20 વર્ષમાં નરેન્દ્ર મોદીની કુનેહ અને દિર્ઘદ્રષ્ટીના પરિણામે ભારતની ખ્યાતી વિશ્વમાં પ્રતિષ્ઠીત થઈ: મંત્રી પુરૂષોત્તમ રૂપાલા | In 20 years, Narendra Modi's tact and vision resulted in India's fame in the world: Minister Purushottam Rupala

આણંદ22 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • એસ.પી.યુનિવર્સિટી ખાતે મોદી@20, ડ્રિમ્સ, મીટ અને ડિલીવરી પુસ્તક પર વ્યાખ્યાન યોજાયું
  • પુસ્તકમાં 20 વર્ષની યાત્રાને શબ્દદેહ આપવાનો યથાર્થ પ્રયાસ કરાયો

વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સીટીના એમ. પી. પટેલ ઓડિટોરિયમ ખાતે કેન્દ્રીય મત્સ્ય -પશુપાલન તેમજ ડેરી ઉદ્યોગ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને મોદી@20, ડ્રિમ્સ, મીટ અને ડિલીવરી પુસ્તક પર ખાસ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આણંદના સાંસદ મિતેષ પટેલ, સરદાર પટેલ યુનિવર્સિટીનાં કા. કુલપતિ પ્રો. નિરંજનભાઈ પટેલ, ગુજરાત યુનિવર્સિટીનાં પ્રો. વોસ્ટ ડૉ. જગદીશ ભાવસાર, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલસચિવ ડો. ભાઈલાલભાઈ પટેલ અને એમ.એસ યુનિવર્સિટીનાં સિન્ડિકેટ સદસ્ય સત્યેન કુલાબકરની વિશેષ ઉપસ્થિતિમાં મોદી@20, ડ્રિમ્સ, મીટ અને ડિલીવરી પુસ્તક પર ખાસ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

પુસ્તકમાં મોદીની 20 વર્ષની યાત્રાને શબ્દદેહ આપવાનો યથાર્થ પ્રયાસ
આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, મોદી@20 પુસ્તકમાં નરેન્દ્ર મોદીની 20 વર્ષની યાત્રાને શબ્દદેહ આપવાનો યથાર્થ પ્રયાસ કરાયો છે. જે અન્ય માટે પ્રેરણાદાયી સાબિત થશે. આ પુસ્તકમાં વિવિધ ક્ષેત્રના 22 જેટલા મહાનુભાવો દ્વારા લેખ લખવામાં આવ્યાં છે. આ પુસ્તકએ રાષ્ટ્રનો વિકાસ કેવી રીતે થઇ શકે ? તેનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રૂપમાં આટલું વિરાટ વ્યક્તિત્વ આપણી સામે ઉભર્યું છે. નરેન્દ્રભાઈ જ્યારે પણ કોઈ દેશમાં પ્રવાસ કરવા જાય ત્યારે આપણને ત્યાં આખું ભારત ઉતાર્યું હોય તેવી અનુભૂતિ થાય છે.

વધુમાં મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ ઉમેર્યું હતું કે, યૂક્રેન અને રશિયાના યુધ્ધ દરમિયાન ભારતીયોને યૂક્રેનમાંથી સહી સલામત પરત લાવવાની વડાપ્રધાનની મુત્સદીગીરી વખાણવા લાયક હતી. યુદ્ધના ઇતિહાસકારોએ ભવિષ્યમાં લખવું પડશે કે, યુધ્ધના સમયમાં ફક્ત સફેદ ઝંડો નહીં, પરંતું જો ત્રિરંગો હોય તો પણ કોઈને મરાય નહીં. છેલ્લા 20 વર્ષમાં નરેન્દ્ર મોદીની કુનેહ અને દિર્ઘદ્રષ્ટીના પરિણામે આજે ભારતની ખ્યાતી વિશ્વમાં પ્રતિષ્ઠીત થઈ છે, અનેક મુસીબતો, સંકટો, કુદરતી- માનવ સર્જીત આફતોની સામે પણ તેઓ અડગ ઈચ્છાશક્તિના કારણે ભારત વિશ્વગુરૂ બનવા તરફ ઝડપભે આગળ વધી રહયું છે. કોરોનાના કપરા કાળમાં પણ ભારતે તેનું સામર્થ્ય દેશ અને દુનિયાને બતાવ્યું છે.

ભારતમાં આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સનું વડુ મથક બન્યું
​​​​​​​
વડાપ્રધાનના માર્ગદર્શન નીચે દેશ વિકાસની અનેક દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે. દેશમાં પહેલા કોઈપણ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું વડુ મથક નહોતુ, પરંતુ આજે ભારતમાં આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સનું વડુ મથક બન્યુ છે, તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટનું આંતરરાષ્ટ્રીય સેન્ટર પણ દેશમાં બનવા જઈ રહયું છે. એટલું જ નહી પરંતુ જામનગર ખાતે આયુર્વેદીક યુનિવર્સિટીને વિશ્વ આરોગ્ય સંસ્થાની માન્યતા પ્રાપ્ત થઈ છે. વિશ્વના માનસપટમાં ભારત તરફ જોવાની નજર નરેન્દ્રભાઇ મોદીએ બદલાવી છે.
​​​​​​​પ્રોફેસરો, અધિકારીઓ સહિતનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં
આ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડો. નિરંજન પટેલ અને ડો.જગદીશ ભાવસારે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતુ. આ કાર્યક્રમના અંતમાં કુલસચિવ ભાઈલાલભાઈ પટેલે આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમ અગાઉ મંત્રી તથા મહાનુભાવોના હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી પુષ્પાજંલી અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પ્રોફેસરો, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم