Monday, August 22, 2022

ચોરીના ગુનામાં 6 વર્ષથી ફરાર આરોપીને મહેસાણાની પેરોલ ફ્લો ટીમે અમદાવાદથી દબોચી લીધો | The Parole Flow Team of Mehsana nabbed the accused who had been absconding for 6 years in the crime of theft from Ahmedabad

મહેસાણા8 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • આરોપી વિરુદ્ધ કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી

મહેસાણા જિલ્લામાં પેરોલ તેમજ વચગાળાના જમીન લીધા બાદ આરોપીઓ અવાર નવાર ફરાર થઈ જતા હોય છે. ત્યારે ફરાર થયેલા આરોપીઓને ઝડપવા મહેસાણા પેરોલ ફ્લો જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં કામગીરી કરતી હોય છે. આ દરમિયાન આજે ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને અમદાવાદથી પેરોલ ફ્લો ટીમે ઝડપી પાડ્યો હતો.
પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી
મહેસાણા પેરોલ ફ્લો ટીમને બાતમી મળી હતી કે, કડી પોલીસ મથકમાં નોંધાયેલી ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી જે છેલ્લા 6 વર્ષથી પોલીસ પકળથી દૂર હતો. એ હાલમાં અમદાવાદ ખાતે છે. બાતમી મળતાજ મહેસાણા પેરોલ ફ્લો ટીમ અમદાવાદ દોડી આવી વટવા જીઆઇડીસી પટકલનગર ખાતે રહેતા આરોપી શેખ મોહમ્મદઆદિલને ઝડપી લીધો હતો. તેમજ વટવા પોલીસ મથકના આરોપીની નોંધ કરાવી પૂછપરછ માટે કડી પોલીસને સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.