કોંગ્રેસના ઓબ્ઝર્વર અશોક ગેહલોત 4 ઓગસ્ટે અમદાવાદ આવશે, ચૂંટણીની રણનીતિ ઘડવા બેઠકો યોજશે | Congress observer Ashok Gehlot will come to Ahmedabad on August 4, hold meetings to formulate election strategy

અમદાવાદ38 મિનિટ પહેલા

  • કૉપી લિંક
અશોક ગેહલોત ( ફાઈલ ફોટો) - Divya Bhaskar

અશોક ગેહલોત ( ફાઈલ ફોટો)

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકે નિયુક્તિ થયા બાદ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. ગેહલોત 4 ઓગસ્ટે અમદાવાદ આવશે. અશોક ગેહલોત આમતો 20 જુલાઈના રોજ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક કરવાના હતાં પરંતુ કોઈ કારણોસર તેમનો આ પ્રવાસ મુલતવી રખાયો હતો. જેથી હવે તેઓ 4 ઓગસ્ટે અમદાવાદ આવીને પ્રદેશ પ્રમુખ, પ્રદેશ પ્રભારી, હોદ્દેદારો સાથે બેઠક યોજશે. વિધાનસભાની ચૂંટણી અગાઉની રણનીતિ નક્કી કરવા માટે ગેહલોત ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.

લોકસભા બેઠક દીઠ નિમણૂંક
ગુજરાતમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો 125 બેઠકો જીતવાનો લક્ષ્યાંક છે. ત્યારે મિશન 125ને લઈ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ચાર ઓગસ્ટે ગુજરાત આવશે. અશોક ગેહલોત પ્રદેશ પ્રમુખ, પ્રદેશ પ્રભારી સહિતના નેતાઓ સાથે બેઠક કરી ચૂંટણી રણનીતિને આખરી ઓપ આપશે. લોકસભા બેઠક દિઠ નિમણૂક કરાશે અને સિનિયર નિરીક્ષકોનો માર્ગદર્શન આપશે. ગેહલોત પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતાઓ ઉપરાંત પક્ષના ધારાસભ્યો સાથે પણ બેઠક કરશે. મહત્વનું છે કે ગેહલોત અગાઉ 19 જુલાઇએ આવવાના હતા. પરંતુ તે દિવસે મુલાકાત મોકુફ રહી હતી. હવે તેઓ ચોથી ઓગષ્ટે ગુજરાત આવશે.

કોંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ
વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રદેશ કોંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, પ્રભારી અને સહ પ્રભારીના નેતૃત્વમાં ઓબીસી, એસટી, એસસી અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ. જેમાં આ સમામજમાં વધુ મતદાન થાય અને કોંગ્રેસ તરફ મતદાન થાય તેવા પ્રયાસો માટે રણનીતિ ઘડાઈ. આ સમાજના અગ્રણી નેતાઓ બુથ કક્ષાએ જવાબદારી સોંપાઈ છે.

સંગઠનના બાકી માળખા અંગે ચર્ચા કરશે
ગુજરાત કોંગ્રેસ સંગઠનના અનેક માળખા અને હોદ્દા હજુ પણ એવા છે કે જેના માટે યોગ્ય પસંદગી કરવાની બાકી છે ત્યારે આ બેઠકની અંદર રાજ્યમાં સંગઠનના બાકી માળખા અંગે ચર્ચા કરી નિયુક્તિઓ કરવા માટેની મહોર પણ મારવામાં આવશે.

જિલ્લા-તાલુકા મંડળની કામગીરીની સમીક્ષા કરાશે
કોંગ્રેસમાં જીલ્લા સ્તરે તેમજ તાલુકા સ્તરે સંગઠનની થઈ રહેલી કામગીરી અંગે પણ સમીક્ષા બેઠક હાથ ધરવામાં આવશે. તાલુકા અને જિલ્લા સ્તરેથી પણ કામગીરી અંગેનો ફીડ બેક લેવાની કવાયત ગેહલોતની મુલાકાત દરમિયાન હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم