Monday, August 1, 2022

25 હજાર કરોડની હીરાજડિત જ્વેલરીની નિકાસ સાથે દેશમાં નંબર વન, જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં વિશ્વભરમાં ડંકો વગાડશે | Number one in the country with diamond studded jewelery exports worth 25 thousand crores, will be the global leader in jewelery manufacturing.

સુરત2 કલાક પહેલાલેખક: દેવેન ચિત્તે

ડાયમંડ સિટી સુરતની ઓળખ વિશ્વ ફલક પર સૌથી મોટી ઇન્ડસ્ટ્રી તરીકે વિકસવાની દિશામાં આગળ વધી રહી છે. સુરતનો હીરા ઉદ્યોગ સમયના પ્રવાહની સાથે સતત બદલાતો રહ્યો છે. એને કારણે તેને ખૂબ મોટો લાભ મળી રહ્યો છે. ડાયમંડ સિટી સુરત હવે જ્વેલરી પ્રોડક્શનમાં નંબર વન થવા તરફ દોટ મૂકી છે. આવનારા દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સુરત ડાયમંડ અને જ્વેલરીક્ષેત્રે ડંકો વગાડશે એવી પૂર્ણ શક્યતા છે. હાલ દેશમાંથી 52 હજાર કરોડ કરતાં વધારેની જ્વેલરી વેચાઈ છે, જેમાંથી 32 હજાર કરોડથી વધુની હીરાજડિત જ્વેલરી એક્સપોર્ટ થાય છે, એમાં સુરતનો ડાયમંડજડિત જ્વેલરીનો 80 ટકા હિસ્સો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચીનને લઈને અમેરિકાની નીતિ ખૂબ જ કડક થઈ હતી. એક સમયે અમેરિકાએ ચીનની આયાત ડ્યૂટીને 22% કરી દીધી હતી તો બીજી તરફ ભારત સાથેની આયાત ડ્યૂટી માત્ર 7% જેટલી હતી, જેનો થોડા સમય માટે ખૂબ લાભ ભારતને થયો હતો.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.