Sunday, July 24, 2022

વરસાદી સીઝનમાં ડાંગની પ્રકૃતિ સોળે કળાએ ખીલી, પર્યટકો ખુશખુશાલ જોવા મળ્યા

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સારો વરસાદ વર્યો છે. આ વરસાદી સીઝનમાં ડાંગની પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. ડાંગની પ્રકૃતિને માણવા પ્રકૃતિપ્રેમી પર્યટકો ખુશખુશાલ જોવા મળ્યા હતા. આ ઉપરાંત સાયકલ સવારો ખુલ્લી આબોહવામા સાયકલિંગ કરીને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધ્યું હતું. ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર એવા વઘઇથી ભેંસકાતરી સુધીના લીલાછમ માર્ગ ઉપર પ્રકૃતિ પ્રેમીઓએ મન મૂકીને પ્રકૃતિની મજા માણી હતી.

આ પણ વાંચો