઘટના સામે આવવાથી હડકંપ મચી ગયો છે. અહીં પીએમ મોદીના રોડ શો દરમિયાન અચાનક એક યુવક તેમની તરફ દોડે છે અને પીએમની ખૂબ નજીક પહોંચી જાય છે. વાસ્તવમાં, યુવક વડાપ્રધાનને ફૂલોની માળા આપવા માંગતો હતો, આ માટે તે વિચાર્યા વિના SPG કોર્ડન તોડીને પીએમ મોદી પાસે પહોંચ્યો. આ જોઈને SPG કમાન્ડો એક્શનમાં આવી ગયા અને યુવકને પીએમથી દૂર લઈ ગયા.

પીએમ મોદી કર્ણાટકના હુબલીમાં પોતાની કારમાં રોડ શોમાં ભાગ લઈ રહ્યા હતા, આ દરમિયાન વડાપ્રધાન કારનો દરવાજો ખોલીને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા, પીએમ મોદી સાથે એસપીજી કોર્ડન ચાલી રહી હતી. એટલા માટે યુવક ઝડપથી માળા લઈને વડાપ્રધાન પાસે પહોંચે છે અને તેમને હાર પહેરાવવાનો પ્રયાસ કરે છે. જોકે એસપીજી કમાન્ડો તેને પીએમ સુધી પહોંચવા દેતા નથી.

Youtube પર ફેક ન્યૂઝ ફેલાવી રહી છે આ ચેનલ

યુટ્યુબ પર ‘સંવાદ ટીવી’ નામની ચેનલ ભારત સરકાર અને કેન્દ્રીય મંત્રીઓના નિવેદનો અંગે ખોટા દાવા કરી રહી છે. PIB ફેક્ટ ચેક મુજબ, 10 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી #YouTube ચેનલ ‘સંવાદ ટીવી’ ભારત સરકાર વિશે #FakeNewsનો પ્રચાર કરી રહી છે અને કેન્દ્રીય મંત્રીઓના નિવેદનો વિશે ખોટા દાવા કરી રહી છે. પીઆઈબીએ શ્રેણીબદ્ધ ટ્વીટમાં આ ચેનલના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે.સમાચાર એજન્સી અનુસાર, ‘સંવાદ ટીવી’ નામની યુટ્યુબ ચેનલે એક વીડિયોમાં દાવો કર્યો છે કે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજીનામું આપી દીધું છે. આ દાવો ખોટો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ રાજીનામું આપ્યું નથી.

અમિત શાહે રાજીનામું આપ્યું’

આગામી ટ્વિટમાં જણાવવામાં આવ્યું કે #YouTube ચેનલ ‘સંવાદ ટીવી’ના એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજીનામું આપી દીધું છે. આ દાવો પણ સંપૂર્ણપણે ખોટો છે. તે જ સમયે, સંવાદ ટીવીએ તેના એક યુટ્યુબ વીડિયોમાં દાવો કર્યો છે કે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટિપ્પણી કરી છે. સંવાદ ટીવીનો આ વીડિયો પણ નકલી છે.


Sabarmati pollution : ખૂદ મંત્રી મુકેશ પટેલ સાબરમતી પ્રદૂષણ નાથવા આવ્યા મેદાનમાં

Sabarmati pollution : ખૂદ મંત્રી મુકેશ પટેલ સાબરમતી પ્રદૂષણ નાથવા આવ્યા મેદાનમાં 

રૂ.5 લાખ જમા હશે તો રૂ.2 લાખ વ્યાજ મળશે

નવી દિલ્હીઃ મોંઘવારી અને મોંઘા થતી લોનની વચ્ચે બેંકોએ જમા પર પણ ગ્રાહકોને વધારે વ્યાજ આપવાનું શરૂ કર્યુ છે. હાલમાં જ સરકારી અને પ્રાઈવેટ સેક્ટરની બેંકોએ જુદા-જુદા ટેન્યોરની એફડી પર વ્યાજ દરોમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ પણ પોતાની જમા એફડી પર વ્યાજ દરોમાં વધારો કર્યો છે. આમાં રેગુલગ ગ્રાહકોને મેક્સિમમ 6.75 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.25 ટકા સુધી વ્યાજ મળી રહ્યુ છે. એસબીઆઈમાં સીનિયમ સિટીઝનને ‘એસબીઆઈ વીકેયર ડિપોઝીટ સ્કીમ’ હેઠળ એક્સ્ટ્રા ફાયદો મળે છે. આ યોજનાની ડેડલાઈન વધારીને 31 માર્ચ 2023 કરી દેવામાં આવી છે.

5 લાખ રૂપિયા જમા પર 2 લાખ વ્યાજ

એસબીઆઈની સીનિયર સિટીઝન માટે ખાસ યોજના એસબીઆઈ વીકેયર ડિપોઝિટમાં 7.25 ટકા સુધી વ્યાજ મળી રહ્યુ છે. જો આ યોજનામાં 5 લાખ રૂપિયા જમા કરો છો, તો 5 વર્ષમાં મેચ્યોરિટી પર 7,16,130 રૂપિયા મળશે. એટલે કે, માત્ર વ્યાજથી જ 2,16,130 રૂપિયા મળશે.આ પણ વાંચોઃ  ફક્ત 4 મહિનામાં 550 ટકાનું જબ્બર વળતર અને હવે 11 બોનસ શેર પણ મળશે

આ યોજનામાં બધા જ સીનિયર સીટીઝનને 5 વર્ષ કે તેનાથી વધારે મુદ્દતવાળી એફડી પર 0.50 ટકા અને 0.30 ટકા એમ કુલ 0.80 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. 2 કરોડથી ઓછી ડિપોઝીટ પર આ વ્યાજ દર 13 ડિસેમ્બર 2022થી લાગૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ પતાવટના એક સોદાના કારણે આ શેરમાં લાગી અપર સર્કિટ, રોકાણકારો તો ખરીદવા મંડી પડ્યા!

ટેક્સ ડિડક્શનનો મળશે ફાયદો

બેંકોની એફડીને સામાન્ય રીતે સલામત માનવામાં આવે છે. જોખમ નહિ લેવા માંગતા રોકાણકારો માટે આ એક સારો વિકલ્પ છે. 5 વર્ષની ટેક્સ સેવિંગ એફડી પર 80સી હેઠળ 1.5 લાખ રૂપિયા ટેક્સ છૂટનો લાભ મળે છે. જો કે, એફડી પરથી મળવાવાળું વ્યાજ ટેક્સેબલ હોય છે. આમાં 5 વર્ષનો લોક ઈન પીરિયમ હોય છે. આ મુદ્દત 10 વર્ષ સુધી વધારી શકાય છે. જાણકારી અનુસાર, એસબીઆઈ તેના કર્મચારીઓ અને પેન્શનર્સને એફડીના વર્તમાન દરોથી 1 ટકા વધારે વ્યાજ ઓફર કરે છે.

Published by:Sahil Vaniya

First published:

Tags: Business news, SBI bank, Tax Savings

Gujarat : ઉદ્યોગમંત્રી બળવંતસિંહે GIDC ઇમ્પેક્ટ ફી નિયમનની કરી જાહેરાત

Gujarat : ઉદ્યોગમંત્રી બળવંતસિંહે GIDC ઇમ્પેક્ટ ફી નિયમનની કરી જાહેરાત 

ગુજરાત સરકાર ‘સ્વામી વિવેકાનંદ સર્કિટ’ બનાવશે, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અન્ય 8 જગ્યા નક્કી

ગાંધીનગરઃ યુવાનોના આદર્શ અને પ્રેરણાસ્ત્રોત ગણાતા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ એટલે કે ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભા પોડિયમમાં સ્વામી વિવેકાનંદજીને ભાવપુષ્પ અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. આ પ્રસંગે વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, કેબિનેટ મંત્રી  રાઘવજીભાઈ પટેલ,  બળવંતસિંહ રાજપુત, કુંવરજીભાઈ બાવળીયા, ભાનુબેન બાબરીયા તેમજ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, પ્રફુલભાઈ પાનશેરીયા, ભિખુસિંહ પરમાર, ધારાસભ્યો સહિતના અગ્રણીઓએ પણ સ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

સરકારે 8 સ્થળો પસંદ કર્યા

રાજ્ય સરકાર આગામી દિવસોમાં સ્વામી વિવેકાનંદ સર્કિટ બનાવવા જઈ રહ્યું છે, જેની જવાબદારી પ્રવાસન વિભાગને સોંપવામાં આવી છે. પ્રવાસન વિભાગ દ્વારા ગુજરાતના 8 સ્થળો નક્કી કરવામાં આવ્યાં છે. સૌરાષ્ટ્ર, કચ્છ સહિતની એવી જગ્યાો પસંદ કરવામાં આવી છે કે જ્યાં સ્વામી વિવેકાનંદે પ્રવાસ કર્યો હતો. આ આઠેય જગ્યાએ સરકારે સ્વામી વિવેકાનંદ મઠ બનાવવાનું નક્કી કર્યું છે.

સ્વામી વિવેકાનંદના વિચારો ફેલાવવાનો હેતુ

ભુપેન્દ્ર પટેલ સરકારે પહેલીવાર આ સ્વામી વિવેકાનંદ સર્કિટ બનાવવાનો વિચાર કરી પ્રોજેક્ટ હાથમાં લીધો છે. આ પ્રોજેક્ટ માટે પ્રવાસન વિભાગે કવાયત હાથ ધરી દીધી છે. પ્રવાસન વિભાગે પ્રેઝેન્ટેશન પણ તૈયાર કરી દીધું છે. કચ્છ-સૌરાષ્ટ્રના જુદા-જુદા આઠ સ્થળોએ વિવેકાનંદ સર્કિટ અંતર્ગત વિકાસ કાર્યો કરવામાં આવશે. પરિણામે સ્વામી વિવેકાનંદના વિચારોનો ફેલાવો થશે અને પ્રવાસનનો પણ વિકાસ થશે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vivek Chudasma

First published:

Tags: Swami Vivekananad Life, Swami vivekanand, Swami Vivekananda