- Gujarati News
- Local
- Gujarat
- Patan
- For The Development Of The Employment Sector At The Tourist Destinations Of North Gujarat, U.G. A Grant Of 1 Crore Was Allocated To The Directorate Of Physical Sciences Of The University
પાટણ38 મિનિટ પહેલા
- કૉપી લિંક
- આ ગ્રાન્ટ માંથી ઉત્તર ગુજરાતના પ્રવાસ સ્થળો નો પ્રચાર પ્રસાર વધે અને વધુ રોજગાર લક્ષી પ્રવૃત્તિઓ થાય માટે પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ કરવામાં આવશે
હેમચદ્રાચાર્ય યુનિવર્સિટીના શારીરિક નિયામક કચેરીને ઉત્તર ગુજરાતના પ્રવાસ સ્થળો ઉપર રોજગાર અને ઉદ્યોગ ક્ષેત્રે વિકાસ થાય તેવી વિવિધ પ્રવૃતિઓ કરવા માટે સરકારના ટુરીઝમ ગુજરાત વિભાગ દ્વારા એક કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
ઉતર ગુજરાત યુનિવર્સિટીના શારીરિક નિયામક વિભાગ દ્વારા રાજ્ય સરકાર ગુજરાત ટુરિઝમ વિભાગમાં ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ પ્રવાસી સ્થળો ઉપર રોજગાર અને ઉદ્યોગ ક્ષેત્રે વિકાસ થાય તેવા આયોજનો માટે કરાયેલ દરખાસ્ત અનુસંધાન ગુજરાત ટુરિઝમ દ્વારા એક કરોડની તાજેતરમા ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે.
શારીરિક નિયામક ડૉ.ચિરાગ પટેલ દ્વારા ગ્રાન્ટ મામલે જણાવ્યું હતું કે આ ગ્રાન્ટ માંથી ઉત્તર ગુજરાતના રાણકીવાવ , મોઢેરા સૂર્યમંદિર નડાબેટ , અંબાજી મંદિર , તારંગા હિલ સ્ટેશન , પોલો ફોરેસ્ટ , ઈડરિયો ગઢ , વડનગર સિધ્ધપુરના પ્રવાસન જેવા ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ સ્થળો નો પ્રચાર પ્રસાર વધે નવા રોજગાર અને ઉદ્યોગો શરૂ થાય ઉપરાંત હાલમાં કાર્યરત ધંધા રોજગારોને વધુ વિકસિત કરવા પ્રોત્સાહન આપતી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે.જેમાં સેમીનાર ,તાલીમ વર્કશોપ જેવી પ્રવૃતિઓ કરવામાં આવનારા છે.જેનું ટુંક સમયમાં કમિટી બનાવી આયોજન કરીશું.