નવી મુંબઈ એરપોર્ટના 20 કિમી વિસ્તારની ઈમારતોને દિલાસો | Comfort buildings within a 20 km radius of Navi Mumbai Airport

મુંબઈ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • 55 મીટરથી 160 મીટર સુધી ઊંચી ઈમારતોને પરવાનગી મળશે

નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના 20 કિમીટર સુધી આવતા પ્રભાવિત વિસ્તારોની ઈમારતોના બાંધકામોને હવે દિલાસો મળ્યો છે. પ્રભાવિત વિસ્તારની ઈમારતોની ઊંચાઈ પર આ પૂર્વે 55 મીટરની મર્યાદા લાદવામાં આવી હતી. જોકે ભારતીય એરપોર્ટ પ્રાધિકરણ દ્વારા હવે આ શરત રદ કરીને 55 મીટરથી 160 મીટર સુધી ઊંચી ઈમારતોને નો ઓબ્જેકશન સર્ટિફિકેટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે એરપોર્ટ વિસ્તારની ઈમારતોના વિકાસને ગતિ મળશે.

નવી મુંબઈ એરપોર્ટ પ્રભાવિત વિસ્તારની ઈમારતોની ઊંચાઈની મર્યાદા સંબંધમાં ટેક્નિકલ મુશ્કેલીઓનો સંતોષકારક ઉકેલ લાવવા માટે નાગરી હવાઈ પરિવહન મંત્રાલય અને ભારતીય એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓનો સહયોગ મળ્યો છે. આ ક્ષેત્રની ઈમારતોનાં બાંધકામોને નો ઓબ્જેકશન સર્ટિફિકેટ આપવાના નિર્ણયને લીધે એરપોર્ટ પ્રકલ્પનાં કામોને પણ ગતિ મળશે. આ જ રીતે એરપોર્ટ પ્રકલ્પ આખા મુંબઈ મહાનગર પ્રદેશના વિકાસ માટે યોગદાન આપશે.

ભારત સરકારના નાગરી હવાઈ પરિવહન મંત્રાલયે જારી કરેલી નિયમાવલી અનુસાર એરપોર્ટ આસપાસના 20 કિલોમીટર વિસ્તારની ઈમારતોને સ્થાનિક નગર નિયોજન પ્રાધિકરણ પાસેથી બાંધકામ પરવાના પ્રાપ્ત કરવા પૂર્વે ભારતીય એરપોર્ટ ઓથોરિટી પાસેથી ઈમારતની ઊંચાઈ સંબંધમાં પ્રમાણિત એનઓસી પ્રાપ્ત કરવાનું અનિવાર્ય કરવામાં આવ્યું છે.

ફેબ્રુઆરી 2020થી એરપોર્ટ ઓથોરિટી પાસેથી નવી મુંબઈ એરપોર્ટ આસપાસના 20 કિમી વિસ્તારના કોઈ પણ બાંધકામ પ્રકલ્પને એનઓસી આપવા માટે ફક્ત 55.10 મીટર એએમએસએલ ઊંચાઈની મર્યાદા નક્કી કરવામાં આવી હતી.અહીં હવાઈ ક્ષેત્રને સંભાવ્ય અવરોધ ટાળવા માટે ઊંચાઈના આ મર્યાદા એરપોર્ટ ઓથોરિટી દ્વારા નક્કી કરવામાં આવી હતી.

આને કારણે ગત બે વર્ષથી એરપોર્ટ પ્રભાવિત વિસ્તારનાં નિયોજિત અથવા પૂર્ણ થયેલા અથવા પ્રગતિને પંથે રહેલાં નિવાસી અને વ્યાવસાયિક બાંધકામ પ્રકલ્પોને સ્થાનિક પ્રાધિકરણ દ્વારા બાંધકામ પરવાનો, ઓસી પ્રાપ્ત કરવામાં બિલ્ડરોને મુશ્કેલી પડતી હતી. આ માટે પ્રકલ્પ અસરગ્રસ્ત, બિલ્ડર, ડેવલપર અને સામાન્ય જનતા એમ વિવિધ ઘટકો પાસેથી ઈમારતોની ઊંચાઈ બાબતની શરત હળવી કરવા સંબંધમાં સિડકોને વિનંતી કરવામાં આવી હતી.

ઓગસ્ટ 2022થી એનઓસી મળશે
22 જુલાઈ, 2022ના રોજ ભારત સરકારના નાગરી હવાઈ પરિવહન મંત્રાલય, ભારતીય એરપોર્ટ ઓથોરિટી, સિડકો, એનએમઆઈએએલ અને આઈઈ- એઈસીકોમના વરિષ્ઠ અધિકારીઓની પાર પડેલી બેઠકમાં સંયુક્ત રીતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતીય એરપોર્ટ ઓથોરિટી પાસેથી સામાન્ય રીતે ઓગસ્ટ 2022ના પ્રથમ અઠવાડિયાથી એનઓસી આપવા બાબતની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. એનઓસી પ્રાપ્ત કરવા માગતા અરજદારોને આ માટે એરપોર્ટ ઓથોરિટી પાસે અરજી રજૂ કરી એવો અનુરોધ સિડકોના એમડી ડો. સંજય મુખરજીએ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post