Friday, August 12, 2022

સંકલનની 2 બેઠકમાં ધીરેન તિવારીના નામ ઉપર સંમતી બાદ વિરોધ, મામલો પ્રદેશમાં | After consenting to the name of Dhiren Tiwari in the 2nd meeting of the coordination, the matter is in the region

વડોદરા28 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નિયુક્તિ માટે કવાયત શરૂ
  • સેક્રેટરી અને મધ્ય ગુજરાત ઇન્ચાર્જની બેઠકમાં હામીથી ગૂંચવાડો થયો

છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદની જગ્યા ખાલી પડતાં તે સ્થાને નવા નેતાની નિયુકતી માટે જિલ્લા કોંગ્રેસ દ્વારા ગતિવિધી તેજ કરાઈ છે પણ બે બે સંકલન સમિતિની બેઠકમાં ધીરેન તિવારીનું નામ ફાઈનલ થયા બાદ વિરોધ થતા મામલો પ્રદેશ કેાંગ્રેસ હાઈકમાન્ડમાં મોકલાયો છે. જેને પગલે રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

છોટાઉદેપુર કોંગ્રેસના સૂત્રો અનૂુસાર ‘તાજેતરમાં છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ઉમેશ શાહે રાજીનામું આપી ભાજપામાં જોડાયા હતા જેના પગલે ખાલી પડેલી જગ્યા પુરવા ગતિવિધી તેજ કરવામાં આવી હતી.જેના સંબંધમાં છોટાઉદેપુર ખાતે ગયા સપ્તાહની શરૂઆતમાં છોટાઉદેપુર કોંગ્રેસ સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં સાંસદ નારણભાઈ રાઠવા, વિધાનસભાના વિપક્ષ નેતા સુખરામ રાઠવા, રણજીતસિંહ રાઠવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રભારી નેતાની હાજરીમાં બેઠક મળી હતી જેમાં ધીરેન તિવારીના નામ પર સંમતી સધાઈ હતી પરંતુ બે દિવસ બાદ શશીકાંત રાઠવાને જિલ્લા પ્રમુખ બનાવવાનો સૂર તેજ થયો હતો.

આ અંગે રજૂઆત કરવામાં આવતાં સંકલન સમિતિની ફરી બેઠક એઆઈસીસીના સેક્રેટરી અને ગુજરાત મધ્યગુજરાત ઇન્ચાર્જ ઉષા નાયડુની હાજરીમાં મળી હતી. જેમાં પણ ધીરેન તિવારીના નામની સંમતિ સધાતા આ આખું પ્રકરણ હવે ગુંચવાઇ ગયું છે.

છોટાઉદેપુર વિધાનસભાની બેઠક હવે કોંગ્રેસ માટે માથાનો દુ:ખાવો બની ગઇ
જિલ્લા કોંગ્રેસ પ્રમુખના વિવાદ બાદ છોટાઉદેપુર વિધાનસભા બેઠક માથાનો દૂ:ખાવો બની છે. સીમાંકનમાં પાવીજેતપુર અને છોટાઉદેપુરનો ભાગ આવે છે. બંને વિસ્તારના નેતા ટિકીટ માંગે છે. ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી છે પણ તેમના સ્થાને રાજુ રાઠવા કે સંગ્રામ રાઠવાને ટિકિટ આપવી તે પ્રશ્ન હાઇકમાન્ડને મુંઝવે તેવી શકયતા છે.

અન્ય સમાચારો પણ છે…

https://images.bhaskarassets.com/web2images/521/2020/11/dvb_1604320831.png

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.