લાલપુરમાં 2, જામનગરમાં પોણો ઈંચ વરસાદ | 2 in Lalpur, 1/4 inch in Jamnagar

જામનગર3 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • દેવભૂમિમાં મેઘરાજાએ રાત્રે હળવું હેત વરસાવ્યું, ખંભાળિયા-કલ્યાણપુરમાં અડધાથી પોણો ઇંચ પાણી વરસ્યું
  • શહેરમાં​​​​​​​ ગાજવિજ સાથે વરસેલા વરસાદે માર્ગો પર પાણી વહેતા કર્યા, જોડીયા અને ધ્રોલમાં અડધાથી પોણો ઇંચ

જામનગર અને દ્વારકા પંથકમાં શ્રાવણ માસે પણ મહદઅંશે મેઘ મુકામ રહયો છે જેમાં ખંભાળિયા-કલ્યાણપુરમાં બુધવારે મોડીરાત્રે અડધાથી પોણો ઇંચ પાણી વરસ્યુ હતુ.જામનગર શહેરમાં ગુરૂવારે બપોરે ગાજવિજ સાથે વરસેલા વરસાદે પોણો કલાકમાં જ પોણો ઇંચ પાણી ઠાલવી દિધુ હતુ જેના પગલે માર્ગો પણ પાણી પાણી થયા હતા.લાલપુરમાં બે કલાકમાં જ ધોધમાર બે ઇંચ વરસાદે જનહૈયે ટાઢક પ્રસરાવી હતી.

જામનગર શહેરમાં બપોરે પોણા ત્રણ વાગ્યાના સુમારે આભમાં છવાયેલા કાળા ડિબાંગ વાદળોએ ગાજવિજ અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસવાનુ શરૂ કર્યુ હતુ. લગભગ પોણો કલાક સુધી વરસેલા જોરદાર વરસાદે વધુ 15 મીમી પાણી વરસાવી દિધુ હતુ. જેના પગલે માર્ગો પર પાણી વહેતા થયા હતા.જોકે,ત્યારબાદ મેધરાજાએ સાંજ સુધી ઝરમર ઝાપટા વરસાવ્યા હતા.

જામનગર જિલ્લામાં સૌથી ઓછો વરસાદ ધરાવતા લાલપુરમાં બપોરે વરસાદ શરૂ થયો હતો.ગાજવિજ સાથે મુશળધાર વરસેલા વરસાદે બે કલાક સુધીમાં જ બે ઇંચથી વધુ પાણી વરસાવી દિધુ હતુ જેના પગલે જનહૈયે પણ ટાઢક પ્રસરી હતી.જયારે ખેડુતોએ પણ રાહતનો અહેસાસ કર્યો હતો.

જોડીયા અને ધ્રોલમાં પણ ગુરૂવારે હળવો વરસાદ વરસ્યો હતો જેમાં જોડીયામાં વધુ પોણો ઇંચ વરસાદ સાંજ સુધીમાં નોંધાયો હતો જયારે ધ્રોલમાં પણ અડધો ઇંચ પાણી વરસ્યુ હતુ.જયારે જામજોધપુરમાં મોડી રાત્રે ધોધમાર અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયામાં બુધવારે રાત્રે વધુ પોણો ઇંચ અને કલ્યાણપુરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.જોકે,ભારે મેઘાડંબર વચ્ચે ગુરૂવાર સાંજ સુધી ખંભાળિયામાં હળવા ઝાપટા સિવાય દેવભૂમિ જિલ્લામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો ન હોવાનુ સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ.

જામનગર શહેરમાં વીજળી પડતા એપાર્ટમેન્ટમાં પોપડા ખરી પડ્યા…
જામનગરમાં ગુરૂવારે બપોરે અઢી વાગ્યા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ પધરામણી કરી હતી. આ દરમ્યાન શહેરના પટેલ કોલોની રોડ નં.3 શેરી નં.5 માં આવેલા શીવ રેસીડન્સી એપાર્ટમેન્ટ પર વીજળી પડતા પોપડા ખરી પડયા હતાં. વીજ ઉપકરણોને પણ નુકસાન થયું હતું. દિવાલોમાં તિરાડો પડી ગઇ હતી.

વાંસજાળીયા, ધ્રાફામાં પોણો ઈંચ વરસાદ
જામનગર ગ્રામ્યમાં બુધવારે હળવો વરસાદ વરસ્યો હતો જેમાં જામજોધપુરના વાંસજાળીયામાં વધુ 23 મીમી, ધ્રાફામાં 20 મીમી ઉપરાંત ખરેડીમાં 15 મીમી, જામવાડીમાં 12 મીમી, ધુનડામાં 11 મીમી સુધીનો વરસાદ નોંધાયો હોવાનુ સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે…

https://images.bhaskarassets.com/web2images/960/2022/08/12/orig_21_1660261138.jpg

Previous Post Next Post