Friday, January 13, 2023

ગ્રામ પંચાયતના વિભાજન સહિતના એજન્ડાઓને બહાલી અપાઈ; આડેધડ નખાતા વીજપોલ અને નાની સિંચાઈના સવાલો ઉઠ્યા | Agendas including bifurcation of Gram Panchayats were ratified; The questions of haphazardly installed power poles and small irrigation were raised

https://images.bhaskarassets.com/web2images/960/2023/01/13/214ca8a4-d935-4472-8993-d899ba70333b_1673595807326.jpg

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Agendas Including Bifurcation Of Gram Panchayats Were Ratified; The Questions Of Haphazardly Installed Power Poles And Small Irrigation Were Raised

મોરબી39 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મોરબી જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા મળી હતી. જેમાં વિવિધ એજન્ડાઓને બહાલ કરવામાં આવ્યા હતા. જેમાં એક ગ્રામ પંચાયતના વિભાજનને મંજુરી આપવામાં આવી હતી. તો એક ગ્રામ પંચાયતને અલગ રેવન્યુ દરજ્જો આપવાની દરખાસ્ત મંજુર કરાઈ હતી.

મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા, સામાન્ય સભાની ગત બેઠકના ઠરાવોની અમલવારીને બહાલી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયતની સમિતિઓની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા સહિતના એજન્ડાઓ રજુ કરવામાં આવ્યા હતા. જે એજન્ડાઓને બહાલ કરવામાં આવ્યા હતા.

સાથે જ મોરબી તાલુકાની હજનાળી ગ્રામ પંચાયતમાંથી અંબાનગર ગ્રામ પંચાયતના વિભાજનને મંજુરી આપવામાં આવી હતી. તો ટંકારા તાલુકાના ભૂતકોટડા ગ્રામ પંચાયતમાંથી હરીપર (ભૂ.) ગ્રામ પંચાયતમાં રેવન્યુ રકબામાં ફેરફાર કરવાના એજન્ડાઓને મંજુરી મળી હતી.

ઉપરાંત ટંકારા, મોરબી અને માળિયાના ગ્રામ્ય વિસ્તારમાં પવન ચક્કીથી વીજળી સબ સ્ટેશનને જોડતા માર્ગ વચ્ચે લાગતા તારમાં પોલ આડેધડ નાખવામાં આવતા હોવાથી ગ્રામ્ય વિસ્તારના લોકોને મુશ્કેલીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. સાથે જ નાની સિંચાઈ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.

તે સિવાય 15માં નાણાપંચના જિલ્લા કક્ષાના 10 ટકાના વર્ષ 2022-23 ના ના-મંજૂર થયેલા કામો સામે નવા કામોનું આયોજન વર્ષ 2022-21, 21-20 અને 22-23 અને 23-24ના વર્ષના જિલ્લા કક્ષાના 10 ટકાના આયોજનના કામો પૈકી હેતુફેર માટે રજુ થયેલા કામો, જિલ્લા પંચાયતની વર્ષ 21-22ની સ્વભંડોળ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વર્ષ 22-23ના બાકી વિકાસ કામોના આયોજન સહિતના એજન્ડાઓને મંજુરી મળી હતી.

અન્ય સમાચારો પણ છે…

{{unknown}}

Uttrakhand: જોશીમઠનું અસ્તિત્વ જોખમાયું, CM પુષ્કર ધામીએ બોલાવી ઈમર્જન્સી બેઠક

https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/13/ac50df7cb05dd4bb2469e9c6f517a5f0167359620681375_original.png?impolicy=abp_cdn&imwidth=1200&imheight=628

Uttrakhand: જોશીમઠનું અસ્તિત્વ જોખમાયું, CM પુષ્કર ધામીએ બોલાવી ઈમર્જન્સી બેઠક 

{{unknown}}

Ahmedabad: હિન્દુ યુવતીની વિધર્મી પ્રેમી સાથે મળી ગઈ આંખ, પ્રેમીને પામવા પતિની કરી એવી હાલત કે જાણીને રૂંવાડા ઉભા થઈ જશે

https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/13/0ea9c6d5da99222cab1b063464326e5c167359426987776_original.JPG?impolicy=abp_cdn&imwidth=1200&imheight=628

Ahmedabad News: અમદાવાદમાં લગ્નેત્તર સંબંધમાં હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યા છે. શહેરના ખોખરા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ વિધર્મીને પ્રેમીને પામવા પતિનું જ કાસળ કાઢી નાંખ્યું હતું.

શું છે મામલો

ખોખરામાં હિન્દુ યુવતીએ વિધર્મી પ્રેમીને પામવા પતિની હત્યા કરી હતી.5 વર્ષથી યુવતિને વિધર્મી યુવક સાથે પ્રેમ હતો. આ માટે આરોપી પત્ની રાજકોટથી ઘઉંમાં મુકવાની ઝેરી દવા લાવી હતી. રાત્રે દોઢ વાગે પતિ રોહિત બાંમણિયાને સેલફોસ દવા પીવડાવી પતિનું ગળું દબાવી હત્યા કરી હતી. અનુરાધા બાંમણિયા અને પ્રેમી ઈંઝમામ ખ્યાર સામે હત્યાની ફરિયાદ નોંધી કરવામાં આવી હતી.
અમદાવાદઃ પરીણિતાને મુસ્લિમ યુવક સાથે બંધાયા સંંબધ, પતિ ફોનમાં બંનેના ફોટા જોઈ ગયો ને…………

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પરિણીતાએ પરપુરુષ સાથેના આડા સંબંધોમાં પતિની હત્યાનું કાવતરું રચીને હત્યાને અંજામ આપ્યો છે. પરિણીતાએ પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરું રચીને તેને મોતને ઘાટ ઉતારીને કૂવામાં ફેંકી દીધો હતો. અમરેલીમાં રહેતા ગોબરભાઇ પટેલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમનો નાનો દીકરો મહેશ ઉર્ફ મયૂર છેલ્લા કેટલાક દિવસથી ગુમ છે. પોલીસે તેની પત્ની અને તેની મિત્ર સહિત પ્રેમીની પૂછપરછ કરતા મહેશની હત્યાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે પત્ની મીરા, તેના પ્રેમી અનશ અને તેની બહેનપણી ખુશી સતવારાને ઝડપી પાડી હતી.

ગોબરભાઇએ જણાવ્યું હતું કે તેઓ ખેતી કામ કરે છે. સંતાનમાં બે દીકરા અને દીકરી છે. જેમાં નાનો દીકરો મહેશ ઉર્ફે મયુરના લગ્ન આઠ વર્ષ પહેલાં મિરલ ઉર્ફે મીરા સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. છેલ્લા એકાદ વર્ષથી તેઓનો દીકરો કામ ધંધા માટે અમદાવાદ ખાતે તેના સસરાના ઘરે રહેતો હતો અને રીક્ષા ડ્રાઇવિંગ કરતો હતો.

2 જાન્યુઆરી 2023ના રોજ મહેશ ઉર્ફે મયુરે પિતાને જણાવ્યું હતું કે, તેની પત્નીના અનશ સાથે અનૈતિક સંબંધ છે અને આ સંબંધે મેં સવાલ કરતા મારી પત્ની મિરલ તથા તેની બહેનપણી ખુશી તથા અનસ ઉર્ફે ઉર્ફે લાલો મનસૂરીએ તેને રાજસ્થાન ખાતે ધમકાવી દીધો હતો. આ સંબંધોની વાત બીજા કોઈ સગા-સંબંધીઓને કરીશ તો તને જાનથી મરાવી નાખીશ તે પ્રકારની ધમકી આપી હોવાનું જણાવ્યું હતું.

ગોબરભાઇએ કહ્યું હતું કે મેં પુત્રવધૂ મીરાને મારી દીકરી કરતાં પણ સવાઇ રાખી હતી. તો પણ એણે આવું કર્યું? મારો છોકરો મહેશ ભોળો હતો. તેઓ મારા છોકરાને વિધર્મી બનાવવા માંગતા હતા. ગોબરભાઈ કહે છે કે મહેશને ફોનમાં બધું જોતાં આવડતું. એણે ચેક કર્યું તો ફોનમાં પુત્રવધૂ મીરા અને અનશ મનસૂરીના સાથે ફોટા હતા. હું મહેશને કહેતો કે પુત્રવધૂ મીરા દબાવતી હોય તો તું ગામડે આવતો રહે. જેથી 5મી તારીખે મહેશે મને ફોન કરીને કહ્યું કે હું સામાન ભરું છું. તમે ટ્રેક્ટર લઈને સવારે આવીને લઈ જજો.

નિકોલ પોલીસ સ્ટેશનના પી આઈ અને તપાસ અધિકારી કેડી જાટે કહ્યું કે આરોપી અનસ અને મહેશની પત્ની વચ્ચે પ્રેમ સંબંધ હતો. આ બંનેની મિત્ર ખુશીએ અનસને ચઢાવ્યો કે તું ગમે તેમ કરીને આનો નિકાલ કરી દે. 5 તારીખે અનસ મહેશને ઘરે લઇ ગયો હતો. એના ઘરની પાછળ આવેલા ખેતરમાં બંને બેઠા. ત્યાં અનસે પાછળથી તેને પકડીને છરી મારી દીધી હતી. અનસે ખેંચીને મહેશનો મૃતદેહ કૂવામાં નાખી દીધો.

પોલીસ અધિકારીએ ઉમેર્યું હતું કે અનસ છૂટક ડ્રાઇવિંગ કરતો હતો. મીરા-અનસના પ્રેમસંબંધને એક મહિના જેટલો સમય થયો હતો. ખુશી અને અનસ છેલ્લાં 4 વર્ષથી મિત્ર હતાં.

{{unknown}}

દાહોદમાં સ્કૂલ બેગમાં ચાઈનીઝ દોરીના 3 હજારના ફિરકા લઈ જતાં બે યુવકો ઝડપાયા | In Dahod, two youths were caught carrying 3 thousand pieces of Chinese cord in school bags

https://images.bhaskarassets.com/web2images/960/2023/01/13/f6f2bd37-f14b-42cc-9732-7fa03d54e1d4_1673593671970.jpg

દાહોદ26 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દાહોદ શહેર અને જિલ્લામાં ઉત્તરાયણની ઉજવણીનો ચારે કોર થનગનાટ છે ત્યારે ચાઈનીઝ દોરીનો ભય પણ ફેલાયો છે. ત્યારે દાહોદ શહેરમાં બી. ડિવીઝન પોલીસ દ્વારા ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં બે ઈસમોને રૂા. 3000ના ગેરકાયદેસર ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી પાડી જેલ ભેગા કર્યાનું જાણવા મળે છે.
ઉજવણીના થનગનાટ વચ્ચે ચાઈનીઝ દોરીનું જોખમ
ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે. ત્યારે દાહોદ શહેર સહિત જિલ્લામાં ઉત્તરાયણ પર્વને ધામધુમ પુર્વક ઉજવણી કરવા માટે દાહોદવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર ચાઈનીઝ દોરીનું ચલણ વધતાં પોલીસ એક્શન મોડમાં આવી છે. અગાઉ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં કેટલાંક વેપારીઓને પોલીસે ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી પાડી જેલ ભેગા કર્યા છે ત્યારે પોલીસે વધુ બે ઈસમોને ગેરકાયદેસર ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી પાડ્યાં હતાં.
બાતમીને આધારે પોલીસે ઝડપી પાડયા
​​​​​​​
દાહોદ બી. ડિવીઝન પોલીસને મળેલી બાતમીના આધારે દાહોદ તાલુકાના ઉસરવાણ ગામે પેટ્રોલીંગમાં હતાં. તે સમયે બે શંકાસ્પદ ઈસમો સ્કૂલ બેગ સાથે જતાં જોવા મળતાં પોલીસે બંન્ને ઈસમોની અટકાયત કરી હતી અને તેઓનું નામ પુછતાં પ્રિયાંશુ ઓમપ્રકાશ પટેલ (રહે. દાહોદ, ગોદીરોડ, આવકાર સોસાયટી, તા.જિ.દાહોદ) અને સચિનભાઈ દિલીપભાઈ ધોબી (રહે. ગોદીરોડ, ગણેશ સોસાયટી, તા. જિ. દાહોદ) જણાવ્યું હતું. પોલીસે તેઓની પાસે રહેલી સ્કૂલ બેગની તલાસી લેતાં તેમાંથી ચાઈનીઝ દોરીના ફિરકા નંગ. 6 જેની કિંમત રૂા. 3000નો મુદ્દામાલ મળી આવતા પોલીસે કબજે કરી ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ દાહોદ બી. ડિવીઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બાબતે પી આઈ એમ.એન.દેસાઈએ જણાવ્યુ હતું કે, આ બંન્ને આરોપીઓ વેચાણ માટે દોરી લઈ જતા હતા. તેઓ જેની પાસેથી દોરી ખરીદ કરી હતી તે અગાઉથી ઝડપાઈ ગયેલો છે.

અન્ય સમાચારો પણ છે…

{{unknown}}

ઉત્તરાયણમાં જલસો પડી જાય તેવો પવન રહેશે, આ વાત રસિયાઓને ખૂંચશે

https://images.news18.com/static-guju/uploads/2023/01/Uttarayan-2023-Wind-Prediction-1-16735931363×2.jpg?im=FitAndFill,width=1200,height=675

Makar Sankranti 2023: આ વખતે ઉત્તરાયણમાં પવન સારો રહેશે એટલે પતંગ રસિયાઓને મોજ પડી જશે. પરંતુ બીજી તરફ પતંગ અને માજાની ખરીદી માટે બજારોમાં જઈ રહેલા લોકોને કડવો અનુભવ થઈ રહ્યો છે. જાણો વધુ વિગતો આ રિપોર્ટમાં..

{{unknown}}

ચાઈનીઝ દોરીના પ્રતિબંધની અમલવારી અંગે હાઈકોર્ટને સરકાર કરશે જાણ, જાણો શું હશે એક્શન ટેકન રિપોર્ટમાં?

https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/13/8fdd5e69a7ff4c8337e4c9dd24fdc94e167359438216875_original.png?impolicy=abp_cdn&imwidth=1200&imheight=628

ચાઈનીઝ દોરીના પ્રતિબંધની અમલવારી અંગે હાઈકોર્ટને સરકાર કરશે જાણ, જાણો શું હશે એક્શન ટેકન રિપોર્ટમાં?

{{unknown}}

Fielding Coach R Sridhar Reveals That Dhoni Has Already Made Up His Mind About His Retirement

https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/15/53a3e313dd227e48cae7a82a747ba0301668515123692310_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&imheight=628

MS Dhoni Retirement: ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને બે વખતના વર્લ્ડકપ વિજેતા મહેન્દ્ર સિંહ ધોની હંમેશા પોતાના નિર્ણયોથી ચોંકાવે છે. 15 ઓગસ્ટ 2020 ના રોજ તેણે અચાનક નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે તેણે કંઈક આવું જ કર્યું. ધોનીના આ નિર્ણયથી રમત જગતના ચાહકો અને દિગ્ગજો ચોંકી ગયા હતા.

પરંતુ હવે આ મામલે મોટો ખુલાસો થયો છે. એવું જાણવા મળ્યું છે કે સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત અને ભૂતપૂર્વ ફિલ્ડિંગ કોચ આર શ્રીધરને ધોનીની નિવૃત્તિ વિશે પહેલાથી જ ખબર હતી. આ વાતનો ખુલાસો શ્રીધરે જાતે જ કર્યો છે.

2019 વર્લ્ડ કપની સેમીફાઇનલ છેલ્લી મેચ હતી

ધોની કેપ્ટન તરીકે તમામ ICC ટ્રોફી જીતનાર પ્રથમ ખેલાડી હતો. તેણે 2007માં T20 વર્લ્ડકપ જીત્યો હતો અને ત્યારબાદ 2011માં ODI વર્લ્ડકપ જીત્યો હતો. બે વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતાડી હતી. ધોનીએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2019 વર્લ્ડકપની સેમીફાઇનલ મેચ રમી હતી. શ્રીધરના કહેવા પ્રમાણે, આ મેચ દરમિયાન ધોનીએ નિવૃતિ લેવાનું નક્કી કરી લીધું હતું. ત્યારબાદ ધોનીએ ઋષભ પંત અને શ્રીધરને નિવૃત્તિના સંકેતો આપ્યા હતા.

live reels News Reels

ફિલ્ડિંગ કોચ શ્રીધરે આ ખુલાસો કર્યો છે

શ્રીધરે પોતાના પુસ્તક ‘કોચિંગ બિયોન્ડ – માય ડેઝ વિથ ધ ઈન્ડિયન ક્રિકેટ ટીમ’માં આ ખુલાસો કર્યો છે. તેમણે લખ્યું હતું કે હું હવે જાહેર કરી શકું છું કે મને ખબર પડી ગઈ હતી કે ધોની તેની છેલ્લી મેચ રમી ચૂક્યો છે. ભલે તેણે તે જાહેર ન કર્યું. ચાલો હું તમને કહું કે મને આ કેવી રીતે ખબર પડી. વર્લ્ડ કપ 2019માં ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઇનલના રિઝર્વ ડેની સવારે નાસ્તો કરવા માટે માન્ચેસ્ટર પહોંચનાર હું એકમાત્ર વ્યક્તિ હતો.

ફિલ્ડિંગ કોચે આગળ કહ્યું હતું કે હું કોફી પી રહ્યો હતો, પછી એમએસ ધોની અને પંત અંદર આવ્યા. તેમણે પોતાનો સામાન ઉપાડ્યો અને મારી સાથે જોડાયા. ત્યારબાદ ઋષભ પંતે ધોનીને હિન્દીમાં કહ્યું, ‘ભાઈ, કેટલાક છોકરાઓ એકલા લંડન જવાની યોજના બનાવી રહ્યા છે. તમે રસ ધરાવો છો?’ ત્યારે ધોનીએ કહ્યું, ‘ના, ઋષભ, હું મારી ટીમ સાથે મારી છેલ્લી બસ સફરને ચૂકવા માંગતો નથી.

આ મામલે શ્રીધરે કહ્યું હતું કે મેં આ વાતચીત અંગે કોઈની સાથે વાત કરી નથી. તે વ્યક્તિ (ધોની)ના સન્માનને ધ્યાનમાં રાખીને મેં કોઈને કંઈ કહ્યું નથી. મેં રવિ શાસ્ત્રીને કે અરુણને મારી પત્નીને પણ કહ્યું નથી