Monday, August 1, 2022

પ્રોફેસર, મેડિકલ સ્ટુડન્ટ, રત્નકલાકાર સહિતના લોકો સંક્રમિત, એક્ટિવ કેસ વધીને 576 થયા | People including professors, medical students, jewelers infected, active cases increased to 576

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર.

  • અત્યાર સુધીમાં 208903 લોકોને કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે

સુરત શહેર-જિલ્લામાં ગઈકાલે નવા 83 કેસ નોંધાયા હતા. શહેરમાં 43 અને જિલ્લામાં 38 મળી શહેર-જિલ્લામાં 81 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. શહેર-જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 576 થઈ છે. 3 વિદ્યાર્થી, ટીચર, વેપારી, ડોક્ટર સહિતના લોકો સંક્રમિત થયા છે.

69 દર્દી સાજા થતા તેમને રજા અપાઈ
શહેરમાં 42 અને જિલ્લામાં 41 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 83 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 208903 થઈ છે. શહેરમાં 43 અને જિલ્લામાં 38 મળી શહેર-જિલ્લામાં 81 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં કુલ 206086 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

એક્ટિવ કેસની સંખ્યા વધીને 574 થઈ
જિલ્લામાં સતત વધી રહેલા કેસને પગલે એક્ટિવ કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. રવિવારે શહેરમાં 344 અને જિલ્લામાં 232 સાથે શહેર-જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 576 થઈ છે. શહેરમાં સામે આવેલા પોઝિટિવ કેસમાં પ્રોફેસર, મેડિકલ સ્ટુડન્ટ, ડેન્ટીસ્ટ, 3 રત્નકલાકાર, એમ્બ્રોઈડરી વર્કર, મેઈડ, ટેક્ષટાઈલ વેપારી, ટેક્ષટાઈલ વર્કર સહિતના સંક્રમિત થયા છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.