Sunday, August 28, 2022

નવસારી જિલ્લામાં લાંબા સમય બાદ આજે કોરોનાથી એક દર્દીનું મોત, નવા 4 કેસ નોંધાયા | After a long time in Navsari district, one patient died of corona today, 4 new cases were reported

નવસારી10 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા હાલ 36 છે, પાંચ દર્દીઓ આજે સ્વસ્થ થયા

નવસારી જિલ્લામાં કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો. જોકે, આજે કોરોનાના 4 કેસ નોંધાયા છે. તેમજ જિલ્લામાં લાંબા સમયબાદ એક વૃદ્ધાનું કોરોનાથી મોત થયું છે. ચીખલી તાલુકામાં રહેતા 70 વર્ષીય વૃદ્ધાનું 14 દિવસની સારવાર બાદ કોરોનાથી મોત થયું છે. જિલ્લામાં આજે કોરોનાના 4 પોઝિટિવ કેસો પણ નોંધાયા છે.

આરોગ્ય વિભાગે RT-PCRની સંખ્યામાં ઘટાડો કર્યો
નવસારી જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા હાલ 36 છે. અત્યાર સુધી નવસારી જિલ્લામાં 12,690 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે આજે પાંચ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. નવસારી જિલ્લામાં કોરોનાની સંખ્યામાં ઘટાડો થતાં આરોગ્ય વિભાગે પણ RT-PCRની સંખ્યામાં ઘટાડો કર્યો છે અને 1,000 થી ઘટીને ટેસ્ટ 419 જેટલા કર્યા છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.