નર્મદા (રાજપીપળા)4 મિનિટ પહેલા
- કૉપી લિંક
એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ-નર્મદા જિલ્લામાં અનેકવિધ પ્રયાસોના ભાગરૂપે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ગુજરાત CSR ફંડ ધ્વારા રાજપીપલા નગરપાલિકાની ભૂગર્ભ ગટર યોજનાની સાફસફાઇની કામગીરી માટે 50 લાખના ખર્ચે રોબોટ મશીન મંજૂર કરવામાં આવ્યું છે. આમ, જિલ્લા કલેક્ટર અને પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલના રાજપીપલા પ્રયત્નોથી નગરવાસીઓની આરોગ્ય અને જનસુખાકારી માટેની આધુનિક સવલત ઉપલબ્ધિ માટેના વધુ એક પ્રયાસને સફળતા સાંપડી છે. ત્યારે આ રોબોટ મશીન રાજપીપલા નગરને સુપરત કરવામાં આવ્યું જેનું. લોકાર્પણ જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમની સાથે ચીફ ઓફિસર રાહુલદેવ ઢોળીયા અને પાલિકાની ટીમ સાથે ઇન્ડિયન ઓઇલ કંપનીના અધિકારીઓ હાજર રહ્યા હતા.
રૂ. 50 લાખના ખર્ચે રોબોટ મશીન મંજૂર કરાયું
આ બાબતે રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદિપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, શહેરમાં હાલમાં વિકાસના કામો ચાલી રહ્યાં છે. તેમાં હાલ ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થઈ ભૂગર્ભ ગટર લાઇન ચાલુ થયા બાદ તેની ચેમ્બરોની સફાઇ માટે રાજપીપલા નગરપાલિકાને 50 લાખના ખર્ચે CSR પ્રવૃત્તિ હેઠળ રોબોટ મશીન મંજૂર કરાયું છે અને રાજપીપલાની જનતા આગામી દિવસોમાં મશીનનો થનારો ઉપયોગ જોઇ શકશે. રાજપીપલા શહેરની ગટરની સફાઇ માટે નગરપાલિકા રોજના આશરે 10 જેટલા કર્મચારીઓ લગાડવા પડતા હતા. તેમાંથી નગરપાલિકાને મુક્તિ મળશે અને આર્થિક બોજો હળવો થવાની સાથે નગરપાલિકાને દર મહિને આશરે 1.5 લાખની રકમનો ફાયદો થશે. ગટર સફાઇના રોબોટ મશીનને લીધે બધુ જ કામ આ રોબોટ મશીન ધ્વારા કરવામાં આવશે. ગુજરાતમાં “ક”-વર્ગની નગરપાલિકાઓમાં રાજપીપલા નગરપાલિકામાં આગામી દિવસોમાં સૌ પ્રથમવાર રોબોટ મશીનનો ઉપયોગ થશે જે ખૂબ સારી બાબત કહેવાય.