Kheda: અડાસર ગામની શાળામાં ધર્માંતરણના પાઠ ભણાવાતા હોવાના અહેવાલ, જાણો પછી શું થયું | Kheda: Reports of conversion lessons being taught in Adasar village school, find out what happened next

અત્યાર સુધીની પોલીસ (Police) તપાસમાં આક્ષેપ ખોટા સાબિત થયા છે. તપાસમાં સામે આવ્યું છે કે તમામ બાળકોને એક જ પ્રકારનું પેજ અપાયું હતું. જેનાથી બાળકોનું બ્રેઈન વોશ થાય તેવું કંઈ જ સાબિત થતું નથી.

TV9 GUJARATI

| Edited By: Manasi Upadhyay

Aug 22, 2022 | 11:51 PM

ખેડાના  (Kheda) અડાસર ગામની શાળામાં ધર્માંતરણના  (Conversion) પાઠ ભણાવતા હોવાની વાત પાયાવિહોણી સાબિત થઈ છે. અત્યાર સુધીની પોલીસ (Police) તપાસમાં આક્ષેપ ખોટા સાબિત થયા છે. તપાસમાં સામે આવ્યું છે કે તમામ બાળકોને એક જ પ્રકારનું પેજ અપાયું હતું. જેનાથી બાળકોનું બ્રેઈન વોશ થાય તેવું કંઈ જ સાબિત થતું નથી. મહત્વનું છે કે કેટલાક હિન્દુ સંગઠનોએ શાળાએ પહોંચીને હોબાળો મચાવ્યો હતો.

હોબાળા બાદ મામલો પોલીસ પાસે પહોંચ્યો

ત્યારબાદ મામલો ખેડા પોલીસ મથકે પહોંચ્યો હતો. જોકે પોલીસ તપાસમાં ધર્મ પરિવર્તન જેવા કોઈ તથ્યો મળ્યા ન હતા. શાળામાં બાળકોને સર્જનાત્મક પ્રવૃતિ કરાવવામાં આવી રહી હતા. સમગ્ર કેસમાં દક્ષિણ કોરિયાના એક શખ્સ અને અમદાવાદના પાંચેય યુવાનોને પૂછપરછ બાદ મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

ગત રોજ પોલીસે શરૂ કરી હતી તપાસ

મહત્વનું છે કે ખેડા તાલુકાના અડાસર ગામે વિશેષ રીતે કોરિયન લોકો દ્વારા ધર્માંતરણ કરવામાં આવી રહ્યું હતું. સ્થળ પરથી 6 લોકોને ઝડપી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. વિવિધ પ્રકારની લોભ – લાલચ આપીને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું હતું. શાળાના બાળકોને ચિત્ર સ્પર્ધાના નામે કલર આપી ચિત્ર દોરાવવામાં આવતા હતા, ધર્માંતરણની માહિતી મળતાં હિન્દુ સંગઠનના લોકો અને પોલીસ તપાસ અર્થે પહોંચ્યા હતા. નોંધનીય છે કે ગત રોજ ધર્માંતરણના મુદ્દે  શાળા વિવાદનું કેન્દ્ર બની હતી અને પોલીસ તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે તપાસમાં કંઈ વાંધાજનક બાબત મળી આવી નથી.

أحدث أقدم