ચહેરો7 કલાક પહેલા
- લિંક કૉપિ કરો
રિંગરોડ પર સોમવારે સવારે 25 વર્ષીય યુવકને સિટી બસે ટક્કર મારી હતી. યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે યુવકના લગ્ન 10 મહિના પહેલા થયા હતા અને તેની પત્ની 9 મહિનાની ગર્ભવતી છે.
મળતી માહિતી મુજબ, રીંગરોડ કિન્નરી સિનેમા સામે હિરામણી ચાલમાં રહેતો 25 વર્ષીય કિશન પટેલ ડાયમંડનું કામ કરતો હતો. સોમવારે સવારે તે કામ પર જતો હતો. ત્યારે રીંગરોડ ટેક્સટાઈલ માર્કેટ પાસે બ્લુ સિટી બસે તેને ટક્કર મારી હતી. કિશનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ ગભરાયેલ બસ ચાલક ફરાર થઈ ગયો હતો.
ઘટના સ્થળે હાજર લોકોનું કહેવું છે કે યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એક સ્પીડમાં આવતી બસે તેને ટક્કર મારી હતી. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. યુવકનું ટિફિન ઘટનાસ્થળેથી ઘણા દૂરથી મળી આવ્યું હતું. પોલીસે તેના પર્સમાં રાખેલા આઈડીના આધારે યુવકની ઓળખ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર કિશન ડાયમંડ કંપનીમાં નોકરી કરતો હતો. તેના લગ્ન 10 મહિના પહેલા જ થયા હતા. તેની પત્ની 9 મહિનાની ગર્ભવતી છે.