Monsoon 2022: સારા વરસાદથી રાજ્યના 81 ટકા ડેમ ભરાયા, અરવલ્લીનો હાથમતી અને મહિસાગરનો કડાણા હાઈએલર્ટ ઉપર | Monsoon 2022: Good rain fills 81 percent of state's dams, Aravalli's Hatmati and Mahisagar's Kadana on high alert

ભારે વરસાદ અને ઉપરવાસમાં વરસાદને પગલે રાજ્યના મોટાભાગના જળાશયો છલકાઈ ગયા છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં  (Rain) વરસાદ થઈ રહ્યો છે.

Monsoon 2022: સારા વરસાદથી રાજ્યના 81 ટકા ડેમ ભરાયા, અરવલ્લીનો હાથમતી અને મહિસાગરનો કડાણા હાઈએલર્ટ ઉપર

Most of the dams overflowed in the state

સારા વરસાદથી રાજ્યના 81 ટકા ડેમ  (Dam Overflow) ભરાયા છે અને અરવલ્લી જિલ્લાનો હાથમતી અને મહિસાગરનો કડાણા  (Kadana) ડેમ હાઈએલર્ટ પર તો દાંતીવાડામાં પાણી છોડાવાની શક્યતાએ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે અને ભારે વરસાદ અને ઉપરવાસમાં વરસાદને પગલે રાજ્યના મોટાભાગના જળાશયો છલકાઈ ગયા છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં  (Rain) વરસાદ થઈ રહ્યો છે.

 

ગોલ્ડન બ્રિજ પર અવરજવર બંધ

ભરૂચમાં નર્મદા ડેમમાંથી સતત પાણી છોડાય રહ્યું છે  અને  લોકોની સાવચેતીના ભાગરૂપે ગોલ્ડન બ્રિજ (Golden bridge) અવરજવર  માટે બંધ કરવામાં આવ્યો છે જોકે  નર્મદા મૈયા બ્રિજ ઉપરથી વાહનવ્યવહાર ચાલુ રાખવામાં આવશે. વડોદરાના ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદમાં નર્મદા નદી તોફાની બની છે. ચાંદોદના મલ્હાર રાવ ઘાટના 95 પગથિયા નર્મદા નદીમાં ડૂબી ગયા છે. હવે ફક્ત 13 પગથિયા જ બહાર દેખાય છે. સરદાર સરોવરમાં લાખો ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને તે પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ચાંદોદ આસપાસના ગામોને એલર્ટ કરી દેવાયા છે. તંત્ર દ્વારા પણ લોકોને સોશિયલ મીડિયા દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી રહી છે.

ધરોઈ  ડેમના 6 દરવાજા 3 ફૂટ ખોલાયા

મહેસાણામાં આવેલા ધરોઈ ડેમના 6 દરવાજા 3 ફૂટ સુધી ખોલાયા છે અને ધરોઈ ડેમની જળસપાટી 619.02 ફૂટ જળવાઈ રહી છે ડેમની ભયજનક જળસપાટી 622 ફૂટ સામે હાલ 619.02 ફૂટ જળસપાટી
છે અને ડેમમાં 26,258 ક્યુસેક  પાણીની આવક સામે 26,258 ક્યુસેક જાવક થઈ રહી  છે અને પાણીનો જથ્થો 88.47 ટકા થયો છે.

કડાણા ડેમમાંથી પાણી છોડ઼વામાં આવ્યું

કડાણા ડેમમાંથી મહી નદીમાં પાણી છોડવામાં આવતા લુણાવાડાના તાંતરોલી બ્રિજ પર અવર-જવર બંધ કરવામાં આવી છે,,, હરીગરના મુવાડા, કાળિબેલ, મોવાસાનો વાહન-વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. મહી નદીમાં પાણીના ધસમસતા પ્રવાહને જોઈને સાવચેતી માટે બ્રિજ પરથી વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. પાણીનું લેવલ ઘટશે ત્યારે બ્રિજ ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે

દાહોદનો માછણ ડેમ છલકાયો

દાહોદના ઝાલોદ તાલુકાની જીવાદોરી સમાન માછણડેમ સંપૂર્ણ ભરાયો છે. જ્યારે પંચમહાલના હડફ ડેમની જળસપાટી ભયજનક સપાટીથી માત્ર એક મીટર દૂર છે. જેને લઈને ડેમમાંથી 670 ક્યૂસેક પાણી છોડાયું. ઉપરાંત અરવલ્લીના માજમ ડેમમાંથી 4700 ક્યૂસેક પાણી છોડાયું  આ ઉપરાંત મહિસાગરના કડાણા અને ભાદર, પટણનો સરસ્વતી, નર્મદાનો સરદાર સરોવર તેમજ સાબરકાંઠાનો હાથમતી ડેમની જળસપાટી વધી છે.

હવામાન વિભાગની  ભારે વરસાદની આગાહી

રાજયમાં ફરીથી  વરસાદી માહોલ જામ્યો છે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આજે  વરસાદનું જોર વધશે.બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે વરસાદી માહોલ રહેશે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભારે વરસાદ પડશે.તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સાથે જ બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં ભારે વરસાદની (Heavy rain) આગાહી છે. તો અમદાવાદમાં પણ મધ્યમ વરસાદ રહેશે. સાથે જ આજે માછીમારોને (Fisherman) દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

أحدث أقدم