Monday, August 15, 2022

ધનશ્રી, રોહિત કોહલી-અનુષ્કા... ટીમ ઇન્ડિયાએ ફેમીલી સાથે ઉજવ્યો સ્વતંત્રતા દિવસ

[og_img]

  • આજે દેશમાં થઇ રહી છે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી
  • ઠેર ઠેર તિરંગો ફરકાવી દેશવાસીઓ આપી રહ્યા છે શુભેચ્છા
  • એક્ટર્સ અને ક્રિકેટર્સ પણ કરી રહ્યા છે આઝાદીની ઉજવણી

ભારતે સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખાસ દિવસને આઝાદીના અમૃત મહોત્સવના રૂપમાં ઉજવવામાં આવી રહ્યો છે, ચારે બાજુ ઉજવણી થઇ રહી છે અને આખો દેશ તિરંગાના રંગે રંગાઈ ગયું છે. ભારતીય ક્રિકેટ ટીમના સભ્યોએ પણ આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી અને ફેન્સ અને દેશભરના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ આપી હતી. રોહિત શર્માએ તિરંગો ફરકાવી પોતાની ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ આઝાદીના જશ્નમાં સામેલ થયા હતા. તેમણે પત્ની અનુષ્કા શર્મા સાથે તિરંગો લહેરાવ્યો હતો.

ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પણ ફેન્સને શુભેચ્છાઓ આપી હતી. રવીન્દ્ર જાડેજાએ પત્ની રીવાબા સાથે ફોટો શેર કરી હતી. જણાવી દઈએ કે જાડેજાએ હાલ રમતમાં બ્રેક લીધો છે અને હવે તેઓ સીધા જ એશિયા કપથી મેદાનમાં ઉતરશે.

સ્ટાર ઓલરાઉન્ડર અને આયરલેન્ડમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન રહી ચુકેલા હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીર શેર કરી હતી. હાર્દિક પંડ્યાએ ટ્રેડીશનલ લૂકમાં તિરંગો લહેરાવ્યો હતો.

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓની સાથે સાથે તેમના પરિવારના સભ્યોએ પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. સ્ટાર સ્પિનર યુજ્વેન્દ્ર ચહલના પત્ની ધનશ્રી વર્માએ પણ ટ્રેડીશનલ લૂકમાં ફોટોઝ શેર કર્યા હતા અને ફેન્સને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ આપી હતી.

ટીમ ઇન્ડિયાના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ 2 દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં પોતાની પ્રોફાઈલ બદલી હતી. હવે તેમના પત્ની સાક્ષી સિંહ ધોનીએ પણ પોતાની પ્રોફાઈલ ફોટો બદલી છે અને આ તસ્વીર સાથે તેમણે પણ ફેન્સને શુભેચ્છાઓ આપી છે.

ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર સચિન તેન્દુલકરે પણ પોતાના ઘરે તિરંગો ફરકાવ્યો હતો. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સચિને તિરંગો ફરકાવીને દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ આપી હતી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.