300 સ્કૂલો ફાયર NOCમાંથી બાકાત સેલ્ફ ડિક્લેરેશનથી જ કામ ચાલી ગયું | 300 schools excluded from fire NOC self-declaration worked

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • શહેર-જિલ્લામાં 505માંથી 197 શાળા NOCથી સજ્જ
  • શાળાની ઊંચાઈ 9 મીટરથી ઓછી હોવાથી જરૂર ન પડી, 8 શાળામાં હજુ બાકી

શહેર-જિલ્લાની 505માંથી 197 જેટલી સ્કૂલોએ ફાયર એનઓસી લીધી છે. બીજી તરફ 300 જેટલી સ્કૂલો એવી છે કે જેના બિલ્ડિંગની ઊંચાઇ 9 મીટરથી ઓછી હોવાથી તેમણે ફાયર એનઓસી લેવાની જગ્યાએ સેલ્ફ ડિકલેરેશન કર્યું છે. 8 શાળા એવી છે કે જેમણે ફાયર એનઓસી લીધી નથી. આ તમામ શાળાઓને ડીઇઓ કચેરી દ્વારા નોટિસો આપવા છતાં હજુ સુધી ફાયર એનઓસી લીધી નથી.

ડીઇઓ હસ્તક આવતી 505માંથી શાળાઓએ ફાયર એનઓસી લઇ લીધી છે. 9 મીટર કરતાં વધારે જે શાળાઓની ઊંચાઇ હોય તેમને ફાયર એનઓસી લેવી ફરજિયાત છે. 9 મીટર કરતાં ઓછી ઊંચાઇ ધરાવતી શાળાએ સેલ્ફ ડિકલેરેશન કરવું પડે છે. આવી શાળાઓએ ફાયર વિભાગ અને ડીઇઓ કચેરીમાં શાળાનું સેલ્ફ ડિકલેરેશન કરવાનું હોય છે.

9 મીટર કરતાં ઓછી ઊંચાઇ ધરાવતી 300 જેટલી શાળા છે, આ તમામ શાળાઓને ફાયર એનઓસી લેવાની જરૂર નથી. તેમણે માત્ર સેફ્ટીનાં સાધનો વસાવીને સેલ્ફ ડિક્લેરેશન કર્યું છે. 60 ટકા શાળા એવી છે કે જેમણે ફાયર એનઓસીની જરૂર જ ઊભી થઇ નથી. શાળાઓને ફાયર એનઓસીની જરૂર છે તેમાંથી પણ 92 ટકા જેટલી શાળાઓએ ફાયર એનઓસી લઇ લીધું છે. બીજી તરફ 8 શાળાઓને નોટિસ આપવા છતાં પણ કોઇ કાર્યવાહી કરાઈ નથી. શાળાઓની ફાયર એનઓસીની કામગીરી પ્રોસેસમાં હોવાનું જણાવી રહી છે, જેથી હજુ ફાયર એનઓસી લીધી નથી.

સ્કૂલોની ફાયર NOC-સેલ્ફ ડિક્લેરેશનની વિગતો
પ્રકાર શાળાઓ ફાયર સેલ્ફ
એનઓસી ડિક્લેરેશન
સરકારી 18 0 18
ગ્રાન્ટેડ 224 85 138
નોન ગ્રાન્ટેડ 263 112 144

કઇ 8 સ્કૂલોએ ફાયર એનઓસી લીધી નથી?

  • કે.જી.વિદ્યામંદિર હાઇસ્કૂલ, સાવલી
  • ગુજરાત પબ્લિક સ્કૂલ, કલાલી (GSEB-CBSE)
  • ન્યુ ગુજરાત પબ્લિક સ્કૂલ, કલાલી
  • ઊર્મિ સ્કૂલ (ગુજરાતી માધ્યમ), ન્યૂ સમા રોડ
  • ગુજરાત પબ્લિક સ્કૂલ,છાણી
  • ન્યૂ ઊર્મિ સ્કૂલ (અંગ્રેજી માધ્યમ), સમા
  • ગુજરાત પબ્લિક સ્કૂલ, છાણી (સામાન્ય-વિજ્ઞાન પ્રવાહ)
  • રૂઝવેલ્ટ હાઇસ્કૂલ, વાઘોડિયા રોડ

સેલ્ફ ડિક્લેરેશન માટે શું જરૂરી?

  • 9 મીટર કે તેથી ઓછી ઊંચાઇ ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓની ઇમારતોમાં લઘુતમ ફાયર સેફ્ટી જરૂરી છે.
  • માત્ર ગ્રાઉન્ડ ફ્લોર ધરાવતી શાળામાં ફાયર એક્સ્ટિંગ્યૂશર દરેક 1 હજાર ચોમીમાં સીઓટુ ફાયર એક્સ્ટિંગ્યૂશરની સંખ્યા 1 તથા 6 કિલોના 2 એબીસી ટાઇપના ફાયર એક્સ્ટિંગ્યૂશર જરૂરી છે.
  • 9 મીટર કરતાં ઓછી ઊંચાઇ ગ્રાઉન્ડ ફ્લોર – પ્રથમ કે બીજો માળ તેવા કિસ્સામાં દરેક માળ પર 2 ફાયર એક્સ્ટિંગ્યૂશર જે 1 હજાર ચોમીમાં તથા 6 કિલોના 2 એબીસી ટાઇપના ફાયર એક્સ્ટિંગ્યૂશર જરૂરી છે.
  • હોઝ પીલ ડોઝ એસેમ્બલી, પાણીની ટાંકી ટેરેસ લેવલ પર 10 હજાર લિટરની તથા ફાયર પમ્પ ટેરેસ લેવલ 450 એલપીએમ કેપિસિટીનો ઇલેક્ટ્રિક પમ્પ જરૂરી.

રૂઝવેલ્ટ સ્કૂલનું અગાઉ નળ કનેકશન કાપી લેવાયું હતું
ડીઇઓ કચેરીના અધિકારીએ જણાવ્યું હતું કે રૂઝવેલ્ટ સ્કૂલ દ્વારા અગાઉ ફાયર એનઓસીનો પ્રોસેસ કર્યા ના હતો તે સમયે તેના પાણીનું કનેકશન પણ કાપી લેવામાં આવ્યું હતું. જોકે હજુ સુધી ફાયર એનઓસીની કાર્યવાહી પૂરી કરી નથી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم