الثلاثاء، 23 أغسطس 2022

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે 25 ઓગસ્ટે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનું ઉદ્ઘાટન થશે | Smart India Hackathon will be inaugurated on August 25 at Gujarat Technological University

અમદાવાદ26 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ખાતે સ્માર્ટ ઇન્ડિઝ હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગના ઇનોવેશન વિભાગ દ્વારા 2017થી હેકાથોન યોજવામાં આવે છે, ત્યારે આ વર્ષે GTU ખાતે આ હેકાથોન યોજવામાં આવી છે. GTU હેકાથોનમાં 5 વર્ષથી નોડલ સેન્ટર તરીકે કામ કરે છે.

સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન શૈક્ષણિક સંસ્થાઓ એક દેશવ્યાપી પ્લેટફોર્મ પૂરું પાડે છે. દર વર્ષે હેકાથોન 2 અલગ અલગ રીતે યોજાય છે, જેમાં એક સોફ્ટવેર અને એક હાર્ડવેર છે. 25થી 29 સુધી હેકાથોન યોજાશે. જેમાં 25 અને 26 ઓગસ્ટ સોફ્ટવેર પર યોજાશે અને 25 થી 29 હાર્ડવેર પર હેકાથોન યોજાશે.

25 ઓગસ્ટે સવારે GTU ખાતે હેકાથોનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ વર્ષે 34 ટીમોના 234 વિદ્યાર્થુઓ ભાગ લેશે. GTU ઇસરો સાથે મળીને હેકાથોનનું આયોજન કરશે. હેકાથોનમાં 6 ઇનામ રાખવામાં આવ્યા છે, જેમાં પ્રથમ આવનારને 1 લાખ, બીજું આવનારને 75,000, ત્રીજું આવનારને 50,000 અને ચોથા, પાંચમા તથા છઠ્ઠા આવનારને 25,000નું ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.