Thursday, January 12, 2023

Ahmedabad: અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી મહિલાનું ગળું કપાયું, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવી

અમદાવાદ: શહેરના અમરાઇવાડી વિસ્તારમાં ચાઇનીઝ દોરીના કારણે મહિલાનું ગળું કપાયું છે. 45 વર્ષીય દીપિકા ગોસ્વામી નામની મહિલાના ગળામાં ચાઈનીઝ દોરી આવી જતા ગંભીર રીતે ઘાયલ થઈ છે. એક્ટિવા ઉપરથી પસાર થઈ રહેલા મહિલાનું ગળું કપાતા લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે. 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

નડિયાદમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું

ખેડા:  જેમ જેમ ઉતરાયણ નજીક આવી રહી છે તેમ તેમ પતંગ રસિયાઓ આકાશમાં પતંગ ચગાવવાની મજા લઈ રહ્યા છે. તો બીજી તરફ ચાઈનીઝ દોરીના કારણે અનેક લોકો ઘાયલ થયા છે અને કેટલાકના મોત પણ થયા છે. સરકારે ચાઈનીઝ દોરીને જાહેરનામું બહાર પાડ્યું છે પરંતુ તેમ છતાં લોકો તેનો ઉપયોગ કરી છે અને બીજાના જીવને જોખમાં મુકે છે. આવી જ ઘટના સામે આવી છે નડિયાદમાં, કે જ્યાં પતંગની દોરીથી એક યુવકનું ગળુ કપાઈ ગયું છે.

નડિયાદના સરદારનગરના પ્રવેશ દ્વાર પાસે યુવકનું ગળું કપાઈ ગયું હતું. જે બાદ આ યુવકને ગંભીર હાલતમાં સ્થાનિક નાગરિકો ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.. જોકે લોહી વધારે પ્રમાંણમાં વહી જતા વધુ સારવાર માટે મહા ગુજરાત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે વધારે પ્રમાણમાં લોહી વહી જવાથી યુવકનું મોત નિપજ્યું હતું.

પતંગની દોરીના ગુંચળા આપો અને કિલોએ 200 રુપિયા લઈ જાવ

ગાંધીનગર: ઉત્તરરાયણ પુરી થતા જ રોડ-રસ્તા વચ્ચે પતંગની દોરીઓ જોવા મળે છે. જેના કારણે અકસ્માત પણ થાય છે. ચાઈનીઝ દોરી અને કાચના માંઝા પાયેલી દોરીના કારણે ઘણા લોકોને જીવ પણ ગુમાવવો પડે છે. ઉત્તરાયણ બાદ આવા નાગરિકો અને પક્ષીઓને ઈજા ન પહોંચે તે માટે ગાંધીનગરના મેયર દ્વારા એક નવકર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

ગાંધીનગરના મેયરે દોરીના ગુચળાના બદલામાં રૂપિયા ચૂકવવાની જાહેરાત કરી છે. ઉત્તરાયણ નિમિત્તે થતાં દોરીના ગુચળાના પ્રતિકિલો મેયર 200 રૂપિયા ચૂકવશે. ઉત્તરાયણ પછી ધાબા, રોડ, રસ્તા પર પડી રહેલી દોરીના ગુંચળા પક્ષીઓ માટે જોખમી બનતા હોય છે. જેના ઉકેલ માટે ગાંધીનગરના મેયર દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જોખમી દોરોઓ મેયર કાર્યાલય ખાતે સ્વીકારીને પ્રતિ કિલોના 200 રૂપિયા આપવામાં આવશે. ઉત્તરાયણ પછી ધાબા, રોડ, રસ્તા પર પડી રહેલી દોરીના ગુંચળા ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 13 થી 20 જાન્યુઆરી સુધી સ્વીકારવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં રાજા-રાણી, જેટ, લાયન, દુર્ગા પતંગોએ આકર્ષણ જમાવ્યું | King-Queen, Jet, Lion, Durga kites attract attention in International Kite Festival at Vadodara

વડોદરા22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આજે વડોદરા શહેરમાં આવેલા પોલો ગ્રાઉન્ડ ખાતે પતંગ મહોત્સવના આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા શહેરમાં પ્રથમ વખત 75 થી વધુ આંતરરાષ્ટ્રીય કક્ષાના પતંગો આકાશમાં ઉડી હતી.

આ કાઈટ ફેસ્ટિવલમાં ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર્સ એસોશિયેશન (IKFA)સાથે સંકળાયેલી એનજીઓ દ્વારા હેલ્થ ચેકઅપ, આંતરરાષ્ટ્રીય પતંગ બનાવવાનો કેમ્પ, ફ્યુઝન એન્ડ કલ્ચર ડાન્સિંગ એક્ટિવિટી, સેલ્ફ ડિફેન્સ, કાઇટ થીમ પર ફેશન શો, મોડલ રોકેટ લોચિંગ અને નાના બાળકો દ્વારા સેવ બર્ડના પોસ્ટર સાથે સુંદર મેસેજ આપવામાં આવ્યો હતો. આ કાઈટ ફેસ્ટીવલમાં વિવિધ પ્રકારની પતંગો જોવા મળી હતી.

કેવી પતંગોએ આકર્ષણ જમાવ્યું
આ પતંગ મહોત્સવમાં રાજા-રાણી, ત્રિરંગો, આંખે, જેટ વિમાન, બટરફ્લાય, લાયન, દુર્ગા પતંગોએ આકર્ષણ જમાવ્યું હતું. તેમજ સોલાર એનર્જીથી સંચાલિત મોર અને સાયકલ પતંગોએ સૌ કોઇનું મન મોહી લીધું હતું.

સોલાર પેનલવાળી પતંગ.

સોલાર પેનલવાળી પતંગ.

અન્ય સમાચારો પણ છે…

IND vs SL, 2nd ODI: ભારતની શાનદાર જીત, તસવીરોમાં જુઓ રોહિત એન્ડ કંપનીએ મેળવી સીરીઝ પર 2-0થી લીડ

IND vs SL, 2nd ODI: ભારતની શાનદાર જીત, તસવીરોમાં જુઓ રોહિત એન્ડ કંપનીએ મેળવી સીરીઝ પર 2-0થી લીડ

Gujarat Congress : પરિણામ જોઇને બેસી રહે તે કોંગ્રેસ પાર્ટી નથીઃ જગદીશ ઠાકોર

Gujarat Congress : પરિણામ જોઇને બેસી રહે તે કોંગ્રેસ પાર્ટી નથીઃ જગદીશ ઠાકોર

Gandhinagar: સૂરીનામના રાષ્ટ્રપતિ બન્યા ગુજરાતના મહેમાન, ભારતને લઈને જાણો શું કરી મોટી વાત

ગાંધીનગર: સૂરીનામ ગણરાજ્યના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી ગુજરાતના મહેમાન બન્યા છે.  સૂરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ અવસરે સંતોખીએ કહ્યું કે, ભારત અને સૂરીનામ વચ્ચે ભલે અંતર ઘણું છે, ભલે સાઈઝમાં મોટો તફાવત છે પરંતુ બંને દેશોના અંતર-હૃદયથી મળેલા છે. આત્માથી બંને દેશો એક જ છે, એવી અનુભૂતિ મને અહીં આવીને થઈ રહી છે. ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૂરીનામ ગણરાજ્યના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ બેઠક યોજી હતી. આ મહત્વની બેઠકમાં ગુજરાત અને સૂરીનામ ગણરાજ્ય વચ્ચે ઓઇલ એન્ડ નેચરલ ગેસ, રિન્યુએબલ એનર્જી, કૃષિ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ અને આદાન-પ્રદાન માટે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સંબોધનમાં કહ્યું કે, ગુજરાત આજે જે ગતિથી ઉન્નતિના માર્ગે આગળ વધી રહ્યું છે તે પ્રધાનમંત્રીની પ્રગતિશીલ વિચારધારાને આભારી છે. મૃદુ અને દૃઢનિશ્ચયી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત અનેક ક્ષેત્રે અગ્રેસર છે. ‘વસુધૈવ કુટુંબકમ્ ‘ની વિભાવના અમારા સંસ્કારોમાં છે અને પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારત G20 ની અધ્યક્ષતા કરી રહ્યું છે તેમાં પણ આ જ ભાવના સિદ્ધ થઈ રહી છે. સૂરીનામ અને ભારત વચ્ચે ઘણી સામ્યતા છે એમ કહીને તેમણે કહ્યું કે, બંને દેશોના પૂર્વજો એક છે, સાંસ્કૃતિક વિરાસત એક છે. 

સૂરીનામ ગણરાજ્ય પણ સ્વામી દયાનંદ સરસ્વતીજીના સિદ્ધાંતોનું સન્માન કરીને અનુસરે છે. સૂરીનામ ગણરાજ્ય પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એવો અનુરોધ કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનું સમાધાન છે, જળ વ્યવસ્થાપનનું મોટું ઉદાહરણ છે અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક માટેની અનિવાર્યતા છે. ગુજરાતમાં ત્રણ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. સૂરીનામ ગણરાજ્યને આ માટે ભારત તમામ મદદ કરશે. ગુજરાત અને સૂરીનામ ગણરાજ્યના સંબંધોથી બંને દેશોનું કલ્યાણ થશે, બંને દેશોના લોકોને લાભ થશે.

સૂરીનામ ગણરાજ્યના રાષ્ટ્રપતિ મહામહિમ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ ગુજરાતમાં આવીને સન્માન અને ગૌરવની લાગણી અનુભવતાં કહ્યું કે, અહીંનો દરેક વ્યક્તિ નિષ્ઠાપૂર્વક મિશનની માફક કામ કરી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારત માત્ર ભારતીયોના કલ્યાણ માટે જ નહીં સૂરીનામ જેવા ઘણા દેશો માટેના કલ્યાણ માટે છે. કોરોનાના કપરા સમયમાં ભારતે ખૂબ ઓછા સમયમાં રસી શોધી કાઢી, એટલું જ નહીં અન્ય દેશોને પણ વેક્સિન આપીને કટોકટીના સમયે મદદ કરી છે. આ માટે પણ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

સૂરીનામ ગણરાજ્ય હંમેશા ભારતના સમર્થનમાં રહેશે એમ કહીને રાષ્ટ્રપતિ મહામહિમ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ કહ્યું હતું કે, ભારત પાસે જ્ઞાન અને શાણપણ બંને છે. ભારતે સમન્વય અને સંવાદથી વિશ્વમાં સંવાદિતાના પ્રસાર માટે પ્રયત્નો કર્યા છે. અહિંસા જેના ઇતિહાસમાં છે એવા ભારતના નેતા નરેન્દ્ર મોદી હવે વૈશ્વિક નેતા છે. અન્ય દેશો પણ પોતાના પ્રશ્નોના ઉકેલ માટે ભારત ભણી મીટ માંડીને બેઠા છે. અન્ય દેશો સરહદો, શક્તિ અને સંઘર્ષમાં સક્રિય છે ત્યારે ભારતે મૂલ્યો અને નૈતિકતાથી ઘણી ઊંચાઈ હાંસલ કરી છે. ‘વસુધૈવ કુટુંબકમ્’ ની લાગણી સાથે સૂરીનામ ગણરાજ્ય પણ ભારત સાથે પરિવારભાવની લાગણી અનુભવે છે.

સૂરીનામ ગણરાજ્યમાં વ્યાપાર, ઉદ્યોગ અને મૂડીરોકાણના ક્ષેત્રોમાં વિકાસની ઘણી સંભાવનાઓ છે, એમ કહીને મહામહિમ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ કહ્યું હતું કે, પ્રેમ, વિશ્વાસ અને એકતાથી પરસ્પરનો સહયોગ અને સહકાર વધુ દ્રઢ થશે. તેમણે આ માટે ગુજરાત સાથે એમઓયુ કરવાની ઈચ્છા પણ પ્રદર્શિત કરી હતી. આવનારા 25 વર્ષોમાં ભારત અને ગુજરાત આઝાદીનો અમૃતકાળ ઉજવશે. અમૃતકાળ દરમિયાન ગુજરાત અને ભારતમાં થનારા વિકાસકામોનો લાભ સૂરીનામને પણ મળે એવી અપેક્ષા વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, સૂરીનામ ખેતીપ્રધાન દેશ છે. ગુણવત્તાયુક્ત કૃષિ ઉત્પાદન માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે અમે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા તૈયાર છીએ. તેલ અને પ્રાકૃતિક ગેસના સારકામ અને વિતરણના ક્ષેત્રમાં સૂરીનામમાં વ્યાપાર-ઉદ્યોગની વધુ સંભાવનાઓ છે. ગુજરાતની-ભારતની કંપનીઓ મૂડીરોકાણ માટે આગળ આવે એ માટે તેમણે અનુરોધ કર્યો હતો. પરસ્પરમાં વિશ્વાસ અને શ્રદ્ધા સાથે સંસ્કૃતિની પરંપરા જાળવતા એકમેકના સહયોગથી આગળ વધીશું એમ મહામહિમ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ કહ્યું હતું.

ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમારે આ બેઠકમાં ભાગ લેતાં કહ્યું હતું કે, ગુજરાત પણ સૂરીનામ ગણરાજ્ય સાથે ઘણા ક્ષેત્રોમાં સહયોગ કરવા-સમજૂતીના કરાર કરવા ઉત્સુક છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અર્થતંત્રના વિકાસ માટે અને ઉત્પાદકતા માટે લાભદાયી છે. ડેરી ઉદ્યોગ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે પણ ગુજરાત તેની નીપુણતાના લાભો આપી શકે તેમ છે. ટેકનોલોજી, યંત્રો અને કાર્યકુશળ માનવશક્તિથી ગુજરાત સૂરીનામ ગણરાજ્યને તેની ઉત્પાદકતા, વેપાર-વ્યવસાયમાં મૂલ્યવર્ધનમાં ઘણું મદદરૂપ થઈ શકશે. ગેસ વિતરણના ક્ષેત્રમાં પણ ગુજરાત ઘણું યોગદાન આપી શકશે. ગુજરાત પાસે પોતાની ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી છે અને ઇલેક્ટ્રીક વ્હીકલ્સના ઉત્પાદનમાં પણ ગુજરાતે ઘણી પહેલ કરી છે. એવા ઘણા ક્ષેત્રો છે જેમાં ગુજરાત સૂરીનામ સાથે જોડાઈ શકે છે. પંકજ કુમારે સૂરીનામ ગણરાજ્યના રાષ્ટ્રપતિની મુલાકાત બદલ ગુજરાતવતીથી પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને આ યાત્રા સૂરીનામ અને ગુજરાત માટે સીમાચિન્હ બની રહેશે એમ કહ્યું હતું.

સૂરીનામ ગણરાજ્યના રાષ્ટ્રપતિ સાથે ફર્સ્ટ લેડી શ્રીમતી મેલીસા કે. સંતોખી પણ પધાર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ વડનગરના કીર્તિ તોરણની પ્રતિકૃતિ ભેટ આપી હતી. જ્યારે લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીએ ફર્સ્ટ લેડી મેલીસા સંતોખીનું  શૉલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આ બેઠકમાં સૂરીનામ ગણરાજ્યના ડેપ્યુટી સ્પીકર  દિવાનચંદ્રબોઝ શરમન, વિદેશ બાબતોના મંત્રી આલ્બર્ટ આર. રામદિન, સૂરીનામના ભારત ખાતેના રાજદૂત અરુણકોરમર હાર્દિન, રાજદૂત શ્રીયુત  જ્હોન સી. ઈલાહી અને ગુજરાતના વરિષ્ઠ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૂરીનામ ગણરાજ્યના રાષ્ટ્રપતિના સન્માનમાં રાજભવન ખાતે રાજ્યભોજનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્યમંત્રી મંડળના સભ્યો પણ જોડાયા હતા.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં બે યુવકોનું અંગદાન કરવામાં આવ્યું

અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલે આદરેલો અંગદાનનો સેવાયજ્ઞ અવિરતપણે આગળ વધી રહ્યો છે. ડિસેમ્બર-2020માં શરૂ થયેલું અંગદાન આજે 99એ પહોંચ્યું છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવારજનોએ અંગદાન કરીને 8 જરૂરિયાતમંદોના અંધકામય જીવનમાં અજવાસ પાથર્યો છે.

ઉત્તર પ્રદેશની એક વ્યક્તિનું અંગદાન કર્યું

ઉત્તર પ્રદેશના 26 વર્ષીય દિપુભાઈ બચુલાલ ઊંચાઈ પરથી પડવાને કારણે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તેમના માથે ગંભીર ઇજા પહોંચવાથી હાલત ગંભીર હતી. ત્યારે 4 દિવસની સઘન સારવાર બાદ 11મી જાન્યુઆરીએ સિવિલ હોસ્પિટલના તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ કાઉન્સેલર્સે તેમના પરિવારને અંગદાન કરવા માટે પ્રેરણા આપી હતી. જેને ધ્યાને રાખી પરિવારજનોએ દિપુભાઈની બે કિડની, એક લીવર અને હૃદયનું દાન કર્યું હતું.

અન્ય એક યુવકનું અંગદાન કર્યું

ત્યારબાદ સાબરકાંઠાના અન્ય એક યુવકનું પણ અંગદાન કરવામાં આવ્યું હતું. જેમાં સાબરકાંઠાના 28 વર્ષીય યુવક છાપરા પરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેને લઈને તેમને સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમને 12મી જાન્યુઆરીએ સવારે તબીબોએ બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. ત્યારે પરિવારજનોને સમજાવતા તેમને અંગદાન માટે સંમતિ આપી હતી. જેને લઈને પરિવારે ભરતભાઈની બે કિડની, એક લીવર અને હૃદયનું દાન આપ્યું હતું.

ગરીબોને પણ ટ્રાન્સપ્લાન્ટમાં રાહત

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ સિવિલ મેડિસિટીને વિકસાવવાના જોયેલા સ્વપ્નના ફળ આજે મળતા થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થતા અંગદાન બાદ તેમાંથી મળતા અંગોના પ્રત્યારોપણ મેડિસિટી કેમ્પસની જ કિડની અને હાર્ટ હોસ્પિટલમાં થતા શક્ય બન્યાં છે. તેને પરિણામે સરકારી હોસ્પિટલમાં થતા પ્રત્યારોપણ નિ:શુલ્ક અથવા તો ખૂબ જ નજીવા દરે થઇ રહ્યા છે. આર્થિક ભીંસને કારણે અંગોની ખોડખાપણમાંથી નવજીવન મેળવવું જે ગરીબ પરિવારો માટે ફક્ત એક સ્વપ્નસમું બની ગયું હતુ, તે આજે પૂર્ણ થતું જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ ઉત્તરાયણને લઈને હવામાન વિભાગની મોટી જાહેરાત

બે મહિનામાં પાંચ હૃદય ટ્રાન્સપ્લાન્ટ કર્યા

મેડિસિટી કેમ્પસની યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલ દ્વારા બે મહિનાના ટૂંકાગાળામાં પાંચ હ્રદયનું સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. અંગદાનની વાત કરીએ તો, અમદાવાદ સિવિલ હોસ્પિટલે છેલ્લા 2 વર્ષમાં અંગદાતા પરિવારોના સેવાભાવી નિર્ણયના પરિણામે 99 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન મેળવ્યા છે. જેમાંથી મળેલા 315 અંગોથી 292 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vivek Chudasma

First published:

Tags: Ahmedabad Civil, Ahmedabad news, Organ donation

Call Regarding Bomb Pune-bound Spicejet Flight From Delhi Received Flight Being Checked At Delhi Airport: Delhi Police

Delhi-Pune SpiceJet Flight: દિલ્હી-પુણે સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બોમ્બ હોવાનો દાવો કરતો ફોન કોલ મળ્યા બાદ શોધખોળ હાથ ધરવામાં આવી છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે ટેકઓફ પહેલા દિલ્હીથી પુણે જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બોમ્બની ધમકીનો કોલ આવ્યો હતો.

 

live reels News Reels

CISF અને દિલ્હી પોલીસ એલર્ટ પર છે. દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટની તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હી-પુણે સ્પાઈસજેટ ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી હોવાનો દાવો કરવામાં આવેલા ફોન કોલ બાદ સર્ચ કરવામાં આવી રહ્યું છે. આ વિમાન આજે સાંજે 6.30 કલાકે દિલ્હીના IGI એરપોર્ટ પરથી ટેકઓફ કરવાનું હતું. બોમ્બની ધમકી અંગેનો કોલ મળતાં, એરલાઇન અધિકારીઓએ બોર્ડિંગ બંધ કરી દીધું અને બોમ્બ સ્ક્વોડને બોલાવી હતી.

દિલ્હી પોલીસે જણાવ્યું કે ટેકઓફ પહેલા દિલ્હીથી પુણે જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બોમ્બની ધમકીનો કોલ આવ્યો હતો. દિલ્હી પોલીસનું કહેવું છે કે CISF અને દિલ્હી પોલીસ એલર્ટ પર છે. દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટની તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી પરંતુ SOP મુજબ સુરક્ષા કવાયત કરવામાં આવશે. ધમકીભર્યા કોલને પગલે અફરાતફરી મચી ગઈ હતી.

જામનગરમાં પણ થયું હતું ઈમરજન્સી લેન્ડિંગ

આ પહેલા સોમવારે 9 જાન્યુઆરીએ પ્લેનમાં બોમ્બ હોવાની માહિતી પર પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ગુજરાતના જામનગર એરપોર્ટ પર મોસ્કોથી ગોવા જતી ‘અઝુર એર’ની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું. જો કે સર્ચ બાદ પ્લેનમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી, ત્યારબાદ પ્લેન મંગળવારે બપોરે ગુજરાતથી નીકળીને ગોવા પહોંચ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ એનએસજી અને સ્થાનિક પોલીસની ટીમોએ શોધખોળ હાથ ધરી હતી, જેમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાનમાં 236 મુસાફરો અને 8 ક્રૂ મેમ્બર હતા.


સામરખાની આશાવર્કર બહેને પતિની સારવાર માટે 20 હજાર વ્યાજે લીધા હતા, વ્યાજખોરે ઘર ગીરવે મુકી નાણા વસુલવાની ધમકી આપી | Asha worker's sister of Samarkha borrowed 20 thousand for her husband's treatment, the usurer threatened to recover the money by mortgaging the house.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Asha Worker’s Sister Of Samarkha Borrowed 20 Thousand For Her Husband’s Treatment, The Usurer Threatened To Recover The Money By Mortgaging The House.

આણંદ23 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આણંદના સામરખા ગામે રહેતા વ્યાજખોર શખસે આશાવર્કર બહેનને રૂ.20 હજાર પતિની સારવાર માટે આપ્યાં હતાં. જેનું વ્યાજ ભરી ન શકતાં તેણે ઘર ગીરો મુકી નાણા વસુલવાની ધમકી આપી હતી. આ અંગે ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો.

સામરખા ગામે વાઘપુરા લીમડાવાળા ફળીયામાં રહેતા સરોજબહેન મહેન્દ્રભાઈ પરમાર દસેક વર્ષથી આશા વર્કરમાં નોકરી કરે છે. તેમના પતિને ડાયાબીટીસ હોવાથી ગામના જશુભાઈ મોહનભાઈ પરમાર પાસેથી રૂ.20 હજાર 3 ટકા વ્યાજે લીધાં હતાં. તેઓ દર મહિને રૂ.600 વ્યાજ ચુકવતા હતા. એક વર્ષ બાદ વ્યાજના પૈસા ચુકવી ન શકતાં જશુ પરમાર ઘરે આવ્યો હતો અને ઘર ગીરે મુકીને પણ પૈસા પુરા કરવા પડશે. તેવી ધમકી આપી હતી. જશુ પરમાર વારંવાર ઉઘરાણી કરવા આવતો અને અપશબ્દ બોલી ધમકીઓ આપતો હતો. એક દિવસ ઘરે આવીને બળજબરૂ પૂર્વક સ્ટેટ બેંક સામરખાનો કોરો ચેક પણ સરોજબહેન પાસેથી લઇ લીધો હતો. આથી, સરોજબહેન વડોદરા રહેતા તેના ભાઈ પાસેથી રૂ.20 હજાર લાવીને જશુ પરમારને આપ્યાં હતાં. પરંતુ તેણે ચેક આપવાની ના પાડી હતી અને મારા પૈસા જ આપ્યા નથી. જેથી તમારો ચેક મળશે નહીં. હું ત્રણ લાખનો ચેક ભરી તમારા ઉપર કોર્ટમાં ફરિયાદ કરીશ તેવી ધમકી આપી હતી. આ અંગે આણંદ ગ્રામ્ય પોલી સે જશુ મોહન પરમાર (રહે. સામરખા) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Brilliant Viral: Amazing Catch VIDEO Of Axar Patel In Second Odi Match Ind Vs Sl

Axar Patel Viral Catch: ભારતીય ક્રિકેટ ટીમની સામે આજે કોલકત્તા વનડે મેચ જીતીને સીરીઝ પર કબજો જમાવવાનો સવાલ છે, ત્યારે આ મેચમાં ટીમ ઇન્ડિયા જબરદસ્ત લયમાં દેખાઇ રહી છે. પ્રથમ બેટિંગ કરતાં શ્રીલંકાએ ભારતીય ટીમને જીતવા માટે 216 રનોનો ટાર્ગેટ આપ્યો છે, આ મેચનો એક તાજો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં ઓલરાઉન્ડર અક્ષર પટેલ શાનદાર કેચ પકડો દેખાઇ રહ્યો છે. 

અક્ષર પટેલે પકડ્યો શાનદાર કેચ  –
કોલકત્તા વનડે મેચનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, ખરેખરમાં આ વીડિયો શ્રીલંકન ટીમની ઇનિંગનો છે. આ વીડિયોમાં ઉમરાન મલિકના બૉલિંગમાં અક્ષર પટેલે ચમિકા કરુણારત્નેનો શાનદાર કેચ પકડ્યો છે. આ કેચ જોઇને સૌ કોઇ ચોંકી રહ્યાં છે. 

live reels News Reels

બીસીસીઆઇએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી આ વીડિયોને શેર કર્યો છે. આ વીડિયોનો કેચ કાબિલેતારીફ છે. લોકો આના પર જુદીજુદી પ્રતિક્રિયા આપી રહ્યાં છે. 

ભારતીય ટીમ પહેલીથી સીરીઝ પર 1-0થી લીડ બનાવી ચૂકી છે – 
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઇ રહેલી હાલમાં ત્રણ મેચોની વનડે સીરીઝમાં ટીમ ઇન્ડિઆએ રોહિત શર્માની આગેવાનીમાં પ્રથમ વનડે મેચ જીતી લીધી હતી, આ સાથે જ સીરીઝમાં પહેલાથી ભારતીય ટીમ 1-0થી લીડ બનીવી ચૂકી છે, આજની મેચ જીતીને ટીમ ઇન્ડિયા સીરીઝ પર કબજો કરવા પ્રયાસ કરશે. 


જામનગરમાં એક જ દિવસમાં ચાર ફરિયાદ નોંધાઈ, એક જ વ્યાજખોર સામે 4 ફરિયાદ, પીડિતો પાસેથી 1 કરોડથી વધુની રોકડ અને મિલકતો પચાવી | Four complaints registered in a single day in Jamnagar, 4 complaints against a single usurer, more than 1 crore cash and property seized from victims

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Four Complaints Registered In A Single Day In Jamnagar, 4 Complaints Against A Single Usurer, More Than 1 Crore Cash And Property Seized From Victims

જામનગર34 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જામનગર શહેર અને જિલ્લામાં જિલ્લા પોલીસ વડા દ્વારા વ્યાજખોરો સામે શરૂ કરાયેલી ઝુંબેશમાં બહોળો પ્રતિસાદ સાંપડયો છે. એક પછી એક વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદો આવતી જાય છે. જામનગરની સાથે સાથે સમગ્ર રાજ્યમાં આ ઝુંબેશને કારણે વ્યાજખોરો ભૂગર્ભમાં જતાં રહ્યાં છે. પ્રજા સમક્ષ આવેલી પોલીસને વ્યાજના ચુંગલમાં ફસાયેલા લોકો દ્વારા વ્યાપક ફરિયાદો મળી રહી છે. જામનગર શહેરમાં જ એક જ દિવસમાં ચાર ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે વ્યાજખોરીનું દૂષણ ડામવા તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે.

જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા શહેર અને જિલ્લામાં વ્યાજખોરીનું દૂષણ ડામવા માટે જુદાં-જુદાં વિસ્તારોમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત શહેરના વિસ્તારોમાં રીક્ષા ફેરવી પ્રચાર-પ્રસાર કરી વ્યાજખોરો સામેની જંગમાં લોકોને બેખોફ બની ફરિયાદ કરવા આગળ આવવા અપીલ કરવામાં આવી રહી છે. પોલીસની આ ઝુંબેશમાં મંગળવારે એક જ દિવસમાં ચાર પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વાણંદ કામ કરતા બાબુ ટપુભાઈ રાઠોડ નામના પ્રૌઢે દિવ્યમ પાર્ક વિસ્તારમાં શિવ પ્લાઝામાં રહેતાં ઘનશ્યામ મોહનભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. નોંધાવેલી ફરિયાદની વિગત મુજબ, ઘનશ્યામે 3.5% થી 20% જેટલા ઊંચા વ્યાજે ચાર લાખની રકમ આપી હતી. જેના બદલામાં એડવાન્સ વ્યાજના 50 હજાર રૂપિયા તથા 2.50 લાખની એક દુકાન તેમજ પત્નીના નામે મકાનની 18 લાખની લોન અને સબસિડીના 2.71 લાખ તથા મુદ્દલના વ્યાજપેટે 3.80 લાખ મળી કુલ 27 લાખ 51 હજારની રકમ પડાવી લીધી હતી.

તેમજ વ્યાજખોર ઘનશ્યામ દ્વારા સંજય શાંતિલાલ પાસેથી વ્યાજના 7500 રૂપિયા અને 6 લાખ રૂપિયા પડાવવા માટે સુરેન્દ્રનગરની કોર્ટમાં ચેક રિટર્નનો કેસ કર્યો હતો. ઉપરાંત કેશુ ભનુભાઈ રાઠોડના પુત્ર ચિરાગે 3 લાખ રૂપિયા વ્યાજે લીધા હતાં. તેના બદલામાં 2 લાખ રૂપિયા રોકડા અને 16 લાખ રૂપિયાની કિંમતનું મકાન તથા 5.80 લાખની કિંમતની દુકાન તેમજ 8 લાખનું મકાન મળી કુલ 31 લાખ 80 હજાર પડાવી લીધા હતાં. આ ઉપરાંત કરશન વારોતરિયા પાસેથી ઘનશ્યામ વ્યાજખોરે રૂા.45,00,000 ના બદલામાં વ્યાજના રૂા.25,00,000 અને રૂા.15,00,000 ની કિંમતની ત્રણ દુકાનો તેમજ જુદી જુદી બેંકના સાત થી આઠ ચેક પડાવી લીધા હતાં. આમ ઘનશ્યામ વ્યાજખોર દ્વારા ચાર વ્યક્તિઓ પાસેથી વ્યાજની વસૂલાત બળજબરીથી બેંકના કોરા ચેક લખાવી મકાન-દુકાનો પચાવી પાડી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી માત્ર ચાર વ્યક્તિઓ પાસેથી બળબજરીપૂર્વક કુલ 1 કરોડ 5 લાખ 31 હજાર રકમ અને મિલકત પચાવી પાડી હોવાની ફરિયાદના આધારે પીએસઆઈ વી.એ. પરમાર તથા સ્ટાફે તપાસ આરંભી હતી.

.

અન્ય સમાચારો પણ છે…

રાજ્યની 220 ઔદ્યોગિક વસાહતોના અનઅધિકૃત બાંધકામને સરકાર અધિકૃત કરશે, જાણો તમામ માહિતી

ગાંધીનગરઃ ગુજરાત સરકારે રાજ્યની ઔદ્યોગિક વસાહતમાં અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવા માટે મહત્વની બેઠક બોલાવી હતી. ઔદ્યોગિક વસાહતના આશ્વાસન સાથે રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, હર્ષ સંઘવી અને જગદીશ પંચાલે બેઠક કરી હતી. આ બેઠકમાં ઔદ્યોગિક વસાહતોમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવા અંગેની નીતિ અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાતની વાત કરવામાં આવે તો વર્ષ 1962માં જીઆઇડીસીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી ગુજરાત રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં જીઆઇડીસીનો મહત્વનો ફાળો રહેલો છે. આજે ગુજરાત રાજ્ય કેમિકલ, પેટ્રોકેમિકલ, ઓટો ફાર્માસ્યૂટિકલ, એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ અને જ્વેલરી જેવા ઉદ્યોગોમાં બીજા રાજ્યોની સરખામણીમાં આગળ છે.

આ પણ વાંચોઃ ઉત્તરાયણને લઈને હવામાન વિભાગની મોટી આગાહી

જીઆઇડીસીમાં ચાલી રહેલા સૂક્ષ્મ નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો સ્થાપવા માટે ઉદ્યોગ સાહસિકો અને પુરસ્કારની તકો પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે. ગુજરાતમાં હાલ 220 કરતાં વધુ ઔદ્યોગિક વસાહતો આવેલી છે. તેમાં 70,000થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે. રાજ્યમાં ઔદ્યોગિક વિકાસના હેતુથી જીઆઇડીસીની રચના કરવામાં આવી હતી, પરંતુ ઝડપી ઔદ્યોગિક વિકાસના કારણે જીઆઇડીસી વસાહતમાં અનઅધિકૃત બાંધકામો બનાવવામાં વધારો થયેલો. આ પ્રકારના બાંધકામોને દૂર કરવાથી આર્થિક પ્રવૃત્તિ રોજગારી સંલગ્ન રોકાણ ઉપરાંત નકારાત્મક અસર થવા પામી છે.


ત્યારે આ બાબતોને ધ્યાનમાં લઈ જીઆઇડીસી દ્વારા અને અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાની નીતિ અમલમાં લાવવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત જીઆઇડીસીમાં કોઈ ઔદ્યોગિક એકમને પ્લોટમાં 50 ચોરસ મીટર સુધીનો અને અધિકૃત બાંધકામ કરેલું હશે તો તેમને 3000 રૂપિયા ભરી અને તે બાંધકામને અધિકૃત કરી શકશે. જો કોઈએ 100 મીટર સુધીનું અને અધિકૃત બાંધકામ કરેલું હશે તો તેમને 6000 રૂપિયા ભરી અને અધિકૃત બાંધકામ તરીકેની મંજૂરી મેળવી શકશે. તે જ રીતે જો કોઈએ 200 મીટર સુધીનું અનઅધિકૃત બાંધકામ કરેલું હશે તો તેમને 12 હજાર રૂપિયા ભરી અને અધિકૃત બાંધકામની મંજૂરી મેળવી શકશે. તે જ રીતે જો કોઈ 300 ચોરસ મીટરનું અને અધિકૃત બાંધકામ કરેલું હશે તો તેમને 18000 રૂપિયા ભરી અને બાંધકામને અધિકૃત કરવાનું રહેશે.

આ પણ વાંચોઃ તમામ વસ્તુનો ભાવ વધતા પતંગરસિયાઓ નારાજ, બજેટ ખોરવાયું

આ ઉપરાંત જો ત્રણ 300 ચોરસ મીટરથી વધુ બાંધકામ અનઅધિકૃત રીતે થયેલું હશે તો તેને અધિકૃત કરવાનું હોય તો 18000 રૂપિયા ઉપરાંત પ્રતિ ચોરસ મીટરે 150 રૂપિયા પણ ભરવાના રહેશે. ઉદ્યોગ વિભાગ દ્વારા આ દર જે નક્કી કરવામાં આવેલા છે તે દર માત્ર ઔદ્યોગિક વસાહતો ની અંદર રહેતા માટે માટે રહેશે. જ્યારે રહેઠાણ ઉપરાંતના બીજા વપરાશ માટે બે ગણાદરની ફાળવણી કરવાની રહેશે. આ નીતિ અંતર્ગત રહેઠાણ તથા વાણિજ્ય વપરાશ માટે કોમર્શિયલ પ્લોટમાં જમીન વપરાશના 50% સુધીનું બાંધકામ નિયમિત કરવામાં આવશે. આ નીતિ અંતર્ગત વપરાશમાં ફેરફાર તથા મકાનની વધારાની ઊંચાઈ નિયમિત કરવાની જોગવાઈ રાખવામાં આવી નથી. તેથી ખૂટતા પાર્કિંગ માટે જે તે વસાહતના ફાળવણી ડરના 15 ટકા તથા રહેણાંક સિવાયના અન્ય વપરાશ માટે ફાળવણીદારના 30%નો દંડ વસૂલવામાં આવશે.

રહેણાંક તથા વાણિજ્ય વપરાશ માટે cgdcr 2017ના ડી નાઇન વર્ગ મુજબ મહત્તમ fsiથી 50% વધારે તથા ઔદ્યોગિક વપરાશ માટે 33% વધારે એફએસઆઇ નિયમિત કરવાની જોગવાઈ રાખવામાં આવી છે. આ જોગવાઈઓ જોખમી અને હાનિકારક ઉદ્યોગોને લાગુ પડશે નહીં તથા પ્લોટની બહાર કરવામાં આવેલા કોઈ બાંધકામને નિયત કરવામાં આવશે નહીં. આ નિર્ણયથી રાજ્ય સરકારની આવકમાં પણ મોટો વધારો થશે તેવું ઉદ્યોગ મંત્રી માનવું છે.

Published by:Vivek Chudasma

First published:

Tags: Gujarat latest news, Gujarat News

Karnataka : PM Modiની સુરક્ષામાં ચૂક, જુઓ શું થયું?

Karnataka : PM Modiની સુરક્ષામાં ચૂક, જુઓ શું થયું?

Cyber Crime Branch Arrests Thug Tahirin Tahir Khan from Rajasthan's Bharatpur District

અમદાવાદ: સોશિયલ મીડિયા પર યુવતીનો સુંદર ચહેરો જોઈ એક કંપનીના ડાયરેકટર હનીટ્રેપનો શિકાર બન્યા છે. યુવતીએ વૃદ્ધને ફોન કરીને તેની સાથે વર્ચ્યુઅલ સેક્સ કરવાની લાલચ આપીને વીડિયો ક્લીપ બનાવી લીધી હતી. અને બાદમાં ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને અલગ-અલગ પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપીને કરોડો રૂપીયા પડાવી લીધા હતા. જો કે પોલીસને જાણ કરાતા પોલીસે રાજસ્થાનથી આરોપીને ઝડપી પાડ્યો છે.

સાયબર ક્રાઇમ બ્રાંચે ઠગ તાલીમ તાહિરખાનને રાજસ્થાનના ભરતપુર જિલ્લાથી ધરપકડ કરી છે. આરોપી તાલીમ ખાનએ વૃદ્ધ ડાયરેકટરને સીબીઆઈના અધિકારી તરીકેની ઓળખ આપી અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બ્લેકમેલ કરી કરોડો રૂપિયા પડાવ્યા હતા. ઘટનાની વિગતવાર વાત કરીએ તો જાણીતી કંપનીના ડાયરેક્ટર 68 વર્ષીય વૃદ્ધને થોડાક દિવસો પહેલા અજાણી યુવતીએ મેસેજ કર્યો હતો અને જે બાદ યુવતીએ વૃદ્ધ ડાયરેકટર સાથે મિત્રતા કરી હતી. થોડાક દિવસ બાદ વીડિયો કોલમાં યુવતીએ વર્ચ્યુઅલ સેક્સ કરવાની લાલચ આપીને વૃદ્ધ ડાયરેકટરના કપડા કઢાવ્યા હતા અને વીડિયો ક્લીપ બનાવી હતી. જે બાદ વીડિયો કોલ કાપી નાખ્યો હતો. ત્યાર બાદ વૃદ્ધ ડાયરેકટર બ્લેકમેલ કરવા રેકોર્ડિંગ ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવ્યા હતા. પહેલા 50 હજાર રૂપિયા પડાવ્યા અને બાદમાં યુવતીએ આત્મહત્યા કરી હોવાથી વૃદ્ધ વિરુદ્ધ ફરિયાદ થઈ હોવાનું કહી અલગ અલગ અધિકારીઓ તરીકેની ઓળખ આપી ભોગ બનનાર વૃદ્ધને ડરાવી ધમકાવીને ટુકડે-ટુકડે 2 કરોડ 69 લાખ રૂપિયા પડાવ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટના પોલને ભગવો કલર લાગશે

પકડાયેલ આરોપી તાલીમ ખાને સીબીઆઈના અધિકારી તરીકે ઓળખ આપીને ભોગબનાર વૃદ્ધ પાસેથી 1.17 કરોડ રૂપિયા પડાવ્યા છે. પોલીસ તપાસ કરતા સામે આવ્યું છે કે ભોગબનારને 12 જેટલા અજાણ્યા નંબરથી ફોન આવ્યા હતા. જેમાં યુવતીએ આત્મહત્યા પ્રયાસ કર્યો હોવાથી દિલ્હીથી પીઆઇ તરીકેની ખોટી ઓળખ આપીને વૃદ્ધને કહ્યું હતું કે પોલીસમાં ફરિયાદ ન કરવી હોય અને વીડિયો ક્લીપ ડીલીટ કરવાના અને યુવતીને હોસ્પિટલ ખર્ચ, ડોકટર ખર્ચ મળી તમામ ખર્ચ નામે 80 લાખ 77 હજાર પડાવ્યા હતા. જે બાદ સીબીઆઈ અધિકારી ખોટી ઓળખ આપી કેસ પતાવવાનું કહી વૃદ્ધ પાસેથી 48 લાખ રૂપિયા પડાવ્યા હતા. ત્યાર બાદ ભોગબનાર વૃદ્ધને ધરપકડ કરવા જયપુરથી પોલીસ આવી રહી હોવાનું કહી ડરાવીને 20 લાખ રૂપિયા પડાવ્યા હતા. જે બાદ ડીઆઈજી તરીકેની ઓળખ આપીને પૈસા મેળવ્યા હતા.

આમ કરીને ટુકડે-ટુકડે કરીને 2.69 કરોડ પડાવ્યા હતા. કરોડો રૂપિયા ચૂકવી દીધા બાદ કેસ બંધ કરવા ઠગ ટોળકીએ દિલ્હી હાઇકોર્ટના લેટરપેડ પર કેસ બંધની નોટિસ વાળો લેટર હાથથી લખેલો જોઈને વૃદ્ધને શંકા ગઈ હતી. જે બાદ સાયબર ક્રાઇમ બ્રાંચએ ગુનો નોંધી ભેદ ઉકેલી દીધો છે.

આ પણ વાંચો: એક વર્ષ પેહલા અમેરિકાથી અમદાવાદ આવેલા વૃદ્ધ દંપત્તિએ આપઘાતનો પ્રયાસ કર્યો

આરોપી વોટસઅપ પર પ્રોફાઇલમાં છોકરીનો ફોટો રાખી નાગરિકોને વોટસઅપમાં hi લખીને મેસેજ કરતો હતો. જો કોઈપણ વ્યક્તિ સામેથી મેસેજનો જવાબ આપે તો છોકરી બનીને તેની સાથે ચેટ કરતો હતો. બાદમાં વીડિયો કોલ કરીને બીજા મોબાઈલ ફોનથી છોકરી કપડા કાઢતી હોય તેવા વીડિયો તેને બતાવતો હતો. અને વર્ચ્યુઅલ સેકસ કરવાના બહાને સામેવાળી વ્યક્તિના કપડાં કાઢી એક મિનિટ જેટલો વીડિયો સ્ક્રીન રેકોર્ડિંગ કરી દેતો હતો. ત્યારબાદ જે તે વ્યક્તિને આ વીડિયો મોકલી તેને બ્લેકમેલ કરી પોલીસ અધિકારીની ઓળખ આપીને રૂપિયા પડાવતો હતો. આરોપીએ અલગ-અલગ રાજ્યોમાં અનેક લોકોને whatsapp ના માધ્યમથી ચેટિંગ કરીને તેમની ન્યુડ વીડિયો ક્લિપ બનાવી ડરાવી ધમકાવીને મોટી રકમ પડાવી હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે.

સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસ કરતા રાજસ્થાન ભરતપુર જિલ્લાના ચંદુપુરા ગામના બે થી ત્રણ ઠગ શખ્સો ભેગા મળીને કરોડો રૂપિયા પડાવ્યા છે. પકડાયેલ આરોપી તાલીમ ખાનના બે મોબાઇલ મળી આવ્યા હતા. જેમાં અનેક નંબરો અને ન્યૂડ વીડિયો મળી આવ્યા છે. જેને લઈ મોબાઇલ તપાસ કરી રહ્યા છે કે અન્ય કોઈ વેપારીઓ ભોગ બનાવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:rakesh parmar

First published:

Tags: Ahmedabad Crime latest news, Ahmedabad cyber crime, CYBER CRIME