બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા, ખેડૂતોમાં ખુશીનો માહોલ | Banaskantha district rain showers in some areas amid cloudy weather, happy mood among farmers

બનાસકાંઠા (પાલનપુર)31 મિનિટ પહેલા

  • જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં થોડાક દિવસના વિરામ બાદ ઝરમર ઝરમર વરસાદ

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ગઈકાલથી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદે ધીમીધારે શરૂઆત કરી હતી. જેમાં ધાનેરામાં 16 મિમી અને થરાદમાં 10 મિમી સહીત જિલ્લાના અનેક વિસ્તારોમાં ધીમીધારે ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો.

જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા
બનાસકાંઠા જિલ્લામાં થોડાક દિવસના વિરામ બાદ ફરી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે. જિલ્લામાં અત્યાર સુધી એવરેજ 62.09 ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લાની જીવા દોરી સામાન ગણાતા દાંતીવાડા ડેમમાં બનાસનદીના પાણી આવતા ડેમમાં પાણીની આવક શરૂ થઇ ગઈ છે. જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવામાં મળી છે. જિલ્લાના તમામ જળાશયો છલોછલ ભરાય તો ખેડૂતો શિયાળો તેમજ ઉનાળામાં ખેતી કરી શકે.

છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા
જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કેટલાક તાલુકાઓમ સામાન્ય વરસાદ નોંધાયો છે. જેમાં અમીરગઢમાં 05 મિમી, ડીસામાં 09 મિમી, થરાદમાં 10 મિમી, દાંતીવાડામાં 03 મિમી, દિયોદરમાં 01 મિમી, ધાનેરામાં 16 મિમી, પાલનપુરમાં 02 મિમી, ભાભરમાં 01 મિમી, લાખણીમાં 04 મિમી, વડગામમાં 03 મિમી, વાવમાં 03 મિમી અને સુઈગામમાં 02 મિમી વરસાદ નોંધાયો છે.

જિલ્લામાં 62.09 ટકા એવરેજ વરસાદ નોંધાયો
બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં એવરેજ વરસાદ જોઈએ તો અમીરગઢમાં 51.20 ટકા, કાંકરેજમાં 56.24 ટકા, ડીસામાં 53.83 ટકા, થરાદમાં 79.96 ટકા, દાંતામાં 74.66 ટકા, દાંતીવાડામાં 47.91, ટકા દિયોદરમાં 70.13 ટકા, ધાનેરામાં 43.43 ટકા, પાલનપુરમાં 55.48 ટકા, ભાભરમાં 73.52 ટકા, લાખણીમાં 48.55 ટકા, વડગામમાં 66.62 ટકા, વાવમાં 68.84 ટકા અને સુઇગામમાં 90.58 ટકા 2022નો એવરેજ વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم