આ દેશમાંથી મળ્યા 10 કરોડ વર્ષ જૂના ડાયનાસોરના પગના નિશાન, ફોટોઝ થયા વાયરલ | 10 million year old dinosaur footprints found in this country photos went viral

Dinosaur Footprints:ભારતના એક પાડોશી દેશમાં એક દુર્લભ વસ્તુ મળી છે. આ દુર્લભ શોધના હાલ સોશિયલ મીડિયા પર વારયરલ થયા છે.

આ દેશમાંથી મળ્યા 10 કરોડ વર્ષ જૂના ડાયનાસોરના પગના નિશાન, ફોટોઝ થયા વાયરલ

Dinosaur footprints

Image Credit source: twitter

આપણી સુંદર દુનિયા અનેક રહસ્યમય સ્થળો અને વસ્તુઓથી ભરેલી છે. અહીં ઘણીવાર એવી દુર્લભ વસ્તુઓ મળી આવે છે કે જેની કોઈએ ક્યારે કલ્પના પણ નહીં કરી હોય. દુનિયાના રહસ્યો અને તેની સુંદરતા માણવા માટે માણસનું આખુ જીવન ટૂંકુ પડે એમ છે. હાલમાં ભારતના એક પાડોશી દેશમાં એક એવી દુર્લભ વસ્તુ મળી છે, જેને જોઈને આખી દુનિયા ચોંકી ઉઠી છે. એક વ્યક્તિએ પોતાની તીક્ષ્ણ દ્રષ્ટિથી 10 કરોડ વર્ષ જૂના દુર્લભ ડાયનાસોરના પગના નિશાન શોધી કાઢ્યા છે. આ ઘટના દક્ષિણ-પશ્વિમ ચીનની છે. આ ડાયનાસોરના પગના (Dinosaur Footprints) નિશાનના ફોટોઝ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Photos) થયા છે.

ડાયનાસોરના પગના નિશાન શોધનાર આ વ્યક્તિનું નામ છે ઓ હોંગતાઓ. આ વ્યક્તિને ચીનના સિચુઆન વિસ્તારના લેશાન શહેરમાંથી એક રેસ્ટોરેન્ટમાંથીના કોર્ટયાર્ડમાં આ ડાયનાસોરના પગના નિશાન જોવા મળ્યા હતા. તે આ રેસ્ટોરેન્ટમાં ગ્રાહક તરીકે ગયો હતો અને તેને એક ટેબલના નીચે આ નિશાન જોવા મળ્યા હતા. ચીનના વિશેષજ્ઞોની ટીમે આ નિશાનની પૃષ્ટિ પણ કરી છે.

આ રહ્યા એ ડાયનાસોરના પગના નિશાનવાળા વાયરલ ફોટોઝ

આ પ્રજાતિના ડાયનાસોરના છે પગના નિશાન

ચીનના ડો.લિડા જિંગના નેતૃત્વવાળી વિશેષજ્ઞોની એક ટીમ આ જગ્યા પર પહોંચીને આ નિશાનની તપાસ કરી હતી. તેમણે થ્રીડી સ્કેનરની મદદથી આ ડાયનાસોરના પગના નિશાન હોવાની પૃષ્ટિ કરી છે. આ નિશાન સેરોપોડ્સની બે પ્રજાતિઓના છે. તે ખાસ કરીને બ્રોંટોસોરસના પગના નિશાન છે. તે હમણા સુધીનો ધરતી પરનો સૌથી મોટુ પ્રાણી માનવામાં આવે છે. તે લગભગ 145 વર્ષ પહેલા અસ્તિત્વમાં હતા. તે નાના માથાવાળા અને લાંબી ડોકવાળા હતા.

વિશેષજ્ઞોનું નિવેદન

વિશેષજ્ઞોએ આ અંગે નિવેદન આપ્યુ છે કે, આ ડાયાનાસોરના નિશાન જ્યાથી મળ્યા તે સ્થળેને સુરક્ષિત કરવામાં આવ્યો છે. આ પહેલા અહીં રેસ્ટોરેન્ટના સ્થાને એક મરઘા ઉછેર કેન્દ્ર હતુ. આ નિશાન ઘણા દુર્લભ છે. શહેરોના નિર્માણ કાર્યોને કારણે વિશેષજ્ઞો આવા સંશોધન નથી કરી શક્તા અને આવી દુર્લભ વસ્તુ મળવાની સંભાવના ઘટી જાય છે. રેતીના એક સ્તરના કારણે આ નિશાન હમણા સુધી સુરક્ષિત રહ્યા હતા.

Previous Post Next Post