Monday, August 1, 2022

ખાનપુર તાલુકાના મેણાં ગામે અજગરે બકરીનો શિકાર કર્યો, વનવિભાગના કર્મીઓએ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કર્યો | A python hunted a goat in Mena village of Khanpur taluka, forest department officials reached the spot and rescued

મહિસાગર (લુણાવાડા)એક કલાક પહેલા

  • અજગરને રેસ્ક્યુ કરીને દૂર જંગલ વિસ્તારમાં સુરક્ષિત છોડી મુકાયો

મહીસાગર ખાનપુર તાલુકાના મેણાં ગામે અજગર દ્વારા બકરીનો શિકાર કરવાની ઘટના બની છે. ગામના સીમમાં આવેલા જંગલ વિસ્તારમાં ઝાડ નીચે અજગર એક બકરીને વિટોળાઈને પડેલો નજરે પડ્યો હતો. જેથી ત્યાંથી પસાર થતા લોકોની નજર તેના પર પડી હતી. ત્યારબાદ ગામ લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા. પ્રથમ તો લોકો એ દૂરથી બકરીને બચાવવાનો પ્રયત્ન કર્યો પણ અજગરના ડરના કારણે કોઈ નજીક ગયું નહી.

સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરાઈ
ખાનપુર ફોરેસ્ટ વિસ્તારમાં આવતા મેણા ગામે વનવિભાગના કર્મીઓ પહોંચ્યા હતો અને તે જગ્યાએથી અજગરને રેસ્ક્યુ કરીને દૂર જંગલ વિસ્તારમાં સુરક્ષિત છોડી મુક્યો હતો. જો કે ગામની સીમમાં જ અજગરે દેખા દેતાં સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. ત્યારે મહીસાગર જિલ્લામાં મોટા ભાગે જંગલ અને ડુંગરાળ વિસ્તારો આવેલા હોવાથી ગ્રામ્ય પંથકોમાં અવાર નવાર અજગર દેખાવાની ઘટનાઓ સામે આવતી હોય છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.