પાવી જેતપુર ખાતે જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા દિવસની ઉજવણી, કર્મવિરોનું સન્માન કરાયું; શહીદ સૈનિકોના પરિવારનું પણ સન્માન કરાયું | District Level Independence Day Celebrations at Pavi Jetpur, Honored Workers; The families of the martyred soldiers were also honored

છોટા ઉદેપુરએક કલાક પહેલા

દેશના 76 માં સ્વતંત્રતા દિવસની ઉજવણીનો છોટા ઉદેપુર જીલ્લાના પાવી જેતપુરના ખાતે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કર્મવિરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

મંત્રી નિમિષાબેન સુથારના હસ્તે ધ્વજવંદન
દેશના 76 માં સ્વાતંત્ર પર્વની છોટા ઉદેપુરના પાવી જેતપુર ખાતે ખૂબ જ ઉલ્લાસપૂર્વક કરવામાં આવી હતી. રાજ્યના મંત્રી નિમિષાબેન સુથારના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલા પોલીસ દ્વારા ફેમસ તેમજ હિન્દી ગરબાની ધૂન પર ગરબા કરવામાં આવ્યા હતા, જ્યારે શાળા બાળકોએ પિરામિડ બનાવ્યું હતું, કમળનું ફૂલ બનાવ્યું હતું. જ્યારે શાળાની બાળાઓએ દેશ ભક્તિના ગીત ઉપર ડાન્સ કર્યો હતો.

સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ જીલ્લાના કેટલા કર્મ વીરોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં 108 ના કર્મચારીઓ, આરોગ્ય કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે જીલ્લાના બે સૈનિકોએ પોતાનો જીવ આપીને દેશ માટે બલિદાન આપી દેતા તેઓના પરિજનોને મંત્રી નિમિષાબેન સુથારે તેઓની જગ્યા પર જઈને સાલ ઓઢાડીને વિશેષ સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post