ભરૂચ21 મિનિટ પહેલા
- કૉપી લિંક

- કોરોનાના બે વર્ષ બાદ પણ સંચાલકો ધો. 6થી 8ના બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવા મજબૂર
- વાલિયા રૂપનગરની 35 વર્ષ જૂની રેસિડેન્સીયલ સ્કૂલની બિલ્ડીંગ અને હોસ્ટેલને કરી દેવાઈ છે બિનસલામત
- કોન્ટ્રાકટ એજન્સી વહેલી તકે નવી બિલ્ડીંગ તૈયાર કરે તેવી પ્રિન્સિપાલ અને વાલીઓની રજૂઆત
ગુજરાતની કેટલીક સરકારી શાળાઓની ઇમારતો જ નહીં પણ ભરૂચ જિલ્લાની એકમાત્ર વાલિયા રૂપનગર સ્થિત કેન્દ્રીય વિદ્યાલયની 35 વર્ષ જૂની બિલ્ડીંગ અને હોસ્ટેલને અનસેફ જાહેર કરી દેવાઈ છે.આ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી રેસિડેન્સિયલ સ્કૂલમાં ધોરણ 6થી 12 ના 500 જેટલા વિધાર્થીઓ રહેવા સાથે અભ્યાસ કરે છે. કોરોના કપરો કાળ વીતી ગયે 2 વર્ષ થયાં છે, છતાં આ કેન્દ્રીય સ્કૂલમાં હજી પણ ધોરણ 6થી 8 ના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવા જ શાળા સંચાલકો મજબૂર બન્યા છે.

ઇમારત હોનારત સર્જે તે પહેલાં નવી ઇમારત બનાવવા માંગ
વિધાર્થીઓના ભાવિ સાથે અહીં જો ઓફલાઇન શિક્ષણ માટે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે તો જીવનું જોખમ રહેલું છે. ધોરણ 9 થી 12 ના વર્ગો તો ઓફલાઇન ચાલી રહ્યા છે પણ તે પણ જોખમ વચ્ચે.નવી બિલ્ડીંગ સાથે કોન્ટ્રાકટ એજન્સી સી.પી.ડબલ્યુ.ડી. દ્વારા ગર્લ્સ અને બોયસ હોસ્ટેલ પણ બની રહી છે. જોકે કામ અત્યંત મંથરગતિએ ચાલતું હોવાથી ખુદ પ્રિન્સિપાલ અને સ્ટાફ પણ ભારોભાર નારાજ છે.હવે ધોરણ 8 ના વાલીઓ પ્રિન્સિપાલને રજુઆત કરવા આવ્યા હતા. પોતાના બાળકોનો અભ્યાસ બગડી રહ્યો હોય વાલીઓએ તો બાળકોને જોખમ વચ્ચે પણ ઓફલાઇન વર્ગો ચલાવવા સંમતિ પત્રકો આપી દીધા છે. પણ આ જોખમી કેન્દ્રીય શાળાની ઇમારત હોનારત સર્જે તે પહેલાં નવી ઇમારતના કામમાં ઝડપ લાવવા વાલીઓ, સ્ટાફ અને પ્રિન્સિપાલે માંગણી કરી છે.
