ચેતેશ્વર પૂજારાની આક્રમક ઇનિંગ, રોયલ લંડન કપમાં ત્રીજી સદી ફટકારી

[og_img]

  • પૂજારાએ મિડલસેક્સ સામે માત્ર 90 બોલમાં 132 રન બનાવ્યા
  • પોતાની આક્રમક ઇનિંગમાં 20 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા
  • રોયલ લંડન કપમાં સસેક્સ માટે સિઝનની ત્રીજી સદી ફટકારી

ચેતેશ્વર પૂજારાએ રોયલ લંડન વન-ડે કપમાં સસેક્સ માટે સિઝનની તેની ત્રીજી સદી ફટકારી હતી. સસેક્સ તરફથી રમતા પૂજારાએ મિડલસેક્સ સામે માત્ર 90 બોલમાં 132 રન બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડમાં શાનદાર ફોર્મમાં પુજારા

ભારતીય ટેસ્ટ ટીમની દિવાલ કહેવાતા ચેતેશ્વર પુજારા હાલમાં ઈંગ્લેન્ડમાં શાનદાર ફોર્મમાં છે. પુજારા રોયલ લંડન વન-ડે કપમાં સસેક્સ માટે સારી બેટિંગ કરી રહ્યો છે. સસેક્સ તરફથી રમતા પૂજારાએ મંગળવારે રોયલ લંડન વન ડે કપમાં સિઝનની પોતાની ત્રીજી સદી ફટકારી હતી, પૂજારાએ મિડલસેક્સ સામે માત્ર 90 બોલમાં 132 રનની શાનદાર સદી ફટકારી હતી.

પૂજારાની આક્રમક સદી

તેણે પહેલા 64 બોલમાં 70 રન બનાવ્યા અને પછીના 26 બોલમાં 62 રન બનાવ્યા. ભારતીય બેટ્સમેને તેની ઈનિંગ દરમિયાન 238.44ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. પૂજારાએ માત્ર 75 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેણે રોયલ લંડન વન ડે કપમાં સસેક્સ માટે 9, 63, 14*, 107, 174, 49*, 66 અને 132 રન રમ્યા છે. તેણે આ ટૂર્નામેન્ટમાં પોતાના 500 રન પણ પૂરા કર્યા છે.

સુકાની તરીકે પણ દમદાર પ્રદર્શન

ટીમનું સુકાન સંભાળી રહેલા પૂજારાએ પોતાની આક્રમક ઇનિંગમાં 20 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ઓપનર ટોમ અલ્સોપે 155 બોલમાં 189 રન બનાવ્યા હતા. પૂજારા અને અલ્સોપે ત્રીજી વિકેટ માટે 240 રનની ભાગીદારી નોંધાવી હતી. પૂજારાએ આ ટૂર્નામેન્ટમાં સરેના બોલરોની ધોલાઈ કરીને બીજી સદી ફટકારી હતી. આ પહેલા તેણે વોરવિકશાયર સામે 73 બોલમાં સદી ફટકારી હતી.

أحدث أقدم