રાજ્યમાં 4 દિવસ વરસાદની આગાહી | ઇસરોએ સૌથી નાના સેટેલાઈટનું લૉન્ચિંગ કર્યુ

ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે. બે દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દેશના આગામી ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે આજે મતદાન થશે. મતદાન પૂર્ણ થયા બાદ મતોની ગણતરી કરવામાં આવશે ધોરણ-10ની જુલાઇ પૂરક-2022 પરીક્ષાનું શિક્ષણ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે વાંચો ગુજરાત અને દેશ-દુનિયાના 12 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિક પર…

વધુ વાંચો: રાજ્યમાં આગામી 4 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 4 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. જેમાં 8,9,10 ઓગસ્ટ રાજ્યમાં અતિભારે વરસાદની રહેશે. તેમજ દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. તથા સુરત, વલસાડ, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ અતિભારે વરસાદની આગાહી છે.

વધુ વાંચો : આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક, ઇસરોએ સૌથી નાના સેટેલાઈટનું લૉન્ચિંગ કર્યુ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે તેનું પ્રથમ નાનું રોકેટ ‘સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ’ લોન્ચ કર્યું છે. આ મિશનને SSLV-D1/EOS-02 કહેવામાં આવે છે. ઈસરોના જણાવ્યા અનુસાર, રોકેટ SSLV-D1 સવારે 9.18 વાગ્યે શ્રીહરિકોટાના લોન્ચ પેડ પરથી ઉડાન ભરી. 500 કિલો સુધીની મહત્તમ કાર્ગો વહન

વધુ વાંચો: ફ્રેન્ડશિપ ડે સ્પેશિયલ: ખેડૂતની પાંચ હજાર પક્ષીઓ સાથેની અનોખી દોસ્તી

આજે ફ્રેન્ડશિપ ડે છે, આજના દિવસે વ્હાલા મિત્રો એક બીજાને શુભેચ્છા આપી રહ્યા છે. ત્યારે આજે એક એવા મિત્રની વાત કરવી છે જેની દોસ્તી સૌથી અનોખી છે. જુનાગઢના કેશોદમાં રહેતા હરસુખભાઇ ડોબરીયા અને તેના પરિવારને પક્ષીઓ સાથે એવી તો દોસ્તી છે કે તેને એક બીજા વગર ચાલતું જ નથી. તો જોઈએ પક્ષીઓ અને હરસુખભાઇની અનોખી દોસ્તીની અનોખી દાસ્તાન.

વધુ વાંચો: ભાવિના પટેલને ગોલ્ડ મેડલ,કોમનવેલ્થમાં ગુજરાતની દિકરીએ નામ રોશન કર્યું

ભાવિન પટેલ ખેડુત પરીવાર માથી આવે છે તેવો મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુંઢિયા ગામની વતની છે. કોમન વેલ્થ ગેમમાં ભારતને પેરા ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.તેમને નાઈજિરિયાના ખેલાડીને 3 – 0થી હરાવી ગોલ્ડ કબ્જે કર્યો હતો.ગયા વર્ષે ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમણે સમ્રગ દેશનું નામ કર્યું રોશન છે.

વધુ વાંચો: PM મોદીની અધ્યક્ષતામાં આજે નીતિ આયોગની યોજાશે મહત્ત્વપૂર્ણ બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની સાતમી બેઠકની (Governing Council Meeting) અધ્યક્ષતા કરશે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર નીતિ આયોગની આ બેઠકમાં ભાગ લેશે નહીં. તેમણે બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. તેલંગાણાના CM કે ચંદ્રશેખર રાવ (KCR )એ પણ આ બેઠકનો બહિષ્કાર કર્યો છે. પીએમ મોદી પાકથી લઈને શિક્ષણ સહિત ઘણાં વિવિધ વિષયો પર ચર્ચા કરશે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ સાંજે 7 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે.

વધુ વાંચો: યુટ્યુબર્સે હેલિકોપ્ટરથી લટકીને 25 પુલ-અપ્સ કર્યા, તોડ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ અનુસાર, પ્રેક્ટિસ કરવા માટે હેલિકોપ્ટર શોધવામાં બે એથ્લેટ્સને 15 દિવસનો સમય લાગ્યો હતો. આ માટે બંનેએ ઘણી પ્રેક્ટિસ પણ કરી હતી. ઘણા લોકો યુટ્યુબ પર તેની આ સિદ્ધિને પસંદ કરે છે. તેઓ વિવિધ યુક્તિઓ કરીને તેના વિડિયો બનાવતા રહે છે અને તેને યુટ્યુબમાં મૂકે છે અને દર્શકો તે વિડિયો જોવાની મજા લે છે અને તેના પર ટિપ્પણી પણ કરે છે.

વધુ વાંચો: ન્યૂયોર્કમાં આત્મહત્યા કરનાર યુપી મહિલાનો વીડિયો, ‘વિચાર્યું કે તે સુધરી જશે’

ન્યૂયોર્કમાં 30 વર્ષીય ભારતીય મૂળની મહિલાએ ઘરેલુ હિંસાથી પરેશાન થઈને કથિત રીતે આત્મહત્યા કરી હતી. મહિલાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, મહિલાએ આત્મહત્યા કરતા પહેલા આ વીડિયો બનાવ્યો હતો, જેમાં તેણે મોત માટે તેના પતિ અને સાસરિયાઓને જવાબદાર ઠેરવ્યા છે. પોતાની આપવિતીનું વર્ણન કરતી વખતે, મહિલાએ વીડિયોમાં કહ્યું કે, તેનો પતિ તેને રોજ માર મારે છે. તેના પતિ અને સાસરિયાઓએ તેને મરવા માટે દબાણ કર્યું.

વધુ વાંચો: Commonwealth Games 2022: હોકી-ક્રિકેટની ફાઇનલમાં ભારત, જાણો મેડલ ટેલીમાં ક્યા પહોંચ્યુ

બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022નો નવમો દિવસ ભારતીય એથ્લેટ્સ માટે સારો રહ્યો અને પરિણામે ભારતે મેડલ ટેબલમાં પણ પોતાનું પ્રદર્શન સુધાર્યું. 6 ઓગસ્ટ શનિવારના રોજ ભારતના ખાતામાં કુસ્તીથી લઈને એથ્લેટિક્સ અને લૉન બોલમાં કુલ 14 મેડલ આવ્યા. આ રીતે, આ રમતોમાં ભારત માટે તે સૌથી સફળ દિવસ હતો. બોક્સિંગ, ટેબલ ટેનિસ, ક્રિકેટ અને હોકીમાં ભારતના ઘણા મેડલની મહોર મારી હતી. નવમા દિવસના અંતે, ભારતે કુલ 13 ગોલ્ડ સાથે પાંચમા સ્થાને પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું.

أحدث أقدم