મહિસાગર (લુણાવાડા)37 મિનિટ પહેલા
- ગ્રાઉન્ડ ફ્લોર પર ICU અને કાચના ફસાદ દૂર કરવા બાબતે વિરોધ
તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને આદેશ અપાયો છે કે હોસ્પિટલોમા ICU ગ્રાઉન્ડ ફ્લોર પર હોવા જોઈએ અને હોસ્પિટલમાં કાચના ફસાદ દૂર કરવા અંગે અમુક જોગવાઈ લાગુ કરવા માટે સૂચના આપવામાં આવે. ત્યારે રાજ્યની હોસ્પિટલમાં તેનું 7 દિવસની અંદર તેનું પાલન કરવા માટે નોટિસો મળી રહી છે. જેને લઈને આજે રાજ્યભરમાં આવેલ ખાનગી એલોપેથીક હોસ્પિટલોમાં 30000 જેટલા ડોકટર આજે એક દિવસીય હડતાળ પાડીને OPD અને ઇમરજન્સી સેવા બંધ રાખી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર, બાલાસિનોર શહેર તેમજ સંતરામપુર શહેરની મળીને 60 જેટલી ખાનગી હોસ્પિટલના ડોકટર્સ હળતાલમાં જોડાઈ આજે વિવિધ આરોગ્ય સેવાઓ બંધ રાખી હતી.

હોસ્પિટલોમાં OPD ઇમરજન્સી બંધ રહેતા દર્દીઓને હાલાકી
પોતાની માગને લઈને હળતાળમાં જોડાયેલ ડૉક્ટરોના લીધે હોસ્પિટલમાં આજે ICU અને ઇમરજન્સી સેવા બંધ રહેતા લુણાવાડાની સરકારી જનરલ હોસ્પિટલમાં લોકોને સારવાર લેવા જવું પડ્યું હતું . ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાંથી દર્દીઓ વહેલી સારવારથી આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં ડૉકટરની હડતાળના પગલે તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર મળી ન હતી. જેથી સરકારી હોસ્પિટલમાં જઈ સારવાર લીધી હતી તો કેટલાક દર્દીઓ ઇમરજન્સી સારવાર વાળા પણ હતા. જેઓને પણ ખાનગી હોસ્પિટલમાંથી સરકારી હોસ્પિટલમાં જવું પડ્યું હતું, તેવું દર્દીના સાગા સબંધીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.