Header Ads

જૂનાગઢમાં મુથુટ ફિન કોર્પ ફાયનાન્સની 44 લાખની ગોલ્ડ લોનના છેતરપિંડી કેસ મામલો નવો વળાંક | 44 lakh gold loan fraud case of Muthut Fin Corp Finance in Junagadh takes a new turn

જુનાગઢ11 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • કેશોદ મુથુટ ફિન કોર્પ ફાયનાન્સ ગોલ્ડ લોન છેંતરપીંડી કેસની તપાસમાં નવો વળાંક

કેશોદ બસ સ્ટેશન રોડ પર મુથુટ ફિનકોર્પ લીમીટેડ કંપની આવેલી છે જે સોનાના ઘરેણાં પર લોન આપવાનું કામ કરે છે . આ કંપનીમાં જોઈન્ટ કસ્ટોડિયન તરીકે મનાલીબેન પુંજાભાઈ કેડિયાતર નામની મહિલા ફરજ બજાવતી હતી .અને આ કંપનીના લોકરની ચાવી તેની પાસે રહેતી હતી. મહિલા કર્મચારીને શું સૂઝ્યું કે તેણીએ લોન માટે લોકરમાં મુકવા આવતાં ગ્રાહકના ઘરેણાં લોકરમાંથી કાઢી 47 લાખ જેવી રકમનું અન્યના નામે રીફાયનાન્સ કરી કંપની સાથે છેતરપિંડી કરી હતી.

આ સમગ્ર ઘટના ત્યારે બહાર આવી જયારે સૌરાષ્ટ્ર બ્રાંચ બિઝનેશ ડેવલોપીંગનું કામ કરતાં રીજીયોનલ મેનેજર દ્વારા ઓડિટ કરવામાં આવી રહ્યું હતું . આ ઘટનામાં કંપનીએ કેશોદ પોલીસ સ્ટેશનમાં મહિલા વિરૂદ્ધ 47 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ટૂંક સમયમાં આરોપીની અટકાયત કરી મહિલાને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યાં હતાં.મહિલાની ક્સ્ટડી દરમિયાન પોલીસ પૂછપરછમાં 13 પેકેટ પૈકી 2 પેકેટમાં રહેલાં ઘરેણાં જે તે મૂળ માલિકની લોન ભરપાઈ થતાં તેને પરત કરવામાં આવ્યાં હતાં જે બેંક દ્વારા ભુલ સ્વિકારતાં 47 લાખની છેતરપીંડી ઘટીને 44 લાખ થઈ હતી.

આરોપી મહિલાએ છેતરપિંડી કરેલાં તમામ નાણાં વિદેશની જુદી જુદી કંપનીઓમાં ડોલર ના રૂપમાં રોકાણ કર્યું હોય તેમની પાસે એકપણ રૂપિયો હાથવગો ન હોય તેવું બહાર આવ્યું હતું.પોલીસે મુદામાલ તરીકે આરોપી પાસે રહેલ સોનાનું લોકેટ અને બેંક પાસેથી રિફાયનાન્સ વખતે ઉપયોગમાં લેવાયેલું ગોલ્ડ કબ્જે કર્યું હતું પોલીસની સાયબર ટીમ મુદામાલ તરીકે વિદેશની કંપનીઓમાં રોકવામાં આવેલાં નાણાં પરત મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે.

ત્યારબાદ કેશોદ મુથુટ ફિન કોર્પ ફાયનાન્સ ગોલ્ડ લોન છેંતરપીંડી કેસની તપાસમાં નવો વળાંક આવ્યો છે અને મહિલા કર્મચારી બાદ તપાસમાં મેનેજર ની ભૂમિકા આવી બહાર આવતા કેશોદ પોલીસે મેનેજરની અટક કરી કોર્ટમાં રજૂ કરવા કાર્યવાહી ધરી હાથ હતી.સમગ્ર ઘટનામાં આરોપીઓ દ્વારા લોકરમાં રહેલાં ગ્રાહકના ઘરેણાં પર ફરી લોન કરી કરવામાં છેંતરપીંડી આચરી હતી.પોલીસ તપાસમાં મહિલા કર્મચારી અને મેનેજર પાસે ચાવી રહેતી હોય બંને વગર છેતરપિંડી સંભવ ન હોય મેનેજરની પુછપરછમાં ઘટના બહાર આવી હતી. જેમાં મહિલા આરોપી મનાલી કોડિયાતર નામની મહિલા કર્મચારી બાદ મોહિત કિશોરભાઈ વેડિયા નામના બેંક મેનેજરની અટક કરવામાં આવી છે .કેશોદ પોલીસ સ્ટાફના પીએસઆઇ એસ. એન. સોનાર, રાઇટર જીણાભાઇ ગરેજા, ભુમીબેન વાળાએ સમગ્ર ઘટના બહાર લાવવા ઉત્કૃષ્ઠ કામગીરી કરી છે.

અન્ય સમાચારો પણ છે…
Powered by Blogger.