Friday, January 13, 2023

IND Vs NZ: Blackcaps Announce T20 Squad To Face India

https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/13/5b6f20af9ddc82ae61194e903e9d3671167357404716274_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&imheight=628

India vs New Zealand Team Announcement: ન્યૂઝીલેન્ડે ભારતના પ્રવાસ માટે તેની T20 ટીમની જાહેરાત કરી છે. મિશેલ સેન્ટનર ન્યૂઝીલેન્ડ માટે ટી-20 સીરીઝની કેપ્ટનશીપ કરશે. આ વખતે ટીમે બે નવા ખેલાડીઓને તક આપી છે. બેન લિસ્ટર અને હેનરી શિપલે પ્રથમ વખત ન્યૂઝીલેન્ડ માટે ટી20 મેચ રમશે. આ સાથે ઘણા અનુભવી ખેલાડીઓને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 27 જાન્યુઆરીથી ત્રણ મેચની ટી-20 સીરીઝ શરૂ થશે. આ પહેલા વનડે શ્રેણી પણ રમાશે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 સીરીઝની પ્રથમ મેચ 27 જાન્યુઆરીએ રાંચીમાં રમાશે. ન્યૂઝીલેન્ડે આ સીરીઝ માટે મિશેલ સેન્ટનરને કેપ્ટનશિપ સોંપી છે. આ પહેલા વનડે શ્રેણી માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડે બેન લિસ્ટર અને હેનરી શિપલેને ટી20 સીરીઝ માટે પ્રથમ વખત તક આપી છે. આ બંને ખેલાડીઓએ ડોમેસ્ટિક મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. આ કારણથી બંનેને ભારત પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

live reels News Reels

હેનરી શિપલેના ડોમેસ્ટિક T20 રેકોર્ડ પર નજર કરીએ તો તેણે 33 મેચમાં 28 વિકેટ ઝડપી છે. આ સાથે તેણે 20 ઇનિંગ્સમાં 298 રન પણ બનાવ્યા છે. આમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 39 રહ્યો છે. બેન લિસ્ટરની વાત કરીએ તો તેણે 39 મેચમાં 40 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 21 રનમાં 3 વિકેટ લેવાનું રહ્યું છે.

ન્યૂઝીલેન્ડની ટીમ

મિશેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલેન, માઇકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેન ક્લીવર, ડેવોન કૉનવે, જેકબ ડફી, લૉકી ફર્ગ્યુસન, બેન લિસ્ટર, ડેરિલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, માઇકલ રિપન, હેનરી શિપલે, ઇશ સોઢી, બ્લેયર ટિકનર.

ન્યૂઝીલેન્ડની ટીમ ત્રણ વનડે, ત્રણ ટી-20 રમશે

ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસ પર ત્રણ વનડે અને ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. પ્રવાસની શરૂઆત વન-ડે શ્રેણીથી થશે અને પ્રથમ મેચ 18 જાન્યુઆરીએ હૈદરાબાદમાં રમાશે. જ્યારે બીજી વનડે 21 જાન્યુઆરીએ ઈન્દોરમાં અને ત્રીજી વનડે 24 જાન્યુઆરીએ રાયપુરમાં રમાશે. વનડે શ્રેણી બાદ બંને દેશો વચ્ચે ત્રણ ટી-20 મેચોની શ્રેણી રમાશે. આ શ્રેણીની પ્રથમ મેચ 27 જાન્યુઆરીએ રાંચીમાં, બીજી મેચ 29 જાન્યુઆરીએ લખનઉમાં જ્યારે ત્રીજી અને અંતિમ ટી20 મેચ 1 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે


{{unknown}}

પાટણમાંથી શ્રમિક પરિવારની 11 વર્ષિય કિશોરીનું અપહરણ | Abduction of 11-year-old girl from working family from Patan

https://images.bhaskarassets.com/web2images/521/2020/11/dvb_1604320831.png

પાટણ12 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 12 વર્ષમાં જિલ્લામાં પોક્સોના 484 ગુના નોંધાયા

પાટણ જિલ્લામાં પોક્સો એક્ટ 2012 મુજબ અત્યાર સુધીમાં 484 ગુના નોંધાયા છે. ત્યારે તાજેતરમાં પાટણ શહેરમાં એક શ્રમિક પરિવારની કિશોરી ઘરેથી કોઈને કીધા વગર ક્યાંક જતી રહી હોવાની તેની શોધખોળના અંતે કિશોરીની માતાએ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા સામે ફરિયાદ નોંધાવી હતી.

પાટણ શહેરમાં રહેતા મજુર પરિવારની 11 વર્ષની દીકરીને તારીખ 20/12/2022 રાત્રે રાત્રે નવ વાગ્યાના અરસામાં ઘરેથી કોઈ અજાણ્યો શખ્સ તેને ભગાડી ગયો હોવાની કિશોરીની માતાએ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી પી.આઈ એમ.એ.પટેલે જણાવ્યું હતું કે કિશોરીના પરિવારે તેની અંગત રીતે શોધખોળ હાથ ધરી હતી પણ કંઈ પત્તો ન લાગતા ગુનો નોંધાયો હતો.કિશોરીની સગાઈ થઈ હોવાથી તે છોકરાએ તેને મોબાઈલ ફોન આપેલ હોય તેના સીડીઆર તપાસ આધારે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Former JDU President Sharad Yadav Passed Away At The Age Of 75

https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/13/8e4d36f3be86489e815b401f313923a41673568363248550_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&imheight=628

Sharad Yadav Died: પીઢ સમાજવાદી નેતા શરદ યાદવનું ગુરુવારે (12 જાન્યુઆરી) 75 વર્ષની વયે અવસાન થયું. તેમની પુત્રી સુભાષિની યાદવે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેમણે લખ્યું હતું કે  ‘પાપા હવે રહ્યા નથી.’ શરદ યાદવ ચાર વખત બિહારની મધેપુરા સીટથી સાંસદ રહી ચૂક્યા છે. તેઓ જનતા દળ યુનાઈટેડ (JDU)ના પ્રમુખ સાથે કેન્દ્રમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.

પીએમ મોદી, બિહારના સીએમ નીતિશ કુમાર, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, આરજેડી પ્રમુખ લાલુ યાદવ સહિત અનેક દિગ્ગજોએ આરજેડી નેતા શરદ યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

ફોર્ટિસ મેમોરિયલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શરદ યાદવને બેભાન અવસ્થામાં ઈમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યા હતા. તપાસમાં તેમને કોઈ પલ્સ અથવા રેકોર્ડ કરી શકાય તેવું બ્લડ પ્રેશર નહોતું. તેમનું CPR ACLS પ્રોટોકોલ હેઠળ કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા ન હતા અને રાત્રે 10.19 કલાકે તેમને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અમે તેમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.

પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

live reels News Reels

તેમના નિધન પર શોક વ્યક્ત કરતા પીએમ મોદીએ ટ્વીટ કર્યું, “શ્રી શરદ યાદવ જીના નિધનથી દુઃખ થયું. તેમના લાંબા સાર્વજનિક જીવનમાં, તેમણે પોતાને એક સંસદસભ્ય અને મંત્રી તરીકે ઓળખાવ્યા. તેઓ ડૉ. લોહિયાના આદર્શોથી ખૂબ પ્રભાવિત હતા. હું તેની સાથેની વાતચીતને હંમેશા યાદ રાખીશ. તેમના પરિવાર અને ચાહકો માટે સંવેદના, ઓમ શાંતિ.”

શરદ યાદવે વર્ષ 2016માં નીતિશ કુમારની જેડીયુ સાથે સંબંધ તોડીને પોતાની પાર્ટી બનાવી હતી. આ પછી તેમણે આ પાર્ટીને રાષ્ટ્રીય જનતા દળમાં ભેળવી દીધી. તેમની પુત્રી સુભાષિની કોંગ્રેસમાં છે.

નીતિશ કુમારે શોક વ્યક્ત કર્યો હતો

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું નિધન દુઃખદ છે. શરદ યાદવજી સાથે મારો ઘણો ઊંડો સંબંધ હતો. તેમના નિધનના સમાચારથી હું દુઃખી છું. તેઓ એક મજબૂત સમાજવાદી નેતા હતા. તેમના અવસાનથી સામાજિક અને રાજકીય ક્ષેત્રે ન પુરી શકાય તેવી ખોટ પડી છે. તેમની આત્માને શાંતિ મળે.

લાલુ યાદવે દુઃખ વ્યક્ત કર્યું

રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવે વીડિયો ટ્વીટ કરીને કહ્યું કે હું ખૂબ જ અસહાય અનુભવી રહ્યો છું. તેમણે કહ્યું, હમણાં જ સિંગાપોરમાં રાત્રે શરદભાઈના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. હું ખૂબ જ લાચારી અનુભવું છું. અમે સમાજવાદી અને સામાજિક ન્યાય પ્રવાહના સંદર્ભમાં ઘણું વિચાર્યું હતું. હું આ રીતે ગુડબાય કહેવા માંગતો ન હતો. ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ!

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે શરદ યાદવજી સમાજવાદના હિમાયતી હોવાની સાથે નમ્ર સ્વભાવના માણસ હતા. હું તેની પાસેથી ઘણું શીખ્યો. હું તેમના શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. દેશ માટે તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે.

શરદ યાદવે 1999 થી 2004 વચ્ચે અટલ બિહારી વાજપેયી સરકારમાં વિવિધ વિભાગો સંભાળ્યા હતા. 2003માં શરદ યાદવ જનતા દળ યુનાઈટેડના અધ્યક્ષ બન્યા. તેઓ 7 વખત લોકસભાના સાંસદ અને 3 વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી યાદવના પરિવારમાં તેમની પત્ની, એક પુત્રી અને એક પુત્ર (શાંતનુ યાદવ) છે.

શરદ યાદવના અંતિમ સંસ્કાર શનિવારે તેમના જન્મસ્થળ હોશંગાબાદ, મધ્ય પ્રદેશમાં કરવામાં આવે તેવી શક્યતા છે. પરિવારે જણાવ્યું છે કે દિવંગત નેતાના પાર્થિવ દેહને 13 જાન્યુઆરીએ સવારે 10 વાગ્યાથી અંતિમ દર્શન માટે તેમના દિલ્હી નિવાસસ્થાન ખાતે રાખવામાં આવશે.


{{unknown}}

માલપુર તાલુકાના વિદ્યાર્થીના મોતની તટસ્થ તપાસ કરવાની માંગ સાથે રેલી | Rally demanding an impartial probe into the death of a Malpur taluka student

https://images.bhaskarassets.com/web2images/960/2023/01/13/orig_31_1673572359.jpg

મોડાસા8 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • માલપુરના ગોવિંદપુરાકંપાની છાત્રાલાયમાં છાત્રની 15 દિવસ અગાઉ લાશ મળી હતી
  • તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવા માંગ અને હત્યારાઓને પકડવા માંગ કરાઇ

માલપુરના ગોવિંદપુરકંપાની છાત્રાલયમાં ધો. 8માં ભણતા વિદ્યાર્થીની તા.24 ડિસેમ્બરે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતાં વિદ્યાર્થીના મોત અંગે તેના પરિવારજનો અને ઠાકોર સમાજે મોતની આશંકા વ્યક્ત કરી મૃતક વિદ્યાર્થીના પરિજનોને ન્યાય મળે તે માટે મોડાસાના માલપુર રોડ ઉપર આવેલા હનુમાનજી મંદિરથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી કલેકટર તેમજ જિલ્લા પોલીસવડાને આવેદન આપ્યું હતું.

આવેદનમાં જણાવાયું હતું કે માલપુરના આકલીયાના અરજણભાઈ મંગાભાઈ મસારનો પુત્રને ગોવિંદપુરકંપા કમળાબેન મહેતા બક્ષીપંચ છાત્રાલયમાં હોસ્ટેલમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. વિદ્યાર્થીના મોત અંગે શંકા વ્યક્ત કરી 13 વર્ષીય બાળક આપઘાત કરી ના શકે તેથી સદર બનાવની તપાસ થાય અને તેની એફઆઇઆર નોંધવામાં આવે તેમજ તેની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવે અને હત્યારાને પકડીને કડકમાં કડક સજા કરવા માગ કરાઇ હતી.

રેલીમાં ભારતનો સામ્યવાદી પક્ષ માર્ક્સવાદીના જિલ્લા મંત્રી ડાયાભાઈ જાદવ ભલાભાઇ ખાટ અને સાબરકાંઠા જિલ્લાના પક્ષના આગેવાન દિનેશભાઈ પરમાર સહિત ઠાકોર સમાજના અગ્રણીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે…

{{unknown}}

Basmati Rice FSSAI Regulatory Standards Be Free From Artificial Colouring, Polishing Agents Artificial Fragrances GoI

https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/12/3388b0fa260ef6794e58113401d65269167352315796976_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&imheight=628

Basmati Rice Regulations:  ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ ભારતમાં પ્રથમ વખત બાસમતી ચોખા માટે વ્યાપક નિયમનકારી ધોરણો જાહેર કર્યા છે, જે 1 ઓગસ્ટ, 2023 થી અમલમાં આવશે. નવા ધોરણો મુજબ, બાસમતી ચોખામાં કુદરતી સુગંધની લાક્ષણિકતા હોવી જોઈએ અને તે કૃત્રિમ રંગો, પોલિશિંગ એજન્ટો અને કૃત્રિમ સુગંધથી મુક્ત હોવા જોઈએ. ભારત સરકારે એક નિવેદનમાં આ માહિતી આપી છે.

બાસમતી ચોખાની શું છે ખાસિયત

બાસમતી ચોખાને સુગંધિત ચોખા પણ કહેવામાં આવે છે, જે ભારત, પાકિસ્તાન અને નેપાળમાં ઉગાડવામાં આવે છે. આ ચોખા બારીક સુગંધ સાથે અર્ધપારદર્શક અને ચમકદાર છે. તેને રાંધ્યા પછી, ચોખાની લંબાઈ બમણી થઈ જાય છે. આ ચોખા રાંધ્યા પછી પણ ચોંટતા નથી, બલ્કે સહેજ ફૂલી જાય છે. આ તેની સૌથી મોટી વિશેષતા છે.

આ રીતે અસલી અને નકલી ચોખાને ઓળખો

પ્લાસ્ટિકના ચોખા અને વાસ્તવિક બાસમતી ચોખાને ઓળખવું ખૂબ જ સરળ છે. આ માટે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

  • એક ગ્લાસ પાણીમાં એક ચમચી કાચા ચોખા ઉમેરો અને તેને ઓગાળી લો. જો ચોખા પાણી પર તરતા લાગે તો સમજવું કે આ ચોખા નકલી છે, કારણ કે સાચા ચોખા કે દાણા પાણીમાં નાખતા જ ડૂબી જાય છે.
  • એક ચમચી પર થોડા ચોખા લો અને તેને લાઇટર અથવા માચીસની મદદથી બાળી લો. જો ચોખાને હલાવવા પર પ્લાસ્ટિક કે બળી ગયેલી વાસ આવે તો સમજવું કે ચોખા નકલી છે.
  • તમે નકલી ચોખાને તેલમાં નાખીને પણ ઓળખી શકો છો. આ માટે ચોખાના થોડા દાણા ખૂબ ગરમ તેલમાં નાખો. આ પછી, જો ચોખાનો આકાર બદલાઈ જાય અથવા ચોખા પાછળ ચોંટી જાય તો સાવચેત થઈ જાવ.
  • સાચા-નકલી ચોખાને રાંધીને પણ ઓળખી શકાય છે. આ માટે થોડા ચોખા ઉકાળો અને તેને 3 દિવસ માટે બોટલમાં ભરી લો. જો ચોખામાં ફૂગ જોવા મળે છે, તો ચોખા વાસ્તવિક છે, કારણ કે નકલી ચોખા (રાઇસ ટેસ્ટ) પર વાસ્તવિક કંઈપણ અસર કરતું નથી.


{{unknown}}

સગીરા સ્વેચ્છાએ ગઇ હતી એવી દલીલ કરી દુષ્કર્મના આરોપીએ જામીન માંગ્યા | The rape accused sought bail arguing that Sagira had gone voluntarily

https://images.bhaskarassets.com/web2images/960/2023/01/13/orig_aadesh_1673570113.jpg

જૂનાગઢ6 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • જેતપુરના થાણાગાલોળના યુવાન સામે ગુનો નોંધાયો હતો

જેતપુર તાલુકાના થાણાગાલોળ ગામના યુવાન સામે 14 વર્ષીય સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચર્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં આરોપીએ સગીરા પોતાની સાથે સ્વેચ્છાએ આવી હોવાનું અને તેની સાથે લગ્ન કરવા માંગતી હોવાની દલીલ સાથે જામીન અરજી કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી. જેતપુર તાલુકાના થાણાગાલોળ ગામના સાગર કરશનભાઇ વાઘેલા (ઉ. 22) નામના યુવાન સાથે મેંદરડા તાલુકામાં 14 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઇ દુષ્કર્મ આચર્યાની ફરીયાદ નોંધાઇ હતી.

જેમાં તેણે જામીન માટે એવી દલીલ કરી હતી કે, ભોગ બનનાર પોતાની સાથે લગ્ન કરવા સ્વેચ્છાએ પોતાનું ઘર છોડીને આવી હતી. અને તેના માતા-પિતા તેની બીજી જગ્યાએ સગાઇ કરવા માંગતા હતા. જોકે, આની સામે જિલ્લા સરકારી વકીલ નિરવ કે. પુરોહિતે એવી દલીલ કરી હતી કે, જો તેને જામીન પર મુક્ત કરાશે તો તે ફરીયાદી અને સાહેદોને ધાક ધમકી કે લાલચ પ્રલોભન આપી યેનકેન પ્રકારે ફોડવા પ્રયત્ન કરશે. અને સુલેહ શાંતિનો ભંગ થવાની પૂરી શક્યતા છે.

વળી ભોગ બનનારનું અપહરણ કરી દુષ્કર્મ કરવામાં આવ્યું હોઇ જો તેને જામીન પર મુક્ત કરવામાં આવે તો પ્રજામાનસ પર કાયદાની વિપરીત અસર પડે એમ છે. આથી ત્રીજા એડી. સેશન્સ જજ બીના ચંદુભાઇ ઠક્કરે આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે…

{{unknown}}

મોટા ઉપાડે પાણીનાં મીટર તો લગાવી દીધાં પણ 1 વર્ષથી બિલ જ નથી અપાયાં | Water meters have been installed for a large amount but the bill has not been paid for 1 year

https://images.bhaskarassets.com/web2images/960/2023/01/13/orig_16_1673567350.jpg

સુરત14 મિનિટ પહેલાલેખક: મોઇન શેખ

  • કૉપી લિંક
  • ચૂંટણી પહેલાં અંદાજે 27 કરોડની વસૂલાત થાય તો માહોલ બગડે એટલે મામલો દબાવાયો
  • મીટર ધારકો તૈયાર રહેજો એક સાથે મસમોટા બિલ આવવાની શક્યતા

પાલિકા વોટર મીટર બેઝ પર પાણી સપ્લાય પેટે ધારક પાસેથી દર મહિને-બે મહિને બિલ વસૂલે છે. જોકે જાન્યુઆરી-2022થી બિલ જનરેટ કરતી એજન્સીની ટેન્ડર અવધી પૂર્ણ થતાં નવી એજન્સી નિમવામાં વિલંબ થતા બિલ જનરેટ થઇ શક્યા નથી. જેથી બાકી નીકળતાં લેણાં 5 ડિજીટમાં થઇ ગયા છે.

એક અંદાજ મુજબ પ્રત્યેક ઝોનમાં બિલ પેટે વર્ષે 3 કરોડની સરેરાશ ડિમાન્ડ છે, જે મુજબ 9 ઝોનમાં 27 કરોડથી વધુની બાકી બોલાઇ રહી છે. હવે બિલ કાઢવાની પ્રક્રિયા એકસાથે શરૂ થશે તો ધારકો પર મસમોટો આર્થિક બોજો આવી શકે છે. આવું કેમ થયું તે અંગે હાલ પાલિકા કંઇ કહેવા તૈયાર નથી છતાં નવી એજન્સી નિમવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવાનું રટણ ચલાવ્યું હતું.

2 વાર ક્રાઇટેરિયા બદલવા છતાં 7 પ્રયાસે પણ એજન્સી ન મળી

નવી એજન્સી નિમવાની કામગીરી ટેન્ડર પ્રક્રિયામાં અટવાઈ ગઈ છે. સેન્ટ્રલ, ઉધના, લિંબાયત અને વરાછા-બી ઝોનમાં કોઈ એજન્સીએ રસ લીધો નથી. 7માં પ્રયાસ બાદ 2 વખત ક્રાઇટેરિયા બદલ્યા છતાં કોઇ એજન્સી આગળ આવતી નથી. રાંદેર-અઠવા ઝોનમાં એજન્સી મળી તો પ્રોગ્રામ તૈયાર નથી.

ઍસેસમૅન્ટ અને રિકવરીનું ભારણ ટેક્નિકલ સ્ટાફ પર
વોટર મીટર લગાડવાની કામગીરી હાઇડ્રોલિક ઇજનેરોને સોંપાઇ છે. જોકે આ ટેક્નિકલ સ્ટાફ પાસે ઍસેસમૅન્ટ અને બિલ રિકવરી જેવી કામગીરીનું પણ ભારણ થોપી દેવાયું છે. જેથી રોષ ફેલાયો છે. આ માટે અલાયદું મહેકમ ઊભું કરવા મે મહિનાથી ડિમાન્ડ કરવા છતાં કોઇ નિર્ણય લેવાયો નથી.

ચૂંટણીની આચાર સંહિતાના લીધે કામગીરી લંબાઈ ગઈ
હાઇડ્રોલિક વિભાગે કહ્યું કે, નવી એજન્સી નિમવાની પ્રક્રિયા આચાર સંહિતામાં લંબાઈ હતી. બીડરોએ ભાવ વધારો માંગ્યો હોય તેવા કિસ્સામાં ટેન્ડર દફતરે કરવા પડ્યા હતાં. હજુ પણ 9 ઝોનમાં બિલ સાઇકલ પ્રમાણે નવા બિલ કાઢવાની પ્રક્રિયા થઈ શકી નથી.

ગત જાન્યુઆરી માસથી દરેક ઝોનમાં બિલ કાઢી શક્યા નથી
જાન્યુઆરી-2022 બાદથી દરેક ઝોનમાં વોટર મીટર બિલ કાઢવાની પ્રક્રિયા અટકી પડી હતી. વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ કહ્યું કે, ચૂંટણી પહેલા જો વોટર બિલના બાકી લેણાં ધારકોને આપવામાં આવતે તો ચૂંટણીનો માહોલ બગડવાની સંભાવના હતી.

અન્ય સમાચારો પણ છે…

{{unknown}}