
ભારતીય વિકેટકીપર કરુણા જૈને રવિવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા છે. કરુણાએ 2005 અને 2014માં ભારત માટે પાંચ ટેસ્ટ, 44 ODI અને નવ T20I માં અનુક્રમે 195, 987 અને નવ રન બનાવ્યા હતા.
2004 માં તેણીની ODI ડેબ્યુ પર, તેણીએ લખનૌમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 64 રન બનાવ્યા, જેના કારણે તેને ભારતીય મહિલા ટીમમાં લેવામાં આવી અને પછી તે ટીમનો અભિન્ન ભાગ બની ગઈ. મહિલા ટેસ્ટ ક્રિકેટમાં, તેણે સ્ટમ્પની પાછળ 17 આઉટ કર્યા હતા, જે 23 આઉટ કરનાર અંજુ જૈન પછી ભારતીય કીપર્સમાં બીજા ક્રમે છે. 2005માં વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચનારી ભારતીય ટીમના તે મહત્ત્વના ખેલાડીઓમાંની એક હતી.
કરુણા જૈન ભારતીય મહિલા ટીમ ઉપરાંત એર ઈન્ડિયા, કર્ણાટક અને પોંડિચેરી ટીમ તરફથી પણ રમી ચૂકી છે. ભારતીય ટીમ માટે 1100થી વધુ રન બનાવનાર કરુણાની મહિલા વનડેમાં એક સદી અને આઠ અડધી સદી છે. કરુણા જૈન બેંગલુરુના વતની છે.
બેંગલુરુની કરુણા જૈને પરિવારના દરેકનો તેમજ બીસીસીઆઈ અને રાજ્ય એસોસિએશનોનો આભાર માન્યો હતો. કરુણાએ કહ્યું હતું કે, “હું આ તકનો લાભ લઈ મારા ક્રિકેટ પ્રવાસમાં શરૂઆતથી જ મારા તમામ કોચ, સપોર્ટ સ્ટાફ અને મારા ટીમના સાથીઓ કે જેઓ મારી સમગ્ર કારકિર્દીનો ભાગ રહ્યા છે તેમનો આભાર માનવા ઈચ્છું છું.”
પોસ્ટ દૃશ્યો:
20