Sunday, July 24, 2022

ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં બે વર્ષ બાદ તરણેતરોને ભાતીગળ લોકમેળો યોજાશે, તંત્રએ તૈયારીઓ શરૂ કરી | In the presence of Trinetreshwar Mahadev, after two years, the Bhatigal Lok Mela will be held for swimmers, Tantra has started preparations.

સુરેન્દ્રનગર37 મિનિટ પહેલા

  • તરણેતરનો મેળો માણવા દેશ ઉપરાંત વિદેશમાંથી પણ લોકો આવતા હોય છે.

સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ગામની સીમમાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં દર વર્ષે ભાદરવા માસની ત્રીજ, ચોથ, પાંચમ અને છઠ્ઠ એમ ચાર દિવસ વિશ્વ વિખ્યાત તરણેતર ભાતીગળ લોકો મેળો યોજાય છે. પરંતુ છેલ્લા બે વર્ષોથી કોરોના લોકડાઉનને લઈને આ મેળો યોજાયો ન હતો. પરંતુ આ વર્ષે કોરોનાનો હાઉ ઓછો થતા ફરીથી વિશ્વ વિખ્યાત મેળો યોજાવા જઈ રહ્યો છે. અને અધિકારીઓએ મેળાના સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. તરણેતરનો મેળાનું આયોજન શરુ કરી દેવામાં આવ્યું છે. તે માટે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તરણેતર ખાતે સ્થાનિક અધિકારી અને સ્થાનિકો સાથે બેઠક કરવામાં આવી હતી. આ ઉપરાંત અધિકારીઓએ તરણેતર મેળાના સ્થળની પણ રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.

એક લોકવાયકા મુજબ પાંચ ઋષિઓએ ભેગા થઈ ગંગાજીના અવતરણ માટે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની ફરતા કુંડમાં આહવાન કરી ગંગાજીનું પ્રાગટ્ય કર્યું હતુ. કારણ કે, આ વિસ્તારની ગરીબ પ્રજા, અહીંનું લોકજીવન કદાચ ગંગાજી સુધી હરદ્વાર કે ઋષિકેશ ન જઈ શકે તો અહીં ગંગાજીને બોલાવવા માટે તપ શરુ કર્યું હતુ. જે બાદ આસપાસના લોકો પોતાના પિતૃઓનું અસ્થિ વિસર્જન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરવા માટે દર વર્ષે ઋષિ પંચમીના દિવસે તરણેતર આવતા થયા. જે બાદ દૂર દૂરથી લોકો આ સ્થળની મુલાકાત લેવા લાગ્યા. અને એ દિવસના માનવ મહેરામણના માહોલે એક ઐતિહાસિક મેળાનું રૂપ ધારણ કર્યું હતું. આમ તો સુરેન્દ્રનગરનો ઇતિહાસ ઘણો લાંબો અને રસપ્રદ રહ્યો છે. સુરેન્દ્રનગરે બ્રિટિશ અધિકારીઓનો દબદબો પણ જોયો છે. અને આઝાદીની ચળવળ સાથે એને કંઈક દાયકા પણ જોયા છે.

ભાદરવા મહિનામાં ત્રીજ, ચોથ અને પાંચમનું ત્રણ દિવસ મેળાનું આયોજન
આમ તો, સૌરાષ્ટ્રમાં ત્રણ મેળા મહત્વના છે. ભવનાથનો શિવરાત્રિનો મેળો, ઘેડ પ્રદેશમાં માધવપુરનો મેળો અને પાંચાળનો તરણેતરનો મેળો. આ ત્રણેય મેળાને વિવિધ રીતે વહેંચવા હોય તો એમ વહેંચી શકાય કે, તરણેતરનો મેળો એ રંગનો મેળો છે, માધવપુરનો મેળો એ રૂપનો મેળો છે અને શિવરાત્રિનો મેળો એ ભક્તિનો મેળો છે. અહીં વિવિધ રંગોમાં રમતી અને આનંદ ઉલ્લાસથી પોતાની અભિવ્યક્તિ જાહેર કરતી લોકજીવનને ધબકતું રાખતી પ્રજા મન મૂકીને મેળામાં મહાલે છે. આ મેળો ત્રીજ, ચોથ અને પાંચમ એમ ત્રણ દિવસ ચાલે છે. જેમાં ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિપંચમીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પાંચાળ પ્રદેશની પ્રજા દૂર ન જઈને તરણેતરને ગંગા અને હરિદ્વાર માનીને તરણેતરમાં આવેલા ત્રણેય કુંડમાં પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થિ પધરાવી, કૂંડમાં નાહીને ગંગામાં નાહ્યાનું પૂણ્ય માને છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: