જૂનાગઢની સંસ્થા છેલ્લા 6 વર્ષથી બનાવે છે ભગવાન ગણેશજીની માટીની મૂર્તિ, પર્યાવરણ બચાવવાનો પ્રયાસ | An organization in Junagadh has been making clay idols of Lord Ganesha for the past 6 years, an effort to save the environment

જુનાગઢ12 મિનિટ પહેલા

  • રૂ. 450 થી 750 સુધીની મૂર્તિ બનાવે છે

વસુંધરા સંસ્થા પર્યાવરણ સરક્ષણ માટે કામ કરતી સંસ્થા છે.જુનાગઢના લોકો માટીની મૂર્તિ તરફ વળે અને પર્યાવરણને જે થતું નુકસાન છે તે અટકે એવા હેતુથી વસુંધરા નેચર કલબ સંસ્થા છે છેલ્લા છ વર્ષથી ને ખૂબ જ નજીવા દરે માટેની મૂર્તિનું વિતરણ કરે છે. છેલ્લા 6 વર્ષથી આ પર્યાવરણ નું જતન કરતી સંસ્થા વસુંધરા નેચર કલબ સતત છઠા વર્ષે પણ લોકોને ખૂબ સહેલાઇ થી માટીની મૂર્તિ મળી જાય એ માટે વ્યવસ્થા કરે છે.

માટી મુર્તિ બાબતે વધુમાં વસુંધરા નેચર કલબના સભ્ય દ્વારા જણાવ્યું હતું કે 450 રૂ થી લઇ 700 સુધીની કીંમત રાખી છે અને 1 ફૂટ સુધી લંબાઈ હોય છે.જેમાં અવનવી વેરાયટી પણ જોવા મળે છે.અને લોકોને ગમતી એમની પસંદ અનુસાર લોકો મૂર્તિઓ લઈં જાય છે.અને લોકોનો ખૂબ સાથ સહકાર મળ્યો છે અને લોકો માટીની મૂર્તિ તરફ આકર્ષાયા છે.

12 વર્ષ પહેલાં નરાયણ ધરા વિસ્તારમાં લોકો ગણેશ વિસર્જન સમયે પ્લાસ્ટર ઑફ પેરિસ ની મૂર્તિઓ ત્યાં વિસર્જન કરતા જોયા હતા અને આ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ થી પર્યાવરણને અતિ ભારે નુકશાન થતું અને મૂર્તિઓ ના ઢગલા જોવા મળતા તેથી મૂર્તિઓ અપમાનિત થતી.જેને કારણે ખબર પડી માટીની મૂર્તિ ઓનું કોઈ માર્કેટ જુનાગઢ માં છે જ નહીં…વસુંધરા ગ્રુપમાં સભ્યો દ્વારા જ માટીની મૂર્તિ બનાવી લોકોને નજીવા દરમાં માટીની મૂર્તિઓ મળી રહે તે માટે ટોકન સિસ્ટમ થી બુકિંગ કરી આ મૂર્તિઓ લોકો ને આપીએ છીએ.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post