Saturday, July 23, 2022

લો પ્રેશરથી શહેરમાં 24 કલાક બાદ વરસાદ પડવાની શક્યતા | Low pressure is likely to rain in the city after 24 hours

વડોદરા29 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • આજવાની સપાટી 211.20 ફૂટ, વિશ્વામિત્રી 7.50 ફૂટ થઈ

શહેરમાં વરસાદનું જોર ઘટ્યું છે. જોકે પાકિસ્તાન તરફ દરિયામાં લો પ્રેશર એક્ટિવ થયું છે. 24 કલાકમાં લો પ્રેશર ગુજરાત તરફ પહોંચી શકે છે, જેથી વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે. શુક્રવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે તડકો નીકળતાં લોકોને રાહત મળી હતી. શનિવારે પણ વાદળો રહેશે. મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.4 ડિગ્રી નોંધાયું હતું.

જ્યારે વહેલી સવારે 87 ટકા અને સાંજે 59 ટકા ભેજ નોંધાયો હતો. પશ્ચિમની દિશાથી 14 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા. બીજી તરફ ઉપરવાસમાં વરસાદથી આજવા સરોવરમાં પણ પાણીની આવક થઈ હતી. શુક્રવારે આજવાની સપાટી 211.20 ફૂટે રહેતાં 0.20 ફૂટે પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે. જ્યારે વિશ્વામિત્રીની સપાટી 7.50 ફૂટ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: