ધારીના ચલાલાની 129 વર્ષ જુની કન્યા શાળાની શિક્ષણ સમિતિના ચેરમેને મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો | Chairman of Education Committee of 129-year-old girl's school of Dharina Chalala visited and directly interacted with the students.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Chairman Of Education Committee Of 129 year old Girl’s School Of Dharina Chalala Visited And Directly Interacted With The Students.

અમરેલી8 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ચેરમેને બાળકો સાથે સીધો સંવાદ કરી શિક્ષણ ક્ષેત્રે શું સ્થિતિ છે સહિતની માહિતી મેળવી

અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન યુવાન વિપુલ દુધાત શિક્ષણ ક્ષેત્રે વધુ એક્ટિવ રહી સતત શાળાઓની મુલાકાત લઈ રહ્યા છે. જ્યારે આજે વિપુલ દુધાત ધારી તાલુકાના ચલાલા શહેરમાં આવેલી 129 વર્ષ જુના બાંધકામ ધરાવતી કન્યાશાળાની મુલાકાત કરી વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. શિક્ષણ સ્ટાફ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા. જેના કારણે બાળકોનો ઉમંગ ઉત્સાહ પણ વધ્યો હતો. આ યુવા નેતા તરીકે શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાતની કામગીરીના કારણે શાળાઓમાં પણ લોકપ્રિયતા વધી રહી છે.
સૌથી જુના બિલ્ડીંગની મુલાકાત લીધી
અમરેલી જિલ્લામાં સૌથી જુના બાંધકામ વાળી શાળા વર્ષો પહેલા જે નળિયા હતા એ નળિયાના આજે પણ કન્યા પ્રાથમિક શાળા ચાલી રહી છે પરંતુ આટલી જૂનવાણી બાંધકામમાં અહીં અભ્યાસ કરવા માટે બાળકો પણ ખૂબ ઉત્સાહિત છે. વિપુલ દુધાત દ્વારા બાળકો સાથે સીધો સંવાદ કરી શિક્ષણ ક્ષેત્રે શું સ્થિતિ છે સહિત માહિતી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم