પાટણના પદ્મનાભ વિસ્તારની 17 સોસાયટીઓના સંગઠન અને વેદ ટાઉનશીપના સંકલનથી રાષ્ટ્રીય પર્વ ઉજવાયો | The national festival was celebrated by the association of 17 societies of Padmanabh area of Patan and Veda Township.

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • સોસાયટીના લોકોએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી

ભારત દેશને આઝાદી મળ્યાને આજે 75 વર્ષ પૂર્ણ થયા અને 76માં આઝાદ દિવસની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી હતી.પાટણ શહેરના પદ્મનાભ વિસ્તારની 17 સોસાયટીઓ સહિત વેદ ટાઉનશીપ ના સહયોગથી આજે ધ્વજવંદન કાર્યક્રમ વેદ ટાઉનશિપ સોસાયટીમાં યોજવામાં આવ્યો હતો. પ્રથમ વખત રાષ્ટ્રની આન બાન અને શાન સમા તિરંગાને 17 સોસાયટીનાં પ્રમુખ મદારસિહ ગોહિલ અને વેદ ટાઉનશીપ ના પ્રમુખ અનિલભાઈ રાવલ દ્વારા લહેરાવીને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામા આવી હતી.

આ પ્રસંગે પદ્મનાભ વિસ્તારની સોસાયટીઓના તમામ લોકોએ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ઉપસ્થિત સૌનું અનિલભાઈ રાવલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. મદારસિંહ ગોહિલ દ્વારા દેશ ભક્તિ અને આઝાદીકા અમૃત મહોત્સવ અંગે વાત કરીને સૌને માહિતગાર કર્યા હતા અને આજે સાંજ પછી દરેકના ઘર ઉપર લગાવવામાં આવેલ રાષ્ટ્રધ્વજને માન સન્માનપૂર્વક ઉતારીને રાષ્ટ્રધ્વજની ગરિમા જાળવવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

આજના આ કાર્યક્રમમાં 17 સોસાયટીના ઉપપ્રમુખો દશરથભાઈ દરજી,દશરથભાઈ પટેલ સહિત શૈલેષ પટેલ,ભગાભાઇ પટેલ,વિરમભાઇ પટેલ,શંકરલાલ પટેલ,શૈલેષ સોની,મેહુલ બારોટ,રાજુભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને વિસ્તારની બહેનો અને બાળકોએ ઉપસ્થિત રહીને રાષ્ટ્ર ભાવના વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેશભાઈ ગજ્જર, મણીલાલ પટેલ, કવિ પટેલ, ગિરિરાજસિંહ ગોહિલ. હર્ષ પટેલ સહિતના યુવાનો એ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post