Friday, January 13, 2023

Fielding Coach R Sridhar Reveals That Dhoni Has Already Made Up His Mind About His Retirement

https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/15/53a3e313dd227e48cae7a82a747ba0301668515123692310_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&imheight=628

MS Dhoni Retirement: ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને બે વખતના વર્લ્ડકપ વિજેતા મહેન્દ્ર સિંહ ધોની હંમેશા પોતાના નિર્ણયોથી ચોંકાવે છે. 15 ઓગસ્ટ 2020 ના રોજ તેણે અચાનક નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે તેણે કંઈક આવું જ કર્યું. ધોનીના આ નિર્ણયથી રમત જગતના ચાહકો અને દિગ્ગજો ચોંકી ગયા હતા.

પરંતુ હવે આ મામલે મોટો ખુલાસો થયો છે. એવું જાણવા મળ્યું છે કે સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત અને ભૂતપૂર્વ ફિલ્ડિંગ કોચ આર શ્રીધરને ધોનીની નિવૃત્તિ વિશે પહેલાથી જ ખબર હતી. આ વાતનો ખુલાસો શ્રીધરે જાતે જ કર્યો છે.

2019 વર્લ્ડ કપની સેમીફાઇનલ છેલ્લી મેચ હતી

ધોની કેપ્ટન તરીકે તમામ ICC ટ્રોફી જીતનાર પ્રથમ ખેલાડી હતો. તેણે 2007માં T20 વર્લ્ડકપ જીત્યો હતો અને ત્યારબાદ 2011માં ODI વર્લ્ડકપ જીત્યો હતો. બે વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતાડી હતી. ધોનીએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2019 વર્લ્ડકપની સેમીફાઇનલ મેચ રમી હતી. શ્રીધરના કહેવા પ્રમાણે, આ મેચ દરમિયાન ધોનીએ નિવૃતિ લેવાનું નક્કી કરી લીધું હતું. ત્યારબાદ ધોનીએ ઋષભ પંત અને શ્રીધરને નિવૃત્તિના સંકેતો આપ્યા હતા.

live reels News Reels

ફિલ્ડિંગ કોચ શ્રીધરે આ ખુલાસો કર્યો છે

શ્રીધરે પોતાના પુસ્તક ‘કોચિંગ બિયોન્ડ – માય ડેઝ વિથ ધ ઈન્ડિયન ક્રિકેટ ટીમ’માં આ ખુલાસો કર્યો છે. તેમણે લખ્યું હતું કે હું હવે જાહેર કરી શકું છું કે મને ખબર પડી ગઈ હતી કે ધોની તેની છેલ્લી મેચ રમી ચૂક્યો છે. ભલે તેણે તે જાહેર ન કર્યું. ચાલો હું તમને કહું કે મને આ કેવી રીતે ખબર પડી. વર્લ્ડ કપ 2019માં ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઇનલના રિઝર્વ ડેની સવારે નાસ્તો કરવા માટે માન્ચેસ્ટર પહોંચનાર હું એકમાત્ર વ્યક્તિ હતો.

ફિલ્ડિંગ કોચે આગળ કહ્યું હતું કે હું કોફી પી રહ્યો હતો, પછી એમએસ ધોની અને પંત અંદર આવ્યા. તેમણે પોતાનો સામાન ઉપાડ્યો અને મારી સાથે જોડાયા. ત્યારબાદ ઋષભ પંતે ધોનીને હિન્દીમાં કહ્યું, ‘ભાઈ, કેટલાક છોકરાઓ એકલા લંડન જવાની યોજના બનાવી રહ્યા છે. તમે રસ ધરાવો છો?’ ત્યારે ધોનીએ કહ્યું, ‘ના, ઋષભ, હું મારી ટીમ સાથે મારી છેલ્લી બસ સફરને ચૂકવા માંગતો નથી.

આ મામલે શ્રીધરે કહ્યું હતું કે મેં આ વાતચીત અંગે કોઈની સાથે વાત કરી નથી. તે વ્યક્તિ (ધોની)ના સન્માનને ધ્યાનમાં રાખીને મેં કોઈને કંઈ કહ્યું નથી. મેં રવિ શાસ્ત્રીને કે અરુણને મારી પત્નીને પણ કહ્યું નથી

{{unknown}}

Dog terror in Vadodara: Old man bloodied, seriously injured after dog attack

featured image

https://images.news18.com/static-guju/uploads/2023/01/vadodara-news-167359151316×9.jpg

વડોદરા: શહેરમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. નિઝામપુરાના અમરપાર્કમાં શ્વાને વૃદ્ધા પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. શ્વાને હુમલો કરતાં વૃદ્ધા લોહીલુહાણ થઇ ગયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેના પગલે ઘાયલ વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા આવ્યા છે. રખડતા શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ મામલે શું પગલાં લેવામાં આવશે?

શ્વાનના ત્રાસને કારણે બાળકો, વૃદ્ધો ઘર બહાર નીકળી શકતા નથી

રખડતા શ્વાને વૃદ્ધા પર હુમલો કરતાં સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. અહીં સોસાયટીમાં રખડતા શ્વાનના આતંકથી રહીશો ત્રસ્ત છે. રહીશોનું કહેવું છે કે, શ્વાનના ત્રાસને કારણે બાળકો, વૃદ્ધો ઘર બહાર નીકળી શકતા નથી. સાથે જ રખડતા શ્વાનની સમસ્યાના કાયમી ઉકેલની માગ પણ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, વારંવારની આવી ઘટનાઓ બાદ સવાલો ઉઠી રહ્યા છે કે, રાજ્યમાં રખડતા શ્વાનના ત્રાસથી મુક્તિ ક્યારે? લોકો પર જીવલેણ હુમલો, તંત્રની કાર્યવાહી ક્યારે? સુરત બાદ હવે વડોદરામાં આતંક, તંત્ર શું કરે છે? ખસીકરણની વાતો છતાં ત્રાસ કેમ યથાવત? રખડતા ઢોર બાદ હવે શ્વાનનો કેમ વધ્યો આતંક? રખડતા શ્વાનના આતંક સામે ક્યારે લેવાશે પગલાં?

આ પણ વાંચો: સુરત: પતંગ રસિકો માટે ચેતવણી સમાન કિસ્સો, 5માં માળેથી પટકાતા બાળકનું મોત

સુરતમાં શ્વાને નાની બાળકીને બચકું ભર્યું હતું

નોંધનીય છે કે, તાજેતરમાં જ સુરતના ફૂલપાડા અશ્વની કુમાર વિસ્તારની છે. હંસ સોસાયટીમાં નાની બાળકીને ગાલ પર કૂતરાએ બચકું ભર્યું હતું. નાની બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. કૂતરા દ્વારા નાની બાળકીને કારડવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. આ ઘટનાને પગલે તાત્કાલિક કૂતરાને પકડવા અધિકારીને જાણ કરાઇ હતી. જે બાદ ટીમ દ્વારા કૂતરા પકડવાનું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. વિસ્તારના લોકો દ્વારા અધિકારી અને તેમની ટીમનો આભાર માન્યો હતો.

તમારા શહેરમાંથી (વડોદરા)

Published by:Azhar Patangwala

First published:

Tags: Dog attack, Gujarat News, Vadodara

{{unknown}}

Rohit Sharma Ishan Kishan: Ishan Kishan Will Have To Wait For Long Time: Rohit Sharma

https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/14/e550367adddeee32139d1e7515c7c7c6_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&imheight=628

Rohit Sharma Ishan Kishan:  ભારતીય ટીમે શ્રીલંકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણી 2-0થી જીતી લીધી છે. બીજી મેચ ગુરુવારે (12 જાન્યુઆરી) કોલકાતામાં રમાઈ હતી જેમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં કેએલ રાહુલે 64 રનની અણનમ ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી.

live reels News Reels

વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવને શ્રીલંકા સામેની શરૂઆતની બે વન-ડેમાં તક આપવામાં આવી ન હતી. જ્યારે ઈશાને આ પહેલા બાંગ્લાદેશ પ્રવાસ પર વનડેમાં બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો.

ઈશાનને હજુ તકની રાહ જોવી પડશે

ઈશાનને ટીમમાંથી બહાર કરવા બદલ કેપ્ટન રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટની ટીકા થઈ રહી છે. રોહિતે ઈશાનની જગ્યાએ શુભમન ગિલને ઓપનિંગમાં તક આપી હતી. હવે બીજી વનડે જીત્યા બાદ રોહિતે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે ઈશાનને હજુ વધુ રાહ જોવી પડશે.

હાલમાં ભારતીય વનડે ટીમમાં ટોપ-6 બેટ્સમેન જમણા હાથના છે. આ ખેલાડીઓ છે રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યા. ડાબોડી બેટ્સમેન અને સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ 7મા નંબરે આવી રહ્યો છે. આવી સ્થિતિમાં રોહિતે ઈશાન કિશનને તક આપવા અને ટીમના ટોપ ઓર્ડરમાં ડાબા હાથના બેટ્સમેનને લઈને મોટું નિવેદન આપ્યું છે.

બેવડી સદી ફટકાર્યા બાદ પણ ઈશાન આઉટ થયો

રોહિત શર્માએ કહ્યું હતું કે ટોપ ઓર્ડરમાં ડાબોડી બેટ્સમેન હોવો સારી વાત છે, પરંતુ તાજેતરના ભૂતકાળમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને બાકાત રાખી શકાય નહીં. કેપ્ટનના નિવેદન પરથી અંદાજ લગાવી શકાય છે કે ઈશાનને હજુ પણ તકની રાહ જોવી પડશે. ઇશાને બાંગ્લાદેશ સામે છેલ્લી વનડે મેચ ચિતાગોંગમાં રમી હતી, જેમાં તેણે 131 બોલમાં 210 રનની ઇનિંગ રમી હતી. જ્યારે સૂર્યાએ તાજેતરમાં જ શ્રીલંકા સામે ટી-20માં સદી ફટકારી હતી.

ટીમમાં રમી રહેલા ખેલાડીઓથી રોહિત ખુશ છે

કેપ્ટન રોહિતે કહ્યું, ‘ટોપ ઓર્ડરમાં ડાબોડી બેટ્સમેન હોવું સારું છે, પરંતુ જે ખેલાડીઓને તક આપવામાં આવી રહી છે તેઓએ છેલ્લા એક વર્ષમાં સારું પ્રદર્શન કર્યું છે. અમે ડાબોડી બેટ્સમેન રાખવા માંગીએ છીએ પરંતુ અમે અમારા જમણા હાથના બેટ્સમેનોની ક્ષમતા વિશે પણ જાણીએ છીએ અને અમે આ ક્ષણે તેમની સાથે આરામદાયક છીએ. રોહિતે ત્યાં સુધી કહ્યું કે ટીમમાં રમી રહેલા જમણા હાથના ખેલાડીઓમાં દબાણને હેન્ડલ કરવાની ક્ષમતા છે અને તેઓ વધુ સારું પ્રદર્શન કરી રહ્યા છે.


{{unknown}}

જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના ડિફોલ્ટર સભાસદને જેલની સજા અને દંડ ફટકારતી કોર્ટ | Court sentences defaulter Sabhasad of Swami Vivekananda Credit Co. Operative Society of Jamnagar to imprisonment and fine

https://images.bhaskarassets.com/web2images/960/2023/01/13/67b8f389-5473-428d-bdd5-da9f716135a8_1673590029941.jpg

જામનગર4 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ બાબુલાલ હીરજીભાઈ કાલરીયાએ ધંધા માટે સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપેલ અને સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થયેલ જેથી સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવેલ તેમ છત્તા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયેલ ન હોય તેથી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ – 138 અન્વયે આરોપી વિરુધ કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરેલ હતી અને સમન્સ મળતા આરોપી કોર્ટ સમક્ષ હાજર થયેલ હતા.

એ.ડી રાવની કોર્ટમાં કેસ આગળ ચાલતા વકીલની દલીલોને ધ્યાનમાં રાખી આ કામના આરોપીને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ 255 (2) મુજબ ધી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ 138 અન્વયે આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવેલ હતો અને આરોપીને 6 (છ) માસની જેલની સજા તેમજ ચેકની રકમનો દંડ કરવામાં આવેલ છે અને આરોપી વિરુદ્ધ સજા વોરંટ ઇસ્યુ કરવા તથા તેની અમલ બજવણી માટે જામનગરના પોલીસ અધિક્ષકને મોકલી આપવાનો હુકમ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે…

{{unknown}}

700 pigeons, 75 kite, 100 other birds were injured before Uttarayan AGP – News18 Gujarati

https://images.news18.com/static-guju/uploads/2023/01/2385683_HYP_0_FEATUREIMG_20230112_225007.jpg?im=FitAndFill,width=1200,height=675

Parth Patel, Ahmedabad: સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર્વને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. જેમાં લોકો આકાશમાં પતંગબાજી કરી ખુશી અનુભવતા હોય છે. આ પલ ભરની મજા પક્ષીઓ માટે મોતની સજા બની જતી હોય છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા કરુણા અભિયાન નિમિત્તે અમદાવાદમાં પણ પક્ષી બચાવો અભિયાન ચાલી રહ્યું છે.

લોકોએ કયારે પતંગ ચગાવવી જોઇએ ?

સમગ્ર રાજ્યમાં કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં સજાગ ગ્રુપ, જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ અને ફરતા પશુ દવાખાનાને ડિસેમ્બર મહિનાથી એટલે કે ઉત્તરાયણના 1 મહિના પહેલાથી જ માંજાથી ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુ માટેના કોલ આવવા લાગ્યા છે. જેમાં અત્યાર સુધીમાં જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 700 થી પણ વધારે ઘાયલ પક્ષીઓની સારવાર કરી જીવ બચાવ્યો છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

કરુણા અભિયાન 2023 અંતર્ગત જાહેર જનતાને 1962 એનિમલ હેલ્પલાઇન તરફથી ખાસ નિવેદન કરવામાં આવે છે કે, લોકો પતંગ ચગાવવા માટે સવારે 10 વાગ્યા પહેલા અને સાંજે 6 વાગ્યા પછી પતંગ ન ચગાવે તો સારું. કારણ કે આજ સમય હોય છે. જ્યારે પક્ષીઓને પોતાના માળામાં જવા અને આવવાનો સમય હોય છે.

કેવી રીતે સારવાર આપવામાં આવે છે ?

ડો. પૌરિક શાહે જણાવ્યું હતું કે, માંજાથી ઘાયલ પક્ષીઓ માટે અનુભવી વેટેરનરી ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવે છે અને વોલેન્ટિયર્સ દ્વારા પૂરતી સારસંભાળ રાખવામાં આવે છે. આ શિબિરમાં રજિસ્ટર થયેલા વોલેન્ટિયર્સ સહિત બધાને જરૂરી માર્ગદર્શન આપી ઘાયલ પક્ષીઓને કઈ રીતે પ્રાથમિક સારવાર આપવી તથા પક્ષીઓને જરૂર જણાયતો વધુ સારવાર માટે ઓપરેશન થિયેટર્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

865 પક્ષી નિદાન કેન્દ્રો, 750 ડોક્ટર, 8000 સ્વંયસેવકો તૈનાત


રાજ્યભરમાં 865 થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો, 750 થી વધારે ડોક્ટર તેમજ 8000 થી વધારે સ્વંયસેવકો તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સારવાર કેન્દ્ર પર જરૂરી દવાઓ અને ઓપરેશન કેન્દ્ર સાથે તૈયાર કરવામાં આવ્યું છે.

આટલા પક્ષીની સારવાર કરાઇ


લોકોના ફોન કોલથી ટોલ ફ્રી નંબર ઉપરથી જે તે જગ્યાએ જવાનું થાય તો તાત્કાલિક પહોંચી વળવા માટે વોલેન્ટિયર્સના ગ્રુપ પણ બનાવવામાં આવ્યા છે. ઘાયલ પક્ષીઓને સારવાર આપી જરૂર જણાય તો નજીકના સારવાર કેન્દ્ર ખાતે પક્ષીઓને જરૂરિયાત મુજબ પ્રાથમિક સારવાર આપી ત્યાં થોડા દિવસ રાખવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

એમના રહેવાના પાંજરામાં રાત્રે ઠંડી ના લાગે એ માટે હિટરની વ્યવસ્થા રાખવામાં આવી છે. જરૂરી ખાવા-પીવાનું સાથે સતત મેડિકલની ટીમ દ્વારા મોનીટરિંગ પણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે ઘાયલ પક્ષીઓમાં આશરે 700 કબૂતર, 75 સમડી તથા 100 જેટલા અન્ય પક્ષીઓનો સમાવેશ થાય છે.


આ નંબર ઉપર સંપર્ક કરી શકો


કોઈપણ ઇજાગ્રસ્ત પક્ષી ધ્યાને આવે તો તેને કાણાવાળા પુંઠાના બોક્સમાં કે બાસ્કેટમાં રાખી તમારા નજીકના કોઈપણ સારવાર કેન્દ્ર પર પહોંચાડી જીવ બચાવી શકો છો. આ ઉપરાંત ઘવાયેલા અને ફસાયેલા પક્ષીઓની સારવાર માટે સજાગ ગ્રુપ દ્વારા 7878171727, 8141565606, 8128257004 પર સંપર્ક કરી શકો છો. રાજ્ય સરકાર દ્વારા વોટ્સ અપ નંબર 8320002000 પર મેસેજ કરવાની સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.


ચાઈનીઝ દોરીથી ઘાયલ થતા પક્ષીઓના કેસોની સંખ્યા વધી


ઉત્તરાયણમાં પતંગ ઉડાડવાના ઉત્સાહીઓએ ડિસેમ્બરના મધ્યથી જ પતંગ ઉડાવવાનું શરૂ કરી દેતા હોય છે. ત્યારથી ઘાયલ પક્ષીઓમાં વધારો થયો છે. જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે દરરોજ આશરે 40 થી 50 ઘાયલ પક્ષીઓના કોલ આવે છે. જેમાંથી 10% પક્ષીઓ મૃત્યુ પામે છે. જ્યારે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસોમાં 300 થી 500 પક્ષીઓ ઘાયલ થયાના અહેવાલ પ્રાપ્ત થાય છે.

પક્ષી બચાવકર્તાઓનું કહેવું છે કે તેઓ નાયલોનની પતંગની દોરી (ચાઈનીઝ દોરી) થી ઘાયલ થતા પક્ષીઓના કેસોની સંખ્યા વધી રહી છે. નાયલોન માંજો ઘાતક છે. કારણ કે તે પક્ષીઓના સ્નાયુઓ અને ચેતાઓને કાપી નાખે છે. જો તેમની પાંખો ફસાઈ જાય તો તેઓ પડી જાય છે અને ફ્રેક્ચર પણ થાય છે. આવા કિસ્સાઓમાં મોટા પક્ષીઓ જીવલેણ ઘાવ માટે વધુ સંવેદનશીલ હોય છે.

ચાઇનીઝ દોરીની વેચાણ કરનાર પર પોલીસની બાજ નજર


શહેરની પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લાદ્યો છે. આ માટે ઉત્તરાયણના દિવસે શહેરભરમાં પોલીસની ટીમો ફરતી રહેશે અને ઘાતક માંજાનો ઉપયોગ કરનારાઓ પર બાજ નજર રાખશે. આ દરમિયાન જો કોઈ વ્યક્તિ ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરીને પતંગ ઉડાવતો જોવા મળશે તો તરત જ કાર્યવાહી કરવામાં આવશે.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Ahmedabad news, Birds, Local 18, Makarsankranti, Uttrayan

{{unknown}}

Avalanche In J&K's Sonmarg, Two Killed; Watch Video

https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/13/1d8a752b5ee7f15bf0ab1dc2f97d39cb167359092305775_original.png?impolicy=abp_cdn&imwidth=1200&imheight=628


{{unknown}}

Gujarat Weather Updates: રાજ્યના આ વિસ્તારોમાં કોલ્ડવેવની આગાહી, જુઓ હવામાન વિભાગને ઠંડી અંગે એંધાણ

https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/13/021352b41837935e6ca162e1679e5f1b167358508799473_original.png?impolicy=abp_cdn&imwidth=1200&imheight=628

Gujarat Weather Updates: રાજ્યના આ વિસ્તારોમાં કોલ્ડવેવની આગાહી, જુઓ હવામાન વિભાગને ઠંડી અંગે એંધાણ