ઇંગ્લેન્ડ 17 વર્ષ બાદ પાકિસ્તાનમાં રમશે, સાત T20 પણ સામેલ

[og_img]

  • વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ભાગરૂપે પાકિસ્તાનમાં ત્રણ ટેસ્ટની શ્રેણી
  • બંને ટીમ વચ્ચે પહેલી ડિસેમ્બરથી રાવલપિંડીમાં પ્રથમ ટેસ્ટ
  • પાકિસ્તાનની યજમાનીમાં ઇંગ્લેન્ડ સાત T20 મેચ પણ રમશે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી છે કે ઇંગ્લેન્ડની ટીમ ડિસેમ્બરમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ભાગરૂપે પાકિસ્તાનમાં ત્રણ ટેસ્ટની શ્રેણી રમશે. બંને ટીમ વચ્ચે પહેલી ડિસેમ્બરથી રાવલપિંડીમાં પ્રથમ, નવમીથી મુલ્તાનમાં બીજી અને 17મીથી કરાચી ખાતે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. ઇંગ્લેન્ડની ટીમ 2005માં છેલ્લી વખત પાકિસ્તાનમાં ટેસ્ટ રમી હતી.

ત્રણ ટેસ્ટની શ્રેણી, સાત T20 મેચ

T20 વર્લ્ડકપની પૂર્વતૈયારી માટે પાકિસ્તાનની યજમાનીમાં ઇંગ્લેન્ડ સાત T20 મેચ પણ રમશે. આ શ્રેણીની પ્રથમ ચાર મેચ કરાચી ખાતે 20મી, 22મી, 23મી તથા 25મી સપ્ટેમ્બર ખાતે તથા બાકીની ત્રણ લાહોર ખાતે 28મી અને 30મી સપ્ટેમ્બર તથા બીજી ઓક્ટોબરે રમાશે. ઇંગ્લેન્ડની ટીમ રાવલપિંડીમાં પ્રથમ વખત ટેસ્ટ મેચ રમશે. પાકિસ્તાન આ ગ્રાઉન્ડમાં 12 મેચ રમી ચૂક્યું છે અને તેણે પાંચ વિજય અને ત્રણ પરાજયનું પરિણામ મેળવ્યું હતું. 2005ની મુલ્તાન ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો 22 રનથી પરાજય થયો હતો.

أحدث أقدم