અમિત શાહે શનિવારે મહાત્મા ગાંધી પુસ્તકાલયના નવનિર્મિત ભવન તેમજ માણસા નગરપાલિકાના સરદાર પટેલ (Sardar Patel) સંસ્કૃતિ ભવનનું પણ લોકાર્પણ કર્યું હતુ.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે, અનેક વિકાસકાર્યોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે.ગુજરાતની (ગુજરાત) બે દિવસીય મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (અમિત શાહ) ગઈ કાલે ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતુ.અમદાવાદ એરપોર્ટ (અમદાવાદ એરપોર્ટ) પર ઉતરાણ કર્યા બાદ અમિત શાહ ગાંધીનગર પહોંચ્યા.જ્યાં તેમણે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત CCTV કેમેરા આધારિત સર્વેલેન્સ એન્ડ ઈન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના રાજ્યકક્ષાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ‘ત્રિનેત્ર’નું ઉદઘાટન કર્યું હતુ. જે બાદ માણસામાં (માનસા) અક્ષયપાત્ર ફાઉન્ડેશનના અદ્યતન અને ઔદ્યોગિક રસોડા કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો.
અમિત શાહે મહાત્મા ગાંધી પુસ્તકાલયના નવનિર્મિત ભવન તેમજ માણસા નગરપાલિકાના સરદાર પટેલ (સરદાર પટેલ) સંસ્કૃતિ ભવનનું પણ લોકાર્પણ કર્યું હતુ.જે બાદ અમિત શાહે માણસાની સિવિલ હોસ્પિટલ તેમજ ચંદ્રાસર તળાવની પણ મુલાકાત લીધી હતી.
આધુનિક સ્પોર્ટ્સ કોપ્લેક્ષનું લોકાર્પણ
અમિત શાહના હસ્તે ગોધાવી – મણિપુર રોડ પર અંદાજિત 9 કરોડ 69 લાખના તૈયાર થયેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું (રમત સંકુલ) લોકર્પણ કરવામાં આવ્યુ.આ સ્પોર્સ્ટ કોમ્પ્લેક્ષ 68,920 ચોરસ કિમિ એરિયામાં ફેલાયેલું છે.જેમાં 400 મીટર સિન્થેટીક રનિંગ ટ્રેક,બાસ્કેટ બોલ કોર્ટ, કબબડી, ફૂટબોલ ગ્રાઉન્ડ, હાઈ જમ્પ, લોન્ગ જમ્પ જેવી રમત રમી શકાશે.આ સ્પોર્સ્ટ કોમ્પ્લેક્ષમાં 500 વ્યક્તિ એક સાથે બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.સ્પોર્ટ્સ કોપ્લેક્ષમાં ચેનજીગ રૂમ, ફસ્ટ એઇડ રૂમ, સિક્યુરિટી કેબિન, ટોયલેટ બ્લોક, આર.સી.સી. પ્રિ કાસ્ટ ડ્રેઇન તથા કમ્પાઉન્ડ વોલ જેવી સુવિધા પણ ઉપલબ્ધ છે.
એસ.પી.રિંગ રોડ પરના કમોડ જંક્શન પર ફ્લાય ઓવરનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.77,71 કરોડના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજ તૈયાર થશે.કલોલમાં કપિલેશ્વર લેકનું રિડેવલપમેન્ટ (તળાવ પુનઃવિકાસ) કરવામાં આવશે.2.61 કરોડના ખર્ચે થશે કપિલેશ્વર લેકનું રિડેવલપમેન્ટ થનાર છે.ધોળકા બ્રાંચ કેનાલ પર 14 કરોડના ખર્ચે થશે બ્રિજનું કામ થશે.અમદાવાદના ઔડામાં સોલિડ વેસ્ટ નિકાલનો પ્રોજેક્ટ કરવામાં આવશે.સાથે જ 5 કરોડના ખર્ચે સોલિડ વેસ્ટ નિકાલનો પ્રોજેક્ટ કરવામાં આવશે.